શ્વેત, અશ્વેત - 21 અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 46

    " આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથ...

  • ફરે તે ફરફરે - 24

    ફરે તે ફરફરે - ૨૪. "સાહેબ મને માફ કરો મારો કોઇ ખરાબ ઇરાદો નહ...

  • નાયિકાદેવી - ભાગ 31

    ૩૧ માલવવિજેતા ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગ...

  • ભાગવત રહસ્ય - 79

    ભાગવત રહસ્ય-૭૯   એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને...

  • The First Attraction

    " રિંકી નો મારામાં મેસેજ આવ્યો. તમે મને શુ માનો છો ?1. લવર 2...

શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - 21

મહાતીર્થ દલાલ એ પોરબંદર પાસે આવેલા એક નાના ગામના મોટા ઉદ્યોગપતિના છોકરાને એડમિશન આપ્યું છે. આ વાત મને ખબર નથી, પણ હા, મને એડમિશન મળ્યું નથી. હું એક છોકરી છું, તેથી એડમિશન મેળવવું અશક્ય જ છે. હું મારા રૂમમાં બેસી છું, દાદી ઘરે નથી, પપ્પા કામ પર છે, મમ્મી અને દેવિકા બહાર છે, નોકરો કામ પતાવી હાલ જ ગયા છે, ને મારી નજર અમારી હવેલીના કુવા પર છે. જો ત્યાં પાલી જાઉં, તો મારી લાશ જ મળશે. દેવિકા સાથે નો સંબંધ છોકરાવાળા તોડી નાખશે, પપ્પાનો ધંધો બંધ થઇ જશે, મારા ખંડ ને તાળું મારી દેશે, અને મારા અસ્તિત્વ ને ભુલાવી દેવાશે, હું એજ ગૂંગળામણ ફરી મારી જઈશ. મારી જોડે કોઈ હથિયાર નથી, મારુ કતલ થાય એવું તો હું વિચારી પણ ન શકું, નથી કે બારીમાં થી પડવાથી મારી મૃત્યુ થઇ જવાની. જો મરીશ નહિ તો જીવવું પડશે. હું વિધવા થઇ છું. અને મને હાલજ જાણ થઇ છે કે મારો ચોથો મહિનો જાય છે.
હું હવે શું કરીશ કૈજ સમજાતું નથી. પાસે ના સુમસામ રસ્તા પર ચાર જણ 'રામ, બોલો ભાઈ રામ' કહેતા એક મૃત અસ્થિને દરિયા કિનારે બાળવા લઇ જાય છે, અને અને હું તો જોઈજ રહું છું. દેકારા જ દેકારા છે. પણ પાછળ કોઈ નથી. કોઈ આવતું નથી, બસ એ મૃત દેહ ને મોઢે મરેલા તમાચા જેવા ચાર લોકો.
બાળક પાડી શકાય છે, એવું તો છ મહિના પહેલા ખબર પડી, અને આવી વસ્તુ તો વિચારી પણ ન શકાય. મને એક દીકરી છે, ગર્ભ જોતા એવું લાગે છે. દાદરા પરથી પડુ તો? એવું થાય પણ મારે આવું કરવું નથી.
એજ સમય એ મૃત દેહ બળે છે, પણ બિલકુલ, મને આ વાત કઈ રીતે ખબર હોય? મહાતીર્થ દલાલ અને મારા પપ્પા મિત્રો છે. એમના ઘરે કઈ હોઈ તો અમે બે દિવસ અગાઉ જ પોહંચી જઈએ. એમને તો વધામણી આપવા એમના ઘરે જવું પડશે.
પછી કોઈ દરવાજો ખખડાવે છે. અને હું દરવાજો ખોલવા જાઉં છું. હું દરવાજો ખોલુ એ પહેલા એક સાલ ઓઢેલી સફેદ સ્ત્રી મારી બારીની બહાર જોતા મને બોલાવે છે, નામથી નહિ, કોઈ અવાજ આપીને. સ્ત્રીનું મોઢું ખુલ્લું છે, પણ આંખો જોતા ગુસ્સો જણાય છે. સારી ઘરની છુ, એટલે સ્મિત આપી પૂછું છુ, 'જય શ્રી કૃષ્ણ. ઘરમાં આવોને.'
એ સ્ત્રી કોઈ જવાબ આપતી નથી, મને ડર લાગે છે. દરવાજો ફરી થી ખખડે છે. મને રાહત થઇ, હું દરવાજા તરફ જાઉં છુ, દરવાજા આગળ કોઈ નથી, પણ પેલી સ્ત્રી દોડતી દરવાજા તરફ આવે છે. એ સ્ત્રી બોલી સકતી નથી, તેને જોતા એવું લાગે છે. એને હું અંદર આવવા દઉં છુ. રેણુની માતાનું અવસાન થયુ છે, એટલે પાણી મારે લાવવું પડે છે. રણની જમીનની જેમ તે પાણી પી જાય છે, અને હું તો જોતી જ રહુ છું. તે તો એકદમ પાતળી છે, નાની છે. લાગે છે તે પણ કોઈ વિધવા છે. તેની શાલ, તેના કપડાં સફેદ છે. કદાચ તે પેલા મૃત દેહની કોઈ સંબંધી છે. પત્ની, દીકરી, શું છે?
હું તેની સાથે વાત કઈ રીતે કરું, એટલે હું તેને પૂછું છુ, બહેન શું તમારાથી બોલા તું નથી?
તે જવાબમાં માથું હલાવે છે.
અને મને એને જોઈને કરુણા થાય છે.
એ, હવે યાદ આવ્યું, આ તો શૈલજા છે.શૈલજાને હું તેના વિષે કઈ પૂછું તે પહેલા જ...