પ્રતિશોધ એક આત્મા નો - 23 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 23

પ્રતિશોધ ભાગ ૨૩

" મંગળ આવી રહ્યો છે એ બાવા તે સાંભળ્યું મંગળ આવી રહ્યો છે ચલ હવે ટાઇમ થાઇ ગયો સે આપણે ડુંગરા પર જાવુ પડશે મારે એને એ જ જગાએ મળવું સે જ્યાં એણે મારો ને મારા દીકરાનો જીવ લીધો તો .મંગળ એ મંગળ હું આવી રહી સું આ જે આપણે એક થઈ જવાના " આત્મા જોરથી જોરથી હસ્તા હસ્તા આ બધુ બોલી રહી હતી.

"કોઈ ડુંગરા પર જવાનું નથી તે એને અહીંયા લાવા કહ્યું હતું અને એ અહીંજ આવશે " પંડિતજી જાણતા હતા આત્મા એકવાર મંદિરની બહાર જશે પછી એની તાકાત દશ ગણી વધી જશે અને એ કોઈને પણ નુકશાન પોહચાડી શકે છે.

"લાગેસે તને આ છોરીનો જીવ વાલો નથી .તારી પાહે મારી વાત માનવા સિવાય કોઈ મારગ નથી .જો મંગળ અહીં આયો તો એ જ ગળી હુ આ છોરીનો જીવ લઈ એનું સરીર છોડી દઈશ "

" ના .. ના તુ એવું ના કરતી પંડિતજી તમે એની વાત માનો એ લોકો અત્યારે ત્યાંથી નીકળ્યા છે મોડુ થઈ શકે છે જો આપણે પણ અહીંથી ઘાટ તરફ જશું તો સમય બચી જશે " નિષ્કાથી ન રેહવાતા વચમાં બોલી.

"તારી વાત હું સમજુ છું પણ આના પર ભરોસો ના કરાય તું જાણતી નથી મંદિરની બહાર ગયા પછી એની તાકાત એટલી વધી જશે કે આપણે એને કાબુ નહીં કરી શકીએ " પંડિતજી નિષ્કાને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

બીજી તરફ બન્ને ગાડીઓ આગળ વધી રહી હતી . મંગળનું મૌ સુજી ગયું હતું ને એને હજી સમજાતું નહોતું કે એ પકડાઇ કેવી રીતે ગયો એનો પ્લાન તો એકદમ બરાબર હતો તો ગડબડ કયાં થઈ. જાડેજાએ પાછળ એની તરફ જોયું અને હસ્યા " કેમ બેટા કેવી રીતે પકડાઇ ગયો એ વિચારે છે ને ?" મંગળ કાંઈ બોલી શક્યો નહીં. "વધારે વિચાર ના કર બધુ ખબર પડી જશે . કિસન ગાડીની સ્પીડ વધાર પાંચ વાગ્યા પેહલા અદાલત પોહચવાનું છે આજનો જજ માથા ફરેલ છે " જાડેજાની વાતોએ મંગળને વધારે ચિંતામાં નાખી દીધો .

બીજી ગાડીમાં રોમીલ અનીલ ને વિકાસના પ્રરાક્રમની વાત કરી રહ્યો હતો ડુંગર ઉપર શું થયું વિકાસને કઈ રીતે ઇજા થઇ ને પછી ખીચામાં મુકેલું ફોલ્ડિંગ ચાકુ કાઢી ને બતાવ્યું અનીલ ચાકુ ખોલી એક ચશમાં વળે જોવા લાગ્યો " માય ગોડ રામપુરી ચાકુ લાગે છે આને આપણે આ ટ્રિપની યાદગારી રુપે હમેંશા આપણી પાસે રાખશું જબરુ છે યાર માની ગયા યાર વિકાસ તને .તુ નાહોત તો મંગળ આજે પકળાત નહીં હેટસ ઑફ ટુ યુ મેન " અનીલ વિકાસના વખાણ કરતા બોલ્યો.

"યાર ચાર્મી બચી જવી જોઈએ બસ નહીંતો આ બધુ બેકાર છે " વિકાસને ચાર્મીં નીજ ચિંતા હતી એની ચીંતામાં એનો પ્રેમ દેખાતો હતો.

" ચિંતા નહીં કર દોસ્ત યાદ છે ને કમળી એ શું કીધું હતું આ બધુ માં અંબેની ઈચ્છા થઈ રહ્યું છે મંગળ આજે મરશે અને ચાર્મી બચી જશે અને એ ભાનમાં આવે એટલે તરત તારા દીલની વાત કરી દેજે " રોમીલ હિંમત આપતા બોલ્યો.

બીજી તરફ પંડિતજીએ આત્માને ભરોસા વગરની કહી એથી એ ચિડાઇ " એ બાવા મોઢુ સંભાળીને બોલ ભરોસા વગરની કોને કે છે હે અરે ભરોસો તૂટવાની તકલીફ મેં જોયી છે મને મંગળ હમજે છે નાલાયક "

" કેવી રીતે તારા પર ભરોસો કરું તે પહેલા કહ્યું મંગળને અહીં લાવો હવે કે છે ડુંગરા પર લાવો ક્યા હિસાબે તારો ભરોસો કરું બોલ "

" મારા મરેલા દીકરાના હમ ખઈને કઉં શું મને ખાલી મંગળ જોઈએ છે બાકી કોઈને હું કંઈ નહીં કરું પણ હા મંગળને જીવતો નહીં મુકુ એનો જીવ લઉ પછી મારી આત્મા ટાઢી પડ સે ને આ છોરીને જીવતી સોડી દઇસ આ માવડી હામે વચન આલું સુ "

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .