દાસ્તાને બી બિલ્ડીંગ - 6 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાસ્તાને બી બિલ્ડીંગ - 6

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 6

આગળ ના પ્રકરણમાં જોયું કે વિદ્યા ને બી બિલ્ડીંગમાંથી એક લોકેટ મળે છે. બે દિવસ સુધી કોઈ અજીબ ધટના બની ન હતી પણ વિદ્યા ના રાતના એ ભયાનક સ્વપ્ન તો ચાલું જ રહયાં આખરે વિદ્યા એ સ્વપ્ન વિશે પપ્પા ને વાત કરી.

" બેટા વિદ્યા

આવી હોરર ફિલ્મ ન જોવાની
તો પછી આવા જ સ્વપ્ન આવે ને "

" પણ પપ્પા ઘણાં દિવસોથી આવાં જ સ્વપ્ન આવે છે !

આવું જ કેમ "

" સાચું કે વિદ્યા " વિચાર કરતાં પપ્પા બોલે છે.

" હા પપ્પા "

" કંઇ ની આવી ફિલ્મ ની જોવાની એટલે આવાં સ્વપ્ન જ ન આવશે "

પપ્પા નો જવાબ યથા યોગ્ય ન લાગ્યો પણ કંઇ વધારે સવાલ કરું એ પહેલાં તો પપ્પા કોઈ નો ફોન આવ્યો એટલે સોસાયટી ની ઑફિસે જતાં રહયાં.

બીજા દિવસે સવારે પપ્પા પોતાની ફૉરવીલ ગાડી લઇ નીકળી ગયા.

" અરે ! તારા પપ્પા તો ફોન ભુલી જ ગયા છે
જા નીચે જ હશે "
માધવી એ ફોન આપતાં કહયું.

દાદર ઉતરતી જ હતી. તેમાં સામેથી કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો. વિદ્યા એ ફોન ઉપાડી લીધો.

" હાલો હું તમારો રામ ચોક પર વેટ કરું છું.
જલ્દી કરજો પછી મઠમાં પુજા શરૂ થઇ જશે .. "

આટલું જ કહીને ફોન કટ થઇ જાય છે.

વિદ્યા ને કશું સમજ પડતી ન હતી. રામ ચોક બાજુ કોઈ બેક ની શાખા ન હતી તો પછી પપ્પા એમ કીધું કે બેંકમાં કામ છે સોસાયટી નાં ચેક નાંખવાનાં બાકી છે. અને કોણ વ્યકિત હતી આ ? કયું મઠ ?

વિદ્યા પાછો ફોન લગાવે છે પણ લાગતો ન હતો. વિદ્યા નીચે ઉતરી ને ફોન આપે છે.


" પપ્પા હું પણ આવું તમારી સાથે "

" તું આવીને શું કરશે "

" બસ એમજ પપ્પા ફરવા માટે "

" બેંકમાં શું કરશે એનાં કરતા પોતાના ફ્રેન્ડસ સાથે ફરવા જા "

" પણ પપ્પા મારે પણ આવું છે "

" બેટા હું ફરવા થોડો જામ છું કામ છે એટલે જામ છું
આપણે ચોક્કસ સાંજે માધવી ફરવા જઇશું

ઓકે બેટા "

" ઓકે " વિદ્યા પાસે હવે ઓકે કેહવા સિવાય બીજું કંઇ ન હતું. પણ વિદ્યા કંઇ હવે આ બધું શું ચાલે છે તે જાણ્યા વગર રહે તેમ હતી ની એ પણ ઘરે જાય છે .અને પોતાની એકટિવાની ચાવી લઇ છે. ત્યા જ મમ્મી નો અવાજ આવે છે.

" કયાં જાય છે ? વિદ્યા "

" મમ્મી હું અને જીયા મુવી જોવા જઇ છે. "

" બે જ જણ
જનક, નયન

" મમ્મી એ લોકો નથી આવાના "

" કેટલા વાગે શરુ થશે "


" મમ્મી દસ વાગે "

" દસ તો વાગી ગયા બેટા " ઘડિયાળ તરફ બતાવતા કહે છે.


(મમ્મી ના સવાલ નું લિસ્ટ તો જો
વિદ્યા મનમાં બોલે છે. )

" ના મમ્મી અગિયાર વાગે છે "

" કયારે મુવી .... "

" બસ મમ્મી ને તો મુવી તો પતી જશે પણ તમારા સવાલ નહીં " વિદ્યા હસતા કહે છે.

" બાય મમ્મી " વિદ્યા બાય કહીને નીકળે છે. ફટાફટ જીયા નાં ઘરે જાય છે. જીયા ને લઇ વિદ્યા રામ ચોક તરફ જવા નીકળી જાય છે.

" અરે વિદ્યા આપણે કયાં જયે છે ? "

વિદ્યા એના સવાલ નો જવાબ આપતી ન હતી એનું ધ્યાન બસ રામ ચોક તરફ હતું કેમકે પપ્પા તો ક્યારના નીકળી ગયા હતા. પછી મમ્મી એ સવાલ મા ટાઇમ વેસ્ટ કરયો એટલે હવે એ જીયા ના સવાલ નો જવાબ આપવા તૈયાર ન હતી. બસ રામ ચોક સુધી પહોંચવું હતું.

હજુ તો કાળો કોટ વાળો વ્યકિત કોણ છે તે ખબર પડી નથી.
લોકેટ
અને હવે આ મઠ
જવાબ કરતા સવાલ વધે છે.

રહસ્ય જાણવા માટે વાચતાં રહો દાસ્તાને બી બિલ્ડીંગ નો આગળ નો ભાગ.