The Author वात्सल्य અનુસરો Current Read સુંવાળા કજિયા ઘરમાં By वात्सल्य ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 121 ભાગવત રહસ્ય-૧૨૧ ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા... કૃતજ્ઞતા આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં... નિતુ - પ્રકરણ 53 નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી... સંઘર્ષ - પ્રકરણ 13 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... શંકા ના વમળો ની વચ્ચે - 7 રાત્રે બરાબર ઊંઘ નહી કરી શકવાને કારણે આજે સવારે ઉઠત... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો સુંવાળા કજિયા ઘરમાં (6) 860 2.4k 2 સુંવાળા કજિયો.!. હું આ શબ્દની વ્યાખ્યા નથી કરી શકતો કે અર્થ નથી સમજાવી શકતો.કેમકે મારી આ હાસ્ય સભર રૂપકડી પસંદ આવશે તેવો મને વિશ્વાસ છે. વાત જાણે એમ છે કે સવારે એ (પ ત્ ની )વહેલી ઉઠે. મતલબ કે મારા પહેલાં એ જાગે અને મારા પે'લાં એ ઊંઘી જાય.કેમકે આપણાં નખરાં એ ઊંઘ્યા પછી જ અસલમાં ચાલુ થાય.રાતે નિરાંતે મોબાઈલ પર આખી દુનિયાની સ્ત્રીઓ જોડે ચેટ્ટીન્ગ કરવાનું શુભ સ્થળ એટલે પથારી અને પત્ની ઊંઘ્યા ઓછી નો સમય!સવારે જાગે ત્યાંથી હું જાગું તેની વાટ જોઈ રહી હોય. કેમકે ચા ભાખરી એડવાન્સ તૈયાર હોય. ડાયનિંગ ટેબલ પર પ્લાસ્ટિક હોવા છતાં તે છાપું અવશ્ય પાથરે કેમકે હું ચા ઢોળું કે નાસ્તો વેરું તેવી બીક કાયમ તેને મગજમાં ઘર કરી ગઈ છે.બૂટ ના મોજાં હોય કે પાણીની ડોલ માં ટીપું ના પડવું જોઈએ તેમ યોગ્ય જગ્યાએ હોય તે પહેલેથી સૂચના આપી જ દે.. સવારથી હું જાગું ત્યાંથી સૂચનાનો મારો ચાલે.એય! જોજો વોશબેસીન માં પાણી ના ઢોળતા.જો..જો હો બ્રશ ત્યાંને ત્યાં મુકી ના દેતા. ગઈ કાલે આખો દિવસ ત્યાં જ હતું.મેં ઉઠાવ્યું ત્યારે.આટલા તો ભોળા મારા ભોળાનાથ.. ચા થી માંડી ટોયલેટ અને ટોયલેટથી માંડી ન્યુઝ પેપર ના ટેબલ સુધી મને સતત બીક લાગે કે તે હમણાં આવી ને સૂચના કરશે.અને એ આવે જ ¡. હું ઘરમાં ના હોઉં તો તરતજ શોધખોળ ચાલુ થઇ જાય. કયાં ગયો|મારો ડોહો? અને એટલી બહાવરી બની જાય કે જાણે ફિલ્મનો હીરો દ્રુષયનું શુટિંગ અટકાવીને પલાયન થઇ ગયો હોય! દરેક બાબતે તેની ટકટક છતાં મારા વગર ચેન ના પડે.. ઝઘડવાનું હું બહાનું શોધતો હોઉં અને તે સૂચના આપવાનું બહાનું શોધતી હોય.આખો દિવસ એ ટકટક વગર મને ઘડીકેય ના ચાલે. ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે વિના વાદળ ગરજે અથવા ઝરમર વરસવાનું ચાલુ થઇ જાય. અને મૌન બબડતાં બોલ્યે જાય " જનમે મળ્યા છો તો આવતા જનમે ના મળતા ". હું પણ સામે કહું કે આવતા જનમે તું ભટકાતી ના નહિ તો મારું મન ફરી તને પરણવા તૈયાર થઇ જશે. કોઈના પ્રસંગમાં જવાનું છે તો શું સજવું? મારે તો આવું ચાલશે.મારે કોને બતાવવું છે? તમેં તો મારી સામું જોતા પણ નથી.તમારે તો ઘણી બધી છે. અને તે તમને વખાણશે.મારા વખાણની કોઈ તમને કદર નથી. Lઅખો દી તમારી પાછળ ભમું અને તમેં આખા ગામમાં ભટકી આવી મને જ તાતડાવો છો. તમેં રિસાય તો મારે જ મનાવવાના! મારે જ રસોઈ બનાવી તમને મનાવી ખવડાવવું અને તે છતાં મારા પર ત્રાટકે.નબળો ઘણી બૈરી પર સૂરો.બધાંને ડાંટવા ની જગ્યાએ મને ડાંટ પડે. રેવા દો હવે.... તમેં તો મને પરણવા આવ્યા ત્યારે સો જ્ણ લઇ આવ્યા હતા હું તો એકલી તમારી હારે આવી હતી. મને બીક નથી પરંતુ સુધરો નહિ તો હું મારા પિયર જતી રહીશ. (ધમકી જ હોય તે જાયજ નહિ )આખો દિવસ આવી કામગીરી અને ટકટકથી તે થાકે ત્યારે વહેલી ના ઊંઘે તો શું એનું ભૂત ઊંઘે? અર્ધામાં પૂરું છોકરાં ના નાસ્તાના ડબ્બા ભરવા આ શું ઓછું છે જે તમેં મારા માટે કંઈજ કરતાં નથી. કોક દિવસ સોનાની ચેન માગી. આખી જીંદગી તમારી મજૂર જેમ સેવા માગે તો કંઈજ ના મળે તેવું મફતનું વર્ક મશીન.આખો દી ચાલ્યા જ કરે.પાછી કહે કે એ તો હું છું બાકી તમારું ઘર ચાલે જ નહિ.તમારા છોકરાં પણ મને કોઈ મદદ કરવાની જગ્યાએ આખો દિવસ રખડે,ઘેર આવે તો દોસ્તારોને લઇ આવે. માંડ ઘરમાં પોતું મારીએ ત્યાં ખરડાયેલા પગે ગંદકી અને સાથે માખીઓ ય લેતા આવે. આખો દિવસ આવી ટકટક મને તો ખૂબ ગમે છે. તમને ગમે છે કે નહિ તે કોમેન્ટ બોક્સ માં કહેજો.(પત્નીને મદદ કરો.તે તમારા માટે જીવે છે. આ મારા ઘરનો નહિ દરેક ઘરનો સવાલ છે.) - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય ) Download Our App