દાસ્તાને બી બિલ્ડિંગ - 26 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાસ્તાને બી બિલ્ડિંગ - 26

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 26

આગળનાં ભાગમાં જોયું કે સાગર પારસમણિ લઈને પારસમણિની શકિતથી પરિમલનો દેહ પીપળાના વૃક્ષ નીચે હોય ત્યાં જાય છે. બૌદ્ધ સાધુ આનંદ, મેહુલ ની સાથે જીયા, નયન અને મહેન્દ્ર પણ બી બિલ્ડિંગ તરફ જાય છે. હવે આગળ

" વિદ્યા કેમ? તે પારસમણિ આપી"(સોમ)

" હા વિદ્યા કેમ?"(સરસ્વતી )

" પપ્પા હું તમને આમ કંઈ રીતે મરવા....... "(વિદ્યા)

" પહેલાં સોમ અંકલ ને ગોળી વાગી છે એને હોસ્પિટલ લઈ જવા પડશે"(જનક)

" ના જરૂર નથી
હું ખાલી"(સરસ્વતી)

"હા બોલો સરસ્વતી" (જનક)

" હું ખાલી અંકલની ગોળી બહાર કાઢી શકું પણ
એ જખમને હું દુર ન કરી શકું "(સરસ્વતી)

" એની ચિંતા કરવાની જરૂર નથી
મારી પાસે ઔષધિઓ છે"(બૌદ્ધ સાધુ આનંદ)

બૌદ્ધ સાધુ આનંદ, તેમનો શિષ્ય મેહુલ, નયન, મહેન્દ્ર અને જીયા કાળિકા માતાનાં મંદિરે આવી જાય છે.
જનક, નયન, મહેન્દ્ર, જીયા, વિદ્યા બધાં એકબીજાને મળે છે. સરસ્વતી પોતાની શકિતથી ગોળી બહાર કાઢે છે. બૌદ્ધ સાધુ આનંદ પોતાની કાપડની પોટલીમાથી ઔષધિઓ કાઢી સોમનાં જોખમમાં પર લગાવે છે. નાનો એવો કાપડનો પટ્ટો સોમનાં હાથ પર બાંધે છે.
જનક બનેલી ઘટનાને જીયા, નયન, મહેન્દ્ર, બૌદ્ધ સાધુ આનંદ અને તેમના શિષ્ય મેહુલને જાણ કરે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

સાગર પરિમલનાં માનવ શરીર જે પીપળાના વૃક્ષ નીચે હોય ત્યાં આવી જાય છે. સાગર પારસમણિ પરિમલનાં કપાળ પર મુકે છે. પારસમણિ પ્રકાશિત થાય છે એના પરથી સફેદ પ્રકાશ આવે છે. પરિમલ જીવંત થઈ જાય છે. પારસમણિ પાછી સાગર લઈ લે છે.

" હા....... હા....... "(પરિમલ)

" દાદા તમે જીવંત થઈ ગયાં "(સાગર)

" હા હવે દુનિયા પર આપણું રાજ હશે"

" હા દાદા આપણી પાસે પારસમણિ પણ છે"

" હા
અને 100 વર્ષ સુધી અહીં રહેવાથી મારી પાસે ધણી જાદુઈ શક્તિથી આવી ગઈ છે"

" હવે પેહલાં પારસ કુળના લોકોને....... "

" હા
કયાં છે એ લોકો "

"કાળિકા માતાનાં મંદિરએ છે"

" તો ચાલ સાગર"

"હા"

બંને જણા કાળિકા માતાનાં મંદિરએ જવા નીકળી જાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻

"સાગરે તો પરિમલને હવે જીવંત પણ કરી દીધો હશે"(સોમ)

"હા
આ વાતાવરણ તેનાં જીવંત થવાનો અનુભવ કરાવે છે"(બૌદ્ધ સાધુ આનંદ)

"હવે"(વિદ્યા)

"બૌદ્ધ સાધુ આનંદ હવે કંઈ રીતે એ લોકોથી લડશું? "(સોમ)

"હવે તો પરિમલ પાસે પણ જાદુઈ શક્તિ છે આટલાં વખતની વર્ષોની તપસ્યાથી"(બૌદ્ધ સાધુ આનંદ)

"જાદુઈ શક્તિ તો મારી પાસે પણ છે"(સરસ્વતી)

"સાગર અને પરિમલ પાસે પારસમણિ છે"(બૌદ્ધ સાધુ આનંદ)

"તો શું એ લોકો આપણાથી વધુ શક્તિશાળી છે? "(સરસ્વતી)

"હા"(બૌદ્ધ સાધુ આનંદ)

"કોઈ ઉપાય છે? "(સરસ્વતી)

"હવે બૌદ્ધ સાધુ આનંદ
કોઈ રસ્તો છે પારસમણિ....... "(સોમ)

"કંઈ રીતે પારસમણિ મેળવી શકશું? "(વિદ્યા)

"બૌદ્ધ સાધુ તમે મોન ન રહો"(સોમ)

" હા રસ્તો તો છે"(બૌદ્ધ સાધુ આનંદ)

" હા તો જલ્દી બતાવો"(જનક)

" બૌદ્ધ સાધુ કયો રસ્તો છે"(સોમ)

" મૃગાંક"(બૌદ્ધ સાધુ આનંદ)

(સરસ્વતી મનમાં શું આ મૃગાંક 100 વર્ષ પહેલાં અમારાં પપ્પાનાં મંત્રીનો છોકરો જ છે. ના રે એ કયાં હોય શકે? બીજો કોઈ હશે)

"એ કોણ છે? "(મહેન્દ્ર)

"વિદ્યા તારી એ વ્યકિત સાથે ભેટ થઈ છે"(બૌદ્ધ સાધુ આનંદ)

"પણ હું કોઈ મૃગાંક નથી ઓળખતી"(વિદ્યા)

"હું ખબર તને એણે પોતાનું નામ ની જણાવ્યું હશે"(બૌદ્ધ સાધુ આનંદ)

"કોણ મૃગાંક"(જીયા)

" મારી તો બધું સમજ બહાર જ છે"(નયન)

"ગુરુ જી હું પણ નથી જાણતો મૃગાંક ને" (મેહુલ)

"બૌદ્ધ સાધુ જો"(બૌદ્ધ સાધુ આનંદ)

દુરથી કોઈ વ્યક્તિ આવતો હોય તેનાં તરફ જોવા કહે છે.

(સરસ્વતી મનમાં આ વ્યક્તિ સાથે મારો આમનો સામનો થયો હતો જયારે સોસાયટીમાં એક વખત હું આવતી હતી ત્યારે આ જ બહાર જતો હતો. દુરથી તો ઓળખાતો નથી પણ આ કદાચ મૃગાંક જ હશે અમારાં મંત્રીનો છોકરો અહીં આવે તો જ ખબર પડે.)

મૃગાંક મા કાળિકાના મંદિરમાં આવી જાય છે. મંદિરમાં જઈને મા કાળિકાને નમન કરે છે. પછી બૌદ્ધ સાધુ આનંદ ને નમન કરે છે.

" હું મૃગાંક"(મૃગાંક)

(સરસ્વતી મનમાં આ તો અમારાં મંત્રીનો છોકરો મૃગાંક જ છે જે મને પ્રેમ કરતો હતો. પણ તે અહીં આટલા વર્ષોથી અને હજુ પણ યુવાન જ છે. )

"તમને જોયા હોય એવું લાગે છે
પણ કયાં? " (વિદ્યા)

શું થશે હવે આગળ?

રહસ્ય જાણવા માટે વાંચતા રહો દાસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......