બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 11 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 11

આગળના ભાગ મા આપડે જોયું કે સ્કૂલમાં નવા પ્રેવેશ લીધેલા સોહમનો આર્ય સાથે પ્રથમ મુલાકાતમાં જ ઝગડો થઈ જાય છે. હવે આગળ..

આર્ય રમતના મેદાનમાં બનેલી ઘટના વિશે વિચારી રહ્યો હતો, ત્યાંજ સામેથી ક્લાસમાં દાખલ થતાં છોકરા ને જોઈ આર્ય સડક થઇ બોલી ઉઠે છે, માર્યા ઠાર આતો પેલો સવારવાળો જ છોકરો.

સોહમની નજર પણ પહેલી બેન્ચ પર બેસેલા આર્ય પર પડે છે, અને ગુસ્સાથી આર્ય તરફ જોઈ રહે છે.
ત્યાંજ વર્ગ શિક્ષક રમેશ ભાઈ ક્લાસમાં પ્રવેશતા સોહમ તરફ જોઈ બધા બાળકો ને કહે છે, બાળકો આ સોહમ છે જે આજથી આપડા ક્લાસમાં તમારી સાથે ભણશે. તે આપડા શહેર માં કમિશનરશ્રી નો દીકરો છે.

અને રમેશ સર રાહુલને આર્ય પાસેથી ઉઠાડી સોહમને તેની સાથે ફર્સ્ટ બેન્ચ પર બેસાડી સોહમ નું ધ્યાન રાખવા કહે છે, આર્ય સોહમ ની સામે હસે છે પણ સોહમ તો આર્ય સામે નજર પણ કરતો નથી અને બેસી જાય છે.

ક્લાસ ચાલુ થઈ જાય છે, પણ સ્કૂલ છૂટ્યા સુધી આર્ય ના ઘણા પ્રયત્નો છતાં સોહમ આર્ય સાથે કોઇ વાત કરતો નથી. રાહુલ દૂરથી સોહમનો આર્ય પ્રતિ આવો વ્યવહાર ગુસ્સાથી જોઈ રહે છે.

આર્ય ને ઘરે જઈ ને પણ સોહમ ના જ વિચારો આવ્યા. એના મમ્મી પપ્પા ને પણ સ્કૂલ માં આજે બનેલી તમામ ઘટના કહી સંભળાવી. આર્ય ના પપ્પા બોલ્યા, દીકરા એતો જોજે સોહમ પણ તારો દોસ્ત બની જશે, હજુ નવો નવો છે અને તને ઓળખતો નથી માટે, પણ જોજે સોહમ પણ ખૂબ જલ્દી તારો દોસ્ત બની જશે.

બીજા દિવસે બધા સ્કૂલ જતા રસ્તામાં સોહમ ની જ વાતો કરે છે. આર્ય સ્કૂલ જઈ પહેલા સોહમ ને મળવા પ્રયત્ન કરે છે પણ સોહમ વાત કરવાના કોઈ જ મૂડ માં નથી હોતો.
ત્યાંજ ક્લાસ ટીચર રમેશ ભાઈ આવી જાય છે અને બધા પોતપોતાની જગ્યાએ બેસી જાય છે.

થોડી વાર પછી પ્રાર્થના ચાલુ થતાં બધા બાળકો પોતાની જગ્યા પર ઊભા થઈ પ્રાર્થના કરવા લાગે છે.
પ્રાર્થના ખતમ થતાંજ જ્યાં આર્ય પોતાની જગ્યા પર બેસવા જાય છે ત્યાંજ ધુમ્મમ.. મોટો અવાજ થાય છે, આર્ય જુવે છે તો આર્ય ni બેસવાની જગ્યા પર ફુગ્ગો પડ્યો હોય છે તે આર્ય ના બેસવાથી ફૂટી જવાથી આ ધડાકો થયો હોય છે. ક્લાસ ના બધા બાળકો આર્ય પર હસવા લાગે છે, અને ક્લાસ ટીચર રમેશ માસ્ટર આર્યને ક્લાસ બહાર મુર્ગો બનવાની શિક્ષા કરે છે.
આર્ય ને ક્લાસ બહાર જતા જોઈ સોહમ ના હોઠો પર છવાયેલી મુસ્કાન આર્ય થી છુપી નથી રહેતી..

શું સોહમ અને આર્ય દોસ્ત બની શકશે? કે પછી સોહમ હજુ પણ આર્ય ને વધુ પરેશાન કરશે? જાણવા રાહ જોજો મારા બીજા ભાગ ની.

મિત્રો મારી આં આર્યની ધારાવાહિકમાં મે નાના નાના કિસ્સાઓ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં તમને કદાચ તમારા બાળપણના સ્કૂલ ના દિવસો પણ યાદ અપાવી જશે.

ખરેખર ક્યારેક થાય છે કે સ્કૂલના એ નાદાની અને ચિંતા મુક્ત દિવસો જો ફરી જીવવા મળે તો કેવું સારું થાય. પણ એક વાર ગયેલું ક્યારે પાછું ફરતું નથી માટે મિત્રો આજમાં જીવતા શીખો અને જો તમે કોઈનું સારું વિચારી શકો નહિ તો કઈ નાઈ પણ ક્યારેય કોઈનું ખરાબ વિચારશો નહિ, કેમ કે આપને કરેલા કાર્યોનું ફળ હમેશા મળીને રહે જ છે ક્યારેક વહેલા તો ક્યારેક મોડા પણ અહી કરેલા કર્મોનું ફળ અહીં જ ભોગવવું પડે છે.


******************
Dhruti Mehta (અસમંજસ)