સ્ત્રી સંઘર્ષ...ભાગ 1 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ...ભાગ 1

ઘરના દરવાજે ખુબજ આકૃતિક અને બ્રાઉન પેટર્ન ની નેમ પ્લેટ હતી ,જેમાં લખ્યું હતું .
મિસીઝ. ઋચા હર્ષ પટેલ
ડો .હર્ષ એ પટેલ
મીરા એ તે નેમ પ્લેટ પર આંગળી મૂકી ને છેક છેલ્લે સુધી હાથ ફેરવ્યો . . ભરૂચ ના ભવ્ય એપાર્ટમેન્ટ માં ત્રીજા માળે તે ઊભી હતી. આલીશાન ફ્લેટ ,લિફ્ટ અને ભવ્યતા તો દરવાજે થી કહી શકાય તેવી હતી. મીરાંએ ડોરબેલ વગાડી દરવાજો બીજી જ બેલે ખુલ્યો.કોઈ આધેડ ઉંમર ની સ્ત્રીએ આવકાર સાથે અંદર દાખલ થવાની જગ્યા આપી. મીરા ઘર માં દાખલ થઈ ને ચારે તરફ જોવા લાગી. 3BHK ફ્લેટ નો હોલ કોઈ મહેલ જેવો જ લાગતો હતો.આકર્ષિત રંગરોગાન, સિલીંગ , ફર્નિચર, જુંમર, સુંદર સોફા , એ.સી, એલ.સી.ડી, અને ફ્લાવર પોટ હોલ ની સુંદરતા માં વધારો કરતું હતું. આલીશાન મકાન માં હોય તેવી બધી સગવડતા અહી હતી.

મેમ સાહેબ બેઠો ,હું બેબીજી ને બોલવું છું, પેલી સ્ત્રીએ આગળ વધતા કહ્યું.

મીરા આશ્ચર્યચકિત થઈ ખુલ્લી આંખે સ્વપ્ન લાગતું હોય તેની જેમ આં બધું જોઈ રહી હતી પરંતુ પેલી સ્ત્રીએ તેને સ્વપનનગરી માંથી બહાર કાઢી હોય તેવું તેને લાગ્યું. તે હોલ માં આગળ આવી સોફા પર બેસી. હજી તેની નઝર ચારેતરફ ફરી રહી હતી. ત્યાજ ઋચા દોડતી આવી. ઋચા ને આવતી જોઈ મીરા ઊભી થઈ ગઈ.

" દીદી, હું તમારી ક્યારની રાહ જોતી હતી.કેમ આટલું મોડું થયું ? " ઋચા બોલી.
મીરા પાસે આનો કોઈ જવાબ ન હતો. હજી તે ઘરની ભવ્યતા જોવામાં જ વ્યસ્ત હતી. તે અવાક બનીને ચારેતરફ નઝર ફેરવી રહી હતી. ત્યાં તેની નઝર ઋચા ના ડ્રેસ પર પડી. ઋચા પણ ખૂબ જ સુંદર અને ઓળખી ન શકાય તેવી લાગતી હતી.

"અરે દીદી !તમે ઊભા શું કામ છો નિરાંતે બેસો , ઋચા એ કહ્યું. કહી ઋચાએ મીરાને હાથ પકડી સોફા પર બેસાડી અને પોતે પણ બાજુ માં બેસી.

"અની બહેન દીદી માટે ઠંડુ પાણી લઈ આવો, અને હા આજે દીદી અહી જ જમશે આપણી સાથે. તો સરસ મજાની ડીશ બનાવજો. અત્યારે દીદી માટે જયુસ પણ લાવજો એ પણ ઠંડુ હો. "

અનીબહેન રસોડા તરફ જતા રહ્યા .ઋચાએ તો પોતાની ખુશી બતાવતા એક સાથે વાત શરૂ કરી. તે ખરેખર બોવ જ ખુશ હતી. તે એકસાથે કેટલુંય બોલી ઉઠી પણ મીરા હજી શાંત અને સ્તબ્ધ હતી. ગામ ,ઘર, બાળકો ,પોતાનું કામ બધા વિશે તે આતુરતા થી પૂછવા લાગી. થોડીવારમાં જ અની બહેન જ્યુસ અને ઠંડા પાણી નો ગ્લાસ લઈ આવ્યા અને કાંચ ની ટીપોઇ પર મુક્યા.

" અરે અનીબહેન !કઈક ગરમ નાસ્તો પણ લાવો." ઋચા બોલી

અનિબહેન નાસ્તો લેવા અંદર જતા રહ્યા. ઋચાએ જયુસ નો ગ્લાસ મીરા તરફ ધરતા કહ્યું ," લ્યો દીદી તમે થાકી ગયા હશો કેમ ? બહાર તો બોવ જ ગરમી છે. લ્યો જ્યુસ પીવો .અરે એક કામ કરો રૂમ માં ચાલો ,અને ત્યાં આરામ થી બેસો . ત્યાં અની બહેન ગરમ નાસ્તો લાવશે. " કેહતા જ ઋચા મીરાને ખેચવા લાગી અને મીરા ઋચાની પાછળ ઘસાતી ચાલી ગઈ.

રૂમ પણ હોલ જેટલો જ સુંદર હતો. ડાબી બાજુ વિશાળ બાલ્કની, ત્યાં મૂકેલો સિંગલ હીંચકો, કાંચનો ડોર, નેટના પડદા, વચો વચ મોટો બેડ ઉપર ની બાજુ હર્ષ અને ઋચાની એક મોટી તસવીર. આં બધું અદભૂત હતું. મીરા ઋચા નો હાથ છોડાવી ખુલી આંખે સપનું જોતી હોય તેમ ફરવા લાગી. ઋચા પણ પોતાની દીદી ને જોઈ રહી. પછી બંને આરામદાયક અને સુંવાળા બેડ પર બેઠા.

જ્યુસ ની પેલી ચૂસકી સાથે જ મીરા કોઈ ફાઈવ્ સ્ટાર હોટેલમાં જ્યુસ પિતી હોય એમ લાગ્યું. ત્યાજ અનીબહેન ગરમા ગરમ નાસ્તો લઈ ને ફરી રૂમ માં દાખલ થયા. અનીબહેન ઋચાના ઘરે કામ કરતી એક આધેડ ઉંમર ની સ્ત્રી હતી. જ્યારથી હર્ષ અને ઋચા અહી રેહવા આવ્યા ત્યારથી તે અહી કામ કરતી હતી પણ આજ સુધી મીરાને તેણે પેહલા અહી ક્યારેય જોઈ ન હતી. આથી તે પણ જાણવા માંગતી હતી કે દીદી કહીને ઋચા જેને બોલાવે છે તે કોણ છે ? આથી તે થોડીવાર ત્યાં જ ઊભી રહી. અનીબહેનને પોતાના જ પરિવારની સમજતી રુચા અની અને મીરાને એકબીજાની ઓળખાણ આપવા લાગી

" અનીબહેન આં મારા મોટા દીદી છે મીરા . "ઋચાએ કહ્યું. " અને મીરાદીદી આં અનીબહેન છે. અહી આપણા ઘરે જ બધા કામ કરે છે. અરે આંખું મારું ઘર જ સંભાળે છે જો તે ન હોય તો મારું .. .ઋચા હસતા હસતા બોલી.

મીરા અને અનીબહેન બંને એકબીજાને તાંકી ને જોઈ રહ્યા. ઋચા ના ઘરમાં કામ કરતી અની મીરા કરતા પ્રમાણ માં સારી લાગતી હતી. જ્યારે અનીબહેન ને પણ મીરા ઋચા ની સગી બહેન છે તેના પર ભરોસો આવતો ન હતો.ઘણીવાર વાતો ચાલી. ઋચા અને મીરા ઘણા સમય નહિ પણ ઘણા વર્ષો પછી મળ્યા હતા. જીવનની દોડ માં બંને જાણે એવા અટવાયા હતા કે તેમના સંબંધો તો વીસરી જ ગયા હતા.

" સાચું કહું ઋચા તારું ઘર ખૂબ જ સરસ છે.જે પણ જોવે તે જોતા જ રહી જાય એવું લાગે કે કોઈ રાજાના મહેલમાં જ આવી ગયા છે. તે તો ખરેખર તારા સપનાનો મહેલ ઊભો કરી લીધો .તું જે કેહતી હતી તે મેળવી જ લીધું. "

" હા દીદી સપનું તો પૂરું થવાનું જ હતું. રાત અને દિવસ આં ની જ દોડમાં હું અને હર્ષ બંને લાગેલા હતા. સાચું કહું તો બધું જ સુખ અને આનંદ એક બાજુ મૂકીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે . એમ પહેલેથી વિચારેલું હતું કે એકવાર આપણું પોતાનું ઘર બની જાય પછી જ આગળ નવા જીવનની શરૂઆત નવા ઘરથી કરીશું અને જો આ ઘર બનાવવામાં અમને છ વર્ષ લાગી ગયા. મારાથી પણ વધુ આમાં હર્ષ ની મેહનત છે. "ઋચા એ ગર્વ સાથે કહ્યું.