સ્ત્રી સંઘર્ષ ...ભાગ 3 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ ...ભાગ 3

ઋચા ના જીવન સંઘર્ષની સાચી શરૂઆત અહી થી થાય છે. જ્યારે રુચા નો જન્મ થયો હતો.

આજે ઘર રોજ કરતાં થોડું અસામાન્ય હતું પુત્રી નો જન્મ પરિવારમાં નવજીવન લઈને આવશે તેવી આશા બધાના મનમાં હતી. માતા રેખાબહેન, પિતા રાજીવ ભાઈ ,મોહન અને વિનય જેવા લાડ લડાવતા કાકા અને પ્રેમાળ દાદા-દાદી નો પ્રેમ જ આવનારી પુત્રી માટે અમૂલ્ય હતો.

કેટકેટલાય આશીર્વાદ, મનોરંજન અને ઉત્સાહનો ઉમંગ બધાના મન ઉપર છવાયેલો હતો. લગ્નના કેટલાય વર્ષ પછી મોટી વયે માતા બનેલા રેખાબેન પુત્રી ના આવ્યા પછી એક નવી આશ શોધી રહ્યા હતા. પુત્રી એ તેમના જીવનમાં આજે સપ્ત રંગો ભર્યા હતા. પોતાની જાતને અભાગણ સમજતા રેખાબહેન સમાજ અને કુટુંબના મેહણા ટોણાથી ભાંગી પડ્યા હતા અને હવે તે આ જીવનમાં માતા બનશે તેવી તેણે આશા પણ મૂકી દીધી હતી પરંતુ રાજીવભાઈ જે વ્યવસાયે એક શિક્ષક હતા તેમણે ખરા અર્થમાં પોતાના જીવનને આદર્શ બનાવ્યું હતું પોતાની પત્નીથી માત્ર બાળક ની અપેક્ષા એ જ નહીં પરંતુ ખરા અર્થમાં તેમના સાથ અને પ્રેમ ની ડોર થી બંધાયેલા તેઓ સાચા હૃદયથી ,વચનથી હર હંમેશ તેમની સાથે હતા. પરિવારના ઘણા સમજાવવા પછી પણ તેમણે રેખાને છોડી બીજા લગ્ન કરવા વિશે ચોખ્ખી ના પાડી દીધી હતી તેમણે કોઈ દિવસ રેખાને એક શબ્દ પણ કહ્યો ન હતો. પોતાના ભાગ્ય અને નસીબને સ્વીકારી તેઓ હંમેશા આવનારા સમય સાથે ચાલતા અને તેમની આં જ આશા એ રેખા ના ખોળામાં પુત્રી ભગવાનનો એક આશીર્વાદ સહજ હતી.

પુત્રીના જન્મ સાથે જ ડોક્ટરે રાજીવ ભાઈ ને અને પરિવારને કહ્યું હતું કે ફરીવાર રેખા બહેન માટે માતા બનવું તેમની માટે અશક્ય છે. આથી પોતાનું અને બીજા આવનારા નવા બાળકનું ભવિષ્ય ભગવાન નક્કી કરી શકશે હવે તે અમારા હાથમાં નહીં હોય . "બસ પોતાના પુત્રના ઘરે એક સંતાન પૂરતું છે". એમ કહી પરિવારે આં વાત સ્વીકારી લીધી હતી. ઘરમાં લક્ષ્મી આવી છે આ વાતનો ઉમંગ અને ઉત્સાહમાં સમય વીતી ગયો.માતા અને પિતા બંનેએ પુત્રીનું નામ રુચા રહેશે તે તેના જન્મ સાથે જ વિચારી લીધું હતું .

સમય વીતવા લાગ્યો રેખાબહેન અને રજીવભાઈ ના જીવન માં બધુ બદલવા લાગ્યું . પોતાની જાતને અભાગણ સમજતી રેખા પુત્રીના આવ્યા પછી સ્વસ્થ થઈ. મોહન ના પણ લગ્ન થયા આમ સમય પસાર થતા પાંચ વર્ષ વીતી ગયા હવે રુચા પાંચ વરસની થઈ ગઈ હતી . દાદા અને દાદી ની વાર્તાઓ સંસ્કારો રેખા માં સંપૂર્ણ પણે પ્રતિબિંબિત હતા રેખાબેન પણ દીકરીમાં અપાર પ્રેમ ઢાળતા હતા.બંને કાકા અને કાકી કવિતા નો લાડ પણ અપાર હતો. ઋચાની ખિલખિલાટ થી ઘર આખું ગુંજતું રહેતું હતું.

કારતક સુદ અને બારસ નો દિવસ શ્રીમંત માટે શુભ રહેશે એવું પંડિતજીએ મુહર્ત કાઢતા કહ્યું. પરિવારમાં હર્ષ છવાઈ ગયો મોહન ની પત્ની કવિતાના શ્રીમંત ની તૈયારીઓ ચાલવા લાગી હજી તો દિવાળી ને પણ વાર હતી પરંતુ શ્રીમંત ધામધૂમથી કરશું અને બધા સગા સંબંધીઓને બોલાવીશું આવો નિર્ણય રાજીવભાઈ ની માતા કિરણ બહેને કરી નાખ્યો. બધી જવાબદારી રેખાને સોંપવામાં આવી હતી. પરિવારમાં મોટી વહુ ગણાતી રેખાએ બધી જ જવાબદારી ઉત્સાહ સાથે ઉપાડી લીધી. જોતજોતામાં દિવાળી અને નવું વર્ષ પતી ગયું અને હવે તો શ્રીમંતને આંડે માત્ર આઠ દસ દિવસ રહ્યા છે એમ કહી સૌ કોઈ તૈયારીમાં લાગી ગયા અને આખરે કારતક સુદ અને અગિયારસ ની સાંજ આવી ગઈ.

સગા સંબંધીઓ થી ઘર નો મેળાવડો થવા લાગ્યો. આખું ઘર ફૂલો અને આસોપાલવના તોરણો થી સજાવેલું હતું. સંપૂર્ણ જવાબદારી સાથે રેખાએ બધું જ હોશ ભેર કર્યું હતું. સૌ કોઈ વહેલા જ આવી ગયા હતા મહિલાઓથી ઘરનું આંગન શોભી રહ્યું હતું .

આવનારા બાળક અને માતા બનવા જઇ રહેલી કવિતા માટે સૌ કોઈ પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા. મોહન અને કવિતાના લગ્નના બીજા જ વર્ષમાં તે માતા બનવા જઈ રહી હતી. ભણેલી-ગણેલી અને દરેક બાબતોમાં કવિતા રેખાની તુલનાએ નિપુણ હતી. જેનો કિરણ બહેનને ખૂબ અભિમાન રહેતો. કવિતાના આવ્યા પછી ઘરમાં સૌ કોઈ તેના ગુણગાન ગાવા લાગ્યા હતા. "એક લક્ષ્મી તો છે હવે જો કાના જેવો એક પૌત્ર પણ મળી જાય તો માંરો પરિવાર પૂર્ણ થઈ જાય. મારા પરિવારનો વંશ હું મારી નજરે જોઈ લઉં. અને મને આશા છે કે કવિતા જ મારુ આ સ્વપ્ન પૂર્ણ કરશે." કિરણબેન બધા વચ્ચે સહજ ભાવે બોલ્યા.

ઘરમાં રહેલા સૌ સગા સંબંધીઓ આ બધું હોશ ભેર સાંભળી રહ્યા હતા. પરંતુ રેખાના મનમાં એક આંચકો પડ્યો આંખ સામે અચાનક બધુ ફરવા લાગ્યું કવિતા અને મોહન ના લગ્ન પછી એક મોટી વહુ તરીકે અનેજેઠાણી તરીકે તેને દરજ્જો તો મળ્યો હતો પરંતુ કદાચ તે સન્માન ગુમાવી ચૂકી હતી. ઝડપથી પરિવારના સભ્યોના મનમાં કવિતાએ પોતાનું સ્થાન મેળવી લીધું જ્યારે ખુબ જ નાની ઉંમરે રેખા અને રાજીવના લગ્ન થયા. જ્યારે તે લગ્ન કરીને આવી ત્યારે મોહન અને વિનય ખૂબ જ નાના હતા. દેવર ને પોતાના પુત્રની જેમ મોટા કર્યા પરંતુ પોતે માતા નહીં બની શકે તેની ખોટ કિરણ બહેને હંમેશા તેને યાદ કરાવી. પોતાના હોશિયાર દીકરાની સામે કિરણબેન રેખાને અભાગણ કહેતા રહ્યા.પોતાની આ ખોટનો રેખાએ સહજ ભાવે સ્વીકાર પણ કરી લીધો હતો પરંતુ કવિતાના આવ્યા પછી રેખા અને કિરણ બહેનના સંબંધોમાં રહેલી એક લકીર મોટી ખાઈ બની ગઈ હતી. રેખા આ પરિવારને અને રાજીવને એક દીકરો નહીં આપી શકે તેવુ મહેણું કિરણબેન હંમેશા રેખાને મારતા. પરંતુ રેખા બધા કડવા ઘૂંટ પીને રહેતી હતી .એક રુચા જેવી દીકરી સ્વરૂપે માતૃત્વનો મળેલો સ્વાદ રેખાને સહન શક્તિ આપતો.

બધાની વચ્ચે કિરણબેન ના બોલેલા શબ્દો રેખા ના મન ઉપર કાંટાની જેમ ખુચ્યાં હતા. છતાં કશું બોલ્યા વગર તે પાછી પોતાના કામ પર લાગી ગઈ પરંતુ મોહન આ સાંભળી પોતાની માતા સમાન ભાભી પાસે આવ્યો અને માફી માંગવા લાગ્યો અને થોડા સમયમાં તે બધું ઠીક કરી નાખશે તેવું વચન આપ્યું . આ સાંભળી રેખા અસમંજસમાં પડી ગઈ.