દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 24
આગળનાં ભાગમાં જોયું કે વિદ્યાને એનાં પુનર્જન્મ જન્મ વિશે ખબર પડે છે. અને સરસ્વતી જ તેની પુનર્જન્મમાં બહેન હતી તે વાતની જાણ થાય છે. જનકને સાગર બી
બિલ્ડિંગથી ધકકો મારે છે પણ સરસ્વતી પોતાની શકિતથી એને બચાવે છે. હવે આગળ
પીળા અને કેસરીકલરથી મંડપ ખુબ સુંદર દેખાતો હતો. મંડપના થાંભલા પર ગલગોટાના ફુલો લગાવ્યાં હતાં. મેન ગેટ પર જયાં સરસ્વતી સોસાયટી લખ્યું હતું ત્યાં ગલગોટાના ફુલોનો હાર લટકાવેલો હતો અને લાઈટ પણ કરી હતી. નીચે સોસાયટીમાં લીલા કલરની જાળીવાળી ચાદર પથરાયેલી હતી. બેસવા માટે ખુરશી અને સોફાની વ્યવસ્થા હતી. વચ્ચે નાનું એવું સ્ટેચ હતું જયાં પુજા થવાની હતી. પૂજાનો સમાન સ્ટેચ પર પડેલો હતો. માધવી અને સોસાયટીની બીજી મહિલાઓ તૈયારી કરી રહયાં હતાં. અને આઠેક વાગે તો બાહ્નણ પણ આવી ગયો હતો. સવારે 8:30 વાગે પુજા શરૂ થાય છે. એક કલાકમાં પુજા પતી જાય છે. સરસ્વતી પુજામાં નથી આવતી લગભગ બધાં જ સોસાયટીના વ્યક્તિ પુજામાં આવે છે. વિદ્યા વિચારે છે કે સરસ્વતી પૂજા કેમ નહીં આવી. થોડી વાર પછી વિદ્યા સરસ્વતીનાં ઘરે જાય છે. પણ સરસ્વતીનાં ઘરે તાળું હોય છે મહેન્દ્ર પરથી ખબર પડે છે કે એને આજે સવારે સંગીત મહોત્સવમાં જવાનું હોય છે. સરસ્વતી એક આત્મા હોય છે જો પુજામાં આવે તો બધાંને ખબર પડી જાય એટલે એણે સંગીત મહોત્સવનું બહાનું કાઢી દીધું હતું. વિદ્યા વિચારે છે કે સરસ્વતી દીદીને હું આજે સાંજે પાર્ટીમાં જ મળીશ.
🌻🌻🌻🌻🌻🌻🌻
બપોરનાં બે વાગી ગયાં હતાં. બૌદ્ધ સાધુ આનંદ ગિરનાર આવી ગયા હતાં પોતાના ખાસ શિષ્ય મેહુલ સાથે પણ અત્યારે તેમને સુરત પોતાના મઠમાં હોવું જોઈતું હતું. બૌદ્ધ સાધુ ધ્યાનમાં બેસે છે. વીસ મિનિટ પછી ધ્યાનમાંથી બહાર આવે છે.
" આપણે સુરત નીકળવું પડશે"
" કેમ? અચાનક શું થયું "
" મારી જરૂર ત્યાં છે? "
" કયાં મઠમાં? "
" ના"
"સરસ્વતી સોસાયટીમાં"
" પણ અચાનક શું થયું ? "
" અત્યારે બસ આપણે સુરત નીકળવું પડશે"
"જેવી તમારી આજ્ઞા"
બૌદ્ધ સાધુ આનંદ અને તેમનો શિષ્ય મેહુલ ગિરનારથી સુરત જવા નીકળી જાય છે.
🌻🌻🌻🌻🌻🌻🌻
બપોરે સોસાયટીમાં કંઈ ખાસ બનતું નથી કેમકે સાંજે પાર્ટી ની તૈયારી અને પોત પોતાના પર્ફોર્મન્સ ની તૈયારીમાં વ્યસ્ત હતા. સોમ, જનક, વિદ્યા આજ ત્રણ ખાલી પારસમણિ વિશે વિચારી રહયાં હતાં. સોસાયટી ની તૈયારી અને પારસમણિ ની વાતમાં જનકનાં ધકકા વાળી વાત સોમનાં મગજમાંથી જ નીકળી ગઈ હતી. વિદ્યા ને પણ પુનર્જન્મ જન્મ યાદ આવતા સરસ્વતી દીદી અને પારસમણિ નો જ વિચાર આવતો હતો એટલે એને પણ પપ્પા ને યાદ બતાવવાનું જ રહી ગયું.
સાંજે સરસ્વતી સોસાયટીની લાઈટીંગ સરસ્વતી સોસાયટીની સુંદરતામાં વધારો કરી રહી હતી. આજુબાજુ સોસાયટીને પણ આમંત્રણ હતું એટલે એ લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. સોસાયટી લોકો પણ એક પછી એક પાર્ટીમાં આવી રહ્યાં હતાં. બધા લોકો સોસાયટી ના ડોકેરેશોન ને નિહાળી રહયાં હતાં. સોમ , માધવી, વિદ્યા, જીયા, મહેન્દ્ર, નયન, જનક, સરસ્વતી બધા લોકો આવી ગયા હતા. સાગર હજુ આવાનો બાકી હતો. સાંજના આઠ વાગી ગયા હતાં. વિદ્યા સરસ્વતી સાથે વાત કરવાની હતી પણ સમય જ મળતો ન હતો કેમકે જીયા અને સરસ્વતી ગીત ગાવાની તૈયારી કરી રહ્યાં હતાં જીયા એક મિનિટ માટે પણ સરસ્વતી ને ફ્રી થવા દેતી ન હતી. વિદ્યા ને જનક વાળી વાત યાદ આવતા પપ્પા સાથે વાત કરવા જતી હતી પણ પપ્પા પણ અત્યારે ધણાં જ પાર્ટીમાં વ્યસ્ત હતાં. નયન અને મહેન્દ્ર પણ ડાન્સની પ્રકટિસ કરી રહી હતી. જનક એકલો ઊભેલો પારસમણિ વિશે વિચારી રહયો હતો. 8:30 થઈ ગયાં હતાં. પાર્ટીની ઔપચારિક શરુંઆત કરી સોમભાઈ કેક કટ કરી રહ્યાં હતાં. સાગર પણ આવી ગયો હતો. થોડી વાર પછી ભોજનની વ્યવસ્થા પણ શરૂ થઈ ગઈ હતી.
સોમભાઈ શરુઆતમાં નાની એવી સ્પીચ આપે છે.
એક બે નાં પ્રમોફર્સ પછી નયન અને જનક આવે છે અને સરસ ડાન્સ આવે છે. પછી જીયા અને સરસ્વતી આવે છે. સરસ્વતી પિયાનો વગાડે છે અને જીયા ગીત ગાયું છે.
" सूना सूना लम्हा लम्हा
मेरी राहें तन्हा तन्हा
आकर मुझे तुम थाम लो
मंजिल तेरी देखे रस्ता
मुड़के जरा अब देख लो
ऐसा मिलन फिर हो ना हो
सब कुछ मेरा तुम ही तो हो
बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
ओ बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
सूना सूना लम्हा लम्हा
मेरी राहें तन्हा तन्हा..
.......
.......
मुड़के जरा अब देख लो
ऐसा मिलन फिर हो ना हो
सब कुछ मेरा तुम ही तो हो
बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
ओ बेपनाह प्यार है आजा
तेरा इंतजार हैं आजा
सूना सूना लम्हा लम्हा
मेरी राहें तन्हा तन्हा.. "
(આ બાજુ બૌદ્ધ સાધુ આનંદ સુરત આવી તો ગયા હતા પણ સરસ્વતી સોસાયટીમાં આવતાં એક કલાક જેવો તો થઈ જામ એમ હતો. )
નવ વાગી ગયા હતાં.
સોમ અને સાગર બી બિલ્ડિંગ તરફ જવા નીકળી જાય છે.
જનક સોસાયટીનાં આગળનાં ફોટો ને શોધી ને એક ફોલ્ડર બનાવ્યું હતું તે રજુ કરે છે. પછી વિદ્યા આવે છે. વિદ્યા સરસ્વતી દીદીનું જ મનપસંદ ગીત ગાય છે. (9:30 વાગી ગયા હતાં. જનક પણ સોમ અંકલ અને સાગરની ગેરહાજરી જોઈ બી બિલ્ડિંગ તરફ જવા નીકળી જાય છે.સરસ્વતી પણ બી બિલ્ડિંગ તરફ જવા નીકળી જાય છે પણ વિદ્યા નો અવાજ કાને પડતાં ત્યાં જ ઊભી રહી જાય છે.)
"मुसकुरा के जीवन
छेडे प्यार की धुन
नए नए सपनें
आंखो मैं बुन
मुसकुरा के जीवन
छेडे प्यार की धुन
नए नए सपनें
आंखो मैं बुन
आषा की किरण केहती हम से
कसम से कसम से कसम से
बहारे चुरा लूमौसम से
कसम से कसम से कसम से
कसम से कसम से कसम से
कसम से कसम से कसम से "
ગીત પતી જાય છે. સરસ્વતીની પોતાની બહેન શારદા એટલે વિદ્યા ને પોતાનું મનપસંદ ગીત ગાતા જોઈને આંખોમાં આંસુ આવી જાય છે. ગીત પતી જાય પછી બંને બેહનો એકબીજાને મળે છે પણ સરસ્વતી આત્મા છે તે કોઈને ખબર નથી. સરસ્વતી અને વિદ્યા એકબીજાને ભેટી પડે છે.
"દીદી"
"શારદા"
બંને કશું બોલતાં ન હતાં બસ આંખોથી અશ્રુઓની ઘારા વહી રહી હતી જે ધારા જ આ બંને નો પ્રેમ બતાવી રહી હતી. બધા નું ધ્યાન તો બીજા પર્ફોર્મન્સ પર હતું ખાલી જીયા જ દુરથી આ બંને જોઈ રહી હતી દુર હતી એટલે કંઈ કાને વાત ન આવી. એ વિદ્યા તરફ જતી જ હતી કે નયન અને મહેન્દ્ર આવીને વાતો ચાલુ કરી દે છે.
સરસ્વતી ને કંઈ યાદ આવતાં
" પારસમણિ "
" હા દીદી"
"સોમ, સાગર અને જનક તો....... "
"શું આ લોકો જતાં રહ્યાં? "
"હા"
"તો આપણે જઈ"
"હા"
સરસ્વતી વિદ્યા લઈ તો ની જવાની હતી પણ કાળિકા માતાની મંદિરમાં એ જઈ ના શકે એટલે એને પણ સાથે લઈ જાય છે. દસ વાગી જાય છે. જીયા વિદ્યા અને સરસ્વતી ને શોધે પણ મળતા ન હતાં.
બધા નીકળી જાય છે પછી થોડી દસ પંદર મિનિટ પછી બૌદ્ધ સાધુ આનંદ અને તેમનો શિષ્ય મેહુલ આવી જાય છે. સોસાયટી તે લોકો સોમ, વિદ્યા ને શોધી રહ્યાં હતાં પણ કોઈ દેખાતું ન હતું. જીયા નું ધ્યાન બૌદ્ધ સાધુ તરફ જાય છે અને તે તરફ જાય છે. મહેન્દ્ર અને નયન ગૃપ ફોટા માટે જનક અને વિદ્યા શોધી રહ્યાં હતાં પણ કોઈ દેખાતું ન હતું. એ બંને નું ધ્યાન જીયા તરફ જાય છે જે બૌદ્ધ સાધુ તરફ જઈ રહી હતી એટલે મહેન્દ્ર અને નયન પણ તેમની પાછળ જાય છે કે કદાચ જ્યારે ખબર હોય કે આ બંને કયાં છે?
શું થશે હવે આગળ?
રહસ્ય જાણવા માટે વાંચતા રહો દસ્તાને બી બિલ્ડિંગનો આગળનો ભાગ.......