વરદી ની વેદના Makwana Mahesh Masoom" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદી ની વેદના

નમસ્કાર મિત્રો,

વરદી ની વેદના નામ ક્યાંક સાંભળ્યું હશે હેને? હાં હવે આ છે ને એક 2 મિનિટ અને 45 સેકન્ડ ની શોર્ટ ફિલ્મ છે જે તમે જોઈ હશે અને નઈ જોઈ હોય તો હવે અવશ્ય જોસો એવી મને આશા છે.

મિત્રો આ ફિલ્મ માં જાણીતા પત્રકાર અને એંકર દિનેશ સિંધવ અને વિશાલ ઠક્કર કાસ્ટીંગ રોલ કરી રહ્યા છે.દિનેશ સિંધવ ને આપણે અવાર નવાર જાણીતા અજાણ્યા લોકો નો ઇન્ટરવ્યૂ લેતા જોયા હશે અને તેઓ દિવ્યભાસ્કર સાથે પણ જોડાયેલા છે દિનેશ ભાઈ તો આ કામ બહુ સારું રીતે બજાવી રહ્યા છે.એમના લીધે ઘણાં લોકો ને નામના મલી છે અને ઘણા ને કામ પણ મળ્યું છે.

દિનેશ ભાઈ આ ફિલ્મમાં પોલિસ ના કિરદાર માં છે.જ્યારે વિશાલ ઠક્કર એ પોલીસ નાં પુત્ર ના કિરદાર માં છે. આ વિશાલ ઠક્કર એ બીજું કોઈ નહિ પણ જો તમે પ્રતિક ગાંધી ની" વિઠ્ઠલ ટીડી" ફિલ્મ જોઈ હોય તો એમાં વિઠ્ઠલ નો બાળકલાકાર નો રોલ ભજવનાર એ વિશાલ ઠક્કર પોલીસ ના પુત્ર ના કિરદાર માં છે.

મિત્રો હવે વાત કરીએ આ નાનકડી ફિલ્મ ની સ્ટોરી વિશે તેનાં મેં ટોપિક વિશે તો ફિલ્મ ની શરૂઆત માં એક બે સેકન્ડ માં બતાવવા માં આવે છે કે આકાશમાં પતંગો ચાગે છે લોકો ની કિક્યારી સંભળાય છે અને આ પોલિશ ની દિકરો બહાર પતંગ હાથ માં લય ને ઉભો છે અને દિનેશ સિંધવ પોલિશ ની વર્દીમાં બહાર નીકળે છે ત્યારે તેમનો દીકરો તેમને કહે છે કે પપ્પા મારી સાથે ચાલો ને પતંગ ચગાવી એ આપણે અને કહે છે કે,' મારા મિત્રો અને એમના ઘરનાં બધા કેવા મજાથી પતંગ ચગાવે છે ચાલો ને' ત્યારે પોલિસ કહે છે કે,' બેટા તું ચગાવ પતંગ અને આ તારા મિત્રો અને તેમના પરિવાર ને પતંગ મજાથી ચગાવી શકે ને એ માટે મારે નોકરી પર જવું જરૂરી છે.

થોડી જ વાર માં બીજો સીન આવે છે જે દિવાળી નો છે બધા ફટાકડાં ફોડે છે ત્યારે આ બાળક સિડી નીચે બેઠો હોય છે તેના પિતા આવે છે એટલે તેમને કહે છે, "પપ્પા ચાલો ને ફટાકડાં ફોડવા જઈએ " ત્યારે તેના પિતા કહે છે, 'બેટા તું ફોડ મારે તો નોકરીએ જવાનું છે' અને ફૂટતાં ફટાકડાં અવાજ માં પિતા ને જતા બતવાવ માં આવે છે.ત્યારે ખલીલ ધનતેજવી શેર આપણ ને background માં સંભળાય છે.

"અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે;
તમે ઘરે દીવો પ્રગટાવ્યો અમે જાત ને બાળી છે.
.....
દર તહેવારે જીદે ચડતી કંઈ ઈચ્છાઓ પંપાળી છે;
મનમાં કઈક હોળી સળગે ચહેરા પર દિવાળી છે."

અને ત્યારે નારાજ થયેલા દીકરા તરફ પાછું વળી ને પિતા જુવે છે ત્યારે દિકરો હલકી નાજુક સ્માઇલ આપે છે અને હાથ લાંબો કરી ને બાય કરે છે પિતા પણ જાણે પાછા આવી ને એની સાથે રમવા માંગતા હોય એવું લાગે છે પણ મજબૂર પિતા ગાડી ચલાવી મૂકે છે.

ત્રીજો સીન હોય છે ને એમાં પિતા સવાર માં બાઈક પર સવાર થઈ ને નોકરીએ જવા માટે તૈયાર હોય છે ત્યારે બાળક તેમની પાસે જાય છે અને કહે છે,"પપ્પા મને સાયકલ લાવી દો ને જોને મારા બધા ભાઈ બાંધો સાયકલ ચલાવે છે એમની બધા જોડે સાયકલ છે મને પણ લાવી દો ને" ત્યારે પિતા કહે છે ," બેટા મારા ટૂંકા પગમાં સાયકલ તો શું સાયકલ નું ટાયર પણ લાવવું મુશ્કિલ છે" ત્યારે દિકરો
થોડો ચિડાય જાય છે અને કહે છે કે તમે દર વખતે એવું જ કરો છો ત્યારે પિતા કહે છે કે "બેટા એમાં મારી મજબૂરી છે સરકારી નોકરી નાં ટૂંકા પગાર માં થી કેટલું બધું પૂરું કરવું
આ સીન જોતો તો આપણાં, આમ, આપણા રુવાંટી ઉભી થઇ જાય.

પણ અહીં બાળક ની કેટલી સમજ છે પિતા ના ગયા પછી બાળક કહે તે જોવા જેવું છે પોતાને જ બાળક કહે છે તે છેલ્લાં વાક્યો આપને હલબલાવી મૂકે છે

"કોઇને તકલીફ નાં પડે એ માટે નોકરી કરતા મારા પપ્પા એમની આવી હાલત."
"પપ્પા હું આજ પછી તમારી આગળ કાઇ જીદ નઈ કરું નવા રમકડાં ,ચોકલેટ કે આઇશક્રીમ કાઇ જ નઈ"

અને સ્લો મોસન માં ફિલમ ધી એન્ડ આવે છે દિનેશ સિંધવ ની અને વિશાલ ઠક્કર ની જોરદાર એક્ટિંગ છે અને આપણે એ મેસેજ આપવાનો પપ્રયત્ન કર્યો છે કે આપણા માટે દિનરાત મહેનત કરતા પોલીસ પરિવાનું ગુજરાન કેમ ચાલતું હસે.

માત્ર દસ કે પંદર હજાર ના પગાર માં તેમનું ઘર કેવી રીતે ચાલે? હાલની મોંઘવારી ની તો આપણે ખબર જ છે ! પેલ્ટ્રોલ ,લાઈટ બીલ, સ્કૂલ ફી, ઘર ગથું,અને મનોરંજન, મોબાઈલ,મોબાઇલ રીચાર્જ, ગેસ આવી લીસ્ટ ગણવા જઈએ તો ખૂટે જ નહિ.

પોલીસને પછી કદાચ ના છૂટકે રિશ્વત નાં રવાડે ચડવું પડતું હશે અને આપણે આપણાં ગુનાઓ છુપાવા માટે હે ને?


3-12-21
શુક્રવાર