મહોરું - 9 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહોરું - 9

( પ્રકરણ : ૯ )

જે કંઈ બની ગયું હતું એનાથી કલગી અવાચક બની ગઈ હતી. અચાનક લુકાસ રિવૉલ્વર સાથે ધસી આવ્યો હતો અને લુકાસ કલગીને ગોળી મારવા જતો હતો એ વખતે જ રોકસાનાએ લુકાસની પીઠમાં રિવૉલ્વરની ગોળી ઉતારી દીધી હતી. અત્યારે લુકાસની લાશ કલગીની બાજુમાં પડી હતી, જ્યારે હજુ પણ રોકસાના હાથમાં રિવૉલ્વર સાથે કંપતી ઊભી હતી. ‘રોકસાના !’ કહેતાં કલગી ઊભી થઈ અને રોકસાના પાસે પહોંચી : ‘મને માફ કરી દે, તું મારા કારણે આ મુસીબતમાં મુકાઈ. પણ...’ અને કલગીએે રોકસાનાના હાથમાંથી રિવૉલ્વર લીધી : ‘પણ જે બની ગયું એને આપણે બદલી શકીએ એમ નથી. એટલે આપણે તુરત જ અહીંથી નીકળી જવું પડશે. તું કયાંક જઈને છુપાઈ જા. એવી જગ્યાએ જ્યાં પોલીસ કે બીજું કોઈ પણ પહોંચી ન શકે !’

‘અને...તું ? !’ રોકસાનાએ પૂછયું : ‘તું શું કરીશ, કલગી ?’ ‘હું..,’ અને કલગીના ચહેરા પર મકકમતા આવી ગઈ : ‘...હું મારી લડાઈ લડીશ ! મારી પાછળ જે કોઈ પણ પડયું છે એની સામે હું બાથ ભીડીશ.’

‘હં..,’ કલગીના કાને અવાજ આવ્યો એટલે કલગીની નજર સામેથી ભૂતકાળ દૂર થયો અને સામે બેઠેલી ડૉકટર બુશરા દેખાઈ : ‘...તો ત્યાંથી તું અને રોકસાના બન્ને ભાગી નીકળી..!’

‘હા !’ કલગીએ કહ્યું. ‘...અને એ હુમલાખોરની લાશ ? !’ બુશરાએ પૂછયું.

‘જો પોલીસ એ લાશ સુધી નહિ પહોંચી હોય તો હજુય એ હુમલાખોરની લાશ રોકસાનાના ઘરમાં જ પડી હશે.’ કલગી બોલી : ‘તમને લાશ જોવા મળશે અને રોકસાના વિશે જાણવા મળશે એટલે તમને મારી સચ્ચાઈ પર વિશ્વાસ બેસી જશે.’

‘ઠીક છે.’ કહેતાં ડૉકટર બુશરા ઊભી થઈ : ‘મને રોકસાનાનું એડ્રેસ આપ. હું જાતે જ ત્યાં તપાસ કરી આવું છું.’ ‘થૅન્કયૂ !’ કલગીએ કહ્યું, અને બુશરાને રોકસાનાના ઘરનું સરનામું સમજાવ્યું.

‘હું બને એટલી વહેલી પાછી ફરું છું.’ કહીને જેલની એ કોટડીનો લોખંડી દરવાજો ખોલાવડાવીને બુશરા બહાર નીકળી ગઈ. બહાર ઊભેલી મહિલા પોલીસે અવાજ સાથે એ લોખંડી દરવાજો બંધ કર્યો, અને તાળું વાસ્યું.

કલગીના ચહેરા પર મકકમતા આવી ગઈ : ‘હું મારી લડાઈ લડીશ,

મારી પાછળ જે કોઈ પણ પડયું છે એની સામે હું બાથ ભીડીશ.’

કલગીએ નિસાસો નાંખ્યો. તે જબરી મુસીબતમાં મુકાઈ હતી.

તું આવું જ કંઈક કહીશ.’ ‘ના, એવું નથી.’ કલગીએ!’

કલગી ચહેરા પર મુસ્કુરાહટ ‘તમે એની ચિંતા ન કરો.’

‘ઠીક છે.’ મેનેજરે કહ્યું : એમના દસ મિલીયન ડૉલર ચોર્યા છે.’

એણે મને આટલું જ કહ્યું.’

‘અનામિકા ! એમણે મારો હવે ડૉકટર બુશરાને તેની વાત પર વિશ્વાસ બેસે અને તે તોરલ નહિ પણ કલગી છે એ વાત માની લઈને તેને અહીંથી છોડાવવા માટે કંઈક કરે તો જ તે અહીંથી બહાર નીકળી શકે એમ હતી. નહિ તો પછી તેને ત્રણ-ત્રણ ખૂન અને કૉમ્પ્યુટર મારફત હજારો ડૉલરની ઉઠાંતરી કરવાના ગુનાસર અહીં આ કાળ કોટડીમાં શી ખબર કેટલા વરસની કેદ કાપવાની હતી ?

કલગી વિચારોમાં બેઠી હતી ત્યાં જ જેલની કોટડીનો લોખંડી દરવાજો ખૂલવાનો અવાજ સંભળાયો. કલગીએ વિચારોમાંથી બહાર આવતાં જોયું તો ડૉકટર બુશરા અંદર આવી ચૂકી હતી અને બહાર ઊભેલી મહિલા પોલીસ દરવાજો પાછો બંધ કરી રહી હતી.

‘શું થયું ?!’ કલગીએ અધીરાઈ સાથે પૂછયું : ‘તમને એ હુમલાખોરની લાશ મળી ને ? તમને રોકસાના...!’

‘ના !’ કલગી પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ બુશરા બોલી : ‘હું પોલીસ સાથે તેં કહેલા સરનામે ગઈ હતી. ત્યાં તું કહે છે, એવા કોઈ હુમલાખોરની લાશ મળી નહિ.’

‘... તો પછી એ લાશ ગઈ કયાં ?’ કલગી બોલી : ‘શું એને પોલીસ. ’

‘હું એ વિસ્તારની પોલીસ્ને લઈને જ ગઈ હતી અને એ પોલીસે ત્યાંથી કોઈ લાશ કબજે કરી નથી.’ બુશરા બોલી.

કલગીને શું કહેવું એ કંઈ સમજાયું નહિ.

‘હવે તું મને એ કહે કે, અત્યારે રોકસાના કયાં છે ? !’

‘મને ખબર નથી.’ કલગી બોલી.

‘હં ! મને ખબર જ હતી કે,

કહ્યું : ‘અમે બન્ને એ વખતે એટલી બધી ગભરાયેલી હતી કે, કોણ, કઈ તરફ જઈ રહ્યું છે, એ વિશે અમારી વચ્ચે કોઈ ખુલાસો થયો નહોતો. પણ મને પૂરો ભરોસો છે કે, જો તમે શોધશો તો એ તમને મળી જશે.’

‘મેં પોલીસ મારફત તપાસ કરાવી. ત્યાં રોકસાના નામની કોઈ યુવતી હમણાં તો શું પણ પહેલાંય કયારેય રહી નહોતી.’

‘પણ એવું કેવી રીતે બની શકે ? !’ કલગી મૂંઝાઈ : ‘શું તમને એમ લાગે છે કે, હું જુઠ્ઠું બોલી રહી છું.’

બુશરાએ કોઈ જવાબ આપ્યો નહિ. એણે નિશ્વાસ મૂકતાં કહ્યું : ‘ચાલ, હમણાં હવે મને એ કહે કે, રોકસાનાના હાથે હુમલાખોરનું મોત થઈ ગયું એ પછી રોકસાનાથી છૂટી પડીને તેં શું કર્યું ?’

‘એ રાત તો મેં પોલીસથી બચતાં જેમ-તેમ વિતાવી અને પછી બીજા દિવસે બૅન્ક ખૂલી એ જ વખતે હું બૅન્કમાં પહોંચી ગઈ.’ અને કલગી એ વખતની ઘટના અત્યારે જ તેની સાથે બનતી હોય એમ બોલવા લાગી અને એના બોલાયેલા શબ્દોથી બુશરાની નજર સામે એ વખતનું દૃશ્ય તરવરી ઊઠયું.

કલગી બૅન્કમાં દાખલ થઈ અને નજીકના ટેબલ પર બેઠેલી યુવતી નજીક પહોંચી. ‘મારું નામ કલગી છે, હું ઈન્ડિયાથી આવું છું.’ કલગી હોઠ પર મુસ્કુરાહટ રમાડતાં બોલી : ‘શું તમે મને કહી શકશો કે, તમારી બૅન્કના પ્રેસિડન્ટ અબ્દુલ અઝીઝ તરફથી મને લગતો કોઈ મેસેજ મળ્યો છે, ખરો ?’

‘હા, જી !’ કહેતાં એ યુવતી ઊભી થઈ : ‘તમને મેનેજર સાહેબે એમની કૅબિનમાં લઈ જવાની સૂચના આપી છે. આવો જાળવી રાખતાં એ યુવતી પાછળ ચાલી.

મેનેજરની કેબિનનો દરવાજો ખોલ્યો. ‘સર ! મિસ કલગી આવ્યાં છે.’ કહીને એ બાજુ પર હટી.

કલગી અંદર દાખલ થઈ. પચાસેક વરસના ઊંચા-ગોરા મેનેજરે તેની તરફ હાથ લંબાવતાં તેને આવકારી : ‘આવો, મિસ કલગી !’

કલગીએ મેનેજર સાથે હાથ મિલાવ્યો એટલે મેનેજરે તેને માનભેર કહ્યું : ‘બેસો !’

કલગી પર્સને ટેબલ પર મૂકતાં ખુરશી પર બેઠી.

‘તમને મળીને ખૂબ જ આનંદ થયો.’ મેનેજરે પોતાની ખુરશી પર બેસતાં કહ્યું : ‘શું તમે ચા-કૉફી કે ઠંડુ લેશો !’

‘ના, થૅન્કયૂ !’ કલગીએ ચહેરા પર મુસ્કુરાહટ જાળવી રાખતાં કહ્યું. જોકે, તેનું મન તો ગભરાટ અનુભવી રહ્યું હતું. તેની એક ભૂલ તેને મોટી મુશ્કેલીમાં મૂકી શકે એમ હતી.

‘મિસ્ટર અબ્દુલ અઝીઝે ઈ-મેઈલમાં તમને કોઈ તકલીફ ન પડે એવી ખાસ તાકીદ કરી છે.’ મેનેજરે કહ્યું : ‘ફરમાવો, હું તમારી શું સેવા કરી શકું ? !’

‘આ છે મારો એકાઉન્ટ નંબર !’ કલગીએ પર્સમાંથી કાગળ કાઢીને મેનેજરને આપ્યો ‘હું મારા એકાઉન્ટમાંથી ડૉલર કાઢીને બીજા નવા એકાઉન્ટમાં ભરવા માગું છું. અને પછી હું સિકયુરિટી બોન્ડ ખરીદવા માગું છું.’

‘સરસ ! તમારે કેટલાના બોન્ડ ખરીદવાના છે ?’

‘એ બધું આ લેટરમાં લખેલું જ છે.’

‘ઓહ !’ કહેતાં મેનેજરે લેટરમાં નજર ફેરવી : ‘તમારે આની ફી ભરવી પડશે !’

‘અને હા, શું તમે તમારું કોઈ ઓળખપત્ર આપી શકો તો...’

‘હા-હા ! કેમ નહિ ? !’ કહેતાં કલગીએ પોતાનું પર્સ ખોલ્યું અને એમાંથી એવી રીતના કાગળ કાઢયો કે, તેણે કૉમ્પ્યુટરમાં તૈયાર કરેલો બૅન્કના પ્રેસિડન્ટ અબ્દુલ અઝીઝ સાથેનો તેનો ફોટો મેનેજરની સામે જઈ પડયો.

મેનેજરે એ ફોટો પોતાના હાથમાં લીધો અને એમાં નજર નાખી એટલે કલગીએ ઉતાવળે કહ્યું : ‘શું તમે આ ફોટો મિસ્ટર અબ્દુલ અઝીઝને આપી શકશો, તમારે મળવાનું થાય ત્યારે..’

‘હા..,’ અબ્દુલ અઝીઝ સાથેનો કલગીનો ફોટો જોઈ રહેતાં મેનેજરે કહ્યું : ‘..કેમ નહિ !’ અને મેનેજરને હવે જાણે કલગીનું ઓળખપત્ર જોવાનું જરૂરી લાગ્યું ન હોય એમ એણે કહ્યું : ‘તો.., આપણે તમારા નવા એકાઉન્ટ અને સિકયુરિટી બોન્ડનું પેપર વર્ક શરૂ કરીએ.’

‘હા !’ કલગીએ મનોમન નિરાંતનો શ્વાસ લીધો.

અને આની એક કલાક પછી કલગી પબ્લિક ફોન બુથમાં ‘સોહા ઈન્ટરનેશનલ’ પર ફોન લગાવીને, તેની જગ્યાએ કલગી તરીકે ગોઠવાયેલી અનામિકા સાથે વાત કરી રહી હતી : ‘અનામિકા ! મારી પાસે તારા ડૉલર છે. શું આપણે બિઝનેસની વાત કરીએ ? !’

‘હું..,’ ફોનમાં સામેથી અનામિકાએ પૂછયું : ‘હું ખરેખર નથી જાણતી આખરે તું શું વાત કરી રહી છે ?’

‘ધ્યાનથી સાંભળ !’ કલગી બોલી : ‘કાં તો તું મને મારું નામ અને મારી જિંદગી મને પાછી આપી દે, નહિતર હું હથિયારોના વહેપારી એન્ટોનિયો સુધી એ ખબર પહોંચાડી દઈશ કે, તેં એમનું કૉમ્પ્યુટર હૅક કરીને...

‘...હથિયારોનો વહેપારી એન્ટોનિયો ? !’

‘હા ! એ ખૂબ જ ખતરનાક છે.’ કલગીએ ફોનમાં કહ્યું : ‘અને ખાસ કરીને જો કોઈ એના ડૉલર આંચકી જાય તો એ ડૉલર ચોરનારને જીવતો મૂકે એમ નથી.’

‘તું...તું મજાક કરી રહી છે !’ સામેથી અનામિકાનો થોથવાતો અવાજ સંભળાયો.

‘ના !’ કલગી બોલી : ‘હું બિલકુલ મજાક નથી કરી રહી.’ ‘પણ..પણ તું સમજતી કેમ નથી.’ અનામિકાનો અવાજ આવ્યો : ‘મેં કંઈ જ નથી કર્યું.’

‘..કઈં જ વળી કેમ નથી કર્યું ? !’ કલગી રોષભેર  બોલી : ‘તેં મારું નામ.., મારી જિંદગી છીનવી લીધી છે ! !’

‘મને લાગ્યું...,’ જાણે બોલવું કે ન બોલવુંની મૂંઝવણ અનુભવતી હોય એમ સામેથી અનામિકાનો અવાજ સંભળાયો : ‘...મને લાગ્યું કે, હું મદદ કરી રહી હતી.’

‘કોની મદદ ?!’ કલગીએ અધિરાઈ સાથે પૂછયું.

‘હું નથી જાણતી.’ સામેથી અનામિકાનો કંપતો અવાજ આવ્યો : ‘એમણે કહ્યું., એમણે કહ્યું કે, આમાં કોઈ જોખમ નથી.’

‘...કોણે કહ્યું ?!’ કલગીએ

ભારભર્યા અવાજે પૂછયું : ‘... કોણે કહ્યું, અનામિકા ? !’

‘...હું જેલમાં હતી, ત્યારે ઈન્ડિયન એમ્બસીમાંથી એક માણસ આવ્યો અને એણે મને કહ્યું કે, ‘‘તું મારી પર ભરોસો રાખ. હું તારી જિંદગી પલટી નાખીશ. કાલ સવારથી જ હું તારી જિંદગીની દિશા અને દશા બદલી નાખીશ. પણ હું કહું એમ તારે કરવું પડશે.’’ સામેથી અનામિકાનો અવાજ આવ્યો : ‘બસ,

ઉપયોગ કર્યો છે અને તને પણ બરાબરની ફસાવી છે.’ કલગીએ સમજાવટભર્યા અવાજે કહ્યું : ‘અનામિકા, પ્લીઝ ! મને કહે, કોણ છે એ લોકો ?!?’

‘ઠીક છે.’ ફોનમાં સામેથી અનામિકાએ કહ્યું : ‘તું ઑફિસે આવી જા !’

‘ના, ત્યાં નહિ !’ કલગીએ કહ્યું : ‘તું સાંજના બરાબર પાંચ વાગ્યે, અકસા મસ્જિદ પાછળ આવેલા બગીચા-‘જુમીરાહ પાર્ક’માં આવી જા. ત્યાં મેઈન ઝાંપાની જમણી બાજુના ખૂણા પાસે આપણે મળીએ છીએ.’ અને કલગીએ અનામિકાનો જવાબ સાંભળવા રોકાયા વિના ફોન કટ્‌ કર્યો અને ટેલિફોન બુથની બહાર નીકળી ગઈ.

કલગીને ભરોસો હતો કે, અનામિકા સાંજના ‘જુમીરાહ પાર્ક’માં તેને મળવા ચોકકસ આવશે જ.

ત્યારે આ તરફ, ‘સોહા ઈન્ટરનેશનલ’ની પોતાની ઑફિસમાં બેઠેલી અનામિકા કૉમ્પ્યુટર પર, ઈન્ટરનેટ મારફત પોતાના બોસને કલગી સાથે થયેલી વાતચીતની માહિતી મોકલી રહી હતી. કૉમ્પ્યુટરના કી-બોર્ડ પર ફરતા અનામિકાના હાથ કંપતા હતા, તો એની આંખોમાં ડર ડોકાતો હતો અને ચહેરા પરથી પરસેવો નીતરતો હતો !

કલગી સાંજના ‘જુમીરાહ પાર્ક’માં દાખલ થઈ. કલગીએે પોતાને કોઈ ખૂની અને કૉમ્પ્યુટર હૅકર તોરલ તરીકે ઓળખી ન જાય એ માટે ફકત આંખો જ દેખાય એવી રીતના દુપટ્ટો ઓઢી રાખ્યો હતો. તે અનામિકાને શોધતી નજર ફેરવતાં જમણી બાજુના ખૂણા તરફ આગળ વધી. થોડાંક પગલાં ચાલીને તેણે જોયું, તો થોડેક દૂર, એ ખૂણામાં પડેલા બાંકડા પર કોઈ યુવતી પોતાનો ચહેરો નીચો કરીને બેઠેલી દેખાઈ. તે થોડાંક પગલાં ઓર આગળ વધી, ત્યારે તેને બરાબર દેખાયું કે, એ અનામિકા જ હતી. તેણે આસપાસમાં નજર દોડાવી. નજીકમાં કોઈ નહોતું.

તે ઉતાવળે પગલે અનામિકાની નજીક પહોંચી અને ઉતાવળે જ બોલી : ‘અનામિકા! આપણે એક સોદો કરીએ. તું ઈચ્છે તો મારું બધું જ લઈ લે, પણ મારું નામ-મારી જિંદગી પાછી આપી દે.’

અનામિકાએ ધીરેથી ચહેરો અધ્ધર કર્યો અને કલગીએ જોયું તો અનામિકાના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું !

‘ક...લ...ગી!’ પીડાથી દબાયેલા અવાજે બોલતાં, અનામિકાએ પેટ પર દબાવેલા બન્ને હાથમાંથી એક હાથ અધ્ધર કર્યો તો એ લોહીથી રંગાયેલો હતો ! કલગીએ અનામિકાના પેટ પર નજર નાંખી અને એની આંખો ફાટી ગઈ !

-અનામિકાના પેટમાં ચપ્પુ ખૂંપેલું હતું !!!

( વધુ આવતા અંકે )