Krupa - 3 books and stories free download online pdf in Gujarati

કૃપા - 3

(અગાઉ આપડે જોયું કે,રામુ એ કૃપા એ કામ ની ના પાડતા,બીજી રીતે તેની પાસે કામ લીધું,પણ કૃપા ને રામુ ની ચાલ ની ગંધ આવી ગઈ.જો કે રામુ એ તો પણ તેનો સોદો કરી નાખ્યો.હવે આગળ)

"જો ભાઈ રામુ આ પાવડર મોંઘો છે,પણ આ તારી કૃપા સામે એ કુરબાન,પણ હા મારો હિસ્સો પાક્કો હો.."

"અરે હા તું ચિંતા ના કર એકવાર કૃપા ને આ પાવડર ની લત લાગી જાય પછી આપડી ચાંદી જ ચાંદી છે".અને બંને હસવા લાગ્યા.

કૃપા ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા,તેને પોતાની ભૂલ સમજાઈ,ઘર છોડવાનો નિર્ણય ખોટો હતો,બહેને સમજાવી પણ હતી.પણ હવે પસ્તાવા થી કોઈ ફાયદો નહતો, કૃપા એ મનોમન રામુ અને એના જેવા બીજા દલાલો ને પાઠ ભણવવાનું નક્કી કર્યું,પણ આ અજાણ્યા શહેર માં એની મદદ કોણ કરે..

કૃપા ના ઘરની સામે એક ઘર હતું,જેમાં એક કૃપા ની ઉમર નો જ યુવાન રહેતો હતો,તેને કૃપા ના ઘર ની ખબર હતી,અને તેને કૃપા પ્રત્યે દયા પણ ઉપજતી,પણ તે શું કરે?
કેમ કે રામુ એવા દલાલો સાથે ભળેલો હતો,જેની સામે થવાની કોઈ ની હિંમત નહતી.એ ઉપરાંત બીજા ના ઝગડા માં પડવાની આ શહેર ની આદત નહતી.પણ ખબર નહિ તેને કૃપા પ્રત્યે કોઈ અદ્રશ્ય લાગણી,કે તે કૃપા ની વ્હારે આવ્યો.

એકવાર રામુ ઘર માં નહતો,ત્યારે તે કૃપા ના ઘર નજીક આવ્યો,કૃપા બહાર કામ કરતી હતી.તેને કૃપા સામે સ્મિત કર્યું,કૃપા એ પણ સ્મિત થી જ વળતો જવાબ આપ્યો.

"મારુ નામ કાનો છે,હું અહી સામે ના મકાન મા જ રહું છું"તેને જરા સંકોચાતા કહ્યું.

"ખબર છે,તમને ઘણીવાર મારા ઘર માં ડોકા કાઢતા જોયા છે"કૃપા એ નિરાશા સાથે કહ્યું.

"મને ખબર છે,તમારી દશા અને તમારી સાથે થતા ખરાબ વર્તન વિશે.શુ હું તમારી મદદ કરી શકું?" કાના એ બીતા બીતા પૂછ્યું..

" કેમ તમને પણ મારા આ શરીર નો મોહ લાગ્યો કે!કે પછી મારી મજબૂરી નો બીજો કોઈ ફાયદો ઉઠાવો છે?"કૃપા એ વેધક નજરે પૂછ્યું..

"બધા ને એકસરખા ના સમજો,હું તો નપુંશક છુ,એટલે જ અહીં એકલો રહું છું,પણ તમારી આ અવદશા સહન ન થતા આવ્યો હતો,તમને ના ગમ્યું હોઈ તો માફ કરજો", આમ કહી કાનો જાવા લાગ્યો..

કૃપા ના મોમાંથી એક શબ્દ ના નીકળ્યો,તે કાના ને જતો જોતી રહી.એ રાતે રામુ ફરી કોઈ ને લાવ્યો હતો,પણ કૃપા એ તેના ઈરાદા પર પાણી ઢોળી નાખ્યું,આ વખતે તો રામુ ને માર પડ્યો.કૃપા મન માં ખૂબ રાજી થતી ઘર માં જતી હતી,ત્યાં જ તેનું ધ્યાન કાના ના ઘર તરફ પડ્યું.કાનો તેની સામે હસતો હતો.કૃપા માં પણ એને જોઈ ને હિંમત આવી.
તે રાતે રામુ એ કૃપા સાથે ખૂબ ઝગડો કર્યો,અને તેને માર પણ માર્યો.

બીજા દિવસે કૃપા કાના ને બારી માં જોતા ત્યાં ગઈ.
કાના એ પણ તેને આવકારી.કૃપા એ અત્યાર સુધી બનેલી બધી વાત કહી સંભળાવી,અને સાથે પેલા પાવડર વાળી વાત પણ કહી.અને હવે આ નરક માંથી છોડાવવા ની વિનંતી કરી,ત્યારે કાના એ તેને એક યુક્તિ કહી.અને સાથે એક નાના એવા બૉક્સ માં કંઈક આપ્યું.

સાંજે રામુ પાછો આવ્યો,તો જોયું કે કૃપા સજીધજી ને તેની રાહ જોતી હતી,રામુ સમજ્યો કે આ કાલ ના માર ની અસર છે.જેવો તે ઘર માં આવ્યો કે કૃપા જેમ વૃક્ષ ને વેલ વીંટળાઈ તેમ એને વીંટળાઈ ગઈ.રામુ ખુશ થઈ ગયો, અને કૃપા એ તેને પેટભરી ને જમાડયો,જમી ને તરત જ રામુ ઘસઘસાટ સુઈ ગયો..

રામુ શોખીન બહુ,એટલે પેલે થી જ પોતાનું શરીર સૌષ્ઠવ જાળવી રાખેલું,તેનું કસરતી શરીર ખૂબ આકર્ષક લાગતું,અને પાછો તે સ્ટાઈલિશ, કપડાં પણ સારા સારા પહેરતો.કૃપા પાસે કોઈ ફોન નહતો,પણ રામુ તો ફોન પણ સારો રાખતો,જેમાં તેના ઘણા ફોટા હતા.

રામુ ના સુતા પછી કૃપા તેનો મોબાઈલ લઈ,તરત કાના ની ઘરે પહોંચી,કાના એ કૃપા ને એક મોબાઈલ આપ્યો,અને રામુ ના ફોન માં કાંઈક કરી ને તે પણ પાછો આપ્યો,થોડી જ વાર માં કૃપા તેના ઘરે આવી ગઈ.રામુ સૂતો હતો.કૃપા પણ આરામ થી સુઈ ગઈ.

બીજા દિવસે સવારે બધું બરાબર ચાલતું હતું,રામુ બહાર ગયો,અને કૃપા કાના ને ત્યાં.થોડીવાર માં કૃપા ના ફોન પર કોઈ નો ફોન આવ્યો,કૃપા એ ફોન માં વાત કરી અને બંને ના ચેહરા પર જીત ની મુસ્કાન આવી.

તે રાતે પણ કૃપા એ રામુ રાજી રહે તેવું જ ભોજન બનાવ્યું,અને જમીને તરત જ રામુ ને ઘેન ચડવા લાગ્યું,તે સુઈ ગયો,થોડીવાર માં કાનો આવ્યો,તે અને કૃપા બંને સાથે મળી ને રામુ ને ઊંચકી ને નજીક માં જ આવેલી એક નાની એવી હોટેલ માં લઇ ગયા..

(શું કૃપા કાના સાથે રહેવા ચાલી ગઈ?તો રામુ ને હોટેલ માં કેમ મૂકી આવ્યા.કે પછી છે બીજી જ વાત!જોઈશું આવતા અંક માં)

આરતી ગેરીયા.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED