દાસ્તાને બી બિલ્ડિંગ - 4 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

દાસ્તાને બી બિલ્ડિંગ - 4

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 4

વિદ્યા ના ફોનમાં રીંગ વાગે છે. એ એના પપ્પા સોમ નો જ ફોન હતો. ઘડિયાળ માં એક વાગી ગયો હતો.

" હાલો હાલો "

" હાલો પપ્પા "

" બેટા મને આવતા મોડું થશે "

" પણ તમે અત્યારે કયા છો ?
પપ્પા "

" હું ઘરે આવીને વાત કરીશ "
એમ કહીને ફોન કટ કરે છે.

વિદ્યા ના ઘરે જીયા આવે છે અને નયન બેહોશ થઇ ગઇ તેની વાત જણાવે છે. તે બંને નયન ને મળવા માટે નયનના ઘરે જાય છે. નયન નાં ઘરે મહેશ અને જનક પણ પહેલેથી આવી ગયા હતા. નયન ત્યારે જ જમતો હતો. બધા સોફા પર બેસે છે. અને ધીમે ધીમે વાત કરે છે. થોડી વાર પછી નયન જમીને પોતાના મિત્ર પાસે આવે છે. નયનની મમ્મી ભાવના પણ ખુરશી લઇ ને બેસે છે. એના પપ્પા પંકજ ઑફિસે જતાં રહયાં હતા. ઘડિયાળ માં બે વાગી જવાના હતા. મહેશ વાત કરવાની શરૂઆત કરી ?

" આન્ટી નયને અચાનક શું થયું "

" એતો મને પણ નથી ખબર
ડૉક્ટર મહેતા એ કીધું છે બધું બરાબર છે
નયન ને કશું થયું નથી "

" પણ આન્ટી આમ અચાનક બેહોશ કેમ થઇ ગયો " વિદ્યા એ પુછયું

" નયન કંઇ કે તો હતો પણ મને પણ કંઇ સમજ ની પડી
બી બિલ્ડીંગ વિશે કંઇ કહેતો હતો "

નયન હજુ પઢ ચુપચાપ સોફા પર બેસેલો હતો. એની બાજુમાં મહેશ, જનક, જીયા, વિદ્યા બેસેલી હતી. વચ્ચે એક નાનું લંબચોરસ આકારનું ટેબલ હતું. એની સામે ખુરશી પર ભાવના બેસેલી હતી.

" શું બી બિલ્ડીંગ નયન " બાજુમાં બેસેલો મહેશ નયને હાથ હલાવતાં પુછે છે.

" બેટા શું હતું બી બિલ્ડીંગ માં ? "

બધા વારાફરતી બસ એક જ સવાલ નયને પુછે છે. નયન ધીમેથી બોલે છે.

" જયારે હું કસરત કરીને બસ ધાબા પરથી નીકળતો હતો ત્યારે એક સમુદ્રમાં ઊછળતા મોજાં નો અવાજ આવતો હતો મને લાગ્યું એમજ હશે પણ પાછો એ જ આવ્યો એટલે "

" પછી શું થયું " જનક વચ્ચે બોલી પડયો

" પહેલાં નયને વાત પુરી કરવા દે " જીયા એ નયને વાત શરુ કરવા કહ્યું

" પાછળ ફરીને જોયું તો કંઇ જ ન હતું પણ બી બિલ્ડીંગ ના ધાબા પર પાણીના મોજાં ઊછળી રહયાં હતા મને પણ નવાઈ લાગી એટલે મેં મારા હાથને ચીમટો માર્યો પણ ખરેખર મોજાં હતા કયારેક શાંત દરિયા માં સમાઇ જાય એમ તો કયારેક અત્યંત ભયંકર રીતે આગળ આવતા હતા. ધીમે ધીમે મોજાં મારી તરફ આવી રહયાં હતા મને કંઇ વિચાર આવતો ન હતો કે આ શું છે ? મારા પગ એક ડગલું પણ જાણે આગળ પાછળ પણ ખસતા ન હતા. મોટા ઊછળતા મોજાં ને જોય મારા મુખથી એક શબ્દ પણ બોલાતો ન હતો.એ મોટા ઊછળતા મોજાં મારી તરફ આવી રહયાં હતા. પછી મેં આનાથી બચવા આંખ બંધ કરી દીધી "

" પછી " મહેશ આગળ શું થયું તે જાણવાની ઉત્સુકતાથી પુછ્યું.

જીયા તો પહેલેથી આવી વાત થી ડર લાગે એણે તો બાજુમાં બેસેલી વિદ્યા નો હાથ પકડી રાખ્યો હતો. જનક ને તો આ બધું ખોટું જ લાગતું હતું. ભાવના ને પણ કંઇ સમજ પડતી ન હતી.

" પછી શું થયું તે ખબર નથી પણ એ મોજાં મારી તરફ આવી રહયાં હતા. "

" બસ બસ હવે ની જીયા ડરી જશે " જનકે હસતાં કહયું.

" બેટા નયન આવું કંઇ ના હોય "

" ના મમ્મી સાચે જ "

" આ બંધુ હોરર ફિલ્મો ના લઈને જ મનમાં ભુત ભરાઈ જાય છે. "

" મમ્મી સાચે જ "

" એવું કંઇ ના હોય "

થોડી વાર વાત કર્યા પછી બધાં નયનના ઘરેથી નીકળી જાય છે.

નયનની વાત સાચી હતી ? શું સાચે જ બી બિલ્ડીંગના ધાબા પર આવું બન્યું હતું ?

સોમ કયા ગયો છે ?

સોમ કંઇ જાણે છે બી બિલ્ડીંગ વિશે ?

રહસ્ય જાણવા માટે વાચતાં રહો દાસ્તાને બી બિલ્ડીંગ નો આગળ નો ભાગ.