Daityaadhipati - 29 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - ૨૯

સુધા દરવાજા સામે જુએ છે, અને દરવાજો ખૂલી ગયો. ખૂલી ગયો? આ કઇ રીતે થયું? સુધા એ દરવાજા સામે જોયું, પકડ્યો, અને ખોલ્યો, દરવાજો ખુલ્લો હતો.

અચંભો. બિલકુલ અચંભો! આ કઈ રીતે થયું? સુધા બહાર નીકળી. પગમાં જુતા પણ ન હતા, દરવાજો બંધ કર્યો, તો સામે ગીતાંજલિ હતી.

ગીતાંજલિ પાસે ઊભો એક યુવક હતો. આ યુવક

એ એક સફેદ શર્ટ પહર્યો હતો,
એ ગ્રે પેન્ટ પહેર્યુ હતું,
ના માથા પર એક પોએટ’સ કેપ હતી
લાગતો હતો નાની ઉંમર નો, પણ કદાચ હતો નહીં,
ની ચામડી એકદમ સફેદ અને નરમ હતી,
ભવ્ય લાગતો હતો.
‘દી.. થએઓએ.’

ગીતાંજલિ બોલી, સુધા એ સાંભળ્યું.

‘કોણ?’

‘મે તને પેલા છોકરા વિષે વાત કરી હતી ને.. થેટ ગાઈ આઈ.. લાઇકડ..’

અને પેલી મનસ્કારા.. અમેય.. આ છોકરી ને શું થયું છે? શું એ ભૂલી ગઈ? થેઓએ કોણ? પોલિસ વાળો?

ભાગવાનું છે. પણ ગીતાંજલિ તો સામે ઊભી છે..

‘ગીતાંજલિ.. મનસ્કારા ને શું થયું?’

‘મનસ્કારા તો જીવે છે, કેમ?’

‘જીવે છે, શું?’

‘યુ કોલેડ મી, રિમેમ્બર? મનસ્કારા પણ તો અહીં જ છે ને, ડેલીમાં?’

‘હા, પણ અમેય તો..’

‘ઓહ લિવ અમેય ફોર વન્સ, અને એમ પણ તે તો સાઉથ આફ્રિકા ગયો છે ને.’

‘ના. એ તો પાછો આવી ગયો.’

ગીતાંજલિ અને થેઓએ અંદર આવી ગયા. અને કીધા વગર અંદરના રૂમમાં આવી બેસી ગયા. થેઓએ બહુ સ્મિત આપતો. પણ તેની સ્મિત મિઠ્ઠી હતી. પ્રેમાળ હતી. તેના હોઠ લાલ હતા.

ખૂબ જ લાલ. અમે કરતાં પણ લાલ. કદાચ તેની ચામડીની સામે જોતાં તે વધારે લાલ દેખાતા હતા. તે હતો સુંદર, પણ થોડોક પાતળો હતો.

‘દી. કેહ ને હું શું કરું.’

‘શેનું?’

‘અહ! થેઓએ અને અમૃતાનું?’

‘અમૃતા?’

‘અરે હા! મે તો તને કીધું જ નહીં. યોર એથનિક ડિજાઇનર, અમૃતા પલ્લવસેન, ચેન્નાઈ વાળી, યાદ છે? તે અને થેઓએ હાલમાં બર્લિનમાં મળ્યા, એન્ડ ધે ફેલ ઇન લવ! પણ હવે અમૃતા મ્યાનમારથી પછી આવે છે, એન્ડ ગેસ વોટ, હી વૉનટ્સ ટુ પ્રપોઝ!’

‘ઓહ! ફાઇનલી. તો -’

‘તે ઘર કેમ લોક કર્યુ હતું?’

‘મે ઘર..’

શું આને કહવું કે ના કહવું.

બિલકુલ નહીં. ખુશવંત અને અમેય અને સ્મિતા વિષે ખબર ન પડવી જોઈએ.

‘સુનશ્યા ને કીધું હતું. આઈ વોસ સો ટાઇરડ..’

‘આઈ અંડરસ્ટેંડ. હવે મને કેહ ને થેઓએ એ શું કરવું જોઈએ?’

‘થેઓએ, ત્યારે શું કરવું જોઈએ?’

થેઓએ બસ એને જોતો રહ્યો.

‘દી! હાવ વિલ હે અંડરસ્ટેંડ ગુજરાતી?’ (એને ગુજરાતી કી રીતે ખબર પડશે?)

‘આઈ કુંડ ક્વાઇટ પોઈન્ટ આઉટ વ્હોટ યુ સેડ જસ્ટ નાવ. સ્મિતા આર યુ આસ્કિંગ મી અબાઉટ માઈ પ્લેનસ? વેલ ધેર અરેં’ટ એની. ઐ શૂડ’એવ થૉટ ઓફ એમ બટ આઈ એમ કલુલેસ, ટુ એડમિટ ધ ટ્રુથ.’ (મને થોડીક તો ખબર પડી કે સ્મિત તમે શું પૂછો છો. શે તે મને એમ પૂછ્યું કે મારો પ્લેન શું છે? તો સાંભળો, કશું જ નથી. મારે કઈક તો વિચારવાની જરૂર હતી, પણ ના, મને કશુંજ ખબર નથી, સિવાય કે હું પ્રેમમાં પામર છું.’

આ શું ફટ - ફટ અંગ્રેજીમાં બોલી ગયો, સુધા ને કાઈજ ખબર ન પડી. પણ એનો અવાજ મીઠ્ઠો હતો, એટલ સુધાને ગમ્યો. વાંસની જેવો સૂર હતો.

આ કોણ હશે? સુધા વિચારવા લાગી.. તેના ગામમાં એક છોકરો હતો, આશિષ. આશિષ ઘણું મીઠ્ઠુ બોલતો હતો. ગયો ચરાવવા ગયો, પણ પાછો જ ન આવ્યો. એ વખતે તે ૧૬ વર્ષનો હશે. લોકો કહે છે એ સરોવરમાં ડૂબી ગયો, પણ એની લાશ તો કોઈ દિવસ મળી જ નહીં. કયા ગઈ હશે, લાગે છે પેલો દૈત્ય એને ખાઈ ગયો હશે... પછી સુધા ને કઈક થવા લાગ્યું.

તેનામાં દૈત્ય આવવા લાગ્યો.

તેના શરીરમાં કોઈ બીજા વ્યક્તિનું માથું હતું, એ માથું ગળા માંથી બહાર નીકળ્યું , તેને હાથ આવ્યા, એક ઉપલું શરીર આવ્યું, અને સુધા ને કઈક થવા લાગ્યું. જાણે તેના શરીરમાં કોઈ નખ ભોકતું હોય તેવું તેને લાગવા લાગ્યું. એની એનું શરીર વળી ગયું. કરોડ રજ્જુ થી આખું વળી જ ગયું. અને તે બેભાન થઈ ગઈ.

જાણે એક જ સેકન્ડમાં તે પછી જેવી હતી તેવી થઈ ગઈ. પણ આ વખતે કઈક જુદું હતું. તેને લાલ સાડી પહરી હતી. તે કોઈ રૂમમાં ઘણા બધા લોકો સાથે હતી. બધાએ લાલ સાડી પહેરી હતી. ના.. આ બધા તો.. આ બધી લાલ સાડી વાળી છોકરિયો સુધા પોતે હતી. સામે થી સ્મિતા આવતી હતી, એક કાળા વેસ્ટર્ન ડ્રેસમાં તે સુધાની સામે આવતી હતી. પાછળ અમે તેના સામાન્ય કપડાંમાં હતો. તે સુધા સામે આવી કે તરત તેને તેના પંજા આગળ કરી દીધા, તેના કાળા-રંગેલા નખ અચાનક થી વધવા લાગ્યા. અને જેમ જેમ તે વધતાં ગયા, તેમ તેમ તેની આગળની બધી સુધાઓ મારવા લાગી. બધાના હૃદય તૂટી પડ્યા. લોહી નીચે પાડવા લાગ્યું. હવે તો આકાશ પણ લાલ હતું, અને કઈક સોના જેવુ પૃથ્વી પર પળતું હતું. પૃથ્વી આખી એકદમ કાચ જેવી કાળી થઈ ગઈ હતી. સુધાને નચવાનું મન થતું હતું. ખબર નહીં કેમ. આ શું હતું?

અમે સ્મિતા પાછળ ઊભો ઊભો નચતો હતો. આ શું હતું?

સુધા ગંદી થઈ ગઈ હતી.

હા, બિલકુલ, સુધા ગાંડી થઈ ગઈ હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED