નીયા આ રીતે અભી ને જોઇને એની પાસે દોડી આવી...
"અભી....."
અભી ને જોઈને લાગતું હતું કે એ ભાન માં ન હતો રહ્યો...
ખભે થી હલબલાવીને નીયા એ અભી ને બોલાવ્યો....
"હ..." અભી ની આંખોમાં આંસુ આવી ગયા હતા..નીયા ને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે...
"ચાલ આપણે ઘરે જઈએ..." નીયા એ અભી ના ખભે હાથ રાખીને કહ્યું...
" હ...હા ચાલ ...." ખૂબ ઉતાવળ થી કહીને અભી ચાલવા માંડયો...
નીયા દોડીને એની સાથે થઈ ગઈ...અભી નો હાથ પકડીને એને ઊભો રાખ્યો....
"અભી....શું થયું...."
"રુહી...." અજાણતા જ અભી ના મોઢે થી નીકળી ગયું ....
નીયા એ અભી નો હાથ છોડી દીધો અને એને જોતી રહી....
*
બેંગલોર માં ભણતી અને રહેતી રુહી એક છોકરા ના પ્રેમમાં પડી...જેનું નામ હતુ અભી ....
અભી અને રુહી બંને એક કોલેજ માં હતા...અભી એ રુહી નો સિનિયર હતો...
પરંતુ બંનેનું ગ્રુપ એક હતું...ક્યારે ફ્રેન્ડ બન્યા,ક્યારે ગાઢ ફ્રેન્ડ બની ગયા , ક્યારે પ્રેમ થયો અને ક્યારે એકબીજાની ખૂબ નજીક આવી ગયા બંનેને ખ્યાલ જ ન રહ્યો...
કોલેજ માં આ બંનેની જોડી ખૂબ પ્રખ્યાત હતી...અભી એનો ઘણો સમય રુહી સાથે જ વિતાવતો હતો...
રુહી એ અભી વિશે સ્નેહા અને નીયા ને પણ વાત કરી હતી...ત્રણેય સહેલી પત્ર દ્વારા એકબીજા સાથે વાત કરતી હતી....
રુહીએ અભી નો ફોટો પણ પત્ર સાથે મોકલાવ્યો હતો...સ્નેહા અને નીયા બંને ખૂબ ખુશ હતા...એ ત્રણેય જેવી દોસ્તી ક્યાંય જોવા ન મળે એવી હતી....
પરંતુ એક સમય એવો આવ્યો જેમાં રુહીએ પત્ર માં લખીને મોકલ્યું હતું કે એ હવે આ દુનિયા છોડીને જાય છે...અભી એ એની સાથે દગો કર્યો હતો...
સ્નેહા અને નીયા કંઈ કરે એ પહેલા એને રુહી ના આત્મહત્યા કર્યા ના સમચાર મળી ગયા....
*
કોઈ ફિલ્મ ની જેમ રુહી સાથેનો સમય સડસડાટ નીયા ની આંખો સામે થી પસાર થઈ ગયો અને એની આંખો માં આંસુ આવી ગયા...
એ રુહી ની યાદો ને મૂકી વર્તમાનમાં આવી ત્યારે અભી ત્યાં હાજર ન હતો....
દોડતી હાંફતી એ ઘરે આવી ત્યારે અભી એની રૂમ માં હતો...શીલા અને નિખિલ એના રૂમના દરવાજા પાસે ઊભા હતા...
"નીયા ....તું અભી ને કહે કે એ દરવાજો ખોલે..."નિખિલ દોડીને નીયા પાસે આવ્યો અને બોલ્યો...
નીયા હજુ પણ હાંફી રહી હતી...એના કપાળે પરસેવા ના ટપકાં ઉપસી આવ્યા હતા...નિખિલ ના શબ્દો જાણે એના કાને જ ન પડ્યા હોય એ રીતે એ ઉભી હતી....
" નીયા....અભી ડ્રગ્સ લે છે..." આખા ઘરમાં સંભળાય એટલા મોટા અવાજ થી નિખિલે ત્રાડ પાડી...એનો અવાજ એટલો ઊંચો હતો કે અવાજ નો બે વાર પડઘો પડયો...
નીયા ને કંઈ સમજાતું ન હતું....એ જાણતી હતી રુહી નો પ્રેમી અભી છે અને એ અભી આ જ હતો પરંતુ રુહીના કહ્યા મુજબ અભી એ એને દગો આપ્યો હતો તો અત્યારે રુહી નું નામ આવતા જ અભી ની આવી હાલત કેવી રીતે હતી...
રૂમની બારી ની ડીઝાઈન જેવી જાળી માંથી અભી દેખાતો હતો...એ ટેબલ પાસે બેઠો હતો...ટેબલ ઉપર સફેદ પાઉડર જેવા દેખાતા ને એક સીધી લાઈન માં ગોઠવી રહ્યો હતો...
એને જોઇને નીયા એ બુમ પાડી...
"અભી......."
નીયા નો અવાજ સંભળાતા જ અભી એ ડોકી ઊંચી કરી અને નીયા તરફ ફેરવી...નીયા ની અંદર એને રુહી નો ચહેરો દેખાયો....જાણે રુહી પોતાને સાદ કરી રહી હોય ....
ઊભા થઈને અભી એ દરવાજો ખોલ્યો ...નીયા બારી પાસેથી દરવાજા તરફ આવી...
નીયા ને જોઇને અભી એને ગળે વળગી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો....
નીયા એ પણ અભી ને કઠણ થી પકડી લીધો એની આંખોમાંથી આંસુ સરી ગયા...
શીલા અભી પાસે જતી હતી ત્યાં નિખિલે એનો હાથ પકડી લીધો...
એની આંખોમાં જોઇને શીલા થોડી વાર ત્યાં થંભી ગઈ...અને પછી એક ઝટકા સાથે હાથ છોડીને ત્યાંથી નીચે ચાલવા લાગી....
અભી અને નીયા એકબીજા થી છૂટા પડ્યા... બંને એકબીજાને જોઈ રહ્યા હતા...નિખિલ એની પાસે આવ્યો...અને નીયા ને કહ્યું...
"આને રૂમમાં લઈ જા..."
ડોકું ધુણાવી ને નીયા અભી ને રૂમમાં લઇ ગઈ અને બેડ ઉપર સુવડાવ્યો...સુવડાવીને નિયાએ ત્યાંથી જવા માટે પગ ઉપાડ્યા પરંતુ અભી એ એનો હાથ પકડી લીધો અને એની પાસે જ બેસવા કહ્યું...
નીયા અભી ની બાજુમાં બેસી ને એના માથે હાથ પસારતી રહી....એનો એક હાથ અભી ના હાથ માં હતો...નિખિલ દરવાજા પાસે ટેકો રાખીને ઊભો હતો...ટેબલ પાસે આવીને ટેબલ સાફ કર્યું અને ત્યારબાદ એ રૂમની બારી પાસે આવીને ઊભો રહ્યો અને પાછળ ના ભાગ માં આવતા ગાર્ડન ને જોતો રહ્યો...
અભી ગાઢ નિંદ્રા માં સુઈ ગયો હતો ...ધીમે થી એનો હાથ અભી ના હાથમાંથી છોડાવીને નીયા નિખિલ પાસે આવી...
નીયા ને જોઇને નિખિલ બોલી ઉઠ્યો ...
" તું એ જ જાણવા માંગે છે ને કે અભી એ અચાનક આવું શું કામ કર્યું...."
જાણે એના સવાલ નો જવાબ જાણવા આતુર હોય એવી રીતે નીયા એ હા માં ડોકું ધુણાવ્યું....
"અભી એક રુહી નામની છોકરી ના પ્રેમ માં હતો...ખૂબ જ સારી છોકરી હતી...પરંતુ એક પૈસાવાળી છોકરી ના ચક્કર માં અભી એ રુહી ને છોડી દી......"નિખિલ ની વાત પૂરી થાય એ પહેલા નીચેથી શીલા ની બુમ સંભળાઈ....
નિખિલ અને નીયા દોડીને રૂમની બહાર આવ્યા....
ત્યાં એની નજર શીલા ઉપર પડી....
દાદર ઉપરથી દડદડતી શીલા નીચે પડી હતી...એના કપાળમાંથી લોહી નીકળી રહ્યું હતું...
" આણે તો પણ...." નિખિલ આગળ બોલે એ પહેલા નીયા એ નિખિલ ના ખભે હાથ મૂક્યો અને એની તરફ નજર કરી...
બંને હળવું હસીને દાદર ઉતરીને નીચે આવ્યા...
શીલા તો જાણે નાટક કરતી હોય એ રીતે જોર જોરથી 'બચાઓ બચાઓ' ની બુમ પાડવા લાગી...
"ચૂપ..." નિખિલ બોલ્યો અને પોકેટમાંથી હાથરૂમાલ કાઢવા લાગ્યો...
"એટલું બધું નથી વાગ્યુ...."નિખિલે બોલતા બોલતા કપાળ ઉપર લોહી ને બંધ કરવા માટે ત્યાં હાથરૂમાલ રાખ્યો...
"તું અહી જ અભી પાસે રે...." બોલતા બોલતા શીલા ને ઉપાડી ને નિખિલ એને ગાડી પાસે લઈ જઈ રહ્યો હતો...
નીયા ત્યાં જ ઉભી રહી ગઈ...
નિખિલ શીલા ને લઈને હોસ્પિટલ જવા માટે નીકળી ગયો હતો...
નીયા ઉપર ની તરફ અભી ના રૂમમાં આવી....અભી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો....એને જોઇને નીયા ને વિચાર આવ્યો...
કે એક પૈસાવાળી છોકરી ના ચક્કર માં અભી એ રુહી ને છોડી દીધી ...તો મારી સાથે આ પ્રેમ નું નાટક કેમ....
ચાર કલાક ની ઊંઘ ખેંચ્યા બાદ અભી આળસ મરડી ને ઉઠ્યો...
શીલા અને નિખિલ હજુ આવ્યા ન હતા...નીયા અભી માટે સુપ બનાવીને ઉપર આવી...
અભી એક ઊંઘ કર્યા બાદ રુહી ને તો જાણે ભૂલી જ ગયો.... સુપ પીતા પીતા અભી એ નિખિલ વિશે પૂછ્યું....
નિખિલ ને ફોન કરીને બંને હોસ્પિટલ માટે નીકળ્યા....
હોસ્પિટલ પહોંચ્યા ત્યારે શીલા હોસ્પિટલ ના સફેદ બેડ ઉપર પડી હતી...એના માથા ઉપર સફેદ પાટો બાંધ્યો હતો...ચક્કર નું બહાનું બનાવીને શીલા ઘણા સમય થી હોસ્પિટલ માં પડી હતી...નિખિલ એની સામેની ખુરશી ઉપર બેઠો હતો અને ફોનમાં વાત કરી રહ્યો હતો...
"શીલા ...." શીલા ને જોઇને નીયા એની પાસે આવી અને બોલી...
" તમે કેવી રીતે પડી ગયા..."નીયા એ પૂછ્યું...
" દોડીને ઉપર આવતી હતી ત્યારે સાડી નો છેડો પગમાં આવતા ત્યાંથી નીચે પડી...." નિખિલે કહ્યું...
નિખિલ ને હસુ આવતું હતું પણ એ પરાણે રોકી ને ઊભો હતો....
"અભી તું કેમ છે..." શીલા એ બધાને નજરઅંદાજ કરીને અભી ને પૂછ્યું...
"તમે આરામ કરો ભાભી..." બોલીને અભી ત્યાંથી બહાર નીકળી ગયો...
______________________________________________
એક મહિના પછી ચાર પાંચ દિવસ માટે ચારેય ફરવા જઈ રહ્યા હતા...
નિખિલે અભી અને નીયા ને ફરવા જવાનું કહ્યું હતું પરંતુ નીયા એકની બે ન થઈ અને નિખિલ ને સાથે આવવાનું કહ્યું...
શીલા ને લઇ જવાનું મન કોઈને હતું નહિ છતાં એને લઈ જઈ રહ્યા હતા...
નીયા અને અભી બંનેને ખૂબ ભળતું હતું....ફરીને આવ્યા બાદ નીયા અને અભી ની સગાઈ કરવાની વાત ત્રણેય વચ્ચે થઈ ચૂકી હતી...
જે શીલા થી સાવ અજાણ હતું...
(ક્રમશઃ)