અંશ - 3 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંશ - 3

(પૈસાદાર ઘર ના રૂપાળા દેખાતા ચેહરાઓ ધીમે ધીમે પોતાનું પોત પ્રકાશતા જાય છે.અને હવે તો ઘરના દરેક લોકો ની અસલિયત થી કામિની વાકેફ થતી જાય છે,અને ત્યાં જ તેના સસરા નું નવું રૂપ તેની સામે આવે છે.હવે આગળ...)

કામિની હજી તો કાન માં કાળા ઝૂમકા પહેરી ને પોતાને અરીસા માં નિહાળી રહી હતી,ત્યાં જ...અચાનક એના રૂમ નો દરવાજો બંધ થયો તેને પાછળ ફરી ને જોયું તો સામે તેના સસરા ઉભા હતા.કામિની એ તરત જ પાલવ માથે ઢાંકી ને કાઈ કામ હતું એવું પૂછ્યું.એના સસરા હસતા હસતા કામિની ની નજીક આવ્યા,અને કામિની કાઈ વિચાર કરે એ પેલા તો એ હવાસખોરે સીધી એના પર તરાપ જ મારી.કામિની પહેલા તો મુંજાઈ ગઈ,પછી માંડ માંડ ત્યાંથી ભાગી અને પોતાના સસરા ના રૂમ માં સાસુ પાસે ગઈ.અને એની સાસુ એ કામિની નો બચાવ કરવા ને બદલે એની જ ઝાટકણી કરી કે ઘર માં આમ વૈશ્યા વેળા બંધ કરો.અને કામિની ની આંખ માંથી દડ દડ આંસુ વહી ગયા.તે પોતાના રૂમ માં જઇ ને રડવા લાગી અને અનંત ને જ્યારે આ વાત કહી,તો અનંતે પણ તેને કાબુ માં રહો એવું કહ્યું.

અમૃતરાય એટલે શહેર ના મોટા હીરાના વેપારીઓ માં ના એક,અને હીરા માર્કેટ ના પ્રમુખ.કોઈ પણ હીરો એમના હાથ માં આવે એટલે તરત તેની કિંમત જાણી લે,અને એમાં જરા પણ ભૂલ ના થાય.પણ પોતાના ઘર ના હીરા ને તેમને ક્યારેય ઘસરકો લાગવા દીધો નહિ,એટલે જ અનંત ઐયાશ અને ઉદ્ધત હતો.આખા હીરાબજાર માં એમની ધાક,પણ એ હીરા નો વેપારી એક અંબા નામ ની પોતાની પત્ની ની ધાકથી જ બીવે.

અરે ઉભી રે.... ક્યાં જાય છે!!તેનો સસરો પેલી કામવાળી સાથે જબરદસ્તી કરતો હતો.તેની આંખ માં કામિની એ મદદ ની આશા જોઈ.પણ પોતે કાઈ જ કરી શકે એમ નહતી.તે ત્યાંથી નીકળી એની સાસુ ના રૂમ માં ગઈ.અંશ ઘોડિયા માં આરામથી સુતો હતો.એનું માતૃત્વ સાડી માંથી ઉભરાઈ આવતું હતું.પણ કોણ એનું સાંભળે?
એકવાર તો એને એમ પણ થયું કે લાવ એને લઈને અહીંથી ભાગી જાવ પણ ત્યાં જ દરવાજે કોઈ નો અવાઝ આવ્યો
અને તે ત્યાંથી નીકળી ગઈ.

કામિની સાંજ પડતા જ રસોઇ માં જવા લાગી ત્યાં જ એના સાસુ ના શબ્દો કાને પડ્યા.

હવે આ રસોઈ માં કામિની એ પગ મૂક્યો તો એની ખેર નથી.યાદ રાખજો મારી ગેરહાજરી માં કોઈ એ પણ એને અહીં આવવા દીધી છે તો.અને દરેક નોકર ખાલી હકાર માં માથું ધુણાવતા.

આ સાંભળી કામિની ત્યાંથી જ પાછી વળી ગઈ.તે યાદ કરતી હતી એ દિવસ જ્યારે આ ઘર માં એની પહેલી રસોઈ હતી.કામિની એ તે દિવસે જમવામાં ખીર,અને પુરી બનાવ્યા હતા.એના હાથ ની ખીર અનંત અને તેના સાસુ ને ખૂબ જ ભાવી હતી.અનંતે તો તેના હાથ ચૂમી લીધા હતા. અને તેની સાસુ એ તો તેને શકન ના પાંચસો રૂપિયા આપ્યા હતા.અને ખૂબ જ વખાણ પણ કર્યા હતા.અને આજે.....

અને એ પછી તો ઘરે કોઈ પણ મહેમાન આવે ખીર તો કામિની જ બનાવતી.એમા જ એક વખત અનંત ના મિત્રો ઘરે આવેલા અને કામિની એ ખીર બનાવેલી.અનંત ના મિત્રો એ ખૂબ જ વખાણ કર્યા.અને એમાંનો એક તો એમ બોલ્યો કે ,ભાભી તમારો ફક્ત દેખાવ જ નહીં રસોઈ પણ લાજવાબ છે.બસ અનંતે આ સાંભળ્યું ને પછી તો જેવા બધા ગયા કે કામિની ને ખૂબ માર પડ્યો.

કામિની રડતા રડતા પૂછતી રહી,કે આમાં મારો શું વાંક?પણ અનંત ને તો એવું જ લાગતું કે કામિની બધા સાથે મીઠી વાતો કરી ને પોતાની સાથે પ્રેમ હોવાનું નાટક કરે છે. આમ કામિની ક્યારેય પણ સારી રસોઈ બનાવે,કે પોતે સારી તૈયાર થાય,એને માર પડતો ઉપરાંત ઘણું સહન કરવું પડતું.

ત્યાં જ અંશ ના રડવા નો અવાજ આવ્યો,કામિની હાફળી ફાફળી થતી તેના સાસુ ના રૂમ માં પહોંચી,પણ ઉંબરે જ એના સાસુ ના શબ્દો કાને પડતા જ એના પગ ત્યાં જ થંભી ગયા.

(શું સાંભળ્યું હશે કામિની એ?શું કામિની આ ઘર માંથી બીજી સ્ત્રીઓ ને પોતાના સસરા ની હવસથી બચાવી શકશે?કામિની એક માતા તરીકે પોતાનો હક્ક કઈ રીતે મેળવશે.જોઈશુ આવતા અંક માં....)

✍️ આરતી ગેરીયા...