બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 4 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 4

આર્ય ના ઘરે ઊછળતું કૂદતું ગયેલું બાળકોનું ટોળું વીલા મોએ પાછું ફર્યું.

આ આર્યને પણ આ સમયે જ જવાનું સૂઝ્યું. હવે સોસાયટી ઓફિસે ક્રિકેટ આયોજન ની મંજૂરી લેવા કોણ જશે? રાહુલ બબડ્યો.

આજે જ મંજૂરી મળી જાય તો આપડા ને બધી સગવડ કરવાનો ટાઈમ પણ મળી જાય, અને પાછો વિકએન્ડ આવે છે, તો બે દિવસ માં જો બધું સમુંસૂતરું પાર પડે તો મજા જ આવી જાય, બીજો બાળક બોલ્યો.

અરે ઓફિસ માં મંજૂરી માટે વાત જ કરવાની છે ને, એમાં શું મોટી તોપ ફોડવાની છે, ચાલો બધા મારી સાથે હું વાત કરીશ, રોહિત જુસ્સાથી બોલ્યો.

હા ચાલો બધા, પણ એ ચંદુ ચોપાટ સાથે સંભાળીને વાત કરજે પાછો. આપડે મેદાન માં રમીએ છીએ અને એનીજ સામે એનું મકાન છે, એટલે એની રોજની મગજમારી હોય છે અહીંના રમો ને અહી અમને ડિસ્ટર્બ થાય છે, એવી એની રોજની માથાકૂટ છે.

ચંદુ ચોપાટ મહોલ્લા નો સેક્રેટરી છે જેનું મૂળ નામ તો ચંદન ભાઈ, પણ મહોલ્લામાં પ્રવેશતા જ એનું ઘર હોવાથી એને કોણ ક્યાં જાય છે ને કોને ત્યાં કોણ આવે છે એની બઉ પંચાત રાખે, એટલે બાળકોમાં એનું હુલામણું નામ ચંદુ ચોપાટ પડી ગયું હતું, છોકરાઓની રોજ રોજ ક્રિકેટ રમત થી એના ઘરે બઉ ડિસ્ટર્બ થતું હોવાથી ચંદુ ભાઈ ને છોકરાઓ પર બઉ ખાર હતો.

હવે આખું લશ્કર જાણે મોટું યુદ્ધ લડવાનું હોય એમ ઉપડ્યું સેક્રેટરી ઓફિસ પર, ચંદુ ચોપાટ ત્યાં ચોપાટ લગાઈ ને બેઠા જ હતા, મતલબ કે ત્રણ ચાર જણા સાથે અડ્ડો જમાવીને બેઠા હતા.

એને જોતાં જ રોહિત નો બધો જુસ્સો નીકળી ગયો ને વિચારવા લાગ્યો યાર સાચેજ આર્ય હોત તો વધુ સારું પડતું, આ ચંદુ ચોપાટને તો એજ પહોંચીવળે.

છોકરાઓ ને જોઈ ચંદુ ચોપાટ તરત બોલી પડ્યાં આવો આવો તોફાની કનુડાઓ આજે તમને બધાને ઓફિસ પાવન કરવાની કેમ જરૂર પડી? તમારા લોકોના તો દર્શન દુર્લભ થઈ ગયા છે મેદાન માં હવે રમવા પણ નથી આવતા, ચંદુ ભાઈ મન માં ખુશ થતાં બોલે છે.

અરે ચંદુ ચોપાટ.... ચંદન કાકા અરે અમેતો તમને મળવા આવ્યા છીએ, રોહિત એ તરત એની ભૂલ સુધારી કહ્યું. અને કાકા તમે જાણો જ છો કે આ ઉનાળાની ગરમી, જુઓ ને અમે લોકો હવે ક્રિકેટ રમી પણ નથી શકતા, અને એટલાં માટે જ અમે તમને મળવા આવ્યા છીએ, રોહિત એ ડરતા ડરતા આખરે વાત નીકાળી.

સમજ ના પડી રોહિત, તમે લોકો શું કહેવા માંગો છો જરા ફોડ પાડી બોલો તો સમજ પડે, ચંદુ ચોપાટ બોલી ઉઠ્યા.

કાકા જરા વાત એમ હતી કે આ ગરમીને કારણે અમે દિવસે તો મેદાન માં ક્રિકેટ રમી નથી શકતા, માટે અમે વિચારીએ છીએ કે નાઈટ ક્રિકેટ નું આયોજન કરીએ અને એના માટે અમારે સોસાયટી ની કમિટી ની મંજૂરી જોઈએ, કેમ કે એના આયોજન માટે અમારે લાઈટિંગ અને ઘણી બીજી વ્યવસ્થા કરવી પડશે. માટે તમારી જોડે એની મંજૂરી માટે આવ્યા છીએ, એકી શ્વાસે રોહિત બોલી ઉઠ્યો.

તો એમ વાત છે, પણ બાળકો આ વાત શક્ય નથી, કેમ કે ઉનાળાની રાતના તો લોકો બહાર ખાટલા નાખી ને સુઈ જાય છે તો બધા લોકો ને પરેશાની થાય અને રાતના અવાજોથી બધાની ઊંઘમાં ખલેલ પણ પડે, માટે મને માફ કરો આ વાત તો શક્ય નઈ બને. વાત એમ હતી કે બહાર ખાલી ચંદુ ભાઈ જ સૂતા હતા અને એમનું ઘર મેદાન ની સામે જ હોવાથી સૈાથી વધુ પ્રોબ્લેમ એમને જ હતો એટલે સોસાયટી ના કોમન પ્રોબ્લેમ ના નામે એમણે મંજૂરી ના આપી.

બધા છોકરાઓ વીલા મોંઢે પાછા ફર્યા.
હવેતો આર્ય જ આપડાં પ્રોબ્લેમ નો કોઈ સુઝાવ આપી શકે, બધા બાળકો વિચારી રહ્યા.

*******************

હવે આગળ શું થશે?
શું આર્ય ની પાસે દર વખત ની જેમ આ વખતે પણ કોઈ ઉપાય હશે? શું બાળકોનું નાઈટ ક્રિકેટ આયોજન સ્વપ્ન ખાલી સ્વપ્ન જ બની રહેશે કે પછી એ હકીકતમાં પરિવર્તિત થશે?

જાણવા માટે બસ થોડી રાહ જુઓ.🙏