CANIS the dog - 75 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 75

માર્ક જેમ તેમ કરીને તેની જીપ બહાર કાઢે છે અને ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયો.

માર્ક તેની જીપમાંથી બહાર નીકળીને તેના રૂમમાં જવા જાય છે ત્યાં જ તને સીટની નીચે જુએ છે તો તેના જ લોહીના ટીપા નીચે પડ્યા હોય છે.અને માર્ક શિટટ બોલીને ઉતાવળી ચાલેતેની રૂમ બાજુ ચાલવા લાગે છે.

જીપ થી રૂમ સુધીના રૂટ ઉપર પણ તેના લોહીના અસંખ્ય ટીપાઓ જમીન પર પડેલા દેખાઈ રહયા છે.અને ત્રણે શેફર્ડ. તેને સૂંઘવા લાગે છે.

થોડી જ વારમાં માર્ક જાતે જ તેની મલમપટ્ટી કરીને બહાર આવે છે ત્યાં સુધીમાં તે આખો route ડ્રાય દેખાતો હતો.લોહીનું એક પણ ટીપું જમીન ઉપર નથી દેખાતું.અને માર્ક સ્વાભાવિક રીતે જ બોલે છે strange!!

થોડા સમય પછી માર્ક ખુશખુશાલ બની ને તેના રૂમની બહાર નીકળે છે અને ફરી પાછો એના કામે લાગે છે.

સમય તો પસાર થઇ રહ્યો છેઅને તેમ છતાં પણ માર્ક ના જીવન ની ડોર તેના ભૂત(નશ્વર દેહ) અને તેના પારદર્શક(આત્મા)ની સાથે હજુ પણ બંધાયેલી જ છે.

કદાચિત સંભવ છે કે dogs ના કોડેડ સેન્સર્સ હજુ પણ સ્વીટ blood ને જજ નથી કરી શક્યા.

નિશાલય એવુ ઘનઘોર એમેઝોન દેખાઈ રહ્યું છે.અને તેની અંદર પણ ક્યારે સમાપ્ત ના થાય તેવી અહોરાત્રી. (longest night of univerce) (ધરતી પરના ચાર યુગો સમાપ્ત થઇ ગયા પછી પણ બ્રહ્મા ની એક રાત્રી નો અંત નથી આવતો, આવી જ લાંબી રાત્રી ને અહોરાત્રી કહેવામાં આવે છે )

સોથી દોઢસો જેટલા ચમગાદડો નુ એક જૂથ મધ્યરાત્રી ની થોડી જ ક્ષણો પછી પ્રવૃત્ત થાય છે અને જંગલમાં આમતેમ અનિશ્ચિત રૂપે ઉડવા લાગે છે.

એનાકોન્ડા ની તેજ ગતિ કશુક એમ નિર્દેશ કરી રહી છે કે જાણે તેને તેના જેવા જ કશાક પ્રાપ્તિ થઈ ગઈ છે.અને જાણે કે અરણ્ય (જે રણ નથી તે ,અર્થાત લીલુછમ્મ) નવા જ કોઈક સભ્ય થી સભર થઈ ગયું છે.

કબૂતરો અચાનક જ મધ્યરાત્રિ પછી તરત જ સ્થળાંતર કરવા ઉડવા લાગ્યા છે, જેમાંના કેટલાક અંધકાર અને પરજીવી ઓ ને કારણે નીચે ટપકતા પણ દેખાઇ રહ્યા છે.

પ્રકૃતિના બધા જ અબોલ નુમાઈન્દાઓ જાણે કે આજે મનુષ્યથી પણ અધિક સમજદાર અને જાણકાર બની ગયા હોય તેમ જાગરણની મુદ્રામાં આવી ગયા છે અને કશીક દુર્ઘટનાની પ્રતિક્ષા કરવા લાગ્યા છે.

કર્મ, કામ અને કલ્યાણ આ બધા પર બધાનો એક સામાન્ય અધિકાર છે.અર્થાત કે પશુ-પક્ષી નરનારી ખેત ખલીયાન નદી પર્વતો તથા સંપૂર્ણ બ્રહ્માંડ કર્મ અધિકારી છે કામ વાસનાથી યુક્ત છે તથા કલ્યાણ ઉપર પણ તેમનો સંપૂર્ણ અધિકાર છે.

"કર્મણ્યે વાધિકારસ્તે"આ એક માત્ર shlok જ નહીં બલ્કે એક સિદ્ધાંત પણ છે.એક એવો સિદ્ધાંત કે જેની અંદર ઈશ્વરની સ્થિતપ્રજ્ઞતા ભંગ થાય તેવા કર્મો કરવા નિષિદ્ધ( prohibited) છે.

જો ઈશ્વર સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહીને તમારા કર્મોથી હર્ષિત કે પુલકિત થઇ ઊઠે તું તેવા કર્મો કરવામાં કોઈ વાંધો નથી,પરંતુ જો આવી સ્થિતપ્રજ્ઞતા થશે તો પાપ રૂપી ફળ પણ ઉત્પન્ન થઈ ને જ રહેશે.ધ્યાન રહે દોસ્તો કે હર્ષ અને શોક ના ભાવથી આ સંસારમાં કોઈ મુક્ત નથી.સ્વયં ઈશ્વર પણ નહીં.અને એટલે જ ઈશ્વરના હર્ષ અને શોક માંથી પાપ તથા પૂણ્ય જેવા ફળો ઉત્પન્ન થાય છે.

પ્રકૃતિએ તેના વિસ્ફોટો કરીને તેની પાસે નું એક અમૂલ્ય વિજ્ઞાન માનવ ને આપ્યું,મહામાનવ બનવા માટે.પરંતુ જ્યાં તે જ માનવીએ તેનું વેપારીકરણ કરી નાખ્યું અને પ્રકૃતિના જ અબોલ સભ્યોને જ તેમાં હોમવાના શરૂ કરી દીધા એટલે. આરનોલ્ડ નું કહેલું પેલું વાક્ય યાદ આવી જાય કે,પ્રકૃતિ તેના સર્વેસર્વા મુખ્યાલય એવા અરણ્ય ની અંદર આપણને બધાને ઘસેડીને લઈ જઈ રહી છે કે જ્યાં પ્રકૃતિ સીવાય બીજું કશું જ નથી,તે દેખાડવા કે આનો અંજામ શું આવી શકે છે!!!!