Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ - 9 - (એક દિલચસ્પ પ્રેમકથા)

સાન્વી: મને આ સમાજ અને મારા પપ્પાનો ખૂબ ડર લાગે છે...


વેદાંશ: હું છું તારી સાથે પછી તને શેનો ડર..?? તારા પપ્પાને હું સમજાવીશ અને સમાજની ચિંતા ન કર, એ તો બંને બાજુ બોલશે.


વેદાંશ અને સાન્વીએ બંનેએ પ્રેમનો ખેલદીલીથી એકરાર કર્યો અને એકબીજાના હમસફર બની જિંદગી સાથે વિતાવવાનું નક્કી કર્યું.


હવે તો બસ, સાન્વીને વેદાંશ જ દેખાય અને વેદાંશને સાન્વી...બંને એકબીજાની વાતોમાં એકબીજાને ભણવામાં હેલ્પ કરવામાં અને એકબીજાની યાદોમાં ખોવાએલા રહેતા.


આમ કરતાં કરતાં વેદાંશના પાંચ વર્ષ એન્જીનીયરીંગ ના ક્યાં પૂરા થઇ ગયા તે ખબર જ ન પડી અને લાસ્ટ ઇયરના રિઝલ્ટ પહેલા તેણે જોબ માટે એપ્લાય પણ કરી દીધું હતું. રિઝલ્ટ આવે તે પહેલા તેણે ઓનલાઈન ઇન્ટરવ્યુ આપવાનું ચાલુ કરી દીધું હતું. પૂને, બોમ્બે, બેંગ્લોર દરેક જગ્યાએ તેણે ઇન્ટરવ્યુ આપી દીધા હતા.


અને આખરે તેના ઇંતજારનો અંત આવ્યો આજે તેનું રિઝલ્ટ હતું, તે કોલેજ જવા નીકળી ગયો હતો, રસ્તામાં જ હતો અને અર્જુનનો ફોન આવ્યો, " ભઇ, ક્યાં છે તું ? "
વેદાંશ: બસ ઓન ધ વે જ છું, કોલેજ જ આવું છું.


અર્જુ

ન: એક મિનિટ બાઈક સાઇડમાં લઇ જઇને ઉભો રહે, પછી મને કોલ બેક કર.


વેદાંશ

: ( બાઇક સાઇડમાં ઉભું રાખીને અર્જુનને ફોન કરે છે. )


અર્જુન: ભઇ, રિઝલ્ટ આવી ગયું છે, દિલ ઉપર હાથ મૂકી દે અને થોડું નાચી લે...આ વખતે પણ તું કોલેજ ફર્સ્ટ છે બોસ, કહેવું પડે તારું હોં યાર..!!
વેદાંશ: થેંક્સ ડિઅર, ( એકદમ ખુશ થઇને ) આઈ એમ કમીંગ ધેર.

વેદાંશ

કોલેજમાં આવે છે એટલ
અર્જુન અને રાજ બંને તેને ઉંચકી લે છે.અને આખો માહોલ ખૂબજ આહલાદક બની જાય છે. વાતાવરણમાં ખુશી છવાઈ જાય છે. વેદાંશના બધા જ ફ્રેન્ડસ ખૂબ ખુશ હતા અને વેદાંશની નજર સાન્વી ઉપર પડે છે, જેટલી ખુશી વેદાંશને તેના રિઝલ્ટની ન હતી તેનાથી વધારે ખુશી સાન્વીને હતી. અને બંનેની દ્રષ્ટિ એક થતાં જ બંને એકદમ ખુશ થઇ એકબીજાની સામે હસી પડે છે.


વેદાંશ

: અરે ભઇ મને નીચે તો ઉતારો


અર્જુન

: પહેલા એમ કે પાર્ટી આપીશ ? તો જ ઉતારીએ


વેદાંશ

: હા ભઇ આપીશ બસ


અર્જુન: પાક્કુ, પ્રોમિસ.
વેદાંશ: હા ભઇ, પ્રોમિસ બસ


અને વેદાંશને નીચે ઉતારે છે.


રિઝલ્ટ આવ્યું એટલે વેદાંશે જ્યાં જ્યાં ઇન્ટરવ્યુ આપ્યા હતા ત્યાં બધે રિઝલ્ટ સબમીટ કરી દીધું. બેંગ્લોરની ટોપ વન wipro કંપનીમાંથી સૌથી વધુ ઇયરલી સાતલાખના પેકેજની જોબ ઑફર હતી.


મમ્મી-પપ્પા, ભાઈ, પોતાનું ઘર,પોતાનું વતન, પોતાના ફ્રેન્ડસ અને સાન્વી આ બધાને છોડીને વેદાંશને ક્યાંય જવું ન હતું. આગળ વધારે ભણી માસ્ટર્સ પણ કરવું હતું પણ માણસની પણ એક મજબૂરી હોય છે. વેદાંશને તેનાથી નાનો પણ એક ભાઈ છે, જેને હજી ભણાવવાનો બાકી છે, બંનેના ખર્ચમાં પપ્પા પહોંચી વળતા ન હતા તેથી વેદાંશે આગળ ભણવાનું માંડી વાળી, જોબ કરવાનું નક્કી કર્યું. બેંગ્લોરની જોબ તેણે એક્ષેપ્ટ કરી લીધી.


સાન્વી

ને વેદાંશનું આ ડીસીસનની ખબર પડતાં તે ખૂબજ ઉદાસ થઈ ગઈ. પોતે કોલેજમાં પગ મૂક્યો ત્યારથી વેદાંશ તેની સાથે હતો હવે તે એકલી કઇ રીતે કોલેજ આવશે ને કોલેજમાં તેનું બીજું કોઈ એવું ગૃપ પણ ન હતું. અને એક્ઝામની તૈયારી પણ તેને વેદાંશ જ કરાવતો હતો, હવે વેદાંશ આટલે બધે દૂર જતો રહેશે તો પોતાનું શું થશે...?? તેવા ઘણાં બધાં વિચારો તેને આવવા લાગ્યા અને તે ડીપ્રેશ થવા લાગી.


તેણે વેદાંશને સમજાવવાની કોશિશ કરી કે તું અહીં અમદાવાદમાં જ જોબ કર, મને આમ એકલી છોડીને ચાલ્યો ન જઇશ.


વેદાંશ

જોબ માટે બેંગ્લોર જાય છે કે નહિ...વાંચો આગળના પ્રકરણમાં....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


27/9/2021