કમુડી.... वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કમુડી....

કમુડી....
💐🌹🌹🌹💐
. કમુ...! એટલે ગામ આખાની વ્હાલી.કમુ એટલે આખા ગામનું ઘરેણું.કમુ એટલે આખા ગામને હસાવતી સૌને ગમતી એક ગામડિયણ છોકરી.તેનાં આખા ગામમાં વખાણ થાય પરંતુ કોઈ મુરતિયો પરણવા પસંદ ના કરે તેવું પાત્ર.કમુ ગમે બધાં ને પરંતુ કોઈ તેને પરણવા રાજી નહીં. દેખાવ સામાન્ય.ઘઉં વર્ણો ચહેરો. આખા ગામને હસાવે પરંતુ તેના નિજી જીવનમાં ડોકિયું કરો તો રુદનનો રત્નાકર. કોઈને એ હસાવતી હોય ત્યારે એમ થાય કે આટલી સુખી અને બિંદાસ છોકરી છે? આમ તો હજુ એને પચ્ચીસ જ વરસ થયાં છે. પરણવાની ઉંમર હજુ હવે થઇ છે. તેનાં માં બાપ એટલે આખું ગામ.નાનપણમાં કાકા જોડે મોટી થઇ. કાકી ગજા ઉપરનું કામ કરાવે. ભણવામાં અનિયમિત કેમકે કાકીને કામ વહાલું હતું.ભત્રીજીની જિંદગી નહીં. બાપ નો માટીનો કાચો ઓરડો તેના વારસામાં મળેલો તેમાં રહી ને જીવતી કમુડી.... આખું ગામ એને કમુ નહીં પણ કમુડી કહી ને બોલાવે. ગામમાં પ્રસંગ હોય તો કમુડીના નામની બૂમ પહેલાં પડે. પહેલું તેડું કમુડી નું. કેમકે કામમાં કમુડી બધી રીતે કંચન હતી. હાથમાં જૂઠા બગસરાની ગોલ્ડ કલરની બંગડી જેમ ખણખણતી તેમ કમુડી ને કામનું સૂર ચડતું.
આમ જોવા જાવ તો તેને તેના પેટ માટે ઘરમાં ચૂલો કરવો ના પડતો. આખું ગામ કોઈ ને કોઈ પ્રસંગે તેને બે ટંક જમવાનું અને જરૂરિયાતના મંજૂરી કરતાં રૂપિયા મળી જતા. દિલની ઉદાર હતી.બધાંની તે બહેન હતી. રક્ષાબંધન વખતે ગામના જેટલા ભાઈઓને માં જણી બહેન નથી તેને તે વહેલી તૈયાર થઇ નવાં કપડાં પહેરી પૂજાની થાળી લઇ દરેક ભાઈને કાંડે કંકુવર્ણો ચાંદલો કરીમુખે મીઠાઈનો મુખે ટુકડો મુકી દરેક ભાઈનાં ઓવારણાં લેતી કમુડી... બહેન નથી તેવા ભાઈની બેન બનવાની તક તે ક્યારેય જતી ના કરતી.
ગામમાં ઢોલ રમવાથી માંડી ગરબા હોય. ગામમાં સફાઈ કામ હોય.કોઈ સભા હોય કમુડીની હાજરી હોય. માણો કમુડી વગરનું કોઈ કાર્ય ગામમાં ન થતું. કોઈનું સગું કરવાનું હોય તો ઓનલાઇન કમુડી સમાજ પક્ષના લોકો ને ગુણોનું વર્ણન કરી સગું પાક્કું કરાવીને જ જંપે. પરંતુ પોતાનું સગું શોધવામાં તે કાયમને માટે કુંવારી રહી જઈશ તેવો તેને મનમાં ડર હતોમા બાપ વગરની છોકરી માટે ગામ આખું છોકરો શોધતું પરંતુ તેને આખી જિંદગી વહેવાર કરવા માટે કોઈ વચમાં ના પડતું. કાકા કાકી કે કુટુંબ પણ આ છોકરીની સ્વછંદપણું જોઈએ નારાજ હતાં. કમુડી કુટુંબ અને કાકા કાકીનાં મેણાં ટોણા સાંભળી બહુજ કંટાળી હતી તેથી કુટુંબને તેણે વ્યવહાર ઓછો કરી દીધો હતો. કમુડી માટે કાયમનો આધાર ત્તેનો કનૈયો હતો. ઘરમાં એક ગોખલામાં મંદિર હતું.સવાર સાંજ તે કૃષ્ણભક્ત મીરાં બની જતી અને ગાતી..मेरे तो गिरधर गोपाल!दूसरा ना कोई ll સાચા મનથી પ્રાર્થના કરતી કમુ.વહેલી સવારે પરવારી તે આમંત્રણ હોય ત્યાં જતી અને આખો દિવસ તન મન થી કામ કરતાં થાકી જતી. ભગવાનને પ્રાર્થના કરતી ઊંઘી જતી. બધીજ જવાબદારી તેણે તેના કા'ના ને સોંપી હતી. તે મનોમન કહેતી કે મીરાં બાઇને મળ્યા તો મને નહીં મળે? નરસિંહ ને મળ્યા તો મને નહીં મળે? મારામાં શું કમી છે કે તું મને દર્શન નાં દે? મનોમન પ્રાર્થના સાંભળી એક વખત સવારના પહોરમાં કમુડીને દ્વારે સુંદર છોકરો આવી ને ઉભો રહી કમાડ ખખડાવ્યું. કોણ હશે વહેલી સવારે મારે આંગણે? માથાના વાળ સંકોરતી કમુ કમાળનું એક પડખું ખોલી જુએ છે તો કોઈ યુવાન તેના બારણે મિતમુખે અવકારા ની વાટ જોતો જોયો.થોડી શરમાણી અને એકલી રહેતી ઘરનાં કમુડીના બારણે આવી રીતના અજાણ્યાં પુરુષને જોઈએ થોડી ગભરાણી પરંતુ તેની અસ્વસ્થા જોઈ પેલો યુવાન બોલ્યો! ગભરાશો હું. મને બેસવાનું તો કહો? ઘરના ચોકમાં ઢોલિયો ઢાળી ને લોટો ભરી પાણી આપ્યું. ઘુટડો પાણી પીતા યુવકને કમુડીએ પૂછી લીધું. "આવી રીતના મારે આંગણે આજ સુધી કોઈ આવ્યું નથી અને વહેલી સવારે આવી રીતના આવવાનું કારણ?તમને હું ઓળખતી પણ નથી.તો તમેં કયાંના છો અને કોઈ કામે આવ્યા હોય તી બૉલૉ? યુવાન બોલ્યો... આમ તો આવવાનું કોઈ ખાસ કારણ નથી પરંતુ આખા ગામમાં તમારા કામની અને દુખીયાં ને હસાવનરીં કોઈ છોકરી છે તેવું અનેક વખત સાંભળ્યું હતું. હું આ ગામનો નથી પણ તમને ખાસ મળવા આવ્યો છું. વહેલી સવાર એટલા માટે કે તમેં વહેલાં કામે જતાં રહો. રાત્રે થાકી ઊંઘી જાઓ માટે સવારનો સમય તમારી જોડે મકવાણા જોવા અને વાતો સાંભળવા આવ્યો છું. હું હજુ અપરણિત છું. સુખી છું.મા બાપ બેન બધું છે.હું સારી સરકારી નોકરી કરું છું.મારે માત્ર મારા માટે યોગ્ય પાત્ર ની ખોટ છે.બાકી કોઈ તોટ નથી. અખૂટ ધન ભંડાર છે. માત્ર એક પત્નીની ખોટ છે. મારા સમાજમાં સાટા વગર કોઈ મને છોકરી પરણાવતું નથી.માટે હું તમારી કીર્તિ સાંભળી તમારે દ્વાર આવ્યો છું. હું નિર્ભય થઇ ને તમારો હાથ માંગવા આવ્યો છું. તમારી "હા" હોય તો હું તમારા હાથની 'ચા' પીશ. નહીં તો હું મારા રસ્તે......!!!
કમુડીએ હરખે 'ચા'ની રકાબી ડબ્બલ ભરી ભરીને આવનાર આગંતુંકને પાઈ અને કમુડીએ પીધી. ગામમાં ખબર પડી.વાજતે ગાજતે કમુડી પરણી ગઈ.આખા ગામને ઘેલું લગાડી ને સાસરે સીધાવી ગઈ.
(जिसका कोई नहीं l इनका है खुदा यारो ll)
🙏🏿 - सवदानजी मकवाणा (वात्तसल्य )