શાકાહારી બનો. वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાકાહારી બનો.

શાકાહારી બનો તાજાં શાકભાજી કાચાં ખાઓ.
🍉🍓🍒🍑🍐🍏🍎🍅🥕🍄🥦🥒🌶️🥝🍓🍌🍍🍋🍊
. ઈંડા કે માંસ ખાવું કે ના ખાવું તે બાબતે ભારતીય બંધારણ કોઈને મનાઈ નથી કરતું.
માંસ,ઈંડા વેચવા પર પણ બંધારણનો કોઈ પ્રતિબંધ નથી.
હા જયાં માંસનું વેચાણ થાય છે ત્યાં માખી,અન્ય જીવાતનો ઉપદ્રવ વધી જાય છે.માટે આવી જગ્યા પર સ્વચ્છતા અને તે પદાર્થને ઢાંકેલો રાખવો જરૂરી છે. નહીં તો તેને ખાનાર બીમાર પડવાના ચાન્સ વધી જાય છે.
સ્વયં શ્રીમદ ભગવગીતા માં ભગવાને ત્રણ પ્રકારના ભોજનનું વર્ણન કરેલું છે. સત્વ,રજસ અને તામસ. "કહેવત છે કે અન્ન તેવો ઓડકાર."આપણે જેવો ખોરાક ખાઈએ તેવા આપણા ઓડકાર આવે.માણસે જ નક્કી કરવાનું છે કે મારે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. ખાસ કરી ઉપનિષદ કહે છે કે જે જીભ વડે ચૂસીને પાણી પીએ છે તે જીવ માંસાહારી છે. ઉદા.સિંહ,શિયાળ,કૂતરો,બિલાડા.જે દાંત વડે કાપી ચાવી ને ખાય છે તેમાં માણસ,ગાય,બકરી, ઘોડ઼ો વગેરે છે.અને માણસે જ વિચારવાનુ કે હું માણસ છું,તો મારો ખોરાક પણ સ્વચ્છ અને સત્વ હોવો જોઈએ.
ઘણા લોકો કહે છે કે જો માંસાહારી માણસ માંસનો ત્યાગ કરે તો શાકભાજીના ભાવ વધી જાય.ખરેખર આ વાત તદ્દન ગેરવાજબી છે."અર્થશાસ્ત્રના નિયમ મુજબ જયારે કોઈપણ વસ્તુની માંગ વધે ત્યારે થોડો સમય પુરવઠો ઘટે તો ભાવ આસમાને જાય,પરંતુ તેના થોડા સમય બાદ જે પુરવઠાની માંગ વધી તેનું ઉત્પાદન વધે તો તેનો ભાવ નીચે આવે."શૅર બજારની જેમ ચડાવ ઉતાર રહે,પરંતુ નિતાંત જે વસ્તુની માંગ વધે તો તેનો પુરવઠો આપોઆપ વધી જાય છે.ઉદા. કોરોના પહેલાં સેનિટાઇઝરની માંગ માત્ર હોસ્પિટલ પૂરતી હતી.જયારે કોરોના ટોચ પર હતો ત્યારે ઉત્પાદિત કરતી કંપનીમાં production વધી જતાં હાલ તેની અછત વર્તાતી નથી.
તમેં અસલ વાલ્મીકિકૃત રામાયણ વાચન કર્યું હોયતો,રામનું સૈન્ય તે વાનર સૈન્ય હતું.વાલ્મીકિ ઋષિએ યુદ્ધમાં જતા વાનર ની જે સંખ્યા બતાવી છે તે અનંત ગણી છે.આપણને ઉચ્ચરમાં ના ફાવે તેટલો મોટો આંકડો બતાવ્યો છે.વાલ્મીકિ લખનાર છે,માટે તેને ખોટું લખવાનુ કોઈ કારણ નહોતું.કેમકે એને કોઈની ગરજ નહોતી કે મત માગી વડાપ્રધાન બનવાનું ન્હોતું.એટલે જૂઠું નથી.... કહેવાનો મતલબ તે કાળે આટલી વસ્તી હોવા છતાં કોઈપણ ખોરાકની તંગી નહોતી.
મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કૌરવ,પાંડવ અને ઉભય પક્ષ મળી અંદાજે 70,00,000(સીતેર લાખ ) નવલોહીયા યોદ્ધાઓ મેદાને લડવા સજ્જ હતા.તે પણ બધા શાકાહારી હતા.પાંડવનું સૈન્ય નાનું હતું.છતાં પણ પાંડવ પક્ષ જીત્યો હતો કેમકે યુદ્ધમાં તે વખતે નીતિમત્તા હતી.તે કાળે પણ કોઈ શાકાહારી ખીરાકની કિંમત વધી ન્હોતી.
સાચું કહીએ તો આપણે ગાય કે પશુ ને મારી નાખીને આપણે આપણા પગ પર કુહાડો મારીએ છીએ.ખેતરની સેન્દ્રીયતા વધારવા જે દેશમાં પશુ વધુ હશે ત્યાં કોઈ પણ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાની જરુર ઓછી પડશે.
માંસ ખાવાથી તાકાત આવે તે માન્યતા સામે મને શંકા છે.કુદરતે આ ધરતી પર અનેક જાતની વનસ્પતિની ભેટ આપી છે.તેમાંથી માંસમાં મળતા તત્વો કરતાં તે વનસ્પતિ પાન,બીજ કે કંદના સેવનથી અનેકગણી કેલરી મળી રહે છે.
. હાલના સંજોગોમાં કહું તો ખેતીમાં રોગ જીવાતને કાબુમાં લેવા ખેતી પાકો શાકભાજીમાં ખૂબ પ્રમાણમાં દવા,ખાતરનો ઉપયોગ થાય છે. તેના સેવનથી ઢોર,માનવના શરીર પર ઘાતક અસર કરે છે.એક રોગીષ્ટ મૃતપશુનું માંસ માખી, કૂતરાં કે અન્ય જીવાત ખાય ત્યારે વાતાવરણમાં વાયરસ રૂપે આપણને કોઈને કોઈ રોગના ભોગ બનાવે જ છે.
માટે ખોરાક ઢાંકેલો રાખો,વાસી કે રોગિષ્ઠ, કેમિકલ યુક્ત ખોરાક ના ખાઓ.
બજારે મળતો ખોરાક જેમકે શાકભાજી રાંધતાં પહેલાં સ્વચ્છ પાણીએ ધોઈ સ્વચ્છ કપડે સાફ કરી છરી,સ્વચ્છ છરી - ચપ્પા વડે કાપો અને સતત ઢાંકી રાખી પછી રાંધો.
. બાકી અસ્વચ્છ ખોરાક એ લાંબે ગાળે શરીરને રોગિષ્ઠ બનાવે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )