સ્ત્રી સંઘર્ષ...ભાગ 32 33 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 32 33

સાથે ભોજન કર્યા પછી હર્ષ અને રૂચા ભગવાનના આશીર્વાદ માટે ગામના મંદિરે ગયા બંને જણા આજે ખૂબ જ ખુશ હતા એકબીજા પ્રત્યે ને પ્રેમનો અહેસાસ થયા પછી બંને એ હજી એકબીજાને પ્રેમનો ઇઝહાર કર્યો ન હતો પરંતુ બંનેના મૌન પછી પણ તેઓ આ પ્રેમની લડાઇ જીતી ચૂક્યા હતા અને આ સાથે માતા અને પિતાના આશીર્વાદ પણ મળી ચુક્યા હતા જોકે હર્ષના ઘરે તેના માતા-પિતાને આ વાતની જાણ ન હતી પરંતુ હર્ષની પસંદ ઉપર બંનેને વિશ્વાસ પણ હતો કારણ કે તે માતા અને પિતા ની પરવાનગી લઈને જ રુચા માટે સુહાપુર આવયો હતો. બળબળતા બપોર અન અસહ્ય ગરમીના વચ્ચે મંદિરમાં મૌન પ્રસરેલું હતું ગામની સડક ઉપર પણ કોઈ કાબરચીતરો ફરકતું નહોતું બંને જણા મંદિરના પ્રાંગણમાં પ્રવેશ્યા અને એક સાથે જ ઘંટડી વગાડવા માટે હાથ ઊંચા કર્યા ઘંટડીના રણકાર સાથે જ બન્નેનાં હૃદયમાં ધોધના પ્રવાહની જેમ લાગણીઓ પ્રવેશી રહી આજે બંને પહેલી અને કદાચ છેલ્લી વખત સાથે હતા કારણકે પિતાએ પ્રેમ ની મંજૂરી તો આપી હતી પરંતુ હજી ઘણી મંજિલ કાપવાની બાકી હતી અને એક લાંબો ઇન્તજાર પણ બંનેને એકબીજા માટે કરવાનો હતો તે હવે કેટલા વર્ષ માટેનો વનવાસ રહેશે તે બંને માંથી કોઈપણ જાણતું ન હતું પરંતુ રૂચા અને હર્ષ બંને એકબીજા માટે આ કરવા માટે તૈયાર હતા હર્ષ પ્રેમ ની બાજી તો જીતી ચૂક્યો હતો પરંતુ હજી કારકિર્દી બનાવવાની બાકી હતી. મંદિરમાં પ્રસરેલી શાંતિ બંનેના પ્રેમ ના ઈઝહાર માટે સાક્ષી બનવાની હતી દર્શન પછી બંનેએ સાથે પરિક્રમા કરી. પાછળ આવેલા વડ વૃક્ષમાં પણ પોતાના પ્રેમના પ્રતીક સમાન લાલ દોરો બાંધી ભગવાન પાસે પોતાના સફળ જીવન માટે આશીર્વાદ માંગ્યા ત્યારબાદ બાજુમાં રહેલા તળાવના પગથિયા બંને જણા સાથે આવીને બેઠા શાંત બપોર વચ્ચે પાણીથી ભરાયેલો તળાવ પણ એકદમ શાંત હતું પાણીને કારણે પવન ઠંડો વહેતો હતો . આંખો માં આવતા આ ઠંડા પવનને કારણે ઋચાની આંખો આજે ઘણા દિવસ પછી એક મજબૂત સહારા ને કારણે વિચાવા લાગી અને તે ત્યાં હર્ષના ખંભે માથું રાખીને તેના હાથમાં પોતાનો હાથ પરોવીને ગાઢ ઊંઘમાં જવા લાગી બંને વચ્ચે હજી મૌન જ હતો એકબીજાના પ્રેમના અહેસાસ માટે તેમને શબ્દોની જરૂર ન હતી માત્ર એક બીજાનો સહવાસ જ તેમના પ્રેમને પૂર્ણ કરતો હતો હર્ષ પણ ગાઢ ઊંઘમાં જતી રૂચાને પંપાળી રહ્યો. ધીરે ધીરે તે પણ ટેકો લગાવી તે શાંતિ ને માણી રહ્યો આમ રેહતાં કેટલો સમય આ શાંતિમાં પસાર થઈ ગયો તેની બંને ને ખબર રહી નહીં બંનેના હૃદયમાં પોતાના પ્રેમને પામ્યા ની ખુશી હતી પરંતુ એક લાંબા ઇંતેજાર નો દર્દ સહન કરવો પણ સેહલો ન હતો.ઢળતી સાંજ સાથે મંદિરમાં ચહલ-પહલ વધવા લાગી લોકોની અવરજવર અને અવાજ થતાં બંને જણા ભાનમાં આવ્યા હવે તળાવના પગથીયા પરથી ઊભા થઇને ફરી મંદિરમાં આવ્યા અંતિમ દર્શન સાથે બંને એકબીજાને ભેટ્યા અને હર્ષે રુચા ના કપાળ ઉપર પ્રેમ ભર્યા ચુંબન સાથે વિદાય ની પરવાનગી માંગી કોઈપણ પ્રેમીયુગલ પ્રેમમાં પડયા પછી એકબીજાથી દૂર જતું નથી અને જો તે નિશ્ચિત સમયનું ન હોય તો તે વિતાવું ઘણું અઘરું થઈ જાય છે રૂચા ની આંખો ના ખૂણા આ સાંભળતા જ ભીના થઇ ગયા છતાં બંને જણા પોત પોતાનું દુઃખ છુપાવીને એકબીજાને હિંમત આપી રહ્યા કારણ કે હજી ઘણી મંઝિલ બંને ને કાપવાની બાકી હતી. જતાં જતાં હર્ષ રુચા ને પોતાના ગળામાં પહેરેલો ચેન પેહરાવતો ગયો કારણકે હર્ષ પાસે તો રૂચા અને હર્ષની સાથે વિતાવેલી દરેક ક્ષણો ની યાદી ની ઝલક સ્વરૂપે પિક્ચરો હતી પરંતુ રુચા પાસે આવી કોઈ યાદી હતી નહીં ફરી એક વખત ન કહેલા શબ્દો હર્ષ સમજી ગયો હતો પોતાના પ્રેમ પ્રતીક સ્વરૂપ આપેલી આ ચેન વિસ્મરનીય હતી. હર્ષ ત્યાંથી વિદાય લઈ ચાની ટપરી ઉપર તેના દુકાનદાર ને મળવા આવ્યો અને આજે બનેલી બધી જ ઘટના જણાવી દુકાનદાર પણ આટલા સમય દરમિયાન હર્ષની ઈમાનદારી અને લાગણી થી વાકેફ થઇ ગયો હતો. તેની મહેનત જોઈને તે પણ મનોમન હર્ષ માટે પ્રાર્થના કરતો હતો હર્ષનું અહીંથી ચાલ્યા જવું તેને પણ દુઃખી કરતું હતું પરંતુ પોતાનો પ્રેમ જીતવામાં હર્ષ સફળ રહ્યો છે તે જાણીને તેણે પણ હર્ષ ભરી વિદાય આપી.. છોટુ પણ વાલ સાથે ભેટ્યો ત્યાંથી હવે હર્ષ પ્રાથમિક ઉપચાર કેન્દ્ર માં પણ આવ્યો થોડા સમયમાં હર્ષ બધા સાથે ખૂબ જ આનંદથી ભળી ગયો હતો જાણે તેમના પરિવારનો જ સભ્ય કેમ ન હોય આથી પોતે બધાનો આભાર પ્રગટ કરી પ્રાથમીક કેન્દ્રના રૂમમાંથી પોતાનો સામાન લઈને પોતાની આગળની મંઝિલ કાપવા આગળ વધ્યો સૌ કોઈ આ વિશ્વાસ થી ભરેલા અને જિંદગીની એક બાજી જીતીને બીજી બાજી ને મેળવવા આગળ વધી રહેલા આ આશાવાદી યુવાને છતાં જોઈ રહ્યા.

હર્ષ પોતાના ઘરે પાછો આવ્યો છ મહિના સુધી પોતાના દરેક કમ્ફર્ટ ઝોન ને મૂકીને અને દરેક સુખ સગવડ ને મૂકીને રુચા માટે જે દીકરો મા બાપથી દૂર હતો જ્યારે તે પાછો આવ્યો ત્યારે બધાને આશંકા થઇ આવી પરંતુ રાજીવે આપેલી પરવાનગી અને સાથે મળેલો રૂચા નો પ્રેમ અને વિશ્વાસ વિશે સૌ કોઈ જાણી ને ખુશ થઈ ગયા હર્ષની માતાની આંખોમાં આસુ હતા પરંતુ પુત્રની કાબિલિયત ઉપર ગર્વ પણ થતો હતો હવે હર્ષ માટે વધુ સમય ન હતો, કે તે વધુ મોડું કરી શકે...