પ્રતિશોધ ભાગ ૧૫
ધાર્યા કરતાં વધારે જલદી ગાડી ઘાટ ઉપર આવી ગઈ ધડીયાલમાં ૯ વાગ્યા હતા જીતપર ગામ હવે ૫૦ કિલોમીટર દૂર હતુ ને લગભગ દોઢ કલાક મા જીતપર ગામ પોહચી જશું એમ લાગ્યું ને ઘાટ ઉપર હનુંમાન મંદિર પસાર થતા લગભગ પાંચ કિલોમીટર પછી ગાડી ઝટકા ખાવા લાગી ને બંદ પડી ગઈ.
"અરે યાર આને અત્યારે શું થયું ?" વિકાસ ગાડી બંદ પડતા અકળાયો.
" મને લાગે છે ગરમ થઈ ગઈ હશે અનીલ નીચે ઉતર આપણે ધક્કો મારીએ વિકાસ ગાડી સાઇડમાં લે ઘાટ ઉપર અંધારામાં અહીંયા ઉભા રેહવું સેફ નથી પાંચ મીનીટમાં ગાડી ઠંડી થશે પછી ચાલુ કરવાની કોશીશ કર " રોમીલ ગાડીમાંથી ઉતરતા બોલ્યો.
જલ્દી જીતપર પોહચવું હતુ ને ગાડી બંદ થઈ બધા અકળાતા હતા પણ કાંઈ કરી શકે એમ નહોતાં . ગાડી સાઇડમાં લઈ બોનેટ ખોલી ચેક કરવા લાગ્યાં પણ કાંઈ સમજાયું નહીં એક એક મીનીટ કિંમતી હતો.
બીજી તરફ મંદિરમાં ચાર્મી હજી બેહોશ હતી . પંડિતજી રામજી કાકા જોડે વાત કરી જીતપર ગામ વિષે માહિતી મેળવી રહ્યા હતા .
જીતપર ગામમાં લગભગ ૨૦થી ૨૫ કાચ્ચા ઘર છે . આ સમયે ગામની વસ્તી ખુબ ઓછી હોય છે . ઘેટા બકરા નો ઉછેર એમનો વ્યવસાય છે .મોટા ભાગના પુરુષો અને સ્ત્રીઓ ઘેટા બકરા લઈ ગુજરાત તરફ દુર નીકળી જાય છે . આ સમયે ગામમાં ફક્ત વુદ્ધો ને નાના બાળકો હોય છે અને એમનું ધ્યાન રાખવા થોડી સ્ત્રીઓ હોય છે. રુખી કે મંગળ આ નામ વિશે રામજી કાકા પાસે કોઈ માહીતી નથી . જીતપર ગામનાં મુખી ને સારી રીતે ઓળખે છે પણ એમની પાસે જે એમનો મોબાઈલ નંબર હતો એ બંધ આવતો હતો .
રામજી કાકા પાસેથી જે જાણકારી મળી એ જાણવવા નિષ્કા એ રોમીલ ને ફોન લગાવ્યો . મુખી નું નામ અને નંબર નિષ્કાએ રોમીલ ને મેસેજ કર્યા હતા ને જરૂર પડે તો રામજી કાકા નું નામ આપવા જણાવયું . આ બધી માહિતી લીધી ને પછી ગાડી બંદ પડ્યાં ના સમાચાર રોમીલે નિષ્કાને આપ્યાં જે સાંભળી નિષ્કા ચિંતા કરવા લાગી " ઓ માય ગોડ હવે શું કરશો ? ગાડી ને પણ આજે જ બગળવુ હતુ ? તમે પેટ્રોલ તો ભરાવ્યું હતુ ને? "
" ઓ સીટ કાલે અમદાવાદ હાઇવે પર ટાંકી ફૂલ કરી હતી પછી પેટ્રોલ ભરાવ્યું જ નથી તુ ફોન મુક હુ પછી ફોન કરું" રોમીલ ને ભુલ સમજાતા ફોન ક્ટ કર્યો . રોમીલ ના મોઢે પ્રેટ્રોલની વાત સાંભળી વિકાસ તરત ઇન્ડીકેટર જોવા ગયો " અરે યાર આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ આપણા માંથી કોઈને પણ ખ્યાલ ન આવ્યો " વિકાસ ગુસ્સા મા ટાયર પર લાત મારતા બોલ્યો .
" થઈ જાય યાર ટેન્શન માં આવી ભુલ થઈ જાય આપણે કોઈ ગાડીવાળા પાસે મદદ માંગી એ બધુ બરાબર થઈ જશે આપણી પાસે હજી ટાઇમ છે " અનીલ વિકાસ ને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો .
બધા મિત્રો રોડ પર જતી ગાડી ઓ પાસે મદદ માગી રહ્યા હતા પણ કોઈ ગાડી ઉભી રાખતું નહોતું .
બીજી તરફ મંદિરમાં પંડિતજી ને ગાડી નો પ્રોબલ્બ ખબર પડતા ચિંતા થઈ રહી હતી એ માતાની મૂર્તિ તરફ હાથ જોડી મદદ માટે પ્રાથના કરવા લાગ્યા ને ત્યાં એમના મોબઈલ ફોનની રિંગ વાગી.
" હા બોલો ડોક્ટર સાહેબ કાંઈ કામ હતુ સોરી પણ હુ અહીં અંબાજી મંદિરે દર્શન માટે આવ્યો છું તો મંદિર મા હતો એટલે ફોન ગાડી મા મુકી ગયો હતો તમારો મિસ કોલ જોયો એટલે તરત ફોન કર્યો બોલો સાહેબ શું હુકમ છે " ઇન્સપેક્ટર જાડેજા નો ફોન આવ્યો .
"તારી મદદ જાઇએ છે જાડેજા
જીતપર ગામ તારી હદમાં આવે છે ?"
"હા મારી જ અન્ડર આવે છે બોલ શું કામ હતુ ?"
"ત્યાંથી છેલ્લા ત્રણ ચાર મહિનામાં કોઈ રુખી નામની સ્ત્રી ગાયબ થયાની ફરિયાદ કોઈ એ નોંધાવી છે?"
"રુખી..... જો નામ તો યાદ નથી આવતું પણ હા એ ગામ માંથી થોડા લોકો આવ્યા હતા એક ફરિયાદ લખાવા કે કોઈ એક સ્ત્રી પોતાનાજ ઘરના બધા દાગીના ચોરીને ફરાર થઈ ગઈ છે હુ પુછતાછ કરવા ગામે પણ ગયો હતો પણ સ્ત્રી હજી પકડાઈ નથી વધુ માહિતી પોલીસ સ્ટેશન પહોંચી પછી આપુ . તુ કેમ પુછે છે ક્યાંક તારા આશ્રમમાં તો નથી આવી ને ?"
"હા મારા આશ્રમમાં આવી તો છે પણ એ સ્ત્રી નહીં એની આત્મા પ્રતિશોધ લેવા આવી છે " પંડિતજી ની વાત સાંભળી જાડેજા ચોકી ગયાં.
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .