ફાઈનલી આર્ય ની બર્થ ડે પાર્ટીની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. આર્ય ખૂબ જ ઉત્સાહિત હતો અને હવે સન્ડે ની રાહ જોવાઇ રહી.
રવિવારની સોનેરી સવાર આજે એક અનેરા આનંદ સાથે ઉગી હતી. આર્ય વહેલા ઊઠી ગયો અને નાહી ધોઈ જલ્દી તૈયાર થઈ એના મમ્મી પપ્પા ને પગે લાગી આશીર્વાદ લઇ જન્મદિન ની શુભ શરૂઆત કરે છે.
ત્યારબાદ મંદિર જઈ પ્રભુના આશીર્વાદ લઇ ગરીબોમાં થોડું દાન કરી ઘરે આવે છે, હવે આર્ય ખૂબ આનંદ થી ક્યારે સાંજ પડે તેની રાહ જોઈ રહ્યો.
આખરે તે ઘડી પણ આવી ગઈ, આર્ય સરસ મજાનો શૂટ પહેરી રેડી થઈ એના મમ્મી પપ્પા સાથે હોટેલ રેમ્સોન પહોંચી જાય છે.
પુરી રેસ્ટોરન્ટ ખૂબ સરસ રીતે સજાવવામાં આવી હતી, જાણે પારિલોક માં પહોંચી ગયા હોય એવો અનુભવ થઈ રહ્યો હતો.
બધાને લાગ્યું જાણે એક છોકરાની બર્થ ડે પર આમ પરીલોક ની થીમ કેમ હશે?? પણ આપડો આર્ય અનોખો તો એની પાર્ટી પણ અનોખી જ હોય ને, ખરું ને???
બધા મહેમાનો અને આર્ય ના મિત્રો આવી પહોંચ્યા હતા, ખૂબ સરસ એન મોટી સુંદર સજાવટ વાળી કેક પણ હવે આવી ગઈ હતી, પણ આર્ય કેક કટ કેમ નથી કરી રહ્યો??
આર્ય વિહવળ બની દરવાજા તરફ જોઈ રહ્યો હતો, ત્યાં જ એના પપ્પા આવી ને કહે છે, અરે આર્ય ચાલ જલ્દી કેક કટ કર, બધા ક્યારની રાહ જોઈ રહ્યા છે.
અરે પપ્પા બસ પાંચ મિનિટ, હજુ મારા કેટલાક ખાસ મિત્રો આવવાના બાકી છે, એ લોકો આવે એટલે બસ હું કેક કટ કરીશ.
મને ખબર છે ત્યાં સુધી તારા તમામ મિત્રો આવી ગયા છે, હવે કોની રાહ જુવે છે તું?
અરે પપ્પા તમે બસ થોડી રાહ જુઓ તમને બધી ખબર પડી જશે...
સારું સારું તને કોઈ ના પોંચે, એમ બોલતાં જ સામેથી કેટલાક બાળકો આવતા દેખાયા, બધાની નજર એક સાથે એમની ઉપર પડી, બધા લોકો આશ્ચર્ય પામી ગયા.. આવનારા બાળકો કોઈ નઈ પરંતુ...
તેમાંથી કોઈ બાળક ત્યાં ઉપસ્થિત રહેલા લોકોના ઘરમાં કામ કરવા આવતા લોકો ના બાળકો હતા, તો કોઈ સોસાયટી માં સફાઈ કરવા આવતા લોકોના બાળકો હતા, વળી કોઈ સ્કૂલ નાં પ્યુંન નો છોકરો તો કોઈ રસ્તા પર રહેતા મજૂર નું બાળક હતું...
બધાની વિડંબના પામી આર્ય સ્ટેજ પર આવી માઇક નું શુકાન સાંભળે છે..
વ્હાલા મિત્રો અને મારા સબંધીઓ મને ખબર છે તમને બધાને આ બાળકોને જોઈ આશ્ચર્ય થયું છે, પણ આજની આ ખાસ પાર્ટી મારા આ ખાસ દોસ્તો માટે જ છે.
મને આ વિચાર એટલાં માટે આવ્યો કે આપડે લોકો હંમેશા કોઈ ને કોઈ પ્રસંગ માં ખૂબ ધામ ધુમ થી પાર્ટી કરતા હોઈએ છીએ. પરંતુ આ બાળકો ને ક્યારેય એમાં જવાનો કે બર્થડે મનાવવાનો લાહ્વો નથી મળતો. એટલે મેં એમના માટે જ એક સરસ હોટેલ માં પાર્ટી રાખી કેમ કે એ લોકો એનો આનંદ માણી શકે.
અને આપડે પાર્ટીઓમાં ખૂબ મોંઘી મોંઘી ગિફ્ટ એકબીજાને આપીએ છીએ, જ્યારે આ બાળકો પાસે તો જીવનજરૂિયાતની વસ્તુ પણ નથી હોતી, અને એટલેજ મે મારા જન્મદિવસ ની ભેટ રૂપે એવી વસ્તુઓ મંગાવી જે આ બાળકોને કામ માં આવે, માટે મારા માટે લાવેલી ગિફ્ટ મારા આ વ્હાલા મિત્રોને એમની જરૂરિયાત મુજબ આપવામાં આવશે.
અને એક અનોખી શરૂઆત સાથે ત્યાં રહેલા તમામ લોકો હર્ષાશ્રુ સાથે તાળીઓ પાડી આર્ય ની એ વાત વધાવી રહ્યા...
*******************
તો મિત્રો કેવી લાગી તમને બધાને આર્ય ની અનોખી બર્થ ડે પાર્ટી..