સ્ત્રી સંઘર્ષ...ભાગ 31 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 31

ગામડાની કાચી સડક પર બંને જણા આજે પ્રથમ વખત કેટલા એ મહિના પછી સાથે હતા એક જ ગામમાં રહેવા છતાં બંનેએ રાજીવના વિચારોને માન આપ્યું હતું બંનેને એકબીજા ને મળવાની તો ખૂબ જ ઇચ્છા થતી યાદ પણ ઘણી આવતી પરંતુ હર્ષ અને રૂચા બંને એક બીજાના પ્રેમ માટે ઇંતેજાર કરી રહ્યા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમના પિતા અને પરિવાર પણ તેમના પ્રેમ પ્રત્યેની સાચી લાગણી ને સમજે બંનેએ તેમની સાથે કંઇક ખોટું કર્યું નથી કે પોતાની મર્યાદા ઓળંગી નથી તે સાબિત થઈ જાય પાંચ મિનિટના અંતર પછી હર્ષ રેખાના અને રાજીવના ઘરમાં દાખલ થયો એક સરકારી કોટેજ વર્ષોથી આ પરિવારને છત આપીને ઢાંકી રહ્યો હતો આજે તેમની રહેણીકરણી પ્રમાણે તે પણ ઘડાઈ ચૂક્યું હતું સામાન્ય પ્રણામ અને આદર સાથે હર્ષ નમ્રતાથી રાજીવ પાસે મૂકેલી ખુરશી પર આવીને બેઠો ...તેને હજી સમજાઈ રહ્યું ન હતું કે રાજીવે શું કામ તેને બોલાવ્યો છે

રાજીવે પહેલો અને સ્પષ્ટ જ ઉત્તર તેને તેની કમાણી વિશેનો પૂછ્યો, અને હર્ષ તેની આશા પ્રમાણે જે કાઈ સત્ય હતું તે જણાવતો રહ્યો. રાજીવને તે જાણીને ખૂબ જ નવાઈ લાગી કે હર્ષે પોતાની જ મહેનતથી એક એક પાઈ ભેગી કરેલી હતી, પોતાનો જમવાનો અને સામાન્ય ખર્ચો બાદ કરતાં હર્ષે બધા જ રૂપિયા ભેગા કરીને રાખ્યા હતા જોકે તે પહેલા પણ એક હોસ્પિટલમાં કામ કરતો હતો પરંતુ તે પૈસા કરતા અહીં ગામમાં રહીને કમાયેલા પૈસા તેને વધુ મીઠા લાગ્યા હતા તેમાંથી તેણે એક પણ રૂપિયો વધારાનો ખર્ચ્યો ન હતો કારણકે આ મહેનત સાથે તેને પોતાના પ્રેમને પણ હાસિલ કરવા નો હતો તે જો ઈચ્છે તો પોતાના પિતાની મદદ લઇ શકતો હતો અથવા તો રૂચા ને છોડી ને જઈ પણ શકતો હતો પરંતુ હર્ષે એવું કર્યું ન હતું ક્યાંકને ક્યાંક તે જાણતો હતો કે રૂચા ને પણ તેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આજે તે આ વિશ્વાસ ના કારણે જ વધુ મહેનત કરતો રહ્યો હતો અને અંતે સફળ પણ રહ્યો રાજીવને તેના પૈસાથી નહીં પરંતુ તેની મહેનત અને સાચી લાગણી ની કદર થઇ આવી અને બંનેના પ્રેમ ને સ્વીકારીને તેમાં પોતાની સંમતિ આપી દીધી દૂર રેખા આ સાંભળીને પોતાના પતિની મરજી આગળ કશું બોલી શકી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક તેને આ સ્વીકાર્ય ન હતું ક્યાંક મીરાની ચડાવણી કામ કરી ગઈ હતી તેને હજી આ છોકરા ઉપર કે તેના પ્રેમ ઉપર સંપૂર્ણ વિશ્વાસ ન હતો પરંતુ જ્યારે હર્ષ તેના આશીર્વાદ લેવા તેની પાસે આવ્યો ત્યારે તેણે એક આંખ કરીને રાજીવ સામે પણ જોયું અને રાજીવ ની સંમતિ આગળ તેને ઝૂકવું પડ્યું પરંતુ દૂર ઊભેલી મીરા આ વાતને સ્વીકાર કરી શકતી ન હતી તે હજી પણ રાજીવ અને રેખાએ તેની પરવાનગી વગર કરેલા લગ્ન માટે રુચાને જવાબદાર ગણાવી રહી હતી અને આજે રૂચા એ કરેલી આટલી બદનામી પછી પણ રાજીવ તેના પ્રેમલગ્નને પરવાનગી આપી રહ્યો છે તે તેનાથી સ્વીકાર્ય ન હતું અને હર્ષ પણ નહીં.. હર્ષે પણ તેની આ નારાજગી પારખી લીધી પરંતુ ટૂંક સમય મા તે મીરાને પણ સમજાવી લેશે તે આશા સાથે તે ફરી રાજીવ પાસે આવ્યો. રાજીવે હર્ષને હવે અહીં ન રહેતા પોતાના કોલેજ પાછા જઈને અભ્યાસ પૂર્ણ કરવા અને કારકિર્દી બનાવવા માટે પરવાનગી આપી દીધી પરંતુ આ સાંભળતા જ હર્ષે ખચકાતા મન સાથે રુચા સામે જોયું. રાજીવે હર્ષ ની આ બેચેની સમજી ગયો અને હર્ષને તેને સફળ થયા પછી જ્યારે તે પરત ફરશે ત્યારે રૂચાના તેની સાથે લગ્ન કરી આપશે તેવા વચન સાથે આશા બંધાવી વિદાય લેવા કહ્યું. હર્ષ માટે તો આ એક વરદાન સાબિત થયું હતું જેમાં તેની કારકિર્દી અને રૂચા તેને એક જ માર્ગમાં મળવાના હતા તે પણ હવે રૂચા માટે સફળ થવા માંગતો હતો પરંતુ આ પ્રેમ ભર્યો ઇન્તજાર એટલો સરળ ન હતો.