(ઘર માં આત્મા હોવાની વાત જાણી,દુર્ગાદેવી ને બોલાવવામાં આવ્યા,અને દુર્ગાદેવી એ આખા ઘર ને પૂજા ની તૈયારી ના કામ માં લગાવી દીધું.ઘર ના દરેક વ્યક્તિ ને પોતે કરેલા પાપ યાદ આવે છે,અને બધા ને આ આત્મા થી ડર પણ લાગે છે.હવે આગળ...)
દુર્ગાદેવી એ જોરશોર થી પૂજા ની તૈયારીઓ ચાલુ કરી દિધી.પણ જ્યારથી ઘર માં પૂજા ની વાત સાંભળી ત્યારથી અનંત, અમૃતરાય અને અંબાદેવી ના મોતિયા મરી ગયા હતા.કેમ કે હવે તેમનું પાપ છાપરે ચડી ને પોકારવાનું હતું.કેમ કે ઘર મા જ અમુક કાંડ ને અંજામ દીધેલા હોઈ,અને ઘર ના જ ઘણા અજાણ હોઈ એવું પણ બને,જે હવે બધા ને ખબર પડવાની હતી.
દુર્ગા દેવી એ બે દિવસ ઘર ના સૌને મન પર સંયમ રાખવાનું કહ્યું.અને અમૃતરાય ને માળા જપવાનું.જ્યારે અનંત પાસે સત્યવ્રત લેવડાવ્યું,કે કોઈ પણ ભોગે તે પૂજા ના દિવસે ખોટું નહીં જ બોલે.અંબાદેવી ને પોતાનો અહમ અને અભિમાન એક તરફ રાખી ને મન શાંત રાખવાનું કહ્યું.
અને ઘર ના દરેક નોકરો ને કહ્યું કે જો પોતાનો જીવ વ્હાલો હોઈ તો હું કહું એમ જ કરજો,નહિ તો જીવ થી જાસો.
દુર્ગાદેવુ અંશ અને કામિની સિવાય ઘર ની દરેક વ્યક્તિ ડરેલી હતી.બીજા દિવસે રાતે કામિની એ ફરી રૂપા ને દરવાજે ઉભેલી જોઈ,પણ આજ રૂપા ના હાવભાવ કાંઈક અલગ જ લાગતા હતા.તેની આંખ માં આંસુ અને ગુસ્સો બંને હતા.કમિની એ તેને હાથ થી ત્યાં ઉભી રહેવા ઈશારો કર્યો,અને અંદર આવવા પણ કહ્યું,અને આજ પહેલીવાર રૂપા એ કામિની ને ઇશારાથી પોતાની પાસે બોલાવી અને અંદાત આવવાની મનાઈ કરી.
રૂપા નો ઈશારો સમજી કામિની તેની પાસે જાવા નીચે દાદરો ઉતરી ને જવાની જ હતી,કે ત્યાં જ નીચે આંગણા માં દુર્ગાદેવી એ એક મોટું ચક્કર કંકુ થી બનાવેલું હતું,અને પોતે ત્યાં આજુબાજુ માં ફરતા ફરતા કોઈ મંત્ર બોલતા હતા,કામિની તે જોઈ ને ડરી ગઈ.અને પાછી ત્યાંથી ઉપર ચાલી ગઈ.તેને બહાર જોયું તો રૂપા ના ચેહરા પર નો ગુસ્સો વધી ગયો હતો,અને તે કામિની તરફ નજર કરી ને ચાલી ગઈ.
કામિની ને રૂપા ના કોઈ ઈશારા સમજાતા નહતા.ના તો દુર્ગાદેવી ની કોઈ વિધિ.પણ કાલે પૂજા હોઈ આજે ઘર માં ચહેલ પહેલ વધુ હોય પણ કામિની નું મન મુંજાતુ હતું.કેમ કે દુર્ગાદેવી બધા ના હાથ માં કોઈ મંત્ર બોલી ને લાલ દોરો બાંધતા હતા,જો કે કામિની આ બધી બાબતો માં માનતી નહિ,અને તેને આ બધું ગમતું જ નહીં.તેમાં પણ દુર્ગાદેવી એ કોઈ પંડિતો ની ફોજ બોલાવી રાખી હતી.જે બધા બપોર સુધી માં આવી જવાના હતા.
કામિની ના મન માં મૂંઝવણ ચાલતી હતી,પણ કોને કહે એ ગડમથલ ચાલતી હતી,ત્યાં જ એના કાને એક અવાઝ સંભળાયો.
જો બેન કામિની નો આખો પરિવાર કાલે રાતે અહીં હાજર રહેવો જોઈ,એટલે આજે જ તમે એમને ફોન કરી ને આમંત્રણ આપી દ્યો.અને હા ખાસ જરા શાંતિ અને પ્રેમથી વાત કરજો,ગમે તેમ તેઓ તમારા સંબંધી છે.અંતે એ જ કામ આવશે. દુર્ગાદેવી અંબાદેવી ને સૂચના આપી રહ્યા હતા.
અને અંબાદેવી એક કહ્યાંગરી બેન ની જેમ હા માં હા ભણતા હતા.અને ત્યારે જ તેમને કામિની ના પપ્પા ને ફોન કરી દીધો.અને તેઓ એ પણ કાલે આવવાની સહમતી આપી દીધી.પોતાના ઘર ના પણ કાલે આવશે એ જાણી ને કામિની રાજી રાજી થઈ ગઈ.તેને થયું કે આ વખતે બધા ની સામે પોતે સાચી હતી,એ વાત આવશે.અને એના પપ્પા ને એની વાતો પર વિશ્વાસ આવશે.અને અનંત અને એના ઘરના નું સાચું રૂપ પણ.
તે રાત બધા માટે આકરી હતી,કેમ કે કાલે રાતે પૂજા થવાની હતી,અને દુર્ગાદેવી ના આદેશ મુજબ આજ ની રાત ખૂબ કપરી હતી,બધા ને કોઈપણ ભોગે પોતાના રૂમ ની બહાર નીકળવાની સખત મનાઈ હતી.લગભગ દરેક વ્યક્તિ સુવાનો ઢોંગ કરતી પડખા ઘસતી હતી.આ ગોઝારી રાત જાણે પૂર્ણ થવાનું નામ જ નહતી લેતી.અમાસ ની આગલી રાત હોવાથી અંધકાર વધતો જાતો હતો.અને એ અંધકાર માં ઇશાવશ્યમ ના આંગણા માં ખાટલો ઢાળી અને બેસેલા દુર્ગાદેવી કોઈ ની રાહ જોતા હતા.જાણે સમાધિ માં બેસેલો કોઈ જોગી.તેમની મોટી કાજળ વળી આંખો ,ખુલ્લા લાંબા કેશ અંધકાર માં વધુ બિહામણા લાગતા હતા.અને ત્યાં જ એમની રાહ પુરી થઈ....
(પૂજા નું પરિણામ શું આવશે?શું કામિની ને એનો અંશ પરત સોંપવામાં આવશે!શું રૂપા જ એ આત્મા છે જેની દુર્ગાદેવી રાહ જોઈ રહ્યા છે?અનંત ના ઘર ના લોકો પર આ પૂજા ની શી અસર થશે?જાણવા માટે વાંચતા રહો...)
✍️ આરતી ગેરીયા...