દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 7
રામ ચોક પર વિદ્યા અને જીયા આવી જાય છે. અગિયાર વાગી ગયા હતા.
" જો ઝુ તરફ હોય તો હું ની આવું
આગળ નવી પિઝા ની દુકાન ખોલી છે ત્યા જયે "
" પપ્પા અહીં દેખાતા નથી કદાચ અહીંથી મઠ તરફ જતા રહયા હશે "
" અરે સોમ અંકલ અહીં કેમ આવે "
અચાનક વિદ્યાનું ધ્યાન રસ્તા બતાવતા બ્લુ બોર્ડ પણ જાય છે. ડાબી બાજુનો રસ્તો ઝુ તરફ જતો હતો અને સીધો રસ્તો પર દુકાનો શરુ હતી. જમણી તરફ મઠ હતું.
" જીયા ચાલ "
" પણ કયાં જઇએ છે ? "
" મઠ બાજુ "
" કેમ ? શું કામ વિદ્યા
પિઝા ખાવા જઇએ "
" તારે આવું છે કે નથી ? "
" હવે શું ચાલ તો
અહીં આવી જ ગયાં છે તો
પણ કેમ જયે છે "
" મઠ જોવા "
જીયા ને કંટાળો જ આવતો હતો એક તો કંઇ કહેતી હતી એટલે એને હેડ ફોન નાખી ગીત સાંભળવા લાગી.
વિદ્યા એ એકટિવા ચાલુ કરી મઠ તરફ આગળ વધે છે.
મઠ તરફનો રસ્તો સારો હતો પણ આજુબાજુ બસ ઝાડ ઝાડ જ બીજું કશું નહીં જાણે કે આ વન જ હોય દુર દુર સુધી નાના મોટા ઝાડ જ હતા. કોઈ ઘર દેખાતું ન હતું ખાલી શરૂઆતમાં એક બે દુકાન આવી હતી. ગાડી ની અવર જવર પણ નહિંવત હતી. આવા રસ્તે વિદ્યા ને જવું પણ યોગ્ય ન લાગ્યું પણ મઠ સુધી પહોંચવું તો હતું .
પપ્પા સાચે જ અહીં છે કે નથી ?
અને અહીં જ આવ્યા હશે તો કેમ ?
અને પેલો કાળો કલર વાળો વ્યકિત કોણ હતો ?
આ બધા સવાલ જ વિદ્યા ને આગળ લઇ જઇ રહયાં.
આખરે વીસ પચ્ચીસ મિનિટ પછી મઠ આવી ગયું. પણ આટલી મિનિટ નો રસ્તો હોરર ફિલ્મથી કંઇ અલગ ન હતો. મઠની બહાર બે ત્રણ ફોરવિલ હતી. તેમાંથી એક વિદ્યાના પપ્પાની હતી. મઠના દરવાજા પાસે એક બૌદ્ધ સાધુ હતો. દરવાજા ની અંદર આશરેક પચાસ દાદેર હતાં પછી કંઇ છત દેખાતી હતી બૌદ્ધ મંદિર ની હોય એવી જ. વિદ્યા એકટિવા મઠથી દુર ઊભી રાખે છે. કેમકે મઠની સામે મુકે તો પપ્પા ની નજર જરુર એકટિવા પાસે જશે. જીયા હેડ ફોન કાઢે છે.
" અરે પહોંચી ગયા મઠ
ચાલ જયે "
" હા ચાલ જીયા "
બંને જણ મઠની બહાર દરવાજા પાસે આવે છે.
" નમસ્તે " એમ કહીને બંને હાથ જોડીને સાધુને નમન કરે છે.
બૌદ્ધ સાધુ પણ આશીર્વાદ આપે છે.
" અમે મઠની મુલાકાત આવ્યા છીયે "
" પણ હવે પુજા શરુ થઇ જશે એટલે તમે આજે તો મુલાકાત ન કરી શકો "
" અમે ફટાફટ જોઇને આવી જઇશું "
" હા અમે જલ્દી આવી જશું " જીયા એ પણ કહયું
" અમારા ગુરુ આદેશ છે એટલે હમણાં કોઈ પણ ન જઇ શકે
તમે કાલે આવજો "
વિદ્યા અને જીયા પાછા એકટિવા પાસે આવે છે.
" વિદ્યા અંકલ પણ આવ્યા છે ? "
" કેમ તને કોણે કીધું "
" આ જો તમારી જ કાર છે ને "
" હા
પપ્પા અહીં જ આવ્યા છે "
" પણ કેમ "
" એ તો મને પણ નથી ખબર "
" તો હવે શું કરયે
પાછા ઘરે જતાં રહ્યે "
" ના થોડી વાર વેટ કરયે પપ્પા કદાચ અમણા નીકળશે જ "
" હા તો કંઇ ની અંકલને મળીને જ જયે "
" ના મળવાનું નથી "
" કેમ "
" પ્લીઝ જીયા હવે પછી સવાલ કરજે "
જીયા પાછા હેડ ફોન નાખી ગીત સાંભળે છે. થોડી વાર પછી સોમ અને એક કાળો કોટ વાળો વ્યકિત બહાર આવે છે. બંને કારમાં બેસી નીકળી જાય છે. વિદ્યા પણ કારનો પીછો કરવા એકટિવા ચાલુ કરે છે જીયા પણ બેસી જાય છે. રામ ચોક સુધી પીછો કરે છે પણ આખરે રામ ચોકના ટ્રાફિકમાં એ કાર ગાયબ થઇ જાય છે. વિદ્યા હવે સોસાયટી તરફ નીકળી જાય છે.
આ બાજુ સરસ્વતી સોસાયટીમાં સરસ્વતી ની એન્ટ્રી થાય છે.
બી બિલ્ડીંગ નાં રહસ્ય માટે વાચતાં રહો દાસ્તાને બી બિલ્ડીંગ નો આગળ નો ભાગ