મહોરું - 4 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

મહોરું - 4

( પ્રકરણ : ૪ )

પેલો ટૅકસીવાળો ઓમર તેનો પીછો કરતો આવી રહ્યો છે એ હકીકતથી બેખબર કલગી ટૅકસીમાં ઈન્ડિયન એમ્બસી તરફ આગળ વધી રહી હતી. અત્યારે સવારના દસ વાગ્યા હતા અને દુબઈ શહેરની આ સવાર તેને ખૂબ જ ખુશનુમા લાગી રહી હતી.

ઈન્ડિયન એમ્બસી આવી. કલગી ટૅકસીમાંથી ઊતરી.

કલગીનો પીછો કરતાં આવેલા ટૅકસીવાળા ઓમરે તેનાથી થોડેક દૂર ટેકસી ઊભી રાખી દીધી અને મન સાથે કંઈક વાત કરતાં કલગી તરફ તાકી રહ્યો.

કલગી ઈન્ડિયન એમ્બસીના મેઈન ડોરની અંદર દાખલ થઈ. કલગીએ ગઈકાલે જે કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ આપ્યો હતો ત્યાં પહોંચી. ગઈકાલે તેણે હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા જે ઑફિસરને પાસપોર્ટ આપ્યો હતો અત્યારે એ ઑફિસર હાજર નહોતો. એની જગ્યાએ બીજો ઑફિસર ફરજ બજાવી રહ્યો હતો.

‘હું ગઈકાલે મારો પાસપોર્ટ રિન્યુ...’ અને કલગી વાકય પૂરું કરે એ પહેલાં જ એ ઑફિસરે કલગીના ચહેરા તરફ તાકી રહેતાં કહ્યું : ‘તમારો રિન્યુ કરેલો પાસપોર્ટ તૈયાર છે, હવે તમને વર્ક વિઝા મળવામાં કોઈ પરેશાની નહિ થાય.’ ઑફિસરે તેની સામે પાસપોર્ટ ધર્યો.

‘ખરેખર !’ રાહત અનુભવતાં કલગીએ પાસપોર્ટ લીધો : ‘તમે ઝડપથી મારું કામ પતાવી દીધું,

મને આવી કલ્પના નહોતી.’ તેણે પાસપોર્ટ ખોલીને એમાં નજર ફેરવી ને તેની આંખો ઝીણી થઈ : ‘આ...આ હું નથી.’

ઑફિસર હસ્યો. ‘મોટાભાગના લોકોને પોતાનો ફોટો સારો...’

‘ના-ના, એવું નથી.’ કલગીએ એ ઑફિસર સામે પાસપોર્ટ ધરતાં કહ્યું : ‘આમાં ફોટો તો મારો જ છે, અને આમાં એડ્રેસ પણ મારું જ લખાયેલું છે, પણ આમાં નામમાં ભૂલ છે. મારું નામ કલગી છે, પણ આમાં તોરલ લખાયેલું છે.’

ઑફિસરે પાસપોર્ટ હાથમાં લીધો. એમાં નજર ફેરવી ને પછી પોતાની સામે પડેલા કૉમ્પ્યુટરના બટન દબાવીને કૉમ્પ્યુટરની સ્ક્રીન પર નજર નાખી ને પછી કલગીને પાસપોર્ટ બતાવતાં કહ્યું : ‘ખરેખર તોરલ નામ તમારું નથી ? !’

‘હા.’ કલગીએ કહ્યું : ‘તમારે નામ બદલી આપવું પડશે.’

‘અહીં અમે ફકત પાસપોર્ટ રિન્યુ કરી આપીએ છીએ, નવો પાસપોર્ટ નથી બનાવી આપતા.’ ‘મારે શું કરવું એ જ સમજ નથી પડતી.’ કલગી પરેશાન થઈ ઊઠી : ‘હું કલગી છું અને...’ ‘...તમે કલગી છો, પણ મારા કૉમ્પ્યુટરમાં તમારા નામની જગ્યાએ તોરલ નોંધાયેલું છે.’ ઑફિસર બોલ્યો : ‘બની શકે કે, કૉમ્પ્યુટરની કોઈક એરરને કારણે આવું બન્યું હોય !’

‘...પણ આ કોઈ સાધારણ વાત નથી.’

‘મને માફ કરો, પણ હું આને વહેલી તકે ક્લિઅર કરવાનો પ્રયત્ન કરીશ.’ ઑફિસર બોલ્યો,

‘તમે બે દિવસ પછી આવજો.’ ‘ઠીક છે.’ કલગીએ કહ્યું, અને તે ઈન્ડિયન એમ્બસીની બહારની તરફ ચાલી.

‘હું.’ અને કલગીની નજર સામેથી ઈન્ડિયન એમ્બસી દૂર થઈ અને ફરી તેને સામે બેઠેલી લેડી ડૉકટર બુશરા દેખાઈ : ‘હું ખૂબ જ થાકી છું.’ કલગી એક નિશ્વાસ નાખતા બોલી : ‘શું હું થોડીકવાર આરામ કરી શકું ?!’ ‘ના. કાલે તને કોર્ટમાં લઈ જવામાં આવશે. બે ખૂન અને કરોડો ડોલરની હેરાફેરી માટે !’ ‘તમે લોકો આ ખોટું કરી રહ્યા છો.’ કલગી ચિલ્લાઈ :

‘તમે..’

‘ખોટો સમય ન બગાડ. તારી ભલાઈ એમાં જ છે કે તું મને પૂરી વાત કરે.’ અને ડૉકટર બુશરાએ કહ્યું : ‘કલગીના બદલે તોરલના નામનો પાસપોર્ટ લઈને તું ઈન્ડિયન એમ્બસીની બહાર નીકળી પછી શું બન્યું ? !’

કલગીએ ડૉકટર બુશરાની વાત માન્યા વિના કોઈ ચારો નહોતો. તેણે આંખના ખૂણે આવી રહેલા આંસુને ખાળ્યા. તેણે એક નિશ્વાસ નાખ્યો અને પોતાની કરમકહાણી આગળ કહેવા માંડી. ‘હું તોરલના નામવાળો પાસપોર્ટ લઈને ઈન્ડિયન એમ્બસીની બહાર નીકળી તો હું ચોંકી ઊઠી. ત્યાં પેલો ટૅકસીવાળો ઓમર ઊભો હતો.’ અને તેની નજર સામે એ દૃશ્ય અત્યારે જ બનતું હોય એમ તરવરી ઊઠયું. ‘તું....? !’ કલગી ઓમર પર ચિલ્લાઈ : ‘તું અહીં શું કરી રહ્યો છે ? ! શું....શું તું મારો પીછો કરી રહ્યો છે ? !’

‘ના, મેડમ.’ ઓમર બોલ્યો

‘હું તો કામ શોધી રહ્યો છું. તમારા જેવા સારા પેસેન્જર શોધી રહ્યો છું.’

‘પ્લીઝ ! તું...તું મારો પીછો કરવાનું બંધ કર.’ કલગી બોલી : ‘મને ગભરાટ થઈ રહ્યો છે.’

‘તમે ગભરાટ ખંખેરી નાખો.’ ઓમર બોલ્યો : ‘તમે મારી ટૅકસીમાં બેસી જાવ. હું તમે કહેશો ત્યાં તમને મૂકી દઈશ.’ કલગી ઓમરને જોઈ રહી. ‘હું તમારી પાસે વધારે ભાડું નહિ લઉં,’ ઓમર મુસ્કુરાયો : ‘તમે જે આપશો એ લઈ લઈશ.’ ‘ઠીક છે !’ કલગીના તંગ ચહેરા પર હળવાશ આવી.

‘બેસો, મેડમ!’ કહેતાં ઓમરે ટૅકસીનો પાછલો દરવાજો ખોલ્યો.

કલગી ટૅકસીમાં બેઠી.

‘હવે બોલો,’ ઓમરે ટૅકસી આગળ વધારતાં પૂછયું : ‘... કયાં લઉં ? !’

‘ગેલોપ ફાઈનેન્શિયલ !’ ‘ગેલોપ ફાઈનેન્શિયલ...? !’

અને ઓમરે સામેના અરીસામાંથી કલગીનો ચહેરો જોયો.

‘કેમ ?! શું થયું ?!’ ‘ગેલોપ ફાઈનેન્શિયલવાળા

ખૂબ જ માલદાર લોકો છે અને થોડાંક માથાફરેલ પણ !’

‘એટલે...? !’

‘...એટલે કંઈ નહિ.’ અને ઓમર અરબીનું ગીત ગણગણવા લાગ્યો.

કલગી આસપાસ જોવા માંડી.

થોડીક વારમાં જ ઓમરે ‘ગેલોપ ફાઈનેન્શિયલ’ના મુખ્ય દરવાજા પાસેના પગથિયાં પાસે ટૅકસી ઊભી રાખી.

‘મને પાછા ફરવામાં વાર લાગશે !’ કલગીએ કહ્યું.

‘કોઈ ચિંતા નહિ !’ ઓમર બોલ્યો : ‘હું તમારી વાટ જોઈશ.’ ‘સરસ !’ કહેતાં કલગી ટેક્ષીની બહાર નીકળી અને ગેલોપ ફાઈનેન્શિયલના મેઈન ડોરની અંદર દાખલ થઈ. ડાબી બાજુ એક ઊંચો-તગડો સિકયુરિટી ગાર્ડ ઊભો હતા.

‘યસ, મેડમ ?!’ સિકયુરિટી ગાર્ડે તેની તરફ જોતાં કહ્યું.

‘મારું નામ કલગી છે.’ કલગી બોલી : ‘મને ‘સોહા ઈન્ટરનેશનલે’ અહીં કૉમ્પ્યુટરના કામ માટે મોકલી છે.’

‘તમારું આઈ-કાર્ડ બતાવશો,

પ્લીઝ !’ સિકયુરિટીગાર્ડે કહ્યું. ‘હા.’ કલગી બોલી : ‘મારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ છે.’ અને તે પર્સ ફંફોસવા માંડી. તેની પાસે લાઇસન્સ નહોતું અને તે પાસપોર્ટ બતાવી શકે એમ નહોતી. પાસપોર્ટમાં તો તેના નામની જગ્યાએ ખોટું નામ તોરલ લખાયેલું હતું. હવે...?! ‘મિસ, કલગી..!’ કલગીના કાને પ્રભાવશાળી અવાજ પડયો. કલગીએ જોયું તો એક કાળા સૂટ- બૂટ પહેરેલો, વાંકડિયા વાળવાળો માણસ તેની નજીક આવીને ઊભો હતો : ‘તમને જોઈને ખૂબ જ આનંદ થયો.’ એ માણસે કલગી સાથે હાથ મિલાવ્યો : ‘મારું નામ આદિલ અબ્બાસી છે. પ્લીઝ ! તમે મારી સાથે આવો...!’

‘સર !’ સિકયુરિટી ગાર્ડ ‘તેણે હજુ કલગીનું આઈ કાર્ડ ચેક કર્યું નથી’, એ કહેવા ગયો એ પહેલાં તો આદિલ અબ્બાસી કલગીને લઈને ત્યાંથી આગળ વધી ગયો. ‘મિસ્ટર હામિદ તમારા વખાણ કરી રહ્યા હતા.’ કલગીને લઈને આગળ વધતાં આદિલ અબ્બાસી બોલ્યો : ‘અમારી કંપનીને તમારા જેવી કૉમ્પ્યુટર એકસપર્ટની જ જરૂર હતી.’

કલગી આદિલ અબ્બાસીની વાત સાંભળતી-આસપાસમાં જોતી આગળ વધી રહી હતી. ઈમારત મહેલ જેવી ભવ્ય હતી.

લૉબીમાં ડાબી જમણી બાજુ એક પછી એક રૂમ આવી રહ્યા હતા. સૂટ-બૂટ પહેરેલા માણસો પ- ોત-પોતાની ધૂનમાં આવી-જઈ રહ્યા હતા.

‘અમારી કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની છે.’ આદિલે આગળ કહ્યું, એટલે કલગીએ એેની વાત તરફ ધ્યાન આપ્યું : ‘અમારા સુપર કૉમ્પ્યુટર મારફત અહીંથી દુનિયાભરના દેશોમાં રોજ કરોડો ડોલરની હેરફેર થાય છે.’ આદિલ અબ્બાસી બોલ્યો : ‘આ તરફ આવજો, પ્લીઝ...!’ અને આદિલે ડાબી બાજુના રૂમનો દરવાજો ખોલ્યો. કલગી અંદર દાખલ થઈ, ત્યાં જ જોરથી સિકયુરિટી એલાર્મ ગૂંજી ઊઠયું. અને ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે તે લેસર કિરણોની જાળ વચ્ચે ઊભી છે. ‘આ...આ શું થયું ?’ કલગી ગભરાઈ ઊઠી :

‘આને સિકયુરિટી માટે બનાવવામાં આવ્યું છે.’ આદિલ બોલ્યો : ‘તમે ચિંતા ન કરો. હું છું. ’

‘આને બંધ કેવી રીતના કરવામાં આવે છે ?’ કલગી બોલી ત્યાં જ ત્રણ-ચાર સિકયુરિટી ગાર્ડ હાથમાં રિવૉલ્વરો સાથે ધસી આવ્યા. કલગીના ચહેરા પર ગભરાટ આવી ગયો.

‘ગભરાવ નહિ, હું તમને બચાવી લઈશ. જુઓ !’ આદિલે કહ્યું અને પછી બોલ્યો : ‘આદિલ અબ્બાસી !’

અને આ સાથે જ કલગીની આસપાસમાંથી લેસર કિરણોનું જાળું એકદમથી અદૃશ્ય થઈ જવાની સાથે જ સિકયુરિટી એલાર્મ પણ વાગતુ બંધ થઈ ગયું.

‘સર!’ રિવૉલ્વર સાથે આવેલા સિકયુરિટી ગાર્ડોમાંથી એકે પૂછયું : ‘બધું બરાબર છે ?’ ‘હા. તમે જાવ.’ આદિલે કહ્યું.

સિકયુરિટી ગાર્ડ ચાલ્યા ગયા. ‘તો આ સિકયુરિટી મશીન તમારો અવાજ ઓળખે છે ?!’

કલગીએ પૂછયું.

‘હા. મેં જાતે જ આને બનાવ્યું છે.’ આદિલ બોલ્યો : ‘આવો,’ અને આદિલે એ નાનકડા રૂમમાં પડતા બીજા રૂમનો દરવાજો ખોલ્યો ને અંદર દાખલ થયો.

એ રૂમ આગળના રૂમ કરતા મોટો હતો. રૂમમાં એક ટેબલ હતું. ટેબલ પર કૉમ્પ્યુટરનું કી-બોર્ડ પડયું હતું અને સામે દીવાલ પર કોમ્પ્યુટરનું મોટું સ્ક્રીન લાગેલું હતું. અંગ્રેજી ફિલ્મમાં બતાવવામાં આવતા સુપર કૉમ્પ્યુટર જેવું જ આ કૉમ્પ્યુટર હતું.

‘તો‘ ગેલોપ ફાઇનેન્શિયલ’ની મેઈન નસ આ છે.’ કલગી બોલી.

‘હા.’ આદિલ બોલ્યો : ‘આનું નામ મેં ‘આદિલ અબ્બા- સી’ જ રાખ્યું છે. મારા નામ પર, સારું લાગ્યું ? !’

‘હા.’ કહેતાં કલગી કૉમ્પ્યુટર સામે બેઠી. તે ઝડપભેર કી બોર્ડના બટનો દબાવતાં સામે લાગેલા કૉમ્પ્યુટરના સ્ક્રીન પર આવતા વાકયો ને આકૃતિઓ જોતાં બોલી, ‘જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી તમારા પ્રોગ્રામમાં ઘણી-બધી ખામીઓ છે. અને જેમ કે તમે જોઈ રહ્યા છો, અહીં એક છેલ્લી ‘કી’નું જ અંતર બાકી રહે છે અને જો કોઈ કૉમ્પ્યુટરનો એકસપર્ટ આ છેલ્લી ચાવી સુધી પહોંચી જાય તો અહીંથી હેરફેર થનારા દરેક ડોલર પર તરાપ મારીને પોતાનો કબજો કરી શકે છે.’

‘હા, આ વાતની અમને ખબર છે અને એટલે જ તો તમને અહીં બોલાવવામાં આવ્યા છે.’ આદિલે કહ્યું : ‘કૉમ્પ્યુટર ‘આદિલ અબ્બાસી’ પરેશાન છે. એ ખૂબ જ કામ કરે છે. એને સલામતી જોઈએ. એને તમારા જેવી યુવતીની સમજ જોઈએ.’

‘તમારું કામ થઈ જશે.’ બોલતાં કલગી કી-બોર્ડના બટનો દબાવવા લાગી.

‘મારો સિકયુરિટી ગાર્ડ તમારી પર સતત નજર રાખશે.’ દરવાજા તરફ વળતાં આદિલ બોલ્યો.

‘કેમ ?!’ કલગીએ બટન દબાવવાનું ચાલુ રાખ્યું : ‘તમને મારી પર ભરોસો નથી.’ ‘જેટલી મોટી રકમની અહીં હેરફેર થાય છે, એને જોતાં હું મારી જાતને પણ અહીં એકલી ન મૂકી શકું.’ અને આદિલે દરવાજો ખોલ્યો : ‘આપણે ફરી મળીશું, કલગી !’

‘થૅન્કયૂ !’ કલગી બોલી ને આદિલ રૂમની બહાર નીકળી ગયો. બીજી પળે એક સિકયુરિટી ગાર્ડ અંદર આવ્યો. એે દરવાજો બંધ કરીને કલગી તરફ જોતો ઊભો રહ્યો.

કલગીએ એકધ્યાનથી પોતાનું કામ શરૂ કર્યું.

ખટ્‌ ! કલગીના કાને અવાજ પડયો અને લેડી ડૉકટર બુશરને પોતાનો ભૂતકાળ કહી રહેલી કલગીની નજર સામેથી ‘ગેલોપ ફાઇનેન્શિયલ’નો એ સુપર કૉમ્પ્યુટર રૂમ દૂર થયો અને તે વર્તમાનમાં આવી. તેને જેલની કોટડી અને તેની સામે બેઠેલી લેડી ડૉકટર બુશરા દેખાઈ. બુશરા લોખંડી સળિયાવાળા દરવાજા તરફ જોઈ રહી હતી. કલગીએ પણ એ તરફ જોયું. એ જ પળે દરવાજો ખોલીને અંદર આવેલી મહિલા પોલીસે પોતાના હાથમાંનું કાગળનું મોટુ કવર ડૉકટર બુશરાના હાથમાં આપ્યું. એ પાછી બહાર નીકળી ને દરવાજો બંધ કરતી ગઈ.

બુશરાએ કાગળના કવરમાંથી કાગળ અને ફોટા કાઢયા. કલગી બુશરાના ચહેરા તરફ તાકી રહી.

બુશરાએ કાગળ વાંચ્યો-ફોટા જોયા અને પછી એ ફોટા અને કાગળ કલગી સામે સરકાવ્યા : ‘જો...!’

કલગીએ ફોટો હાથમાં લીધો. ફોટામાં એક માણસનો હાથ દેખાતો હતો અને એની પર પતંગિયાનું છુંદણું છુંદાયેલું હતું.

‘મેં...મેં કલગી તરીકેનો પાસપોર્ટ ઈન્ડિયન એમ્બસીના જે ઑફિસરને આપ્યો હતો એના હાથમાં આવું જ પતંગિયાનું છુંદણું છુંદાયેલું...’

‘...આ એ ઑફિસરનો જ હાથ છે !’ બુશરાએ બીજો ફોટો બતાવતા કહ્યું : ‘કલાક પહેલાં આ ઑફિસરની લાશ મળી આવી છે ! કોઈએ એનું ખૂન કરી નાખ્યું છે !’ ‘હેં !’ કલગી હેબતાઈ ગઈ. તે એ ઑફિસરની લાશનો ફોટો જોઈ રહી. તેને કલગી તરીકે ઓળખનાર ઑફિસરને જ મારી નાખવામાં આવ્યો. થોડીક પળો માટે કલગીનું મગજ બહેર મારી ગયું, પછી તે કંપતા અવાજે બોલી : ‘શું હજુ પણ તમને ખ્યાલ નથી આવતો ?

હું અસલમાં તોરલ નહિ, પણ કલગી છું ! હું...હું કલગી છું એની તમને ખબર ન પડે એટલા માટે એ લોકો આ ઑફિસરનું ખૂન કરવાની હદ સુધી ગયા છે ! એ લોકો ખતરનાક. ’

‘મને તો તું જ ખતરનાક લાગી રહી છે.’ બુશરા બોલી : ‘મને તો લાગે છે કે, તું જ મને આ કેસમાં આગળ વધતી રોકવા માટે આ બધું કરી રહી છે ! તેં બે ખૂન કર્યા છે અને આ ત્રીજું ખૂન પણ તેં જ કરાવ્યું છે !’

કલગી ડઘાઈ ગઈ. તેની સાથે....તેની સાથે આ બધું શું બની રહ્યું હતું ?! તે આ ભેદી અને ખૂની ચક્કરમાંથી બહાર નીકળવાને બદલે વધુ ને વધુ ફસાઈ રહી હતી !

( વધુ આવતા અંકે )