Older generation names books and stories free download online pdf in Gujarati

જૂની પેઢીનાં નામો

નમસ્કાર વ્હાલા વાચક મિત્રો,

મિત્રો આજે મારે આપણી જૂની પેઢી નાં કેટલા નામો વિશે નો ચર્ચા કરવી છે. ખરેખર પહેલા નામ લખણ જોઈએ ને પડતાં હતા એવું માનવામાં આવે છે.પેલી કહેવત તો તમે સાંભળી જ હશે.

પુત્ર નાં લખણ પારણા માંથી
વહુ ના લખણ બારણાં માંથી

તો મતલબ કે પુત્ર નાં લખણ જ્યારે માં બાપ પારણા માંથી જ જોઈ લેતા હશે પણ સવાલ એ થાય કે માત્ર છ દિવસ માં લખણ કેમ ખબર પડી જાય? છઠ્ઠા દિવસે નામ રાખવામાં આવે

હવે એ જવાદો મારે જે વાત કરવી છે એ વાત પર આવું મારા જાણીતા કેટલા નામો તમને જણાવું મને આ નામો સાંભળી ને વિચિત્ર પ્રકાર ના ચિત્રો મગજ માં આવે છે. શરૂઆત હું મારા દાદા ના નામ થી જ કરું મારા દાદા નું નામ ભોપાભાઈ છે હવે તમે કહો ભોપાભાઇ વાચી તમારા મન ક્યાં વ્યક્તિનું ચિત્ર આવ્યું? અથવા તમે આ નામ વાળા વ્યક્તિ નું કલ્પના કરો કેવા હશે?

મારા પપ્પાના નામ વિશે કહું તો એમનું નામ ગેમર ભાઈ છે મને થયું આ કેવું નામ છે સ્કૂલમાં પપ્પાનું નામ પૂછે તો કોઈને લખતા નાં આવડે અથવા સાંભળવા માં ભૂલ કરે ગેમર ભાઈ ને બદલે હેમર ભાઈ કે ખેમર ભઇ કરી નાખે, કાંતો જેમર કરી નાખે, પછી મારે એક એક અક્ષર બોલવો પડે! ગે... મ... ર... ભાઈ..પછી સમુ આવે બોલો!


અમારા જ ગામમાં એક બીજા વ્યક્તિ છે જેમનું નામ ખોગભાઈ છે કેવું વિચિત્ર નામ છે નઈ? અને તેમના પિતા શ્રી નું નામ હલુંભઇ છે આ ખોગાભઇ કે હલુંભઇ બે માંથી એકેય ને મે જોયા પણ નથી પણ એમના નામ યાદ રહી ગયા છે.હવે તમે જ કહો આ ખોગભાઇ નાં નામનો કોઈ મીનિંગ થાય છે?
ખબર હોય તો કૉમેન્ટ કરજો.

એવું જ એક વિચિત્ર નામ છે મારા ભઇ નાં કાકા સસરા નું એટલે કે અમારે વેવાઈ એમનું નામ "બોઘાભાઈ" છે બોલો! હવે મને તો બોઘભાઈ સાંભળું એટલે બોઘા પડી ગયેલું કોઈક વાસણ નું જ ચિત્ર મનમાં ઉપસી આવે છે.

એક નામ છે બીજું જે મારા દાદાના ભઇ થાય તેમનું નામ ચિકા ભાઈ છે તો ચીકા બાપા નું નામ સાંભળું એટલે મારા નજર આગળ ચીકુ નું ચિત્ર આવી જતું હોય છે.

મારા મોસાળ માં ના કેટલા નામ પણ એવા વિચિત્ર છે ત્યાં નાં નામો કહું તો ત્યાં ગલાભાઈ છે હવે તમે કહો આ ગલા મીન્સ ?
પેલું ગીત છે ને....

"દિલ દિયા ગલ્લાં........."

અરે ! તમને પણ યાદ આવ્યું ને એ ગીત તો પછી! હવે એક બીજું એવું જ નામ છે મારાં ડુઘાબાપા હું તો ડુઘાબાપા નું નામ સાંભળું તો મને અમારું ઘર બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે મેં પ્લાસ્ટ માટે સિમેન્ટ નો ડુંઘો બનાવેલ મને તો ત્યારે એ ચિત્ર નજર સામે આવે.

એક એવું બીજું નામ છે પોલા દાદા હવે બોલો આ અમારા પોલા દાદા એટલા બધા પોલા હશે કે એમનું નામ પોલા ભાઈ પાડી દીધું.

હજી પણ બીજા નામો છે એમાં એક છે ખેમાં ભઇ હાલો તમે જ કહો આ નામ સાંભળી તમને શું વિચાર આવે છે આ નામ વાળા વ્યક્તિ કેવા હશે?તમને કેમ લાગે છે ?

એ જમાના માં અમુક પ્રકાર ના નામ અમુક લોકો જ રાખી શકતા હતા જેમ કે અમુક લોકો ના નામ પાછળ સિંહ લગાવવામાં આવતી એવું વધુ ભાગે રાજપૂત દરબાર માં જ જોવા મળતું. જેમકે યુવરાજ સિંહ , રાજસિહ, વિક્રમસિંહ, વગેરે ...જ્યારે ચારણો માં અમુક જ્ઞાતિ માં ભા લાગતું જેમ કે રાજભા,બચુંભા,વજુભા, ધમાં ભા વગેરે વગેરે.

એ તો ઠીક છે પણ હું વાત કરતો હતો કે આપણાં જૂના નામ વિશે ની તો હવે છેલ્લે છેલ્લે કેટલા નામો ની યાદી અહીંયા મુકતો જાવ છું. મારા પરિચિત માં હોય એવા અથવા કોઈ નાં મુખે સાંભળ્યા હોય એવા નામ છે તે આ રહ્યાં પેલ્લે થી જ કહી દઉ છું મારા દાદા થી જ.Ok

ભોપભાઈ
ખોગાભાઈ
ચિકાભાઈ
બોઘા ભાઈ
ગલા ભાઈ
ડુઘાં ભાઈ
પોલા ભાઈ
ખેમા ભાઈ
ઝીણા ભાઈ
નાનું ભાઈ
જાયા ભાઈ
નાગર ભાઈ
ફૂલા ભાઈ
ધૂડા ભાઈ
અજુ ભાઈ
રતું ભાઈ
વાલા ભાઈ
શંકા ભાઈ
ટભા ભાઈ
કાળું ભાઈ
છગન ભાઈ
માલુ ભાઈ
ધીરુ ભાઈ
હસુ ભાઈ
ગેમાં ભાઈ
ટીના ભાઈ
કસ્યા ભાઈ
ધનાં ભાઈ
ગગજી ભાઈ
અમથું ભાઈ
સુખા ભાઈ
દોલા ભાઈ
મફા ભાઈ
પસ્યા ભાઈ
પથું ભાઈ
ભીખા ભાઈ
આત્યા ભાઈ
જુમાં ભાઈ
હલું ભાઈ
દામુ ભાઈ
ચમન ભાઈ
ગનાં ભાઈ
જગા ભાઈ
બચું ભાઈ
બહાદુર ભાઈ
હિમ્મત ભાઈ
ગડાં ભાઈ
બદા ભાઈ
બુધા ભાઈ
સુરા ભાઈ
જૂમાં ભાઈ
કમાં ભાઈ
પમાં ભાઈ
ગાંડા ભાઈ
નભુ ભાઈ
ગભુ ભાઈ
મેલા ભાઈ
કાળું ભાઈ
છેલ્લા ભાઈ
વીરા ભાઈ
પૂંજા ભાઈ
કુબેર ભાઈ
બીજલ ભાઈ
મોતી ભાઈ
હીરા ભાઈ

અરે બસ બસ ભાઈ હવે ઘણા નામો થઈ ગયા નઈ?
આવા તો કેટલાય નામ છે પણ .....હવે બસ ...હવે ..કહો તમને આમાં કોઈ બાકી રહી ગયા હોય એવા અને તમારા આ વિશે કાઈ કહેવું હોય તો છૂટ છે હો😄
કૉમેન્ટ કરી શકો છો......



મકવાણા મહેશ "માસૂમ"

10-12-21
શુક્ર વાર


બીજા રસપ્રદ વિકલ્પો