H.N. Golibar
( પ્રકરણ : ૧ )
દુબઈની સડક પર પોતાનો જીવ હથેળીમાં લઈને દોડીરહેલી કલગીએ ફરી એકવાર ભયભરી નજર પોતાની પીઠ પાછળ નાખી. તેની પાછળ ચાર ઊંચા-તગડા અરબી લીસવાળા હાથમાં રિવૉલ્વરો સાથે તેને પકડી પાડવા માટે દોડી આવી રહ્યા હતા. એ ચારેય જણાં તેનાથી વીસ-બાવીસ પગલાં દૂર હતાં અને અરબી ભાષામાં ‘‘તોરલને પકડી લો !’’ ‘‘જા જો તોરલ છટકી ન જાય.’’ જેવી બૂમો પાડતાં તેની વધુને વધુ નજીક આવી રહ્યા હતા.
કલગી પાછું આગળ જોતાં ડાબી બાજુની ગલીમાં વળી અને દોડવા માંડી. એ ગલી સાંકડી ને લાંબી હતી. તેના માટે દુબઈ શહેરની આ ગલી પણ બિલકુલ અજાણી જ હતી. ‘તોરલ! તું અમારા હાથમાંથી છટકી નહિ શકે ! તારી ભલાઈ એમાં જ છે કે, તું તારી જાતને અમારે હવાલે કરી દે !’ કલગીના કાને તેનો પીછો કરી રહેલા પોલીસવાળાનો તૂટેલી-ફૂટેલી અંગ્રેજીમાં અવાજ સંભળાયો અને તેણે ફરી પાછું વળીને જોયું તો હવે એ લોકો તેનાથી પંદર-સત્તર પગલાં દૂર હતાં. કલગી વધુ ઝડપે દોડી. તે ભારતીય હતી. પોતાના દેશ ભારતની ધરતી પરથી હમણાં છ દિવસ પહેલાં જ આ પરાયા દેશની જમીન પર આવી હતી. તે મુંબઈ શહેરની જમીન પર ભણી-ગણીને મોટી થઈ હતી અને ‘એક આશા પર જ આખી દુનિયા ટકેલી છે,’ એવું માનતી હતી અને એટલે જ તે હિંમત ટકાવી રાખીને, તે આ પોલીસવાળાના હાથમાંથી છટકી જવામાં સફળ થશે જ, એવી આશા સાથે દોડી રહી હતી.
‘હેલ્લો! હેલ્લો ! કન્ટ્રોલ રૂમ ! અમને તોરલ મળી ચૂકી છે. અત્યારે અમે ગોલ્ડન સર્કલ પર એનો પીછો કરી રહ્યા છીએ. તમે જલદી આ આખા એરિયાની નાકાબંદી કરાવી દો.’ કલગી ગલીના નુકકડ પર પહોંચી ત્યારે તેના કાને તેનો પીછો કરતા દોડી આવી રહેલા પોલીસનો વાયરલેસ પર કન્ટ્રોલ રૂમ સાથે અરબી ભાષામાં વાત કરતો આ અવાજ પડયો, એટલે તેના મનમાંનો ગભરાટ વધ્યો. પણ તેણે દોડવાનું હતું, આ પોલીસવાળાઓના હાથમાંથી છટકવાનું હતું.
તે જમણી બાજુ વળી અને કલગી પચીસેક પગલાં દોડી ત્યાં જ તેના કાનની બૂટ પાસેથી રિવૉલ્વરની ગોળી પસાર થઈ ગઈ !
એ ભીડભર્યા રસ્તા પર ‘ચાલો હટો, જવા દો !’ની બૂમો પાડતી, તેના રસ્તામાં આવતા ભીડના લોકોને પોતાના હાથથી હટાવતી-ખસેડતી રસ્તો કરતી દોડવા માંડી.
જીવ સટોસટની આ પળોમાં કલગીને ભગવાનની સાથોસાથ તેના મમ્મી-ડેડીની યાદ પણ તાજી થઈ આવી.
સાહસિક સ્વભાવના તેના ડેડી ભારતના ગુજરાત રાજ્યના નવસારી ગામમાંથી મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં આવીને વસ્યા હતા. સામાન્ય હીરાઘસુમાંથી હીરાના વહેપારી બનેલા તેના ડેડીએ તેને ભણાવવા- ગણાવવામાં કોઈ કસર બાકી છોડી નહોતી, તો તેની મમ્મીએ પણ તેનામાં સારા સંસ્કાર સીંચવામાં કોઈ કમી બાકી રાખી નહોતી. તેના મમ્મી-ડેડી તેના લગ્ન કોઈ રાજકુમાર સાથે કરવાના સપના સેવતા હતા, પણ તે સત્તર વરસની થઈ, ત્યારે હોંગકોંગમાં યોજાયેલા જ્વેલરીના એક એક્ઝિબિશનમાં ભાગ લેવા જતાં રસ્તામાં તેઓનું પ્લેન ક્રેશ થયું હતું અને એમાં તેઓ માર્યા ગયા હતા. ત્યારથી પાછલા પાંચ વરસથી કલગી જીવવા માટે આ દુનિયામાં એકલી રહી ગઈ હતી. જોકે, અત્યારે તો કલગી મોતથી બચવા માટે દોડી રહી હતી.
ભીડભર્યો રસ્તો પસાર થયો અને કલગી જમણી બાજુ વળી તો ત્યાં મોટી સીડી નીચેની તરફ જતી હતી. તે સડસડાટ સીડીના પગથિયાં ઉતરવા માંડી ને અચાનક જ એક પગથિયું ભૂલી ગઈ. તે એક ચીસ સાથે બાકીના પગથિયાં પરથી ગબડતી જમીન પર પડી.
પડયાની પીડાને ગણકાર્યા વિના જ તે ઊભી થઈ અને સામે દૂર સુધી પથરાયેલા રસ્તા પર દોડવા માંડી. તે પચીસેક પગલાં દોડી, ત્યાં જ તેના કાને રિવૉલ્વરની ગોળી છૂટવાનો અવાજ પડવાની સાથે જ તેના કાનની બૂટ પાસેથી સનનનન કરતી એક ગોળી પસાર થઈ ગઈ. તેણે પાછું વળીને જોયું તો તેનો પીછો કરતા આવી રહેલા પોલીસવાળા તે જે સીડી પરથી ઉતરી આવી હતી એ સીડી પરથી ઉતરી આવ્યા હતા અને આગળના પોલીસ્ વાળાએ જ તેની તરફ ગોળી છોડી હતી. તે બાલ-બાલ બચી હતી.
તે બીજા ચાર પગલાં દોડી,
ત્યાં જ સામેથી સાઈરન વગાડતી પોલીસ કાર આવતી દેખાઈ. તેણે ડાબી-જમણી બાજુ જોયું. ચાર પગલાં આગળ જ જમણી બાજુ જવાનો રસ્તો હતો. તે લાંબી ફર્લાંગો ભરતી જમણી બાજુના એ રસ્તા પર વળીને આંખો મીંચીને દોડવા માંડી. પણ દસેક પગલાં દોડયા પછી તેની નજર એ ગલીમાં દૂર સુધી પહોંચી અને તે ચોંકી. એ ગલી પચાસેક પગલાં પછી પૂરી થઈ જતી હતી. સામે ઊંચી મોટી દીવાલ હતી. તેણે પાછું વળીને જોયું. પાછળ પેલા ચાર પોલીસવાળા અને એમની પાછળ પોલીસની કાર ધસમસ્તી આવી રહી હતી. તેણે જમણી બાજુ જોયું. એક મકાન જેવું હતું. તેણે એ મકાનના દરવાજાને ધકકો માર્યો, પણ એ દરવાજો બંધ હતો-દરવાજો ખૂલ્યો નહિ.
તે બાજુના મકાન તરફ દોડી ગઈ ને એ મકાનના દરવાજાને ધકકો માર્યો એ સાથે જ દરવાજો ખૂલી ગયો. દરવાજા પછી તુરત જ ઉપર ચઢતી સીડી આવેલી હતી. તે એ સીડીના પગથિયાં ચડવા માંડી.
પહેલા માળ પરથી તે બીજા માળની સીડી ચઢવા માંડી અને બીજા માળની સીડી પૂરી થઈ એટલે તે દરવાજો ધકેલીને બહાર નીકળી. બહાર ધાબું હતું.
‘‘તોરલ ઉપર ધાબા પર જ છે !’ ‘‘હવે એ આપણાં હાથમાંથી છટકી નહિ શકે.’’ નીચેથી પોલીસવાળાના અરબી ભાષામાં ગૂંજેલા અવાજો કલગીના કાનમાં અફળાયા. તે એ વિશાળ ધાબાની સામેની પેરાપેટળી તરફ દોડી. તે એ પાળી પાસે પહોંચી એ જ વખતે પોલીસવાળા ધાબાના દરવાજા પાસે આવી પહોંચ્યા. તે બાજુના મકાનના ધાબા પર કૂદી ગઈ અને દોડવા માંડી. એ મકાનનું ધાબું નાનું હતું. એ ધાબાની પાળી પાસે પહોંચીને તે બાજુના, આ ધાબાથી ત્રણેક ફૂટ નીચા ધાબા પર કૂદી ગઈ. એ ધાબું ઓછું પહોળું હતું, પણ ખાસ્સું લાંબું હતું. તેણે એ લાંબા ધાબા પર દોડતાં પાછળ વળીને જોયું તો પોલીસવાળા બાજુના ધાબાની પાળી પાસે પહોંચી ચૂકયા હતા ને આ ધાબા પર કૂદીને આવી રહ્યા હતા.
કલગી વધુ ઝડપે દોડતાં એ લાંબા ધાબાની સામેની પાળી પાસે પહોંચી અને પછી જોયું તો બાજુમાં બીજું મકાન નહોતું. તેણે નીચે નજર નાંખી. નીચે સળંગ ગલી હતી અને એ ગલીમાં બજાર ભરાયેલું હતું.
‘હેન્ડઝ્ અપ! નહિતર શૂટ કરી દઈશ !’ પોલીસવાળાનો અંગ્રેજી ભાષામાં આ હુકમ સંભળાયો એટલે કલગીએ પાછું વળીને જોયું. ચારેય પોલીસ વાળા તેનાથી પાંચ-છ પગલાં દૂર સુધી આવીને, તેની તરફ રિવૉલ્વર તાકીને ઊભા રહી ગયા હતા અને એમાંથી એકે આ હુકમ આપ્યો હતો.
સેકન્ડના છઠ્ઠા ભાગમાં નિર્ણય લેવા માટે ટેવાયેલી કલગીએ જોખમી નિર્ણય લઈ લીધો. તે ધાબાની પાળી તરફ વળી અને પાળી પર ચઢી ગઈ. ‘નહિ,
થોભી જા!’ પોલીસવાળાનો અંગે્રજીમાં આ હુકમ પૂરો થાય એ પહેલાં જ બે માળ નીચેની તરફ કલગીએ ઝંપલાવી દીધું. તે એક ચીસ સાથે નીચે પડેલા કાપડના ઢગલા પર પડી. કાપડના ઢગલાવાળો અને આસપાસમાં ખરીદી-વેચાણ કરતા લોકો ચોંકીને જોઈ રહ્યાં. કલગીએ ઢગલા પરથી ઊભી થઈને જમીન પર પગ મૂકતાં ધાબા તરફ જોયું. પોલીસવાળા ફૂલ ટૅન્શન સાથે તેની તરફ રિવૉલ્વરો તાકીને ઊભા હતા, પણ એ લોકો આટલા લોકોની ભીડમાં તેની તરફ રિવૉલ્વરની ગોળી છોડવાનું જોખમ લઈ શકે એમ નહોતા, તો તેની જેમ ઉપરથી છલાંગ મારી દેવાની હિંમત પણ કોઈએ કરી નહિ. તે માર્કેટના જમણી બા- જુના રસ્તા તરફ દોડી ત્યારે તેની નજર દીવાલ પર પડી. એ દીવાલ પર દુબઈ પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલું એક મોટું પોસ્ટર ચિટકાવેલું હતું. એની પર તેનો ફોટો છપાયેલો હતો અને અરબી તેમ જ અંગ્રેજી ભાષામાં ‘વૉન્ટેડ’ લખાયેલું હતું.
એક નિસાસો નાંખતા તેણે દોડવાનું ચાલુ રાખ્યું. તે ગજબનાક મુસીબતમાં મુકાયેલી હતી. પણ તે હિંમત હારી નહોતી. તેના ડેડી તેને હંમેશાં કહેતાં હતાં, ‘‘મુશ્કેલી ગમે તેટલી મોટી હોય પણ એનાથી ડરો નહિ. તમારી જાત પર ભરોસો રાખો ને એ મુશ્કેલીનો હિંમતભેર સામનો કરો. તમે ચોકકસ એ મુશ્કેલીમાંથી બહાર નીકળી આવશો.’
અને એટલે જ અત્યારે તે તેની જિંદગીમાં અણધારી આવી પડેલી આ મુસીબત આ આફતનો હિંમતભેર સામનો કરી રહી હતી.
ચિંઇંઇંઇંઇંઇં ! અચાનક જ ડાબે જમણેથી ધસી આવેલી બે પોલીસવાળાની બે મોટર સાઈકલોમાંથી જમણી બાજુની મોટરસાઈકલ સાથે કલગીની ટકકર થઈ ગઈ. એક ચીસ સાથે તે છ-સાત ફૂટ જેટલી હવામાં અધ્ધર ઉછળી અને પછી પીઠભેર જમીન પર પટકાઈ. તેની આંખ સામે અંધારાં છવાઈ ગયાં. ત્રીજી જ પળે તેની આંખ સામેથી અંધારા દૂર થયા અને તેને તેની ચારે બાજુ રિવૉલ્વરો તાકીને ઊભેલા પોલીસવાળા દેખાયા.
‘હું...હું તોરલ નથી !’
કલગીની આંખ સામે પળવાર અંધારું છવાયું અને બીજી પળે તે ફરી તેને ઘેરીને ઊભેલાં પોલીસવાળાઓને જોઈ શકીઃ ‘પ્લીઝ, મારી વાત માનો, હું-હું તોરલ નહિ, પણ કલગી છું.’ અને કલગીની જીભેથી આ વાકય પૂરું થયું, ત્યાં તો તેની આંખ સામે પાછું અંધારું છવાઈ ગયું. તેના મગજના દરવાજા બંધ થઈ ગયાં. તેના મનની બારીઓ વસાઈ ગઈ. તે બેહોશીમાં સરી ગઈ.
કલગી હોશમાં આવી ને તેની આંખો ખૂલી, ત્યારે હજુ પણ તેનું માથું સહેજ ભારે લાગતું હતું.
હજુ પણ તેને શરીરમાં કળતર વર્તાતી હતી. તેણે બાજુમાં જોયું. બાજુમાં ખુરશી પર એક ચાળીસ્-એક વરસની ઘઉંવર્ણી સ્ત્રી બેઠી હતી. લંબગોળ ચહેરાવાળી એ સ્ત્રીએ પોતાની ભાવ વિનાની આંખ આગળ ગોળ સોનેરી ફ્રેમના ચશ્મા પહેર્યા હતા. ‘હું...હું કયાં છું?!’
કલગીએ ધીરા અવાજે પૂછયું. ‘દુબઈની એક સરકારી હૉસ્પિટલમાં !’ એ સ્ત્રી રૂખ્ખા અવાજે બોલી.
‘તમે..., તમે કોણ છો ?’ એ સ્ત્રીએ પહેરેલા લાંબા સફેદ કોટ પરથી એ ડૉકટર હોવાનો ખ્યાલ આવી જતો હોવા છતાંય કલગીએ પૂછયું.
‘હું ડૉકટર છું.’ એ સ્ત્રીએ કહ્યું, ત્યાં જ રૂમનો દરવાજો ખૂલવાનો અવાજ સંભળાયો.
કલગીની નજર એ તરફ દોડી ગઈ. રૂમના દરવાજાની અંદર બે મહિલા પોલીસ દાખલ થઈ રહી હતી. એ બન્ને નજીક આવીને ઊભી રહી એટલે લેડી ડૉકટરે કહ્યું ‘હવે તમે આને લઈ જઈ શકો છો !’
એ સાથે જ બન્ને મહિલા પોલીસમાંથી એક ઊંચી-તગડી મહિલા પોલીસે કલગીને અંગ્રેજીમાં કહ્યું : ‘ચાલ !’ અને સાથે જ એ મહિલા પોલીસે કલગીને બાવડા પાસેથી પકડી અને એક આંચકા સાથે પલંગ પરથી નીચે ઊતારી.
‘આ લોકો..આ લોકો મને કયાં લઈ જઈ રહ્યા છે ?!’ કલગીએ ગભરાટ અને ચિંતાભર્યા અવાજે લેડી ડૉકટરને પૂછયું, પણ લેડી ડૉકટર કોઈ જવાબ આપ્યો નહિ, અને તેની સામે તાકી રહી. એટલીવારમાં તો એ મહિલા પોલીસ તેને રૂમના દરવાજા સુધી ખેંચી ગઈ. મહિલા પોલીસે તેને ખૂબ જ નિર્દયતાથી રૂમની બહાર ધકેલી અને તેને હૉસ્પિટલની બહારની તરફ લઈ ચાલી એટલે તેણે હવે એ મહિલા પોલીસને અંગ્રેજીમાં પૂછયું : ‘મેડમ ! મેડમ તમે મને કયાં લઈ જઈ રહ્યા છો ?!’
પણ એ મહિલા પોલીસે પણ તેને કોઈ જવાબ આપ્યો નહિ અને તેને એ જ રીતના ધકેલતાં આગળ વધી.
કલગીએ હવે ‘મને છોડી દો !’ ‘પ્લીઝ ! મને જવા દો.’ એવી બૂમો પાડતાં એ મહિલા પોલીસના હાથમાંથી પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન શરૂ કર્યો, એટલે બીજી મહિલા પોલીસે પણ તેને પકડી લીધી. ત્યાં સુધીમાં તેઓ મુખ્ય દરવાજા પાસે પહોંચી ચૂકયા હતા. મુખ્ય દરવાજાની બહાર પોલીસ વેન ઊભી હતી. બન્ને મહિલા પોલીસોએ હાથમાંથી ભાગી છૂટવાના ધમપછાડા કરતી કલગીને જોર- જબરજસ્તીથી વેનમાં ધકેલી.
પરાણે હિંમત જાળવી રાખતાં કલગી એ મહિલા પોલીસોને પોતાને છોડી મૂકવાની વિનંતીઓ કરવા માંડી. એ બન્ને મહિલા પોલીસ ચુપચાપ તેની આજુબાજુ ગોઠવાઈ અને બીજી જ પળે એક આંચકા સાથે પોલીસ વેન ત્યાંથી આગળ વધી.
કલગી કાંપવા લાગી. આ મહિલા પોલીસ તેને કયાં લઈ જઈ રહી હતી ?!
એ બન્ને મહિલા પોલીસ તેને ધકેલતાં જેલની એક કોટડી પાસે પહોંચી. હજુ પણ કલગી તેમને છોડી દેવા માટે કરગરી રહી હતી. એ બન્ને મહિલા પોલીસે તેને કોટડીની અંદર ધકેલી અને કોટડીનો જાડા સળિયાવાળો લોખંડી દરવાજો બંધ કરી દીધો.
કલગીને ત્યાં જ જમીન પર પડતી મૂકીને એ બન્ને મહિલા પોલીસ ત્યાંથી ચાલી ગઈ.
કલગી અવાચક્ બનીને જેમની તેમ પડી રહી. કલગી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ હતી ! કોઈ પણ જાતના વાંક-ગુના વિના !
આ સ્થિતિ કેટલી ખતરનાક હતી એ શું તમે સમજી શકો છો ?!
કલગી જેવી બાવીસ વરસની એક ખૂબસૂરત ભારતીય યુવતી અત્યારે પરાયા દેશની જેલમાં પહોંચી ગઈ હતી ! હવે તેની સાથે શું બનવાનું હતું એની તેને ખબર નહોતી ! અરે ! તેની સાથે હકીકતમાં શું બની રહ્યું હતું એની પણ તો તેને ક્યાં કંઈ ખબર હતી ?!?
મને એમ કે મારા શરીરમાં રહેલી નિશા ડેડીના આ આંસુથી પીગળી જશે, પણ મારો ખ્યાલ ખોટો ઠર્યો.
મારા શરીરમાં રહેલી નિશા., હું બોલી હતી : ‘ડેડી ! આ આંસુ સારવાથી હવે કોઈ ફાયદો નથી. આ આંસુથી હું પીગળીશ નહિ, હું રોકાઈશ નહિ. હું તમને ખતમ કરીશ ત્યારે જ મારા આત્માને શાંતિ થશે !’ અને આ સાથે જ મારા હાથે ફરી ડેડીને હવામાં અદ્ધર કર્યા હતા અને ઝડપભેર હવામાં ગોળ-ગોળ ફેરવવા માંડયા હતા. ‘પ્લીઝ નિશા..., મને માફ કરી દે..., મને છોડી દે...!’ ડેડી મારા કરતાં પણ વધુ ખરાબ હતી. તેમની સામે જે કંઈ પણ બની રહ્યું હતું, એનાથી તેઓ ડઘાયેલા હતા-અવાચક બનેલા હતા.
મેં પાછું મમ્મી સામે જોયું હતું.
મમ્મી ધીરે-ધીરે ઊભી થઈ રહી હતી.
મમ્મી ઊભી થઈ એ સાથે જ એના શરીરમાંથી રાક્ષસી ચામાચિડીયા જેવી બે મોટી પાંખો ફૂટી નીકળી ને એ ચામાચિડયાની જેમ ઊછળીને, કોઈ ચામાચીડિયું માણસને વળગી પડે એમ મમ્મી નિશાને ચોંટી પડી હતી અને એને લઈને જમીન પર પટકાઈ હતી.
નિશા મમ્મીની પકડમાંથી છુટવા માટે ધમપછાડા કરવા માંડી હતી.
હું જે કંઈ પણ જોઈ રહી હતી એ માનવામાં આવે એવું નહોતું.
મારી મમ્મી અને બહેન બન્ને પ્રેત બની ચૂકી હતી અને એ બન્નેમાંથી મમ્મી મારા ડેડીને બચાવવા માટે અને બહેન ડેડીને ખતમ કરવા માટે એકબીજાની આમને-સામને આવી ગઈ હતી, બન્ને એકબીજી સાથે ભયાનક રીતના બાથડી રહી હતી.
અત્યારે અચાનક જ નિશાએ કંઈક એવું કર્યું કે, મમ્મીના મોઢેથી ચીસ નીકળી અને એના શરીરમાંથી ફૂટી નીકળેલી પાંખોના ફુરચા ઊડયા અને હવામાં વિખરાઈને પળમાં જ અદૃશ્ય થઈ ગયા. આની બીજી જ પળે નિશાએ એની પર સવાર થયેલી મમ્મીને એટલો જોરદાર ધક્કો માર્યો કે મમ્મી છત તરફ ઊછળી અને છત સાથે જોશભેર ટકરાઈ.
નિશા ઊછળીને ઊભી થઈ અને છત સાથે ટકરાયેલી મમ્મી પાછી જમીન તરફ ફરી એટલી વારમાં તો નિશાના બન્ને હાથની દસેય આંગળીઓના અણીદાર નખ દોઢ-દોઢ બે-બે ફૂટ જેટલા બહાર નીકળી આવ્યા અને નિશાએ છત પરથી પાછી ફરેલી મમ્મીના પેટ અને છાતીમાં એ દસેય આંગળીઓના નખ ખોંપી દીધા ! ખચ્ !
મમ્મીના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી અને એ સાથે જ્યાં નિશાએ મમ્મીના શરીરમાં નખ ખૂંપાડયા હતા, ત્યાંથી લોહી..., લીલા રંગનું લોહી નીકળવા માંડયું !
નિશા કોઈ પાગલની જેમ ખડખડાટ હસવા માંડી.
મમ્મીના શરીરમાંથી લોહી નીકળવાની સાથે જ, જાણે એ લોહી નહિ, પણ મીણ હોય અને એ મીણ પીગળી રહ્યું હોય અને મમ્મી મીણની બનેલી હોય એમ મમ્મી પીગળવા માંડી.
મમ્મીના ચહેરા પર દર્દ આવી ગયું. એણે ડેડી સામે જોતાં કહ્યું : ‘મને માફ કરજો, પણ હું નિશા સામે નબળી પડી રહી છું.
મારે અહીંથી જવું જ પડશે, પણ તમે...’
અને નિશાએ જાણે મમ્મીનું આગળનું વાકય અમે સાંભળીએ નહિ એ માટે દીવાલો કાંપી ઊઠે એટલી જોરદાર ત્રાડ પાડી અને પછી મમ્મીને ફરી પાછી છત તરફ ફેંકી.
આટલી વારમાં મમ્મી પોણા ભાગની પિગળી ચૂકી હતી.
એના પેટનો ભાગ અને છાતીનો ભાગ નહિ જેવો રહ્યો હતો અને હાથ-પગ પણ સાવ પાતળા થઈ ચૂકયા હતા. ચહેરો જ થોડોક વ્યવસ્થિત દેખાતો હતો, પણ એય મમ્મી છત સાથે ટકરાઈને પાછી ફરી એમાં અડધો થઈ ગયો. નિશા વચ્ચેથી હટી ગઈ અને મમ્મી જમીન પર પડી. કોઈ પીગળેલા મીણના ઢગલાની જેમ જ. અને એમાં મમ્મીનો અમારી તરફ પીડા અને અફસોસભરી આંખોવાળો ચહેરો પળ-બે પળ દેખાયો અને એય પીગળેલા મીણ જેવા એના શરીરમાં ભળી ગયો. હવે મમ્મીના શરીરની જગ્યાએ જાણે મીણનો ઢગલો પડયો હતો. અને એ પણ પળ-બે પળમાં તો અદૃશ્ય થઈ ગયો, હતો ન હતો થઈ ગયો.
મેં ડેડી સામે જોયું.
ડેડીની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેઓ મોહિનીના પ્રેમમાં પડયા હતા અને મોહિનીએ મમ્મીને સળગાવી હતી છતાંય જે રીતના મમ્મી ડેડીને નિશાના હાથમાંથી બચાવવા માટે ઝઝૂમી હતી, એ જોતાં ડેડીને પોતાના કારસ્તાન પર ભારોભાર અફસોસ થયો હોય એ એમના ચહેરા પરથી જણાઈ આવતું હતું.
‘મમ્મી મરી અને પ્રેત બની પણ એવી ને એવી ભોળી જ રહી !’ મારા કાને નિશાનો અવાજ પડયો હતો એટલે મેં નિશા તરફ ફરીને જોયું હતું તો નિશા અમારી તરફ જોતાં બોલી રહી હતી : ‘હંઅ...., મમ્મી ડેડીને બચાવવા આવી હતી !’
ડેડી બોલી શકે એમ નહોતા, તો નિશાના હાથે મમ્મીની જે હાલત થઈ હતી અને જે રીતના મમ્મી નિશા સામે હારીને અદૃશ્ય થઈ ગઈ હતી એ જોતાં મારી પણ બોલતી બંધ થઈ ગઈ હતી. હવે હું હિંમત હારી ગઈ હતી. હવે ડેડી નિશાના હાથમાંથી બચે એવી મારા મનમાંની આશા વિખરાઈ ચૂકી હતી.
‘ચાલ હવે, તું જો, રિયા...!’ નિશા વેરની આગથી ધૂંધવાતા અવાજે બોલી હતી : ‘...હું ડેડીને કેવી ભયાનક મોત આપું છું !’ અને નિશા આગ ઝરતી આંખે ડેડી તરફ જોતાં, ડેડી તરફ આગળ વધી હતી.
( વધુ આવતા અંક )