થર્ડ જેન્ડર : ટ્રેન સફર Makwana Mahesh Masoom" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થર્ડ જેન્ડર : ટ્રેન સફર

૭-૮-૨૦૨૧,
શનિવાર,


ટ્રેન સફર


આપણે આપણા જીવનમાં ઘણી સફરો કર્યે છીએ પણ આજે વાત કરવી છે ટ્રેન ની સફર ની

આપણાં દેશમાં ટ્રેન ની શરૂવાત ૧૮૫૩ માં થઇ જે અંગ્રેજો એ પોતાના નીજી સ્વાર્થ માટે કરી હતી.પણ ખેર જે હોય એ અંગ્રેજો એ પોતાના નીજી સ્વાર્થ માટે તો સ્વાર્થ માટે પણ
એમણે ટ્રેન આપણાં દેશમાં ટ્રેન શરૂ કરી અને એ એક આશીર્વાદ રૂપ બની કારણ કે, એકી સાથે એ કેટલા બધા પેસેન્જર ને મુસફરી ની સુવિધા પૂરી પાડે છે એકી સાથે કેટલાં માલ ની હેરા ફેરી કરે છે.પહેલાની જે ટ્રેનો હતી એ કોલસા થી ચાલતી હતી.અને હવે... ડીઝલથી....પણ છોડો એ બધું આપણે ટ્રેનો ઈતિહાસ નથી ખોળવા બેસવું.

આપણે વાત કરવી છે મે ટ્રેનમાં કરેલ એક રોમાંચક સફરો ની અને મુસાફરી ની.હું હમણાં ગયાં વરસે નહિ ને એના ગયા વરસે જ પહેલી વાર ટ્રેન માં બેઠો હતો.એમાં મને ઘણા સારા નસરા અનુભવો થયાં. નવરાત્રી આવતી હતી એટલે હું ને મારા મામા નો દિકરો અમે બેય આમતો પેલાં ટ્રાવેલ્સ માં જવાના હતા. પણ પછી મને એક નવો અખાતત્રો સુજ્યો કે લાવને આમ પણ ટ્રેન માં કોઈ દી બેઠા નથી તો એ બાને ટ્રેનમાં બેસવાની ઈચ્છા પણ પૂરી થઈ જાય ને !

અમે રેલવે સ્ટેશન ગયા ને ટીકીટ બારી એ જઈને પૂછ્યું તો, બે ટ્રેન હતી અમદાવાદ અને જૂનાગઢ અમારે વિરમગામ જવાનું હતું એટલે અમે વિરમગામ ની ટિકીટ લીધી. ભાયાવદર ટુ વિરમગામ ટ્રેન તો આવવાની હજુ વાર હતી એટલે હુ અને સંજય ગપ્પા મારતા હતા.અમે એક સાઈટ જઈ બેય બેઠા. ત્યારે સામેથી ત્યારે કેટલીક છોકરીઓ કદાચ કૉલેજ જતી હસે માટે તે ટ્રેનની રાહ જોતી હતી.કદાચ તે ઉપલેટા જ જતી હસે. એ છોકરીઓ નો મોહક અંદાજ એનું સ્મિત એવું તે રેલાતું હતું કે ગમે તેને પોતાની તરફ આકર્ષી લે ..જેમાં એકે લાલ ડ્રેસ પહેર્યો હતો અને એનાં ગળાનો દુપટ્ટો હતો તે હવામાં લહેરાતો હતો,અને બીજીએ જીન્સ પેન્ટ પહેર્યું હતું અને વ્હાઇટ ટોપ,ત્યાં બીજી પણ ઘણી બધી છોકરીઓ હતી પણ એમાંની આ બે વધુ આકર્ષક લાગતી. બંને એક બીજાની વાતોમાં મસગુલ હતા.. અમે એમને જોઇ રહ્યા હતા મને લાગ્યું અને જોઇને તો ભલભલાં જવન્યાં નાં મારા મોં થી.. આહકાર..નીકળી જ જાય બોલી .તો હું ને સંજય પોતાની વાતો બંદ કરી બે ઘડી તો એમને જ નીરખી રહ્યા.અમે વિચાર્યું કે ટ્રેન મા બેસ્સુ ત્યારે તેમની જોડે વાતો કર્સુ ને વાત વાત માં મિત્રતા પણ કરી લયસુ.

થોડી વારે ટ્રેન આવી અને અમે ટ્રેન માં જઈ ચડ્યા. મારે નજર પેલી હસતી તી તે બે હસીના પર જ હતી.અમે પાછલા ડબા માં ચડ્યા પણ એ હસીનાઓ આગળ ગઈ પણ ટ્રેઈન માં ના ચડી..મને તે ના ગમ્યું...મે જે વિચારેલું હતું અને કેટલાય મનસૂબા ઘડેલા હતાં બધા પાણી માં ગયા હોય એવો અહેસાસ થયો.પણ છોળો પછી તો મેં માની લીધું કે હસે ભઇ હવે હોને કો કોન ટાલ સકતા હૈ.

ટ્રેન તો મા ભીડ બહું હતી .એટલે બધાનો કલબલાટ ચાલુ હતો.બધા પોતપોતાની જગ્યા ગોતવા માટે મથતાં હતા.ટ્રેન મા જાણે આજે અઢારે વરણ ભેગી થઈ હોય એવું લાગતું તું.કોઈનું છોકરું રોતું તું, કોઈ ડોહી ડોહા ને હાથ પકડી ને તેમની જગ્યા એ બેસાડતા હતા.પણ આપણે તો એક સારી જગ્યા ગોતવામાં હતાં.પણ ક્યાંય ખાલી નોતી જગ્યા. સંજય તો એના જાણીતાની બાજુ માં બેસી ગયો હતો. પણ હું ક્યાં બેસું? એટલે ઉપરની બાજુએ એક બાજુ એક ભાઈ સુતા ને બીજી બાજુ ખાલી હતું એટલે હું એમાં ચડી ગયો. ટ્રેન ને સ્પીડ પકડી..ત્યારે આજુ બાજુ ના લોકો નો પરિચય કર્યો અને મુસાફરી માં સમય પસાર કરવા કેટલીય વાતો ઉખેળતા.

હું ઉપર હતો મારી પાછળ જાળી હતી. તેની પેલે પાર નાના ભૂલકાઓ હતા.જે ક્યાંક ફરવા જ્યાં હતા એની વાતો કરતા તા અને પછી જનરલ નોલેજના પ્રશ્નો પૂછવા લાગેલા. એ બાળકો એટલું કડડાટ હિંદી બોલતા હતા તે જોઈ મને નવાઈ લાગતી કારણ કે આપણે તો ખાલી ફિલ્મ માં જ હિન્દી બોલતાં સાંભળતા.પણ આજે રૂબરૂ તેમની કાલી ઘેલી વાતો સાંભળવાની મજા આવતી.હું તેમની સામે જોતો હતો અને મલકાતો હતો.

એમને રકઝક કરતા તા કે , ગાંધીજી કા જન્મ કહાં હુઆ થા.છોકરો કેતો તો, એમદાબાદ અને નાનીછોકરી પોરબંદર કેતીતી. આ હોય હું હસ્તો તો. પણ છોકરો તે છોકરીનું માનતો જ નતો પોતાની વાત પર અડગ હતો.એમાં છોકરી સાથે અન્યાય થતો જોય મે છોકરાને કહ્યું , વો સચ તો કહતી હે ગાંધીજી કા જન્મ પોબંદર મે હિ હુઆ હૈ,પેલો કે આપકો કેસે પતા ,મે કીધુ "મે ગુજરાત કા હું ઇસલિએ મુજે પતા હૈ. આમ, મહા મહેનતે એને સમજાવ્યો એ કહે કે ,મેંને કહી પઢા થા, મે કીધુ વો ગલત છપ ગયા હોગા.. ભઇ...જેમ તેમ મેં એ વાત ને ટાળી ને હું મારો ફોન મચેડવા લાગ્યો.

અમે જેતલસર જંકશન પહોચ્યા ત્યાંથી અમારી ટ્રેન બદલવાની હતી અમે તેમાંથી ઊતર્યા અને બીજી ટ્રેન માટે ઊભા રહ્યા. થોડી વારે પ્લેટફૉર્મ એક પર અમારી ટ્રેન આવી. અમે ચડ્યા તેમાં પણ પેલી ટ્રેઈન કરતા આમાં વધુ ભીડ હતી પગ મૂકવાની પણ જગ્યા નોતી. હૂને સંજય દરવાજા પાસે ઊભા રહ્યા અને બહાર નો નજારો જોવા લાગ્યા ખેતરો ,ગામ ,ખેતરોમાં કામ કરતા મજૂરો મજૂરો તો ટ્રેન જોવા કામ મૂકી ઉભા થઇ ટ્રેન જોવા લાગતા પણ આ જોઈ મને કંઈ નવાય નતી લાગતી કારણ કે આખરે હું પણ એક મજુર નો જ દીકરો છું અને અમે પણ કામે જવી એટલે ટ્રેન પાટા નજીક વાડી હોઈ અને ટ્રેન આવે એટલે બધુ કામ પડતું મૂકી ટ્રેન જોવા લાગી જતાં ને અને કોઇને ,નાં ઓળખતા હોય તોય હાથ લાંબા કરતા હત પણ આજ પેલી વાર ટ્રેન માં આજ હું બેઠો અને આજ મને કોઈ હાથ લાંબો કરે છે એ જોઈ ખુશ થઈ હું જૂની યાદોમાં સરી ગયો.

હું વિચારો માંથી બાર આવ્યો ત્યાતો મારી આસપાસ ભીડ જામી ગઈ હતી મે વિચાર્યું કે ભીડ માં રેવા કરતા છેવાડે રહીને આ બધું જોયા કર્યે પણ તોય જગ્યા માટે મથતાં હતા.અનુભવીઓ નું કહેવું હતું કે રાજકોટ આવતા સુધી માં ટ્રેન ખાલી થય જસે અને થયું પણ એવું. રાજકોટ આવતા ટ્રેન મા ભીડ ઓછી થઈ.ત્યાં અમે ઘડીક ઉતરીને નાસ્તો કર્યો, વડા પાવ ખાધા.

અડધાકલાક પછી ટ્રેન ઉપડી અને અમારી બાજુ માં એક ભાઈ આવ્યા અમે તેમની સાથે વાતચીત કર વાત વાત એમને કીધું કે હું કોળી છું.એ પણ મજૂરી એ થી ઘરે જતા હતા નવરાત્રી કરવા એમના સાથે એમના પત્ની અને બે બાળકો હતાં.

હું અને સંજય ફોનમાં ટિકટોક જોવા લાગ્યા. લગભગ એક વાગે અમે સુરેન્દ્રનગર પહોંચ્યા.અમે ત્યાં પણ નાસ્તો કર્યો પછી ટ્રેન ઉપડી.હજી ધીરે ધીરે ટ્રેન ઉપડતી જ હતી ત્યાં એક સ્ત્રી ઉતાવળે પગલે ટ્રેન પકડવા માટે મથી રહી હતી મારી નજર ત્યાં પડી.એના રૂપને જોઇ ને મનમાં વિચાર આવ્યો કે આને ઘડવા માટે પરમાત્મા એ ખાસ્સો ટાઈમ લિધો હસે હો... એનું વર્ણન કરવામાં મારી પાસે શબ્દ ખૂટે છે પણ મે સંજય ને ઈસરો કરી ને તેને બતાવી અને તે પણ તેને જોવા લાગ્યો ,એની કાળી ભમ્મર જેવી આખો,નાના પણ ગુલબની પાંખડી જેવા હોઠ,લીલી સાડી ખભે સાડીપીન નાખેલ હતી તે સ્ત્રી તે ટ્રેન પકડવા દોડતી હતી .તેથી દોડતા તેની પાતળી કમર દેખાતી પણ જાણે કોઈ પાક્કી ગુજરાતણ લાગતી હતી તથા તેના કાળા રેશમી વાળ જોતા તો એ બીલકુલ સોલે ફિલ્મ ની હેમા માલિની જેવી ભાસતી હતી. આ દ્રશ્ય ખાલી હું નહિ પણ દરવાજા પાસે ઉભેલા દરેક યુવાનો જોય રહ્યા હતા.એ લોકો પણ વિચાર તા હસે કે, આ યુવતીને વરેલ પુરુષ એ કેટલો ભાગશાળી હશે. એવો વિચાર બધાંનેvથતો હશે.અને એને ટ્રેન માં ચડાવા માંટે યુવાનો હાથ લંબાવતા હતા.પણ એ કંઈ એમ કોઈ ની મદદ લે એ યુવતી તો કોઈ ની સહાય ન લીધી અને જાતે જ ટ્રેન પકડી ને ચડી ગઈ.

જેવી એ યુવતી ટ્રેન માં ચડી અને બધાય તેને જોઈ અચંબો પામી ગયા આ શું??અને હું શું જોવું છું ! કે એ સ્ત્રી પોતાની સાડી પોતાના નેફામાં ખોસી ને,સહેજ બે પગ પહોળા કરીને, પોતાનાં બે હાથો ફેલાવી ને જેમ બાજરાનો રોટલો ટીપે એમ
એ પોતાનાં હાથ થી ટાલોટા પાંડવા લાગી અને પૈસા માગવા લાગી.બે ઘડી તો વિશ્વાસ જ ના આવ્યો પણ પછી ખબર પડી કે આ.. આ.. આ..એક સ્ત્રી નહિ પણ એક થ્રી જેન્ડર છે!!! ગુજરાતી માં કહું તો તેને બહુચર માના છોરુ કહેવાય અથવા છક્કા કે પાવયા , ફાતડા ,તરીકે આપણે એમને ઓળખીએ છીએ તે" નહતી પુરુષ કે નહતી સ્ત્રી" પણ એને રૂપ કેવું લોકો ને પાગલ કરી દે તેવું ને...?પહેલા જે જોયેલું અને મનમાં જે ધારણા કરેલી એનાથી તો આ બિલકુલ વિપરીત હતું !. પહેલી વાર જ્યારે તેને જોયું ત્યારે એના પ્રત્યે બહુ માંન થયું તેના પ્રત્યે આકર્ષણ થયું પણ જ્યારે એની હકીકત ની ખબર પડી મે કે તે ત્રીજો પુરુષ છે તો ત્યારે એના તરફ ધૃતકાર થયું તિરસ્કાર ની ભાવના જાગી.

અને કર્મ સંજોગે એ અમારી બાજુમાં જ આવી ને ઉભી રહી. હુ એને શું કહું ?શું કરું?કઈ સમજાતું નહોતું હું ચૂપ જ રહ્યો .તેની સામુ પણ ના જોયું.અને એના વિશે વિચારવા લાગ્યો કે પેલો નજરે કોઈ પણ થાપ ખાઈ જાય કે સ્ત્રી જ છે કોઈ એમ માનવા તૈયાર જ ન થાય કે એ થ્રી જેંડર હસે .એટલું ગોરું રૂપ અને ઘાટીલું શરીર ભગવાને બનાવ્યું પણ એમાં એક ખામી મૂકી દીધી શા માટે?. એ જે કઇ પણ છે પણ એમાં એનો તો કંઈ વાંક નથી ને?.

ટ્રેઈન માં જગ્યા નહોતી . પણ એને એક ભાઈ ને ઉભા કરીને પોતાની જગ્યા રોકી લીધી. પણ રૂપ જેટલુ સુન્દર હતું એટલા જ એના વિચારો પણ સુંદર હતાં હો..અને એ મે જોયું પછી તેના પ્રત્યે માન થયું સનમાન પણ થયુ...કેમ કે થોડી જ વાર પછી .....ટ્રેન આગળ ચાલી ને વચમાં એક સ્ટેશન આવ્યું ત્યાંથી કેટલીક છોકરીઓ આવી ટ્રેન માં ચડી અને તેમની પાછળ કેટલાક છોકરા પણ આવ્યા તે છોકર્યું પાછળ આવી તેમની નજીક ઊભા રહ્યા અને અડપલાં કરવા લાગ્યાં આ જોઈ પેલી થ્રી જેન્ડર થી નાં રહેવાયું અને પોતાની જગ્યા એથી ઉભી થઇ પેલી છોકરીઓ ને બેસવાની જગ્યા કરી દીધીને પોતે ઊભી થઈ ગઈ અને બોલી, "સોડી આય બેહો લફંગાવ ને તો હું જોવ સું...!

અને હવે અમારું stations આવી ગયું હતું વિરમગામ એટલે અમે અમારા સ્ટેશન પર ઉતરી ગયા આ હતી મારી ટ્રેનની મુસાફરી નો પહેલો જ અનુભવ હતો અને તે મને
જણાવતા ખુબ આનંદ થાય છે.
પેલી થ્રી જેન્ડર ની દયા કરુણા મને ગમ્યું બધાં ને આપણે જેવા ધરવી એવા નથી હોતાં તમે શું માનો છો.

મકવાણા મહેશ "માસૂમ"

આપનો પ્રતિભાવ જરૂર આપશો.

શું તમને આવો અનુભવ થયો છે કોઈ દિવસ.?