Jagu and Raghu books and stories free download online pdf in Gujarati

જગુ અને રઘુ

બે છોકરા ઓ રસ્તા પર થી ચાલી ને જઈ રહ્યા હતા બંને ભાઇ જ હતા. એક નું નામ જગુ અને બીજાનું નામ રઘુ.
રઘુ આશરે નવ દસ વર્ષ નો હસે જ્યારે જગુ આશરે પંદર સોળ વરસ નો હસે. બને રસ્તા પર ચાલ્યા જતા હતા તેમનાં ચહેરા પરથી બંને ખુશ જણાતા હતા .

બંને કોઇ વાત પર હસી રહ્યા હતા અને હસતાં હસતાં રઘુ ને ઉધરસ ચડી જાય છે અને આ ઉધરસ ના કારણે તેને ગળે ડૂમો ભરઈ ગયો અને રઘુ થુંકવા પડે છે છે રઘુ રોડની સાઈટ મા હતો અને તેને થૂંક આવતા એ જલ્દી થી થુંકી દે છે આ થૂંક હજી જમીન પર નહોતું પડ્યું હવાં માંજ હતું ત્યાંરે ત્યાંથી ખુબ જ ઝડપથી એક ગાડી પસાર થઇ અને તે હવામાં જ ઊડતું થૂંક ગાડી પર પડે છે.

ગાડી ચાલક અરિશા માંથી આ જોઈ જાય છે.અને ફૂલ સ્પીડ માં જતી ગાડી આગળ જઈ સોટ બ્રેક મારી ગાડી ઉભી રાખે છે આ બધું માત્ર પાચ દસ સેકન્ડ માં થયું ગયું હતું. રઘુ ના થુકવાના વર્તન થી જગુ તેને ઠપકો આપતા તેને માથે તપ્લી મારે છે અને આગળ ચાલવા લાગે છે. એટલી વાર માં ગાડી ચાલક ગાડી ઉભી રાખી ને ગાડીનો દરવાજો ખોલી ને ઝડપ ભેર જગુ અને રઘુ તરફ આવે છે અને ખુબ કડકાઈ થી બોલે છે,' કોણ હતું એ...કવ છું... કોણ હતું એ..મારી ગાડી પર થુક્યું હે .. કોણ છે એ....બોલ..બોલ..? આ વ્યક્તિ ને જોઈ રઘુ અને જગુ ડઘાઈ ગયા તેમને તો ખબર જ ના પડી કે... આ.?.

આ વ્યક્તિ ના ઉગ્ર વર્તન થી રઘુ ખુબ ડરી ને રડમસ થઈ ગયો તેની આંખમાં જળજલિયા આવી ગયાં.પણ જગુ ડર્યો નહોતો એ તેની સામે છાતી કાઢી ને ઉભો હતો જગુના આવા વર્તન થી ગાડી ચાલક ને જગુ પર જ શક પડ્યો અને તે ત્રાડ નાખી બોલ્યો,' સાલા.... મારી ગાડી પર થુંકે છે..હે..!..અરે .. તારી જિંદગીમાં કોય દી આવી ગાડી જોઈ છે.. ચાલી ..!...ચાલી..લાખ ની છે. ચાલી લાખ ની.છે આ કાર...ચલ ! ચલ સાફ કર ચલ!..' એમ કહી પોતાની ગાડી તરફ હાથની આંગળીનો નો ઈસરો કર્યો પરંતુ જગુ નિર્દોષ હતો તેથી તેને જવા માટે ઇનકાર કર્યો અને આ જોઈ પેલી વ્યક્તિ વધુ ઉગ્ર બની અને જગુની શર્ટ નો કાઠલો ઝાલ્યો જગુ છોડવાનો પ્રયત્ન કરે છે અને એવા માં જગુ જમીન પર પડી જાય છે પેલી વ્યક્તિ ક્રોધે ભરાઈને ને જગુ ને પગ પર પેટ પર નિર્દયી બની પાટે પાટા મારે છે ને એમ કરી ને જગુ નો કાઠલો ઝાલી ને જગુ ને ગાડી તરફ ઢસડી જાય છે,' ચલ સાલા..!' ની જગુ ને આખો માંથી પાણી ટપકવું ટપકવું હતું.

રઘુ હજી ત્યાજ ઉભો હતો અને આ બધું જોતો હતો .જગુ હજુ પેલા વ્યક્તિ ના પંજા માંથી છટકવા મથે છે પણ છટકી શકતો નથી. તે વ્યક્તિ પોતાની ગાડી પાસે જગુ ને લાવી ને પછાડે છે. તે વ્યક્તિ ગાડી પર રઘુ દ્વારા થુકાયેલ થૂંક ને જગુ ને બતાવે છે અને કહે છે,' સાલા મારી ગાડી ખરાબ કરી નાખી ...ચલચલ ચલ ચાલ..જલ્દી સાફ કર ,' એમ કહી રઘુ નાં માથા માં થાપડ મારી..

જગુ તે થૂંક ને જુવે છે અને પોતના ખરડાયેલા હાથે એ થૂકને સાફ કરે છે. આ જોઈ પેલા વ્યક્તિ નો ક્રોધ થોડો શાંત થયો પણ ગાડીનો દરવાજો ખોલી પેલા અંદર બેઠાલા વ્યક્તિ ને કહ્યું,' આ ગામડિયા ગમાર ગરીબ અભણયા.... સાલા... આવાજ જ હોય ,આ લાતો નાં ભૂત વાતો થી ના માને !..અરે આમને તો સબક શીખડાવવી જ પડે...સાલા એ સપનામાંય આવી ગાડી જોઈ નહી હોય ને મારી ગાડી પર થૂંકે છે..લે...' અને વિચિત્ર મો કરી જાણે કોઈ મહાન કામ કર્યું હોય એવો ગર્વ અનુભવે છે.પછી ગાડી ચલાવવા લાગે છે.ગાડી ચાલી ગઈ પણ જગુ હજી ત્યાંને ત્યાજ પડ્યો છે જ્યાં તે વ્યક્તિ એ તેને પછાડ્યો હતો જગુ હજુ ત્યાં બેઠો હતો અને ગાડી પરના લુચેલા થૂકથી ભીના થયેલા હાથ ને બાઘા ની જેમ જોઈ રહ્યો હતો. આંખમાં આંસું હતા પણ હાથ જોઈ ને વિચિત્ર પ્રકાર નું હસી રહ્યો હતો.

ત્યારે પાછળથી રઘુ દોડીને રડતો રડતો જગુ પાસે આવે છે.
જગુ ના ખભા પર હાથ રાખી, ' ભાય ....ભાય... એ ભાય.!' જગુનો ખભો પકડીને રઘુ જગુને હલબલાવે છે.જગુ ઊંચું જુવે છે.રઘુની અને જગુની આંખો મળે છે. બંને નિશબ્દ એક બીજાને જોઈ રહ્યા ....




મહેશ મકવાણા.

નોંધ: આ એક સત્ય હકીકત ઘટના છે આ બનાવ મારા જાણીતા એક વ્યક્તિ સાથે બન્યો હતો પણ આમાં મે એમના પાત્રો નામ બદલ્યા છે તેથી કે આ વાતની જાણ એમને થશે તો કદાચ તેમને શરમ અનુભવાશે..

પણ ,હવે તમે જ કહો આ વાત દ્વારા શું સાબિત થાય છે.....?

જો જગુ ની જગ્યા એ તમે હોય તો....?

તો શું તમે રઘુ નું નામ આપી દેત !

કે પછી કઈક બીજું જ પગલું ભરેત?

ગાડી ચાલક ના વર્તન વિશે તમે શું કહેવા માંગો છો...?

શું એનું વર્તન યોગ્ય હતું.?

રઘુ અને જગુ બંને એક બીજાની આંખમાં શું જુએ છે..?

શું આપની જોડે પણ કોઈ આવો બનાવ બન્યો છે. .?

આપનો પ્રતિભાવ જરૂર આપજો....



🤔🤔🤔
🙏🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED