એકદમ ધૂળથી ખરડાયેલા કપડાં અને પસીનાથી લથપથ થયેલો આર્ય ઘરમાં મોટે થી રડતા રડતા પ્રવેશ્યો અને ધબાક કરતો સોફા પર પડ્યો.
રસોડામાંથી લોટવાળા હાથે માથું પોછતા મમ્મી બહાર આવી બોલી શું થયું મારા દીકરાને આજે પાછું કોની સાથે ઝગડો થયો.
મમ્મી પેલો રાજુ અને એનો મોટો ભાઈ મને રોજ હેરાન કરે છે, હું નાનો છું એટલે બધા મને કાયમ છેલ્લે જ ક્રિકેટ માં દાવ આપે છે અને અંચઈ કરે છે. એનો મોટો ભાઈ સાથે હોવાથી એની સામે કોઈ નથી બોલી શકતું, બધા બાળકો એનાથી બઉ પરેશાન થઈ ગયા છે. શું કરું હું? હવેથી હું એ લોકો સાથે નઈ જાઉં રમવા.
અરે મારા રાજા બેટા આમ થોડી હાર માની જવાય. તુતો મારો બહાદુર દીકરો છે, બહાદુર છોકરા થોડી આમ ડરીને ઘરમાં બેસી જાય. તારે જરૂર તારી બુદ્ધિથી એમનો સામનો કરવો જોઈએ. ચાલ ઊઠી જા અને હવે નહાઈ ને સરસ તૈયાર થઈ જા આજે તારી પસંદગીનું શાક બનાવ્યું છે.
આર્ય વિચારી રહ્યો હમમ હવે મારે જરૂર કઈ એવું કરવું પડશે જેનાથી બીજા બાળકો અને મને પેલા રાજુ અને એના મોટા ભાઈની દાદાગીરી થી છુટકારો મળે. અને આર્ય આખી રાત વિચારતો રહ્યો કે શું કરવું??
ચિન્ટુ અને એના ભાઈ ને કેવી રીતે સબક શીખવાડવો એના વિચારોમાં જ ક્યારે સવાર થઈ જાય છે આર્યને ધ્યાન નથી રેતું. આખરે મસ્ત આઈડિયા મળતા જ આર્ય ખુશી થી ઉછળી પડે છે અને નહાઈ ધોઈને તૈયાર થવા લાગે છે.
તૈયાર થઈ ને આર્ય નાસ્તો કરવા જાય છે.
અરે મારો દીકરો આજે તો બહુ ખુશ લાગે છે ને કઈ, મમ્મી થી આર્યની ખુશી છુપી નથી રહેતી, એટલે એની મમ્મી એને પૂછી જ લે છે.
અરે મમ્મી કઈ નઈ બસ આજે સંડે છે ને એટલે આજે બઉ રમવા મળશે ને દોસ્તો સાથે આખો દિવસ માટે ખુશ છું. એમ બોલતા આર્ય ઘર ની બહાર નીકળી પડે છે.
ઘર બહાર નીકળતા આર્ય સૌ પ્રથમ એના ખાસ ફ્રેન્ડ રાહુલના ઘરે જાય છે. રાહુલ પણ નાસ્તો જ કરી રહ્યો હતો ત્યાં આર્યને એના ઘરે આવેલો જોઈ રાહુલ એને ભેટી પડે છે, અરે યાર શું વાત છે આજે તો આટલું જલ્દી આવી ગયો ને કઈ.
કાલે તો તારે ચિન્ટુ સાથે ઝગડો થયો હતો એટલે મને તો લાગ્યું કે તું આજે નઈ આવે, રાહુલ બોલી ઉઠ્યો.
અરે યાર એમ કંઈ થોડી આ આર્ય એમનાથી ડરી જવાનો, તું ચાલ આજે જલ્દી, અને જો આજેતો એ ચિન્ટુ અને એના દાદાગીરી કરતા ભાઈ ને કેવો સબક શીખવાડું છું હું, આર્ય ગર્વથી બોલી ઊઠ્યો.
વાહ યાર એવું તો શું કરવાનો તું મને કેતો ખરા, રાહુલ ઉત્સાહ થી બોલ્યો.
બસ એના માટે મારે તારી એક હેલ્પ ની જરૂર છે પછી જો તું હું શું જાદુ કરું છું. ત્યારબાદ એ ચિન્ટુ અને એના ભાઈ મહોલ્લાના કોઈ છોકરાને હેરાન કરવાનું ક્યારે સપનામાં પણ નઈ વિચારે, આર્ય રાહુલને કહે છે.
અરે દોસ્ત એક કામ શું, તું કહે એટલાં કામ કરું તારા માટે, તારા માટે તો જાન પણ હાજર છે, રાહુલ બોલ્યો.
દોસ્ત આજે તો બસ તારી એક હેલ્પ ની જ જરૂર છે.
તારે બસ એક કામ કરવાનું કે આજે જ્યારે આપડે ક્રિકેટ રમતા હોએ ત્યારે ચિન્ટુ ના ભાઈ ની બેટિંગ વખતે તારે બોલિંગ કરવાની અને એકદમ ઇઝી બોલ થ્રો કરવાનો જેનાથી એ આસાનીથી સિક્સર લગાઈ શકે પછી જો હું શું કરું છું.
આર્યની વાત સાંભળી રાહુલ વિચારતો રહી ગયો કે આ આર્ય એવું તો શું કરવાનો છે, સિકસર મારવાથી એવુતો શું થઈ જશે કંઇજ ખબર નથી પડતી.
આખરે આર્ય એવું શું કરવાનો હતો??
ક્રમશ....
***********************
Dhruti Mehta (અસમંજસ)