Ansh - 4 books and stories free download online pdf in Gujarati

અંશ - 4

(સાસરા ની ચંગુલ માંથી બચેલી કામિની ને સાસુ અને પતિ તરફથી પણ તિરસ્કાર જ મળે છે,ત્યારે તેની હિંમત તૂટી જાય છે.અને જ્યારે તે રસોઈ કરવા જાય છે,ત્યા પણ
એની સાસુ ની જોહુકમી સાંભળી કામિની ને રડવું આવી જાય છે.હવે આગળ...)

કામિની પોતાના ભૂતકાળ ને વાગોળતી આંસુ સારતી હતી,ત્યાં જ અંશ ના રડવા નો અવાજ આવ્યો,કામિની હાફળી ફાફળી થતી તેના સાસુ ના રૂમ માં પહોંચી,પણ ઉંબરે જ એના સાસુ ના શબ્દો કાને પડતા જ એના પગ ત્યાં જ થંભી ગયા.

મહારાણી ને ના તો પત્ની ની ફરજ નિભાવવી છે,ના તો મા ની અને દોડી આવશે મારો દીકરો કરતી.આજ તો એના ટાંટિયા ભાંગી નાખું જો એ આવે એટલે.આ સાંભળી ને કામિની અંદર ના જઈ શકી.અને ત્યાં જ ઉભી ઉભી રડવા લાગી.

કામિની ને આજે અંશ નો જન્મ યાદ આવી ગયો.જ્યારે અંશે પહેલીવાર એના ઉદર માં જન્મ લીધો હતો,કેટલી ખુશ હતી એ.જ્યારે એને આ વાત અનંત ને કિધી તો અનંત નો તો જાણે મૂડ બગડી ગયો,અને બોલ્યો.ઓહહ
મતલબ હવે મારે એક વર્ષ કોક બીજી શોધવી પડશે.અને પોતાને કેટલું દુઃખ થયું,તો પણ એ અવગણી અને એની સાસુ ને જ્યારે આ સમાચાર આપ્યા તો સાસુ એ પણ મોં બગાડી ને કહ્યું,એમા આમ ઢંઢેરો શું પીટવાનો દરેક સ્ત્રી મા બને છે,પણ જોજો મારે તો દીકરો જ જોઈએ.જો દીકરી આવે તો માવતર ભેગા થઈ જાજો.અને કામિની નો બધો જ ઉત્સાહ ઓસરી ગયો.

જ્યારે તેના મમ્મી પપ્પા ને આ વાત ની ખબર પડી તો તે બધા ખૂબ ઉત્સાહ સાથે તેના ઘરે આવ્યા હતા.અને ત્યારે પણ તેની સાસુ એ આજ વાત ઉચ્ચારી અને તેની મમ્મી નું પણ અપમાન કર્યું હતું.અને બધા વીલા મોં એ ત્યાંથી ચાલ્યા ગયા.કામિની આજે પણ તે ઘડી યાદ આવતા ઉદાસ થઈ ગઈ.

કામિની નવ મહિના એ બાબત થી ડરતી જ રહી કે ક્યાંક એને દીકરી આવી તો એના સાસુ શું કરશે?અને એ દિવસ આવી ગયો,જ્યારે કામિની પ્રસવ ની સુખદ પીડા સહન કરતી,પોતાના આવનાર બાળક ની ચિંતા કરતી હતી
અને જ્યારે ડોક્ટરો એ તેના હાથ માં એક સુંદર મજાનું દેવ જેવું તેજીલું જેનો ચાંદા જેવો ગોળમટોળ ચહેરો ,રૂ ની પુણી જેવા હાથ પગ અને ગુલાબી હોઠ હતા.એવું બાળક તેના હાથ માં આપી ને કહ્યું તમારો દીકરો.ત્યારે તો એ રીતસર ની રોઈ પડી હતી.અને પોતાના અંશ ને છાતી સરસો ચાંપી ને એવી રિતે બેસી ગઈ,જાણે કોઈ બાળક પોતાના હાથ માં ગમતું રમકડું પકડી ને બેસી ગયું હોય કે જેને કોઈ લઈ જવાનો એના મન માં ડર હોઈ.

ત્યારબાદ બે મહિના તો ઘર માં બધું બરાબર ચાલ્યું. કેમ કરી અંશ ના જન્મ થી એના સાસુ ખુશ હતા,એટલે એક મહિનો તેનું ખૂબ ધ્યાન રખાયું.ત્યારબાદ એક મહિનો તે પોતાના પિયર ગઈ હતી.ત્યાં પણ અનંત નિયમિત અંશ ને રમાડવા અને તેને જોવા આવતો.એટલે બધા ની નજર માં તે સારો જ હતો.પણ સચ્ચાઈ ખાલી કામિની જાણતી હતી.અને એને ડર પણ હતો,અને ખબર પણ કદાચ કે ઘરે જઈ ને શું થશે??

કામિની ને જ્યારે પોતાના ઘરે જવાનો સમય થયો,ત્યારે તેને પોતાની માતા ને પોતાના ઘર ની વાત કહેવાની કોશિશ કરી,પણ પાછળ બે સંતાન બાકી હોઈ,અને અનંત નું જે રીતનું વર્તન હતું.તેની મા એ તેને સમજાવી ને મોકલી દીધી.
અનંત કામિની ને તેડવા આવ્યો,ત્યારે કામિની એ અંશ ને એ રીતે પકડી રાખ્યો હતો,જાણે એને કોઈ ખૂંચવી લેવાનું હોઈ.પણ ઘરે પહોંચી ત્યારે એની સાસુ એ એનું સરસ સ્વાગત કર્યું.અને તેના રૂમ માં આરામ કરવા કહ્યું.હવે તો કામિની વધારે મુંજાઈ કે નક્કી કંઈક થવાનું છે.

અંશ ના આવ્યા પછી કામિની નું રૂપ માં વધારો થયો હતો,તેના સસરા ની નજર કામિની ને બહુ ખૂંચતી.અને તો
પણ પોતે કાયમ અંશ માટે બધા થી બચી ને જીવતી. મહિનો થવા આવ્યો પણ કાઈ થયું નહિ,અને સાસુ નું વર્તન આટલું સુધરેલું જોઈ કમિની ને થયું કે કદાચ અંશ ના આવવાથી આ ફેરફાર થયો છે.પણ કામિની ખોટી નીવડી
એક રાતે અનંત હજી બહારથી આવ્યો નહતો,અને કામિની તેના રૂમ માં સૂતી હતી.કોઈ તેના રૂમ માં આવ્યું અને...

(કામિની ની સાસુ ના વર્તનફેર નું કારણ શું હશે?શુ અંશ કામિની માટે નવી આશા લાવ્યો કે પછી આ કોઇ નવી યુક્તિ છે?અર્ધી રાતે કામિની ના રૂમ માં કોણ આવ્યું હશે?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED