દાસ્તાને બી બિલ્ડીંગ - 8 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

દાસ્તાને બી બિલ્ડીંગ - 8

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 8

આગળ નાં ભાગમાં જોયું કે વિદ્યા ધણી કોશિશ કરે છે પણ કાળો કોટ વાળો વ્યકિત વિશે જાણી નથી શકિત, પપ્પા બૌદ્ધ મઠમાં કેમ આવ્યા એ પણ એ જાણી શકી નહીં આખરે એ ઘરે તરફ આવા નીકળી પડે છે. અને આ બાજુ સરસ્વતી સોસાયટી માં સરસ્વતી ની એન્ટ્રી થાય છે.

સરસ્વતી જયારે સોસાયટી માં આવે છે ત્યારે સોમ અને વિદ્યા બહાર જ હોય છે.

સફેદ કલરની મસ્ત કાર લઇ સરસ્વતી સોસાયટી ગેટ પાસે આવે છે. એક મિનિટ માટે તે સોસાયટી ને બહારથી જ જોય છે. જાણે વર્ષો થી સોસાયટી ને ઓળખતી હોય એમ એક મિનિટ પછી કાર સોસાયટીની ઓફિસ બહાર પાર્ક કરે છે. સરસ્વતી કાર માંથી બહાર નીકળે છે. તેણે લીલો અને સફેદ રંગનો ડ્રેસ પેહેરેલો હતો. વાળને મસ્ત લીલા રબરથી બાંધેલા હતા.કાનમાં નાની એવી બુટ્ટી અને ડાબા હાથમાં મોતીની માળા પેહેરેલી હતી. પગમાં સફેદ અને લીલા કલરની ડિઝાઇન વાળી મોજડી હતી. સરસ્વતી સોસાયટી માં એ,બી,સી અને ડી બીલ્ડીંગો , સોસાયટી નો ગાર્ડન જોય છે. થોડી વાર તો આમ જ સોસાયટી ને નિહાળે છે. જાણે સોસાયટી સાથે કોઈ નાતો હોય. સરસ્વતી સોસાયટી ની ઓફિસમાં જાય છે પણ ત્યાં તો તાળું હોય છે. સોસાયટી નાં વૉચમેન ને પુછી એ સોસાયટી નાં સેક્રેટરી નાં ઘરે જાય છે.

સોમભાઇ નાં ઘરે અત્યારે તો માધવી જ હતી. સરસ્વતી ડોરબેલ વગાડે છે.

" સોમભાઇ નું ઘર છે ? "

" હા
તમે કોણ ? "

" હું સરસ્વતી
રસીકભાઈ નાં ફેલેટ માટે "

" ઓકે
અંદર આવો " માધવી ઘરની અંદર આવાનું કહે છે.

બંને જણાં સોફા પર બેસે છે.

" સોમભાઇ ઘરે છે ? "

" ના નથી
પણ તમે ફલેટ જોવા આવ્યા છો ? "

" હા
રસીકભાઈ સાથે મારી વાત થઇ ગઇ છે.
બસ એક વાર ફેલેટ જોય લેમ એટલે ફાઇનલ કરી દેમ "

" ઓકે
હું રસીકભાઇ નો ફેલેટ બતાવું છું
ચાલો " માધવી સોમની હાજરી માં સોસાયટી નું નાનું મોટું કામ કરતી હતી.

રસીકભાઇ નો ફેલેટ બી બિલ્ડીંગ નાં ત્રીજા માળે હતો એટલે મહેન્દ્ર ની સામેનો ફેલેટ, બીજા માળે જનક રેહતો હતો.

ફેલેટ જોઈ ને સરસ્વતી જતી રહે છે.

પછી વિદ્યા ઘરે આવે છે પણ એના પપ્પા ઘરે આવેલા ન હતાં. વિદ્યા અને એની મમ્મી માધવી સોમને ફોન કરે છે પણ લાગ્તો ન હતો.એક કલાક પછી સોમ પણ ઘરે આવી જાય છે. બધાં સાથે જમે છે. જમતાં જમતાં માધવી રસીકભાઇ ના ફેલેટ ની વાત કરે છે.

વિદ્યા એના રુમમાં જાય છે. એના ટેબલ પર એના કોલેજ નાં ફોટો હોય છે. મમ્મી ને પુછતા ખબર પડે છે કે કોલેજ ની તારી મિત્ર એ કુરિયરથી મોકલે છે. વિદ્યા ને અત્યારે ફોટો જોવાનો બિલકુલ ઉમંગ ન હતો પણ લાવ જોઈ જ લેમ એમ કરીને જોવા લાગે છે. એક પછી એક ફોટો જોય છે એમાં એક ફોટો માં કંઇ અલગ દેખાતા વિદ્યા ફોટો ધ્યાનથી જોય છે. પછી પેલું બી બિલ્ડીંગ થી મળેલું લોકેટ ખાનામાંથી કાઢે છે. જે લોકેટ હતું બસ તેવું જ લોકેટ ફોટો માં હતું. ફોટોમાં એ લોકેટ સાગરના ગળામાં હતું. વિદ્યા લોકેટ અને ફોટો વારાફરતી જોયા કરે છે.

શું આ લોકેટ સાગર નું જ છે ?

કાળો કોટ વાળો વ્યકિત સાગર જ છે ?

ધણા બધાં સવાલ વિદ્યાના મનમાં ફરી રહયાં હતા.

સરસ્વતી કોણ છે ?

બી બિલ્ડીંગ નાં રહસ્ય માટે વાચતાં રહો બી બિલ્ડીંગ નો આગળ નો ભાગ.