Maniraj Barot books and stories free download online pdf in Gujarati

મણિરાજ બારોટ

#મણિરાજ બારોટ
🌹🙏🏿🌹
મણિરાજ બારોટ તેઓ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામના લોકગીતના એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે.મણિરાજ બારોટનો જન્મ પાટણ પાસે ના સરસ્વતી તાલુકાના બાલવા ગામે શિવાભાઈ બારોટના ત્યાં થયો હતો. તેમના પ્રથમ પત્ની જશોદાબેન બારોટ ના મૃત્યુ બાદ પુનઃ લગ્ન આરતીબેન બારોટ સાથે થયાં હતાં. તેમનાં સંતાનોમાં ચાર દીકરીઓમાં મેઘલ,રાજલ,હિરલ,તેજલ છે.તેમણે બચપણથી ઢોલ,હાર્મોનિયમ,ઉત્તર ગુજરાતમાં ગવાતાં ભજન,લોકગીત,લગ્ન ગીત અને ફટાણા,ભવાઈ વેશના તે ઉત્તર ગુજરાતના પ્રથમ કડીના કલાકાર હતા.પચ્ચીસ વર્ષ પહેલાં સંગીત,ફિલ્મ ક્ષેત્રે સૌરાષ્ટ્રની બોલબાલા હતી.ગામડે ગામડે થઇ ગયેલા શૂરવીરોની ફિલ્મ માટે પટકથા લખાતી હતી.કેમકે ઉત્તર ગુજરાતમાં ઝવેરચંદ મેઘાણી, દુલાકાગ,જોરાવરસિંહ જાદવ જેવા કોઈ કવિ કે લેખક નથી થયા. બાકી ઉત્તર ગુજરાતની ભૂમિ એટલી જ શૌર્યવંતી ભૂમિ છે જેમાં ઘણા શૂરવીર, નરવીર,સંતના પાળિયા,સમાધિ,મંદિર હાલે પણ ગામડે ગામડે મોજુદ છે.રાજકીય થી માંડી કવિ લેખકોએ આ ભૂમિ ના શૂરવીરોના કામો ઉજાગર નથી કર્યાં તેનું અત્યંત દુઃખ છે.
. મણિરાજ એક એ ભૂમિનું ફરજંદ હતું.અત્યંત ગરીબ શીવાભાઈની સાથે મણિરાજ અલગ અલગ ગામે ભિક્ષા માટે રાવણહથ્થો લઈને જતા તે સાથે આ બાળ મણિરાજ પણ બાપના પગલે અને બાપના મુખે વહેતી સરસ્વતી અને હાથમાં રાવણહાથ્થા વડે નીકળતી સંગીતની સુરાવલી લોકો સાંભળી દંગ રહી જતા. ગાયકી અને સંગીતની ભેટ તેને વારસામાં મળેલી છે. સાથે પહેલાના સમયમાં બારોટ આ રીતે ભવાઈ કે નાટક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી. કાળક્રમે જમાનો બદલાયો હવે તેમાંના કોઈ કોઈ ગામડે હાલમાં ઘણા કલાકારો ગાય છે પરંતુ મણિરાજ ના તોલે ઉત્તર ગુજરાતમાં આવો કલાકાર હજુ સુધી કોઈ નથી જન્મ્યો.
મણિરાજના યુવાન થયે વિવાહ સંસ્કાર થતાં તેમની પ્રથમ પત્નીના અવસાન બાદ તે મણિરાજ દુઃખી હતાશ થઇ જતાં. તેમનાં બીજા લગ્ન આરતીબેન બારોટ સાથે થયાં. તેમની ચાર દીકરીઓ માં હાલ #રાજલ બારોટ પણ ગુજરાતની લોકગીત,લગ્નગીતની નામાંકિત કલાકાર છે. નાનપણમાં બાપની છત્રછાયા ગુમાવનાર રાજલ માટે બાળ માનસ પર ખૂબ મોટો કુદરતી આઘાત હતો. બાકીની ત્રણ બહેનો અને તેમની માતા ની ઉછેર, ભણાવવાની જવાબદારી રાજલના શિર પર આવી. પરિણામે નાના મોટાં ગરબા કે કાર્યક્રમો કરી આ દીકરીએ પોતાના પપ્પાનું સપનું સાકાર કરવા વધુ ભણવાનું છોડી કુટુંબને નિભાવ અને સામાજિક રીત રીવાજ કરે છે. સાથે બાકીની બહેનોને પરણાવવા,નિભાવવા સપનાં પૂરાં કરવા આજે પણ આ દીકરીએ લગ્ન કર્યાં નથી.
. મણિરાજ બારોટે ઘણા લોકગીતમાં સૂર આપી મરણ પથારીએ પડેલા લોકગીત, લગ્ન ગીતને ફરી થી ગુજતાં કરી દીધાં છે. આજે પણ "સનેડો" અને "મણિયારો" "શાન્તાડી ને કાન્તાડી" જેવાં લોકગીત અમર બનાવી દીધાં છે. એ વખતનો મોબાઈલ નો જમાનો ન્હોતો ત્યારે ગામડે ગામડે ભજન, લોકગીતો ના ડાયરા થતા ત્યારે પ્રફુલ દવે, પ્રાણલાલ વ્યાસ જેવાં મોટા ગજાના કલાકારો પાટણ આવતા ત્યારે આ મણિરાજને એકાદું લોકગીત ગવડાવી દેતાં તેનામાં છુપાયેલી ગાયકી થી આ કલાકાર પોતાની મેળે સફળતાની સડસડાટ સીડી ચડતો ગયો.
. તેમણે ગુજરાતી ફિલ્મ જગતમાં પગ જમાવીને ઘણાં ફિલ્મોમાં અભિનય અને કંઠ આપ્યો છે.જે "U tube" પર સાંભળવા મળશે.તે પૈકીનું "શેણી વિજાણંદ" "ઢોલો મારા મલકનો" મેનાં પોપટ" "જયમાઁ ખોડિયાર" ખૂબ માન સન્માન મળ્યાં.આજે પણ ઉત્તર ગુજરાતના હાલના નામાંકિત ગાયક કલાકારો બધા જ મણિરાજ બારોટના લહેકાની અને તેના સનેડાની નકલ કરી.પ્રખ્યાત થયા છે.જયારે તેની દીકરી રાજલ બારોટ અમદાવાદ રહીને પોતાની રીતે નામ કમાઈ રહી છે.
આવા મહાન કલાકારની જેટલી સારી બાબત છે તેટલી ખૂબજ દુઃખદ બાબતો પણ છે. ઘણાં ગીતોના કારણે સામાજિક ખોફ વ્હોરવો પડ્યો છે. તેમના પર હિંસક હુમલા પણ થયેલા હતા. તે છતાં આ એકલવીર કલાકારે પોતાની કલા આખા ગુજરાતમાં પ્રસરાવી.
. એક કલાકરને શોભે તેવો તેમનો મનમોહક ચહેરો, અણિયાળી અને ચિત્ત આકર્ષિ લે તેવી આંખો રાજકોટ પાસે ના એક રિસોર્ટમાં કાર્યક્રમ પતાવી નીકળતાં આ મહાન કલાકરને હ્રદય રોગનો હુમલો થતાં સદાય ને માટે સુંદર અણિયાળી આંખોના ઘણીની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ. તે દિવસ હતો 30 મી સપ્ટેમ્બર 2006 ત્યારે તેમની ઉંમર 42 વરસ જેટલી હતી. ઘણા કહે છે કે કાર અકસ્માત થયો હતો.જે સાચું હોય તે પરંતુ ઉત્તર ગુજરાતનો આ ઉગતો કલાકાર સદેહે નથી પરંતુ "મણિયારો" કાયમને માટે તેના કંઠમાં હાલ જીવતો છે.
. - સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED