સ્ત્રી સંઘર્ષ... ભાગ 7 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ... ભાગ 7

સામાન બાંધતા બાંધતા રેખાએ રાજીવની સામું જોયું , રાજીવને કોઈ અંદાજ હતો નહિ કે ,રેખાએ ઘરના સભ્યો ની બધી વાત સાંભળી છે . અને રેખાએ પણ આનો કોઈ અંદાજ આવવા દીધો નહીં તેણે પોતાની સાથે રૂચા નો પણ સમાન બાંધી લીધો . આ જોઈ રાજીવ તેને શાંતિથી સમજાવવા લાગ્યો કે, " રુચા ને અહીં જ રહેવા દઈએ તો.....?? થોડા દિવસમાં તો તારે પાછું આવવાનું છે. તે એકલી ત્યાં કંટાળી જશે" ... પરંતુ રેખાએ કોઈ જવાબ આપ્યો નહીં થોડીવાર ના મૌન પછી રાજીવે ફરી વાત શરૂ કરી, " રેખા શું થયું છે તને ? કેમ આટલું બધું વિચારી રહી છે ? તારા મનમાં જે કાંઈ ચાલતું હોય તે તું મને તો જણાવી જ શકે ? પરંતુ રેખા હજી મૌન જ હતી. જાણે તે કશું સાંભળી રહી જ નથી તેમ પોતાના કામમાં લાગેલી રહી. કામ કરતી રેખાને જોઈ રાજીવ વધુ કહી બોલી શક્યો નહીં .પરંતુ ડૉક્ટર ની વાત અને પોતાની માતાની વાતનો રેખા પર થયેલો ગાઢ પ્રભાવ જોઈ તે રેખામાં આવેલા પરિવર્તન ની ગડમથલ ઉકેલવામાં ગોઠવાઈ ગયો.

રેખાએ કશું બોલ્યા વગર સામાન બાંધી રૂમની બહાર નીકળી ગઈ. રાજીવ પણ તેની સાથે નીકળ્યો. ઘરના ફળિયામાં રમતી ઋચા નો હાથ પકડી રેખા બધાને પ્રણામ કહી પગે લાગી. જ્યાં તે બહાર નીકળવા લાગી ત્યાં કિરણ બહેને તેને અટકાવતા કહ્યું . " ઋચા ને સાથે લઈ જવાની તારે શું જરૂર છે અમે બધા મળીને તેને સંભાળી લઈશું. તું ફરી ત્યાં જઈ તેની સાથે માથાકૂટ કરતી ફરીશ અને પછી તારા ઘરના કેહશે કે અમે તેની દીકરી નું ધ્યાન રાખતા નથી. પરંતુ તું અમારું શું ધ્યાન રાખે છે તે અમે કેમ સમજાવીશું ?" રેખાએ એક ટક કિરણબેન ની સામું જોયું પછી તે આંખ માં આવેલા આંસુ સાથે માત્ર એટલું જ બોલી શકી કે હું રૂચા વગર તો નહિ જાઉં. રાજીવ પણ આ શબ્દો સાંભળી સમજી ગયો કે કદાચ રેખાએ બધાની વાત સાંભળી લીધી હશે આથી તેને કિરણ બહેનને અટકાવતાં કહ્યું કે," માં રુચા ને તો રાત્રે માનો ખોળો જોવે છે આથી આપણે રુંચા ને રેખાની સાથે જ મોકલી દઈએ. થોડા દિવસની તો વાત છે પછી બંને પાછા આવી જશે." આમ સહજ ભાવે રાજીવે બંનેને તે સમયે સંભાળી રેખાને લઈ પિયર જવા માટે નીકળી ગયો....

રાજીવ અને રેખાના નીકળ્યા પછી બાપુજીએ તેના પિયરે ફોન કરીને રેખા ની ત્યાં આવવાની જાણ કરી દીધી. પરંતુ માત્ર થાક, શારીરિક નબળાઈ અને આરામની વાત જણાવી. કોઈ માનસિક તકલીફ ની કે ડોક્ટરે કહેલી વાત બાપુજીએ જણાવી નહીં . તેના પિયર ના સદસ્યો પણ સહજ ભાવે ખબર અંતર જાણી ફોન કાપી દીધો. રસ્તામાં પણ રેખા કશું બોલ્યા વગર ચુપ રહી રાજીવ પણ કશું બોલ્યો નહીં . બંને વચ્ચે જાણે એક ગંભીર મૌન પ્રસરી ગયું રાજીવને હજુ કંઈ પણ સમજાતું જ ન હતું. ફટાફટ બનેલી આ ઘટનામાં શું નિર્ણય લેવો તે સમજી શકતો ન હતો. આ બાજુ રેખા પણ રાજીવ માં પરિવર્તન આવ્યું છે એવું સમજી કશું બોલવું યોગ્ય નથી એમ સમજી બેઠી. એક સામાન્ય લાગતી વાત જાણે એક ગંભીર સ્વરૂપ પકડી રહી હતી. રુચા માટે રાજીવના ની:રસ વિચારો રેખાને અંદર સુધી ખૂંપી રહ્યા હતા કદાચ તે સમજવા લાગી હતી કે રાજીવ ને તેની કોઈ ચિંતા જ નથી કારણકે રૂચા એક દીકરી છે જો દીકરો હોત તો કવિતા અને મોહન ની જેમ જ અત્યારથી રાજીવ પણ તેના ભવિષ્ય માટે ચિંતા કરતો હોત.

રેખા માં ગંભીર નીરસતા પ્રસરી ગઈ હતી. વિચારો ની લપેટમાં તે વધુ ગુચવાઇ રહી હતી. કોણ જાણે પણ આં સમય મોત થી વધુ ભયાનક બનતો જતો હતો. એક હદયાઘાત જેવી પીડા તે અત્યારે ભોગવી રહી હતી. પણ કોઈ આં સમજી શકતું ન હતું રાજીવ પણ નહિ....

રેખાને પિયરે મૂકી રાજીવ રાત્રે જ પરત ફરી રહ્યો હતો. તે પણ રેખામાં આવેલા બદલાવ પ્રત્યે ગંભીર રીતે વિચારી રહ્યો હતો. રેખા નું ગામ વધુ દૂર ન હતું. આથી તે પાછો મળવા આવશે તેમ આશ્વાસન આપી નીકળ્યો પરંતુ રેખા હજી મૌન જ હતી તે રાજીવ સાથે અત્યારે કોઈ વાત કરવા માંગતી જ ન હતી આથી રાજીવ પણ મૌન રહી પાછો વળ્યો . આં બાજુ ઘણા સમય પછી રેખા પિયરે આવી હતી. માં ના ખોળામાં માથું મૂકીને તે શાંતિ થી તેમની વાતો સાંભળી રહી હતી. ઋચા પણ પોતાના મામાં અને નાના બાપુ સાથે ખીલખીલાટ હસતી અને રમતી હતી. આ જોઈ રેખા ના ચેહરા ઉપર પણ ઘણા દિવસ પછી એક ઠંડુ સ્મિત પ્રસરી ગયું હતું.