Ansh - 5 books and stories free download online pdf in Gujarati

અંશ - 5

(અગાઉ આપડે જોયું કે કામિની ની સાસુ ને પૌત્રી નહિ પણ પૌત્ર જ જોઇતો હતો,અને ઈશ્વર ઇચ્છાથી કામિની એ અંશ ને જન્મ આપ્યો.બધા નું વધુ પડતું વ્હાલભર્યું વર્તન અને સસરા ની ખરાબ નજર થી કામિની ના મન માં કાઈ કેટલીય શંકા કુશંકા થાય છે.અને એક રાતે...)

ધીમે ધીમે કામિની ને એવું લાગ્યું કે,કદાચ અંશ ના આવવાથી તેનું નસીબ બદલાય ગયું છે. અનંત ની ગેરહાજરી માં થાકેલી કામિની સુવા પ્રયાસ કરી રહી હતી અને ત્યાં જ..કામિની એ જોયું એક પડછાયો તેના રૂમ ની બહાર બારી માંથી દેખાતો હતો.કામિની તરત જ સતર્ક થઈ ગઈ. કેમ કે તેના સાસુ કે સસરા પર તેને ભરોસો નહતો,અને અનંત નું તો ક્યાં કાઈ નક્કી હોઈ!!પણ તેના આશ્ચર્ય વચ્ચે તે પડછાયો તેના રૂમ તરફ આવવા ને બદલે ત્યાંથી દૂર જતો રહ્યો.હવે કામિની ને કોઈ બીજું હોવાની શંકા ગઈ. એટલે તે ધીમેથી તે પડછ્યા ની પાછળ ગઇ,તે પોતાના રૂમ ની બહાર આવી પણ થોડી વાર મા તે પડછ્યો અદ્રશ્ય થઈ ગયો.

કામિની રૂમ માં પાછી ફરી અંશ સૂતો હતો એ પણ સુઈ ગઈ.બીજા દિવસે તેને કોઈ ને આ વાત જણાવી નહીં. બીજી રાતે ફરી એને એવો જ અનુભવ થયો,અનંત હજી આવ્યો નહતો,કામિની ફરી હિંમતપૂર્વક બહાર આવી,તેને કોઈ પડછાયો નીચેની તરફ જતા જોયો,તે પણ પાછળ પાછળ જાવા લાગી,તે પડછાયો ફરી ગાયબ થઈ ગયો. કામિની જેવી રૂમ માં આવી તો ફરી કોઈ દેખાયું,આ વખતે તે પડછાયો કામિની ની નજીક આવવા લાગ્યો,અને કામિની ચીસો પાડવા લાગી.તેની ચીસો સાંભળી તેના ઘર ના બધા ત્યાં આવી ગયા.અને કામિની ને પૂછવા લાગ્યા, કામિની એ કોઈ હતું એવું કહ્યું,પણ તેની સાસુ એ એ તો તારો વહેમ છે,કહી ને વાત ઉડાવી દીધી.

આવું લગભગ બે ત્રણ વાર થયું.એટલે હવે અનંત ઘરે વહેલો હાજર રહેવા લાગ્યો,પણ ત્યારબાદ પણ કામિની ને કોઈ પડછાયો દેખાતો,પણ અનંત ને કાઈ સમજાતું નહિ. એટલે એક દિવસ અનંત ના માસી કે જે થોડી ઘણી મેલી વિદ્યા ના જાણકાર હતા,તેમને બોલાવવામાં આવ્યા.જો કે અંબા બા ની બહેન હોવા છતાં તેઓ હંમેશા સત્ય નો સાથ દેતા.અને તેમને મન દરેક વ્યક્તિ એક સમાન હતી.

નામ તેમનું દુર્ગા બા.મોટી આંખો,તેજીલું કપાળ,કપાળ ની વચ્ચે જ કરેલો મોટો લાલ કંકુ નો ચાંદલો,નાક માં મોટી નથ,સાડી ના પાલવ થી ઢાંકેલું માથું,અને તેમાં વચ્ચે જ કપાળ પર લટકતો મોટો બોર,શ્યામ ચેહરો થોડો કરચલી વાળો,અને ગળા માં મોટો હાર,બંને હાથ માં કોણી થી ઉપર પહેરેલા બલોયા,અને હાથ માં બંગડીઓ એકદમ કોઈ રજવાડી સ્ત્રી જોઈ લો.

તેમને આખા ઘર નું નિરીક્ષણ કર્યું,પણ તેમને કશું અજુગતું લાગ્યું નહિ.એટલે પોતે એક રાત કામિની સાથે તેના રૂમ માં સુવા નો નિર્ણય લીધો.તે રાતે કામિની અને અનંત ના માસી દુર્ગા બા વચ્ચે ઘણી વાતો થઈ.કામિની આમ પણ દુર્ગા બા ના દેખાવ થી થોડી ડરતી.દુર્ગા બા ની અનુભવી આંખો સમજી ગઈ કે કામિની એક ભીરુ અને શાંત છોકરી છે,અને તે પોતાની બહેન ને તો ઓળખતા જ.
વાતો કરતા કરતા બંને સુઈ ગયા.કામિની ને એ દિવસે ગાઢ ઊંઘ આવી ગઈ હતી,પણ અચાનક જ કોઈ સળવળાટ થી તે જાગી ગઈ,જોયું તો અનંત અંશ ના ઘોડિયા પાસે કશુંક કરતો હતો કામિની તરત ઉભી થઇ ગઇ અને અનંત ને અહીં આવવાનું કારણ પૂછ્યું.

અરે કેમ હું મારી પત્ની ને બાળક પાસે ના આવી શકું?અનંતે ધીમેથી પૂછ્યું.અને કામિની ના ગાલ પર વહાલ કર્યું.

અરે પણ આમ અર્ધી રાતે માસી જોવે તો કેવું લાગે !તમે જાવ એમ કહી કામિની એ અનંત ને ધક્કો માર્યો.અને અનંત પણ ત્યાંથી નીકળી ગયો.કામિની ને એટલી તો ખબર હતી જ કે અનંત પોતાના કે અંશ માટે અહીં આવે એટલો પ્રેમાળ તો નથી જ.નક્કી કાઈ બીજું કારણ છે.પણ ત્યારે તો પોતે ઊંઘ માં હોઈ તે સુઈ ગઈ.

બીજા દિવસે સવારે દુર્ગા બા ને ઘર માં કાઈ જ ના જણાતા તે પોતાના ઘરે પાછા ફર્યા અને જતા જતા કામિની ને પોતાનું અને અંશ નું ધ્યાન રાખવાનું કહેતા ગયા.જે દિવસે દુર્ગા બા ગયા તે રાતે ફરીથી કામિની એ પડછાયો જોયો અને આ વખતે...


(શુ છે આ પડછ્યા નું રહસ્ય?અને દુર્ગા બા એ કામિની ને પોતાનું અને અંશ નું ધ્યાન રાખવાનું કેમ કહ્યું?શું આ કોઈ ની ચાલ છે!કે પછી ખરેખર કોઈ છે?જાણવા માટે વાંચતા રહો...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED