સાંવલી..... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંવલી.....

સાંવલી....
. તેના સાંવલા વાન પરથી તેની ફોઈએ તેનું નામ સાંવલી પડેલું.ભલે તે શામળી હતી પરંતુ તેનું મુખારવિંદ સૌને એકી નજરે ગમી જાય તેવું હતું.સાંવલી જન્મતાં જ તેની મમ્મી મૃત્યુ પામી હતી.બકરીના દુધે તેની ફોઈએ મોટી કરી હતી.ફોઈ પણ શામળા વાને હતાં.તેથી સારું મળશે અને પોતાને પણ એવું હતું કે મને ગોરો વર જોઈએ.સમય જતાં તેની છાપ સમાજમાં એવી હતી કે તેને કાળો વર નથી પસંદ એટલે કોઈ શામળિયો છોકરો જોવાનું આવવાનું માંડી વાળતા અને ગોરા છોકરા ફોઈને કોઈ પસંદ ન્હોતું કરતું.પરિણામે ફોઈ પરણ્યા વગર ભાઈ ના પરિવારને સાચવતા અર્ધી ઉંમર વીતી ગઈ હતી. અને મનોમન નક્કી કરી લીધું કે મને હવે કોઈ પરણશે નહી અથવા તો હવે જે મળે તેને પરણી જવાના મનસૂબા સાથે પરણવાનો સમય જતો રહ્યો.ફોઈ અપરણિત રહી ગયાં.
. સાંવલી એ ફોઈના હાથે ઉછરતી હતી,એટલે માની મમતા... જેવો પ્રેમ તેને મળ્યો ન્હોતો.બીજી સહેલીઓની મમ્મીને જોઈ સાંવલી ખૂબ દુઃખી થતી.મનોમન કહેતી હે! ભગવાન! મારી માઁ મારાથી કેમ છીનવી લીધી?પપ્પા છે પણ ચોવીસેય કલાક દારૂ પીં ને જયાં ને ત્યાં પડ્યા હોય છે,રાત્રે શોધી લાવીને નાની સાંવલી તેને ખવડાવી ચોકમાં ખાટલો પાથરી સુવડાવતી.ફોઈ પણ ભાઈ માટે કેટલું કરે? આખો દિવસ ઢોર, છોકરાં અને બધાનું ભરણ પોષણ કરવામાં લૂગડાં,ઘર ખર્ચ અને મહેમાન પરોણામાં દુધાળા ઢોરની આવક મહિને હિસાબે અર્ધો અર્ધ ઓછી પડતી.દેવું વધતું જતું હતું.એક સ્ત્રી ઘર સંભાળે, છોકરાં સંભાળે કે ઢોર નું કરે? પરિણામે સાંવલી સ્કૂલે ભણવા જઈ ના શકી.કુમળી વયે તેને ઘરકામ,ખેતીકામ,પશુના માટે ચારા માટે ખેતરે વહેલાં જવું.ન્હાવા ધોવા કે સરખી ઉંમરની સહેલીઓ જયારે દફ્તર લઇ ભણવા જતી હોય ત્યારે સાંવલી ખેતરે ભાતું લઇ ને ચાર વાઢવા જતી હોય. ફાટલ તૂટલ કપડામાં તેની ગરીબાઈ અને માં વગરની દીકરીનાં અરમાનો જેમ તેમ સાચવી જીવતી સાંવલી તેની ફોઈ સામે ક્યારેય સારા કપડાં કે મોજશોખ માટે પૈસાની માગણી ના કરે.એક જોડ કપડામાં તે બાર મહિના કાઢી. નાખે.કોને કહે તેનું દુઃખ? ફોઈ ને કહી ને પણ કોઈ ફાયદો નહી. માટે મોટા ભાગે તે માગણી બાબતે ચૂપ જ રહેતી.
મા મરી ગયા પછી.પપ્પા પીવાની આદતે ચડી ગયા હતા.તેમને મારા કરતાં મારી મમ્મીની જરૂરિયાત વધુ હતી.મેં તો જીવતાં જોઈ સમજી શકું ત્યાં મમ્મી આ દુનિયામાં હતી જ નહી.બાકી ફોઈ વાત કરતી કે તારી મમ્મી નો પ્રેમ તારા પપ્પા ઉપર ખૂબ હતો.અને તે છોડી ગયા પછી તારા પપ્પા તેના વિરહમાં પીવાની લતે ચડી ગયા.ઘણા સમજાવ્યા બધાંએ પરંતુ તે નહી છોડતા માટે હવે તેને લડવાનું કે સુધારવાનું કોઈ નામ નથી લેતા.
ખેતર વાટે જતાં આવતાં તે એકલી જતી આવતી મગજમાં અવનવા વિચાર ઘોળાયા કરતા. કોને કહેવી તેના રદીયાની વાત? ગરીબની બહેનપણી થવા કોઈ રાજી પણ નહી.,
. ગામને પાદર ચારો લઇ ને આવતી સાંવલી ધીરે ધીરે જવાનીમાં પગ માંડવા લાગી.સાંવલીને પણ થતું કે મારા શરીરમાં ગામના જુવાનિયાઓ ઘૂર્યા કરે તેવું તત્ત્વ આવી ગયું છે.પણ કોણ મારો મિત્ર બને કે મારી જિંદગીનો રક્ષક કોણ બનશે? કેમ કે હું ખૂબ સામળી છું.અને આજના છોકરા ગોરી છોકરી વધુ પસંદ કરે છે.ગામમાં નીકળું તો મારા શરીર પર ઘણી કોમેન્ટ સાંભળી સમસમી જાઉં છું પણ ઝઘડો કરી ને છેવટે બદનામી મારે જ ભાગે આવે તેમ સમજી હું મનોમન સહન કરી લઉં છું.
. સમય વીતતો જતો હતો.સાંવલી નિત્યક્રમ મુજબ ચાર લઇ ને ગામમાં નીકળી તો ગામને દરવાજે ગટરમાં માથું નાખી ને તેના પપ્પા ને જોઈ ને હ્રદય દ્રવી ઉઠ્યું.ઝટ ભારો નીચે નાખી તેના પપ્પાની લથડતી કાયા જેમ તેમ સરખી કરી કપડાં સરખા કરી ઉભી થઇ ત્ત્યાં ગામનાં ઘણાં લોકો એકત્ર થઇ ગયાં હતાં પરંતુ સાંવલી કે સાંવલીના પપ્પાને મદદ કરવા કોઈએ હાથ ના લંબાવ્યો.બધાં તમાસો જોઈ થું થું કરી જતાં રહ્યાં.સાંવલી ખૂબજ દુઃખી હતી પરંતુ બીજું આ અબળા કરે પણ શું? માથે ભારો અને એક હાથે લઠડીયા ખાતો બાપ લઇ સાંવલી ઘરે આવી.તેના પપ્પાને નવડાવી કપડાં ધોઈ સૂકવવા નાખ્યાં અને થોડું ખવડાવ્યું.રાત્રે તેના પપ્પા ને ખૂબ તાવ આવી ગયો.સ્થાનિક સરકારી દવાખાને દવા લઇ આવી તેની ફોઈયે પાઈ.જયારે તાવ ઉતર્યો ત્યારે સાંવલી અને ફોઈ બેઉ ઝોકાં ખાતાં જાગતાં હતાં.
પપ્પાએ આંખ ખોલી,નશો ગાયબ હતો.ત્યારે સાંવલી બોલી:પપ્પા આજ સુધી મેં અને ફોઈએ તમારું ખૂબ સહન કર્યું છે.ગામના લોકો જોડે ખૂબ લડાઈ ગાળ સહન કરી છે.અમને અંગે સારું કપડું પહેરવા દૂર ઘરમાં ખાવા અનાજ નથી.તમને દારૂના પૈસા કોણ આપે છે? પપ્પા તમેં શા માટે પીઓ છો? તમને એમ છે કે માત્ર તમારી પત્ની મરી છે તેનો આઘાત છે? મને તો જન્મતાં મારી મમ્મી મરી ગઈ છે,તેનું દુઃખ નથી? મારા બાજુ તમેં ક્યારે જોશો? માત્ર તમારા સ્વાર્થ માટે મારી ફોઈ એટલે કે તમારી બેન પણ કુંવારી છે,તેનું કોઈ ભાન છે? હજુ આમ એક નાની બાટલી માટે તમારી કાયા,ઘર,તમારી દીકરી બાજુ જુઓ. તમેં કેટલાનાં જીવન બરબાદ કરશો? સાંવલી શ્વાસ લીધાં વગર બોલ્યે જતી હતી.પપ્પા તમારે દારૂ છીડવો ના હોય તો તમારી બેન ને વેચી દો... સાથે મને પણ વેચી દો!
આટલું કહેતા સાંવલીના પપ્પા ખૂબ પસ્તાવો કરી રડ્યા.ઘરમાં ભીતે લટકતો પોતાની પત્નીનો ફોટો જોઈ મનોમન બોલ્યા... તું જતી રહી... પણ... તારી દીકરીમાં મને ઠપકો આપે તેવું જણાઈ રહ્યું છે. હું આજથી મારી દીકરી ઉપર હાથ મુકી પ્રતિજ્ઞા કરું છું કે હું દારૂ નહી પીઉં.....
"પછીની જિંદગી સાંવલીને યોગ્ય જગ્યાએ લગ્ન કરાવી તે સાસરે સુખી છે.ફોઈ અને ભાઈ નાનું મોટું કામ કરી જીવનનો ગુજારો કરે છે." (દારૂ થી દૂર રહો, પીવાવાળનું કોઈનું ભલું થયું નથી.)
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )