Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ - 7 - (એક દિલચસ્પ પ્રેમકથા)

કોલેજમાં પણ નવરાત્રીની તૈયારી શરુ કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ કોલેજમાં ગરબાની રમઝટ જામવાની હતી.જેને માટે જુનીયરોએ સીનીયરોના બતાવ્યા પ્રમાણે આખી કોલેજ ડેકોરેટ કરી, માતાજીનું મંદિર બનાવવાનું હોય છે અને રાત્રે ગરબાના સમયે કોલેજ એન્ટ્રન્સમાં દિવાની રંગોળી કરવાની હોય છે. જેનાથી કોલેજનું એ દ્રશ્ય આહલાદક લાગે છે. આ એક કોલેજની જૂની પ્રણાલિકા છે.

સાન્વીને પણ ગરબાનો ખૂબજ શોખ એટલે નવે નવ દિવસના તેની પાસે નવ ચણિયાચોળી પણ અલગ જ હોય. આજે કોલેજમાં ગરબા હતા એટલે વિચારી રહી હતી કે આજે કયા ચણિયાચોળી પહેરવા?

રેડ અને બ્લેક કલરના આખાય આભલાથી ભરેલા ચણીયાચોળી પહેરીને સાન્વી સજી ધજીને તૈયાર થઇ એટલે મમ્મીએ તેના કાન પાછળ કાળું ટપકું કર્યું અને ટકોર પણ કરી કે, "મારી દીકરીને કોઈની નજર ન લાગી જાય એટલી રૂપાળી છે. મારી દીકરી...!!" અને સાન્વી હસીને કહેવા લાગી, "હવે કોઈની નજર નથી લાગતી મમ્મી, શું તું પણ ?"

સાન્વીના પપ્પા તેને કોલેજ સુધી ડ્રોપ કરી આવે છે અને લેવા આવવાનું થાય ત્યારે ફોન કરજે તેમ કહે છે પણ સાન્વી "ના" પાડે છે કે, "પપ્પા આવતા તો મારા બધા ફ્રેન્ડસ, અમે સાથે જ રીટર્ન થઇશું એટલે મને ગમે તે કોઈ ઘરે આવીને ડ્રોપ કરી જશે."

કોલેજના ગરબામાં વેદાંશ-સાન્વી અને અર્જુન અને ઈશીતાનું ગૃપ અલગ જ તરી આવે છે. આખી કોલેજને આ ચાર જણાની અને તેમના ગૃપની ઇર્ષા આવે છે. વેદાંશની ફ્રેન્ડસ બધી પણ પોતાના ગૃપમાં કોઈની એન્ટ્રી નહિ.

સાન્વી અને વેદાંશની જોડી, એકસાથે કૂદી કૂદીને બંને જે રીતે ડાંડીયારાસ રમી રહ્યા હતા. તેમની જોડી આહલાદક લાગી રહી હતી. જાણે રાધા-કૃષ્ણની જોડી...

ગરબાનું ફંક્શન પૂરું થાય એટલે વેદાંશ સાન્વીને રોજ રાત્રે ઘરે ડ્રોપ કરવા જતો અને સાન્વી બાઇક ઉપર બેસવા જાય એટલે હસીને તેને કહેતો કે, "બરાબર મને પકડીને બેસજે, જોજે ગબડી ન પડતી" એટલે સાન્વી તરત જ બોલતી કે, "ગબડી પડું તો તું ઉંચકી લેજે " અને બંને "બાય, સી યુ ટુ મોરોવ" કહી સ્માઈલ સાથે છૂટાં પડતાં.

હવે વેદાંશને જાણે સાન્વી વગર ચાલતું જ નહિ પણ તેની વાત મનમાં ને મનમાં જ રહી જતી. તે સાન્વીને કહી શકતો ન હતો. ઈશીતાને, રીક્વેસ્ટ કરતો પણ ઈશીતા તેને ચોખ્ખી "ના" પાડી દેતી અને કહેતી કે, "બહુ સીધી- સાદી છોકરી છે, તને કોઈ દિવસ "હા" નહિ પાડે ચૂપ રે." એટલે વેદાંશ થોડો નિરાશ થઈ જતો અને ભગવાનને પ્રાર્થના કરતો કે, "હે કાનજી, આઇ લાઇક સાન્વી વેરી મચ અને તે એને મારે માટે જ બનાવી છે ને તો પછી રાહ કેમ જોવડાવે છે? કંઇક કરને મારું..!!"

કોલેજમાં રેગ્યુલર ભણવાનું ચાલતુ એટલે વેદાંશ પાછો સીરીયસ થઇ ભણવામાં પોતાનું મન લગાવી દેતો. કારણ કે તેને ડર હતો કે, મારો ફર્સ્ટ નંબર તો જવો જ ન જોઈએ.

સાન્વી પણ એક્ઝામની બરાબર તૈયારીમાં પડી હતી. તેનું આ પહેલું વર્ષ હતું એટલે જે ન ફાવે તે શીખવા માટે વેદાંશને કહે અને ઈશીતાને ઘરે બધા ભેગા થાય અને સાથે જ ભણતાં અને મહેનત કરતાં. ભણતાં, મસ્તી કરતાં દિવસો ક્યાં પસાર થઇ ગયા ખબર જ ન પડી અને એક્ઝામ પણ આવી ગઇ.

સાન્વીને રિઝલ્ટનું ખૂબ ટેન્શન હતું પણ રિઝલ્ટ આવ્યું તો તેના ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન માર્ક્સ હતા. અને વેદાંશ પણ દર વખતની જેમ આખા ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હતો. આજે નોટિસ બોર્ડ ઉપર રિઝલ્ટ લગાવેલું હતું.

ઈશીતા અને અર્જુનનો સેકન્ડ ક્લાસ આવ્યો હતો. ચારેય જણાં રિઝલ્ટની ચર્ચા કરતાં ઉભા હતા અને સાન્વી આજે પોતાના રિઝલ્ટ ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટીન્કશન માર્ક્સ આવવા બદલ વેદાંશને થેંન્કયૂ કહેતા ખુશીથી તેને ભેટી પડી અને ઈશીતા બોલી પડી, "બંને એમ જ રહેજો, નાઇસ લુકીંગ બોથ ઓફ યુ, હું એક પીક લઇ લઉં તમારું બંનેનું, શું જોડી લાગે છે યાર...!!" અને સાન્વી શરમાઈ ગઈ. અને વેદાંશની ખુશીનો કોઈ પાર ન રહ્યો. વિચારવા લાગ્યો કે વરસ્યો પ્રભુ તું વરસ્યો મારી ઉપર અને મનોમન કાનજીને થેંક્સ કહેવા લાગ્યો...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ