બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 3 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 3

સૌ પ્રથમ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો, મારી આ નવી સ્ટોરીને આવકારવા માટે. મે પ્રથમવાર જ એક ધારાવાહિક લખવાનો ટ્રાય કર્યો છે, જેમાં એક બહાદુર છોકરો જેનું નામ આર્ય છે એના અલગ અલગ કિસ્સા લખવાનો ટ્રાય કરવાની છું.

એમાં દરેક જાતના કિસ્સા આવરી લેવાના મારા પ્રયત્ન રહેશે, જેમ કે નાનાથી લઇને તમામ વર્ગના દરેક લોકોને મદદ માટેના આર્ય ના હેતુ ને ઉજાગર કરવામાં આવશે સાથે સાથે કોઈ સામાજિક મુદ્દા અને મદદને પણ આવરી લેવાનો મારો પ્રયાસ રહેશે.

******************************


નાઈટ ક્રિકેટ આયોજન અભિયાન

ચિન્ટુ સાથેના બનાવ પછી આર્ય મહોલ્લાના તમામ બાળકોમાં લોકપ્રિય બની ગયો હતો. આર્ય હવે બિનહરીફ રીતે આખા બાળગ્રૂપ નો લીડર બની ગયો. ચિન્ટુ અને એનો ભાઈ પણ હવે આર્યના સારા દોસ્ત બની ગયા હતા.

બધા બાળકો હવે હળી મળી ને રમવા લાગ્યા હતા અને સાથે સાથે મહોલ્લામાં ઘણી બધી નવી નવી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરતા રહેતાં. બધા માતા પિતા પણ બાળકોમાં આવેલા એ બદલાવથી ખુશ હતા.

હસી ખુશી દિવસો પસાર થઈ રહ્યા હતા, હવે બાળકોનું ઉનાળાનું વેકેશન સ્ટાર્ટ થઈ ગયું હતું. થોડા દિવસો તો નવી નવી રમતો રમી ને બાળકોએ પસાર કર્યા પણ ઉનાળાની ધોમધખતી ગરમીના કારણે બધા બાળકોને બહાર રમવાનો બહુ ટાઈમ ના મળતો હોવાથી અને ઘરમાં રમાતી રમતોથી કંટાળો આવી રહ્યો હતો હવે બધાને.

એક દિવસ આમજ કેટલાક બાળકો ચિન્ટુ ના ઘરે ભેગા થયા હતા.

યાર આ આર્ય કેમ નથી આવ્યો હજુ, ચિન્ટુ એ રાહુલ ને પૂછ્યું.

હું તો સીધો અહીજ આવ્યો છું એટલે મને નથી ખબર દોસ્ત, થોડી વારમાં આવવો જ જોઇએ. પણ હવે આજે શું રમીશું આપડે લોકો, રોજ એક ની એક ગેમ્સ રમીને થાક્યા હવે, કંટાળાના ભાવથી રાહુલ બોલ્યો.

સાચે હવે આપડે લોકો એ કોઈ સારી રમત વિચારવી જોઈએ.

અચાનક રોહિત ખુશી થી ઉછળી પડતો બોલ્યો યસ મને એક આઈડિયા મળી ગયો, જો તમે લોકો કહોતો હું બોલું.

નેકી ઔર પૂછ પૂછ, બધા એકી સાથે બોલી પડ્યા.

મને એમ વિચાર આવ્યો કે આપડે લોકો નાઈટ ક્રિકેટનું આયોજન કરીએ તો. અલગ અલગ ટીમ બનાવી ને આપડે ટુર્નામેન્ટ કરવાની અને છેલ્લે બે મજબૂત ટીમ વચ્ચે ફાઇનલ મેચ કરવાની, બહુ મજા આવશે.

વાઉ શું આઈડિયા છે બોલતા બધા બાળકો ખુશી થી ઝૂમી ઊઠ્યા.

પણ નાઈટ ક્રિકેટ રમવા માટે ઘણી બધી વ્યવસ્થા કરવી પડે એમ છે જેમ કે લાઈટિંગ, પ્રોપર પિચ અને બીજું ઘણું બધું, અને તેના માટે આપડે કમિટી મેમ્બર્સના સાથ અને મંજૂરીની જરૂર છે. રાહુલ બોલ્યો.

તો હવે આપડે પહેલા આર્ય સાથે ચર્ચા કરવી પડશે અને આપડા બધાવતી કમિટીના મેમ્બર્સ સામે દરખાસ્ત પણ એજ મૂકી શકે એમ છે. માટે આખું ટોળું આર્ય ના ઘરે જવા ઉપડ્યું.

અરે માસી આર્ય ક્યાં છે, આજે કેમ રમવા માટે નથી આવ્યો, એની તબિયત ઠીક તો છે ને ? રાહુલ આર્ય ના ઘરમાં પ્રવેશતા એકી સાથે બોલી ઉઠ્યો.

અરે દીકરા થોડો શ્વાસ તો ખા, બોલતી આર્ય ની મમ્મી બહાર આવતા બોલી. અને બહાર બીજા બધા બાળકોને ઉભા જોઈ ને બોલી અરે આજે તો બધા આવ્યા છો ને કઈ, અંદર આવી જાઓ બધા, ક્યારેક તમારી માસી ને પણ મળવા આવી શકોછો હોને!!

રોહિત બોલ્યો માસી એતો આજે આર્ય હજું રમવા મારે ત્યાં નથી આવ્યો અને અમારે બધાને એનું કામ પડ્યું એટલે અમે અહી જ મળવા આવી ગયા. પણ કહો તો ખરા આર્ય છે ક્યાં??

અરે દીકરા આજે આર્ય ના મામા આવ્યા હતા અને એમને બાજુના ગામમાં થોડું કામ હતું, માટે તેઓ આર્યને પણ લઈ ગયા છે સાથે, હવે આર્ય કાલે સવારે જ આવશે પાછો.


******

શું થશે જ્યારે એ લોકો આર્ય વિના કમિટી મેમ્બર્સ પાસે મંજૂરી લેવા જશે???
શું આર્ય વગર બાળકોના નાઈટ ક્રિકટ નો પ્લાન સફળ થશે??

જાણવા માટે વાંચતા રહો મારી એ સ્ટોરી ના બીજા પાર્ટ.