કૃપા - 14 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃપા - 14

(ગનીભાઈ કૃપા ને મળવા માંગે છે,પણ કૃપા ના કહી દે છે.બીજી તરફ રામુ ના મોબાઈલ ના મેસેજ જોવા કૃપા ની ઉત્સુકતા વધતી જાય છે.પણ તે હાથ માં આવતો નથી.જોઈએ શુ છે એ મેસેજ માં...)

બીજા દિવસે સવારે કોઈ નો ફોન આવતા રામુ એ ફોન માં વાત કરી એમ જ ફોન મુક્યો કે તરત જ કૃપા એ તક ઝડપી ને ફોન લઈ લીધો.રામુ જરાક આઘો પાછો થયો કે કૃપા એ તરત જ તે મેસેજ જોયા અને મેસેજ જોઈ ને તેની આંખો પોહળી થઈ ગઈ.કૃપા એ તે મેસેજ કાના ને મોકલ્યા.અને પછી મોબાઈલ મૂકી દીધો.

રામુ જેવો બહાર ગયો કે કૃપા કાના ને ત્યાં પહોંચી ગઈ.કાનો પણ તેની રાહ માં જ હતો. બંને એ સાથે મળી ને બધા મેસેજ જોયા.જે કંઈક આ મુજબ હતા.

તારા નખરા બંધ કર અને સાંજે પાછો કામે આવિજા.કેમ કે આ કામ તારા માટે નવું નથી.તને ડબલ પૈસા આપીશું. પણ આ વીડિયો જેવું જ કામ હોવું જોઈ.તું અમને રાજી રાખીશ તો અમે તને .અને સાથે જ એક વિડીયો કલીપ હતી.જેમાં રામુ એક જેન્ટ્સ અને એક લેડીઝ સાથે બીભ્ભતસ હાલત માં પ્રેમક્રીડા કરતો જોવા મળ્યો.

કાનો તો આ વીડિયો જોઈ ને વિચાર માં પડી ગયો.પણ કૃપા સમજી ગઈ કે આટલા દિવસથી ગનીભાઈ ને કેમ બધી ખબર પડી.અને રામુ ને કામ આપવા વાળા કેમ જલ્દી તૈયાર થઈ ગયા,એને એડ આપવા.અને સાથે સાથે એ ખુશ પણ થઈ કે મારી થોડી મહેનતે રામુ ને સબક શીખવી દીધો.એટલે જ રામુ કાલ નો ગુમસુમ છે.એ પણ સમજાય ગયું.

એ રાતે રામુ બહાર થી મોડો આવ્યો,કૃપા એ તેને પ્રેમ થી જમાડયો,અને જેવો એ સૂતો કે તરત જ કૃપા એ કાના ને બોલાવ્યો.થોડી જ વાર માં કાનો આવી ગયો.તે બંને રામુ ને ઉઠાવી ને નજીક માં આવેલી હોટેલ માં લઇ ગયા, અને રામુ ને ત્યાં બેડ પર સુવડાવ્યો.ત્યાં જ એક દંપતી ત્યાં આવી પહોંચ્યું.

"આ રહી તમારી ગિફ્ટ મેમ,સર હવે અમે જઈશું વહેલી સવારે પાછા આવીશું"કાનો તે દંપતી ને કહેતો હતો.

તે દંપતી ખુશખુશાલ દેખાતું હતું.એમને કાના ના હાથ માં એક પૈસા નું કવર આપ્યું.હજી કૃપા અને કાનો ત્યાંથી બહાર નીકળે તે પહેલાં જ રામુ ઉભો થયો.બધા તેને જોતા રહી ગયા.રામુ એ પહેલાં તો કૃપા ના વાળ પકડ્યા.

"તો તું જ છો એ, જે મને આમ વહેચી ને પૈસા કમાઈ છે,અને પાછી મારા પર હુકમ ચલાવે છે.મને બદનામ કરી અને આ કાના સાથે જલસા કરે છે.હું જ્યાં જાવ ત્યાં બધા મારી મશ્કરી કરે.મારી પાછળ મારી બુરાઈ કરે,મને બાયલો
અને ટુ ઇન વન કહે.અને તું મારી કમાણી ના જોરે જલસા કરે છે."રામુ ખૂબ જ ગુસ્સા માં હતો.

તેને જોઈ ને પેલું દંપતી ડરી ગયું,એટલે કાના એ પહેલાં તેમને શાંતિથી બહાર બેસવા કહ્યું.પછી તે અંદર રૂમ માં આવ્યો.રામુ એ હજી કૃપા ના વાળ ખેંચી રાખ્યા હતા.કાનો છોડાવવા ગયો તો રામુ એ તેને ધક્કો મારી દીધો.

"બોલ અભણ ગામઠી મને વેચવા નીકળી છે તું.તને અહીં લાવી ને મેં મોટી ભૂલ કરી.મને એમ કે તને વહેચી ને પૈસા કમાઈશ અને હું હીરો બનીશ.પણ તું તો સાવ નકામી નીકળી.તારો બાપ પણ તને ગોતવા નથી આવ્યો.એટલી નાલાયક છે તું.મારી સામે તારી ઔકાત શુ?અરે અભાગણી છે તું.કોઈ તને સાચવવા તૈયાર નથી .પેલા ઑલો નરેશ પછી હું,અને હવે આ કાનો કોણ જાણે કેટલા ને અભડાવીશ "એમ કહી રામુ એ કૃપા ને લાફો માર્યો.

રામુ ના મારવાથી કૃપા જમીન પર ફસડાઈ પડી.
રામુ એ તેને પગ થી લાત મારવાનું ચાલુ કર્યું."તને તારા ગામે થી લાવનારો હું,અહીં સાચવનારો હું અરે બે ટાઈમ જમવાનું હું આપું,અને તારે આ કાના ને ધરવવો છે. નાલાયક તારા જેવી ચારિત્ર્યહીન સ્ત્રી મેં આજ સુધી જોઈ નથી"

સટાક ...અને વાતાવરણ માં અચાનક શાંતિ છવાઈ ગઈ.રામુ નું વાક્ય પૂર્ણ થાય એ પહેલાં તેના ચેહરા પર એક થપ્પડ પડી.ઘડીવાર માટે રામુ નું માથું ઘૂમી ગયું.તેને લાગ્યું કે આ ધરતી ફરી રહી છે.એવી જોરદાર થપ્પડ હતી.તે માંડ પોતાનું સમતોલન જાળવી ને બેઠો અને જોયું કે મને મારનાર કોણ છે.

(શુ રામુ કૃપા ને છોડસે?કે પછી એ બંને ને કોઈ નુકશાન પોહચાડસે.કૃપા ગનીભાઈ ની મદદ લેશે ?રામુ ને મારનાર વળી કોણ આવ્યું.જોઈશું આવતા અંક માં...)

આરતી ગેરીયા