સિદ્ધપુર वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

સિદ્ધપુર

"સસ્તી સિદ્ધપુર ની જાત્રા"
. 🙏🏿🌺🙏🏿
સિદ્ધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકી સિદ્ધપુર તાલુકામાં આવેલું નગર છે,જે તાલુકાનું મુખ્ય મથક પણ છે.પ્રાચીન સરસ્વતી નદીના કાંઠે વસેલું સિદ્ધપુર
સિદ્ધપુર શ્રીસ્થળ તરીકે જાણીતું હતું.તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં "દાશુ' ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા.સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું.મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. ૪થી-૫મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા.૧૦મી સદીની આસપાસ,સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી.સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું.તેણે શિવ મંદિર,રમણીય મહેલો અને ૮૦ મીટર ઉંચો મિનારો બંધાવ્યો હતો.તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા.૧૨મી સદી દરમિયાન મહંમદ ઘોરીએ તેના સોમનાથ પરના આક્રમણ વખતે શહેરનો નાશ કર્યો.આશરે ત્રીસ હજાર લોકોની કત્લ કરવામાં આવી હતી અને એ સાથે સોલંકી સામ્રાજ્યનો નાશ થયો.દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા.સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું.મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહેલા.સિદ્ધરાજે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને અહીં કર્મકાંડ માટે વસાવ્યા હતા.૧૪મી સદીમાં ભવાઇના રચયિતા અસૈત ઠાકરનો જન્મ અહીં થયો હતો.સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનીની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.સિદ્ધપુરમાંથી કુંવારીકા તરીકે ઓળખાતી સરસ્વતી નદી વહે છે,જેના કિનારે માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.સરસ્વતી નદીને કિનારે વસેલું સિદ્ધપુર સ્વયંભુ શિવ મંદિરોથી ઘેરાયેલું છે.ઉત્તર પૂર્વ છેડે ચમ્પકેશ્વર મહાદેવ,પૂર્વમાં અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ,વાલકેશ્વર મહાદેવ,પશ્ચિમમાં વટેશ્વર મહાદેવ આવેલા છે.મુક્તિધામ,બિંદુ સરોવર,રુદ્રમાળ અને અરુડેશ્વર સિદ્ધપુરના મહત્વના જોવાલાયક સ્થળો છે.ઇ.સ. ૨૦૧૭માં બિંદુ સરોવર નજીક સિદ્ધપુર પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા શ્રીસ્થળ સંગ્રહાલયનું નિર્માણ કરવમા આવેલ છે.રુદ્રમહાલય-સિદ્ધપુર, ગુજરાત ખાતે આ "રુદ્રમહાલય" મંદિર બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને ૧૧૪૦માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું.આ મંદિરનો વિનાશ પહેલાં અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહમદશાહ પહેલા (૧૪૧૦-૪૪) કરાયો હતો અને તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવ્યો હતો.મંદિરનું તોરણ અને ચાર સ્થંભો હજુ જળવાયેલા છે,અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે.સરસ્વતી નદીની પેલે પાર અરવડેશ્વર છે,જે નાથ સંપ્રદાયનું મનાય છે.અહીં ચીની પ્રવાસી હ્યુ્એન્સંગે પોતાની ભારત દર્શનની પોથીમાં આ નગરનું વર્ણન કરેલ છે.આ નગરમાં બિંદુ સરોવર છે.આ જગ્યાએ કહેવાય છે કે કર્દમ ઋષિનો તેની માતા દેવહુતિ એ જનમ આપેલો.રાજા સિદ્ધરાજએ આ નગરીનું પુનઃ નિર્માણ કાર્ય કરી "શ્રીસ્થલી" નામ બદલીને "સિદ્ધપુર" કરીને વિકસાવી.અનેક શૈવ મંદિર બંધવ્યા હતાં.અહીં સગર રાજાના 60000 પુત્રોને કર્દમ ઋષિએ સંતાડ્યા હતા.અહીં કર્દમ ઋષિની માતાનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું તે વખતથી "માતૃતીર્થ" તરીકે પ્રખ્યાત છે.અહીંની આશરે વસતી 65000 જેટલી છે.નેશનલ હાઇવે અને દિલ્હી રેલવે લાઈન સાથે જોડાયેલું છે.દર વરસે કારતકની પૂનમ સુધી 15 દિવસ અહીં મેળો ભરાય છે.મોટી સંખ્યામાં લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનની તર્પણ ક્રિયા માટે પધારે છે.અહીં મોટું સ્મશાન છે.જે વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલા પોતાના સ્વજનની અંતિમ અગ્નિ સંસ્કાર ક્રિયા વેબકેમ થી જોઈ શકે છે. રહેવા અહીં ઘણી સુવિધાયુક્ત હોટેલો પણ છે.નજીકમાં પાટણ અને ઊંઝા શહેર છે.અહીં થી અંબાજી 70 km છે.50 km તારંગા.હિલ પણ છે.અને માઉન્ટ આબુ પર્વત નજીક છે.નગરની પૂર્વ દિશાએ માતા સરસ્વતી નદી છે.નદીને અડીને સરસ્વતી માતાનું મંદિર પણ ખૂબ પુરાણું છે.રાજા સિદ્ધરાજે આ નગર ની પુનઃ પ્રતિષ્ઠા વખતે 1100 પ્રત ભાગવતની હેમચંદ્રચાર્યના શિષ્યો દ્વારા લખાવી હતી.જે ભેટ રૂપ વિવિધ દેશ ના રાજાઓને આપેલી હતી.અહીં વ્હોરા સમાજની સુંદર હવેલી,મકાનની વિવિધ બારી બારણાં માં કોતરેલ ડિઝાઇન જોવા જેવી છે. આ મકાન જોવા પરદેશી પ્રવાસીઓ આવે છે.સુંદર બગીચો છે. યાતાયાત માટે વ્યવસ્થા છે. કહેવત છે કે "સસ્તી સિદ્ધપુરની જાત્રા" તે મુજબ વાત સાચી છે.બીજાં તીર્થ કરતાં અહીં હોટલ,બજાર,ભાડા સસ્તા છે.મહાભારત્તકાળથી પણ વધુ પ્રાચીન આ નગરી છે.પૂરાણોમાં આ નગરીનો ઉલ્લેખ છે. "શ્રી"સ્થળ, શ્રીસ્થલી" એટલે "લક્ષ્મી નું ઘર".આ નગરની ક્યારે રચના થઇ તેનો પાકો ઇતિહાસ નથી મળતો. કદાચ આ નગર ગુજરાતનું જૂનામાં જૂનું હોય તેમ મનાય છે. પહેલાં નગરને "જનપદ" (ગામડું ) નામથી ઓળખાતું.સમજી લો લાખો વરસ પહેલાંનું આ નગર જોવા એકવાર સમય લઇ ને જજો....
અસ્તુ...આ લેખ આજે રાત્રે 10.41 pm પૂરો કર્યો છે. ક્યાંક ક્ષતિ હોય તો કોમેન્ટ બોક્સ માં જણાવવા વિનંતી.- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )પાટણ તા.18/10/2021 સોમવાર