કૃપા - 15 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૃપા - 15

(રામુ ના ફોન માં મેસેજ વાંચી ને કૃપા તો રાજી થઈ જાય છે,અને પોતાનો આગલો પ્રોગ્રામ નક્કી કરે છે,રામુ હોટેલ માં પહોંચતા જ ઉઠી જાય છે,અને કૃપા ને કાના ને મારે છે.હવે આગળ ....)

રામુ એ નજર ફેરવી ને જોયું તો સામે કૃપા જ હતી,જેની થપ્પડ થી જ તેને તમ્મર આવી ગયા હતા.

" જો હું ચારિત્ર્યહીન તો તું શું છે?મેં તો આજ સુધી તારા સિવાય કોઈ વિશે વિચાર પણ નથી કર્યો,મને ગામ થી લાવનારો નહિ,તારા સ્વાર્થ માટે ભગાડનાર ભાગેડુ તું,મને સાચવનારો નહિ,વહેંચનારો તું!મને બે ટાઈમ જમવાનું આપવા માટે મારો સોદો કરનારો દલાલ તું.અને હું ખરાબ!અમે સ્ત્રીઓ તો ફક્ત તમારા પ્રેમ ની ભૂખી હોઈ છીએ, વાસના ના ભૂખ્યા વરુઓ તો તમે છો.જો તારા કીધા કામ કરૂં,તારું ઘર સંભાળું,તારા છોકરા પાળુ અને તું કહે એ બધું સાંભળું તો હું સારી.તારા માટે મારુ શરીર વહેચી દવ તો હું સન્નારી."કૃપા ગુસ્સા માં બોલતી હતી.

"સ્ત્રી એટલે ઈશ્વરે બનાવેલું એક એવી કલાકૃતિ જેને કોઈ પણ જાતની પ્રેક્ટિસ વગર બધા જ પાત્રો નિભાવવાના પછી ચાહે એ દીકરી હોય,પત્ની બહેન માં કે સાસુ.અને આ પાત્રો બખૂબી નિભાવ્યા પછી પણ અમારે સન્માનની આશા તો નહીં જ રાખવાની.અરે અમને તો જો ફક્ત પુરુષો પાસે થી પ્રેમ,એમની હૂંફ અને એમના તરફ થી માન મળે ને,તો પણ અમે હસતા હસતા એમના ગુલામ થઈ જાય.અને તારા જેવા અમારા એ માયાળુ સ્વભાવ નો જ ફાયદો ઉઠાવે છે." કૃપા લગભગ રડવા જ લાગી

"હા હું તને વેહચુ છું,તારો સોદો મેં કર્યો તો,શુ કરી લઈશ તું.અને આવું કરી ને મેં કોઈ પાપ નથી કર્યું,તે જે કર્યું એનો બદલો જ લીધો છે.તે મારો સોદો કર્યો અને મેં તારો, હિસાબ બરાબર.અને હવે તું ક્યાંય મોં દેખાડવાને પણ લાયક નથી,કેમ કે તારો વિડીઓ દરેક જગ્યા એ વાયરલ થઈ ગયો છે."આમ કહી ને કૃપા જોશ જોશ થી હસવા લાગી.

અને અત્યારે પણ હું કહું એમ તારે કરવું પડશે.એમ કહી કૃપા એ કાના ને ઈશારો કર્યો અને કાના એ રામુ ને પોતાની તરફ ફેરવી,તેના ચેહરા પર એક સ્પ્રે કર્યો .રામુ ફરી બેભાન થઈ ગયો.બંને તેને બેડ પાર સુવડાવી ને બહાર નીકળી ગયા.પેલું દંપતી અંદર ગયું.કૃપા અને કાનો તે હોટેલ ની બહાર જ બેસી રહ્યા.

કાનો કૃપા ને જોતો હતો,તેની આંખ માં એક અલગ ભાવ હતો આજે.કૃપા એ કાના સામે જોયુ અને મ્લાન હસી.કૃપા એ કાના ને કહ્યું.

"કાના ગનીભાઈ ને મેસેજ કરી દે કાલે મળવા આવું છું એમ કહી દે જે"

"શું?તારું મગજ તો ઠેકાણે છે ને?અરે કાલે તો રામુ કંઈક ઝગડા કરશે તારી સાથે.તું કેમની જઈશ એને મળવા."

"એ જોયું જશે તું ખાલી મેસેજ કરી દે ને"

કાના ને ખૂબ જ ગુસ્સો આવતો હતો,પણ તે કઈ બોલ્યો નહિ,અને ગનીભાઈ ને મેસેજ કરી દીધો.

ગનીભાઈ પોતાના કાળા કામો ને અંજામ દઈ સુવા જ જતો હોય છે,ત્યાં જ કૃપા નો મેસેજ જોઈ તે રાજી રાજી થઈ જાય છે.અને ક્યાં મળવું એ સવારે મેસેજ કરીશ એવો તે સામો મેસેજ કરે છે.

કૃપા તરત કાના ને કહી ને સમય સવારનો જ રાખવો એવો મેસેજ કરે છે.કાના ને કૃપા ની આ રમત સમજાતી નથી.કૃપા તેના ભાવ સમજી ને શાંત રહેવા કહે છે,અને બંને ત્યાં જ આખી રાત બેસી રહે છે.

વહેલી સવારે કૃપા ની આંખ ખુલે છે.તે કાના ને જગાડે છે,અને બંને અંદર જઈ રામુ ને લઈને ઘરે પરત ફરે છે.રામુ હજી ઘેન માં છે.

કૃપા ને તેના ઘરે મૂકી કાનો પોતાના ઘરે જાય છે,જતા પહેલા કૃપા તેને કંઈક જલ્દી પાછું આવવાનું અને સાથે કંઈક લેવાનું કહે છે.કાનો આશ્ર્ચર્યસહ ફક્ત ડોકું હા માં ધુણાવે છે,અને પોતાના ઘરે જાય છે.

કૃપા અને કાનો ફટાફટ તૈયાર થઈ અને ગનીભાઈ એ મોકલેલા અડ્રેસ પર પહોંચી જાય છે.આજે કૃપા એ પીળા કલર નું પંજાબી સૂટ પહેર્યું છે,અને તેના કમર સુધી ના વાળ ખુલ્લા રાખ્યા છે.દુપટ્ટો ખભાની બંને તરફ લહેરાય તેમ રાખ્યો છે.ચેહરા પર હળવો મેકઅપ કર્યો છે,કપાળ માં બ્લુ કલર ની બિંદી કરેલી છે,અને આંખો માં એ જ શરમ અને સાદગી.

કૃપા અને ગનીભાઈ ની આ મુલાકાત પાછળ કૃપા નો મુખ્ય આશય શુ હશે?રામુ હવે કૃપા ની શી હાલત કરશે. જોઈશું આવતા અંક માં...)

આરતી ગેરીયા....