Krupa - 8 books and stories free download online pdf in Gujarati

કૃપા - 8

(કૃપા અને કાનો હવે ગનીભાઈ ની નજર માં આવી ગયા હતા,અને ગનીભાઈ એ તેમને મળવા બોલાવ્યા હતા,કાનો જાણતો હતો કે એ માથાભારે માણસ છે.શુ હશે આ મુલાકાત નો અંત?...)

કાનો રાતે કૃપા ની ઘરે પહોંચી ગયો,આજ કૃપા કંઈક અલગ જ તૈયાર થઈ હતી,તેને આસમાની કલરની સાડી પહેરી હતી,દક્ષિણી સાડી માં તેને મેચિંગ બંગડી,અને ચાંદલો કર્યો હતો,તેને વાળ પિન અપ કરેલા હતા.આજે તે ખૂબ જાજરમાન લાગતી હતી.કાના એ કૃપા ને ઈશારા થી તે સુંદર લાગે છે,એમ કહ્યું.કૃપા હસી અને બંને ત્યાંથી નીકળ્યા.

જેવા કૃપા અને કાનો ગનીભાઈ એ બતાવેલી જગ્યા એ પહોંચ્યા ,તો તેમને જોયું કે ત્યાં સંપૂર્ણ અંધારું હતું,તે બંને એકબીજા સામે જોઈ રહ્યા,કાના એ ઈશારા થી કૃપા ને પાછા ફરવાનું કહ્યું,અને બંને જેવા પાછળ ફર્યા,કે તરત જ એ આખી જગ્યા માં આંખો આંજી દે એવી લાઈટ થઈ,અને સામે જ એક સાવ સામાન્ય દેખાતો લગભગ પિસ્તાલીસની આસપાસ નો લાગતો મોઢામાં પાન ચાવતો, અને ખંધુ હસતો એક માણસ જેની આજુ બાજુ માં લગભગ દસ પંદર ગુંડા ઉભા હતા તે ગનીભાઈ દેખાયો.

કાનો આવુ વાતાવરણ જોઈ ને જરા વિચલિત થઈ ગયો,પણ કૃપા ના ચેહરા પર એક ડરની રેખા પણ ના દેખાઈ.આ વાત ગનીભાઈની અનુભવી આંખ થી અછતી ના રહી.ઉપરથી કૃપા જે રીતે તૈયાર થઈ ને આવી હતી, ગનીભાઈ ને તેના પ્રત્યે માન ઉપજ્યું,તે પોતે પણ સમજી ના શક્યો કે આ છોકરી માં એવું શું જાદુ છે,કે મને એના પ્રત્યે ખેંચાણ થયું!સાથે તે સમજી પણ ગયો કે આ કૃપા ને વાળવી અઘરી છે.

ગનીભાઈ એ પોતાના માણસો ને સંયમ માં રહેવાનું કહ્યું,અને સાથે તેને પોતે પણ કાના અને કૃપા ને માન થી બેસાડ્યા.કૃપા નું આ મુજબ નું તૈયાર થવું થોડુ સાર્થક થયું.

"બોલો મુંબઇ ના રાજા સાહેબ શુ કહેવું છે,તમારે"
કૃપા એ શરૂઆત કરી.

"જો કૃપા જી તમે જે ધંધો કરો છો,એના લીધે સમાજ માં પુરુષો બદનામ થાય છે,આજ સુધી ફકત સ્ત્રીઓ નો જ આ બજાર માં વેપાર થતો.પણ તમારા આ પગલાં થી હવે સ્ત્રીઓ ખરીદાર બની છે,અને એના લીધે હવે એમના પુરુષો અમારી પાસે આવતા વિચાર કરે છે,કેમ કે હવે તો પાસું બંને તરફ સરખું થવાની વાત છે."

"તો.....શુ ખાલી પુરુષો ને જ આવી આઝાદી છે,કે એ પારકા બૈરાં ભેગો સુઈ શકે!સ્ત્રીઓ નો શુ વાંક?કોઈ સ્ત્રી જો સંપૂર્ણ ના હોઈ તો જરૂરી નથી કે પુરુષ પણ સંપૂર્ણ હોઈ .શુ સ્ત્રીઓ ને પોતાની રીતે જીવવાનો હક નહિ?"

"જોવો કૃપા જી" ગનીભાઈ જરા ઉશ્કેરાયા સ્ત્રીઓ નું કામ છે,ઘર સાંભળવું,બાળકો ને જન્મ આપવો,અને એને મોટા કરવા તો એ બધું તમે સાંભળો ને,આ બધું અમારા જેવા માટે રહેવા દો.તમારા જેવી સારી સ્ત્રી નું કામ નહીં"
આમ કહી ગનીભાઈ વાંકુ હસ્યો.

"ગનીભાઈ ......ગનીભાઈ ..આ બધું તો સમાજ ના ઠેકેદારો એ નક્કી કરેલું છે,કેમકે આ આપડો સમાજ છે ને એ તો પુરુષપ્રધાન છે.તો સ્ત્રીઓ ને પોતાની બરાબરી કરતો જોઈ શકવાનો નથી.તો આગળ વધે એ તો કેમ જોવાય.અને જો કોઈ પુરુષ એની પત્ની ને દગો કરી બહાર સંબંધ બનાવે,તો એ સ્ત્રી પણ એવું કરે એમાં વાંધો શુ છે?આમ પણ સુખી થવાનો તો દરેક ને હક છે ને"કૃપા કટાક્ષ માં બોલી.

ગનીભાઈ સમસમી ગયા,કેમ કે આજ સુધી કોઈ પણ પુરુષ એની સામે બોલતા વિચાર કરતો,ત્યાં સુધી કે સમાજ ના મોટા માથા ને પણ તેનું માનવું પડતું,અને આ કાલ ની આવેલી છોકરી તેને પાઠ ભણાવે ?એ એને કેમ પોષાય!.

" જો કૃપા જી અત્યાર સુધી હું ચૂપ હતો,કેમ કે આજ સુધી નો મારો રેકોર્ડ છે કે મેં કોઈ સ્ત્રી ઉપર હાથ નથી ઉપાડ્યો"ગનીભાઈ ઉશ્કેરાટ માં બોલ્યો

"આજ સુધી તમને કોઈ મારા જેવી મળી પણ નહિ હોય ગનીભાઈ"કૃપા ખંધુ હસતા બોલી અને બીજી વાત હું આ ધંધો નથી કરતી આવો ધંધો એક પુરુષ થી ના થાય મેં પેલા પણ તમને કીધું તું મારા વર ને સબક શીખવવા કરું છું,"

ગનીભાઈ ની આસપાસ નો દરેક માણસ હથિયારબ્ધ હતો,છતાં પણ કૃપા ની આંખ માં ડર ની લહેરખી ના બદલે ખુમારી હતી.ગનીભાઈ ને આજ ખરેખર કોઈ ટક્કરનું મળ્યું હતું.

"આજ સુધી મેં ફકત મારા વર નો જ સોદો કર્યો છે,પણ
તમને જોતા લાગે છે,હવે આમા આગળ વધવું જોસે"આમ કહી કાનાના હાથ ને ખેંચી ને કૃપા ત્યાંથી નીકળી ગઈ.

ગનીભાઈ એને જતા જોતો રહ્યો.કોણ જાણે કેમ પણ એને કૃપા પર ગુસ્સો આવવાના બદલે પ્રેમ આવતો હતો.
તે એક અલગ નજર થી કૃપા ને જોતો હતો,એના માણસો પણ ગનીભાઈ નું આ બદલેલું રૂપ જોતા રહ્યા...

કાનો તો કૃપા ની ખુમારી જોઈ રહ્યો,તેના મો માંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો.આખા રસ્તે બંને સાવ ચૂપ હતા.

(શુ ગનીભાઈ કૃપા અને રામુ ને ખરેખર ગાયબ કરી દેશે?કે કૃપા ને એના કામ માં સહકાર આપશે જોઈએ આવતા અંક માં..)

આરતી ગેરીયા...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED