કૃપા - 7 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૃપા - 7

(કૃપા અને કાનો રામુ ને કોઈ સાથે મોકલી ને પાછા ફરતા હોઈ છે,અને ત્યાં જ કૃપા ને કોઈ નો ફોન આવે છે, કોણ હશે એ?કોઈ મદદગાર કે પછી ગુન્હેગાર?)

" કોણ બોલે છે?અને શું કામ છે એ કહેવું હોય તો જલ્દી બોલો નહિ તો હું ફોન મુકું છું"કૃપા એ ગુસ્સા થી જવાબ આપ્યો.

ગનીભાઈ બોલું છું!સામે થી જરા રુઆબ માં અવાજ આવ્યો

કૃપા એ કાના ને ઈશારો કર્યો,અને ફોન સ્પીકર પર મુક્યો

"કોણ ગનીભાઈ"કૃપા ના અવાજ માં પણ રુઆબ ભળ્યો.

"હું આખા મુંબઇ પર રાજ કરનારો,એટલે કે રાત નો રાજા મુંબઇ ના નબીરાઓ ની રાતો રંગીન બનાવનાર ગનીભાઈ. તારો વર મને સારી રીતે ઓળખે છે,કેમ કે તારો સોદો કરવા એ ઘણીવાર મારી પાસે આવી ચુક્યો છે.પણ તું તો ભારે જબરી નીકળી,તે તો એનો જ સોદો કરાવી નાખ્યો.વાહ જોરદાર બાઈ છે તું તો!" એમ કહી ગનીભાઈ એ એક જોરદાર અટ્ટહાસ્ય કર્યું.

કૃપા ની આંખો ગુસ્સા થી લાલ થઇ ગઇ ,તે ગુસ્સા ને લીધે આખી ધ્રૂજતી હતી.ગનીભાઈ ની વાતે તેનું મન ખાટું થઈ ગયું.અને રામુ ને આવા ધંધા માં સાથ દેનાર ગનીભાઈ છે,એ જાણી ને એને વધુ ગુસ્સો આવતો હતો.જો કાનો એને રોકત નહિ,તો નક્કી એ ગનીભાઈ ને ગાળો આપી ચુકી હોત.

કાના એ એને ઈશારા થી શાંત રહેવા સમજાવ્યું,અને એનો હાથ પોતાના હાથ માં પકડ્યો.

હવે કૃપા એ થોડી શબ્દો માં થોડી મીઠાસ ભેળવી ને પૂછ્યું"મુંબઇ ના રાજા ને મારુ શુ કામ પડ્યું?"

"જો કૃપા જી આ તમારો ધંધો બંધ કરો તો સારું,કેમ કે એના લીધે મારા ધંધા પર અસર પડે છે,અને હું રાજા છું, ખબર પણ નહીં પડે કે આવડી મોટી માયાનાગરી માં તું અને તારો કહેવાતો વર ક્યાં ગાયબ થઈ જશો."ગનીભાઈ એ પણ પોતાની મીઠાસ વેરી.

" હું તમને ક્યાંય આડી આવતી નથી,અને હું કોઈ તમારી જેમ મુંબઇ પર રાજ કરતી નથી,કે નથી મારુ તમારા જેવડું નેટવર્ક.તો હું તમારા ધંધા માં ક્યાં આડી આવી!અને હા હું ફક્ત મારા કહેવાતા વર ને સબક શીખવવા આ બધું કરું છું,કોઈ ધંધો નથી કરતી તો મને માફ કરો"આમ કહી કૃપા એ ફોન મૂકી દીધો..

કાનો અને કૃપા એકબીજા સામે જોતા રહ્યા.કેમ કે કાના ને ખબર હતી કે આ ગનીભાઈ બહુ ખતરનાક માણસ છે, અને કૃપા એ જે રીતે તેને જવાબ આપ્યો તે શાંત તો નથી જ બેસવાનો.હવે આગળ શું થાય એ તો એનો ફોન આવે પછી જ ખબર પડશે.

ત્યાં જ ફરી કૃપા નો ફોન રણક્યો,કૃપા એ કાના ને ઈશારો કર્યો અને બંને જલ્દી ત્યાંથી નીકળ્યા.પેલી સફેદ ગાડી ફરી તેની જગ્યા એ ઉભી હતી.કૃપા એ જોયું રામુ પાછલી સીટ માં સૂતો છે,કૃપા એ અને કાના એ તેને બહાર
લીધો અને ઘર તરફ રવાના થયા...

બીજા દિવસે રામુ જાગ્યો ત્યારે કૃપા એની બાજુ માં જ સૂતી હતી.પણ રામુ જેવો ઉભો થવા ગયો,તેને શરીર ખૂબ જ દુખતું હતું.તે માંડ ઉભો થયો,તેને અરીસા માં જોયુ તો તેના શરીર પર ઘણા બધા નિશાન હતા.પછી તે કૃપા ની નજીક આવ્યો,તેને જોયું કૃપા ના કપડાં વ્યવસ્થિત પહેરેલા હતા,અને તેના ગાલ કે ડોક પર કોઈ નિશાન પણ નહતા.તો પછી મારા શરીર પર આવા નિશાન કેમ?

ત્યાં જ કૃપા જાગી ગઈ,તેને રામુ ને કાઈ વિચાર કરતા જોયો.તે સમજી ગઈ કે નક્કી રામુ ને કાઈ શંકા થઈ લાગે છે.તે રામુ ની નજીક ગઈ અને તેને ગાલપર એક હળવો ચિટ્યો ભર્યો અને શરમાઈ ગઈ.રામુ અચાનક થયેલા આ વર્તનથી ચોંકી ગયો.કૃપા તો ત્યાં થી ચાલી ગઈ,પણ રામુ ના મગજમાં થી વિચાર જતા નહોતા.

રામુ ને હવે કંઈક શંકા જાગવા લાગી હતી,એ ને ઘડીક ગનીભાઈ એ બોલેલા શબ્દો યાદ આવતા,ઘડીક પોતાના શરીર પર થયેલા લવબાઇટ્સ અને ઘડીક કૃપા અને કાના નું વારે વારે મળવું.પણ કદાચ મુખ્ય વાત પર એનું ધ્યાન જ નહતું.આજે તેનું શરીર અને મગજ તેનો સાથ આપતા નહતા,એટલે તે ઘર માં જ આરામ કરતો હતો.

કૃપા નું ધ્યાન વારેવારે કાના ના ઘર તરફ હતું,કેમ કે કૃપા ના ફોન માં ગનીભાઈ ના ફોન આવતા હતા,અને રામુ ઘરમાં જ હતો એટલે એ બહાર પણ જઇ શક્તિ નહતી.
ત્યાં જ એને મોકો મળી ગયો,રામુ ને જરા આંખ મિચાણી
અને તે તરત કાના ને ત્યાં પહોંચી.કાનો પણ એની રાહ માં જ હતો,બંને એ ગનીભાઈ સાથે વાત કરી,ગનીભાઈ ને આજે રાતે મળવા જવાનું હતું.

રાતે ગનીભાઈ ને કૃપા ને તેના ઘર થી થોડે દુર જ મળવા બોલાવી હતી,કાનો અને કૃપા રામુ ને સુવડાવી ને નીકળી ગયા.પણ જેવા તેઓ ત્યાં પહોંચ્યા તેમને જોયું તો.......

(શુ ગનીભાઈ એ કોઈ એવી વ્યક્તિ ને બોલાવી હશે જે કૃપા અને કાના માટે ઠીક નહિ હોય કે વાત કાઈ બીજી જ છે!..)

આરતી ગેરીયા....