અંશ - 15 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંશ - 15

l(આપડે જોયું કે રૂપા તો દુર્ગાદેવી ના સમજાવ્યા સમજી ગઈ,પણ હજી કોઈ ની આત્મા હોવાની બીક થી અનંત લાઈટ કેમ ગઈ એ પણ જોવા નથી જતો,જે દુર્ગાદેવી ના ધ્યાન મા છે,અને તે કામિની ને બોલાવે છે.જયસ કામિની તેમની વર્ષગાંઠ પર હોટેલ ગયા ત્યારનું અનંત અને તેના મિત્રો નું વર્તન દુર્ગાદેવી ને કહે છે.હવે આગળ...)

અનંતે મને બધા ની હાજરી માં થપ્પડ મારી તેથી હું અપમાનજનક સ્થિતિ માં મુકાઈ ગઈ,મને ત્યાં ઉભા રહેવામાં પણ ક્ષોભ થતો હતો,એટલે હું એ હોટેલ ની બહાર જઈ ને ઉભી રહી.ત્યાં જ અનંત નો એક મિત્ર આવ્યો,અને મને દિલસોજી દેવા લાગ્યો.તે શરાબ પીધેલો હોઈ, તેના પગ લથડીયા મારતા હતા,અને બે વાર તો તે મને ટેકો આપી ને ઉભો રહ્યો,તેના મોં માંથી ખૂબ દુર્ગંધ આવતી હોય મેં તેને ધક્કો મારી દૂર હડસેલવા નો પ્રયાસ કર્યો.પણ ત્યારે જ અનંત ત્યાં આવી પહોંચ્યા.કામિની એ એક નફરત ભરી નજરે અનંત તરફ જોયું.

બસ મને ફરી તે અપમાનિત કરવા લાગ્યા,કેમ કે એ તેમનો ખાસ મિત્ર હતો,અને પછી મને તેની માફી માંગવાનું કહ્યું.પણ તેના તે નપાવટ મિત્રએ માફી મંગવાને બદલે મને જ માંગી લીધી.અને અનંતે, મારા ભરથાર એ મને તેને હવાલે કરી પણ દીધી.કમિની ના અવાજ માં ગુસ્સો હતો.મને અનંત પર ખૂબ જ ગુસ્સો આવ્યો,અને મેં તેને ધક્કો માર્યો અને હું ત્યાંથી ભાગી છૂટી પણ પેલો મારી પાછળ દોડ્યો,અને મને પકડી ને હોટેલ મા લઈ ગયો, અને આ અનંત એને પણ એમાં પેલા નો સાથ આપ્યો.બસ મેં ત્યારે જ એને મારવાનું નક્કી કરી લીધું અને જેવો એ મને રૂમ માં લઇ ને ગયો,મેં તેના હાથ મા રહેલી બોટલ થી તેના માથા માં વાર કર્યો.અને હું ત્યાંથી ભાગી છૂટી..બસ મારા અંશ માટે જ હું આ ઘર મા પાછી આવી છું.મને મારો અંશ જોઈ છે.માસી મને મરો અંશ પાછો આપવો.આમ કહી કામિની જોરજોરથી રડવા લાગી.

કામિની ના ડુસકા સાંભળી દુર્ગાદેવી ની આંખ મા આંસુ આવી ગયા.તેમને જોઈ ને બધા વિચાર મા પડી ગયા.અને દુર્ગાદેવી બોલ્યા અંશ તમારો હતો,અને તમારો જ રહેશે હું વચન આપું છું.પણ એને ભેગો તો કેમ લઇ જઇ શકાય?મેં તમને ચેતવ્યા હતા ને?માટે હવે તમારા અંશ ને મન ભરી ને જોઈ લ્યો,તમે માં છો ચિંતા તો રહેશે જ પણ..પછી અનંત સામે એક તિરસ્કાર ભરી નજર કરી ને બોલ્યા,તમેં જેના પર વિશ્વાસ કર્યો,એને જ તોડ્યો.માટે હવે અનંત અને ઘર ના દરેક વ્યક્તિ ને તેમના કર્યાં પર છોડી દ્યો,તમારા અંશ પર પ્રેમ વરસાવી અને તમારા આત્મા ને મુક્ત કરો...

આટલું સાંભળતા જ અંબાદેવી અને અમૃતરાય જાણે ઉછળયા.શું કામિની ની આત્મા?બંને એક સાથે બોલી ઉઠ્યા.અને અનંત સામે જોયું.અનંત નીચું મોં રાખી ને રડતો હતો.તેંને પોતાની ભૂલ સમજાઈ પણ હવે બહુ મોડું થઈ ગયું હતું.

હા....હા...કામિની ની આત્મા...આ નપાવટે તે ફૂલ જેવી માસૂમ દીકરી ને મારી નાખી,અને પછી એની અંતિમ ક્રિયા કરવાને બદલે બધાથી આ વાત છુપાવી.બોલ અનંત હવે તો બોલ શું થયું હતું તે રાતે...

અનંત હવે મોટેથી રડી પડ્યો,અને બોલ્યો.કામિની ત્યાંથી ભાગતી હતી,એટલે મેં અને મારા મિત્ર એ તેને પકડી અને રૂમ માં લઇ ગયા,તેને મારા મિત્ર ના હાથ માં રહેલી બોટલ તેના માથા મા મારી,પણ એ દરમિયાન એનું માંથું રૂમ ની દીવાલ સાથે જોશથી ભટકાયું અને તે ત્યાંજ મૃત્યુ પામી.હું અને મારો મિત્ર ડરી ગયા હતા એટલે અમે ત્યાંથી સીધા ભાગી ગયા,અને કામિની ની લાશ ને અમે તે હોટેલ ની બાલ્કની માંથી બહાર ઘા કરી દીધી,જ્યાં કોઈ કચરા ના ઢગલા હતા.આટલું બોલતા તો જાણે અનંત હાંફી ગયો.

માસી મારી ભૂલ થઈ છે.મને એનો પ્રયશ્ચિત કરવાનો મોકો આપો.હું આજપછી કોઈ પણ સ્ત્રી સામું ખરાબ નજરે નહિ જોવ અને મારી બાકી ની જિંદગી અમારા અંશ ના સારા ઉછેર પાછળ વિતાવીશ.મને માફ કરી દ્યો.કામિની તું પણ મને માફ કરી દે.અનંત આસપાસ હાથ જોડી બોલવા લાગ્યો,દુર્ગામાસી કામિની તરફ કાંઈક અલગ જ ભાવ થી જોતા હતા...

(શું ખરેખર કામિની મૃત્યુ પામી છે?કે પછી અનંત અને તેના ઘર ના ને સમજાવાની કોઈ નવી ચાલ?અને જો આ હકીકત હોઈ તો શું થશે જ્યારે કામિની ના ઘરના લોકો ને આ વાત ખબર પડશે?અનંત નો અસલી ચેહરો તેમની સમક્ષ આવશે?આ બધા પ્રશ્નો નો જવાબ જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...