કૃપા - 12 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃપા - 12

(અગાઉ આપડે જોયું કે ગનીભાઈ ના ઈરાદા જાણી ચુકેલી કૃપા એ તેમને મચક આપી નહીં.રામુ ને એડ માં કામ મળતા તે ખૂબ જ ખુશ છે,અને નિયત સમયે તે જગ્યા એ પહોંચી જાય છે,કૃપા તેનો પીછો કરતી હોય છે.અને ત્યાં પહોંચતા જ રામુ ના હોશ ઉડી જાય છે.હવે આગળ..)

રામુ ને એડ મળી એ ખુશી માં એ સવારથી સાંજ પડવાની રાહ માં હતો.અને અત્યારે એ ઘડી આવી ગઈ. રામુ લિલી અને વિક્રાંત ની કેબીન ની બહાર રાહ જોઈ રહ્યો હતો.કૃપા દૂર થી તેના પર નજર રાખી ને બેઠી હતી. થોડીવાર પછી રામુ ને અંદર બોલાવવામાં આવ્યો.રામુ ખૂબ જ નર્વસ હતો.તેને ધ્રુજતા હાથે,અને ધડકતા હૈયે દરવાજો ખોલ્યો.

ગનીભાઈ ના મગજ માંથી કૃપા ના વિચાર જવાનું નામ નહતા લેતા.અંતે તેમને નક્કી કર્યું કે એકવાર ફરી કૃપા ને મળી ને તેની સાથે દોસ્તી ની વાત કરવી.માન્યું કે અત્યાર સુધી કૃપા સાથે જે પણ થયું તેમાં ક્યાંક પોતાનો પણ હાથ છે.પણ કૃપા ને ચરિત્રહીન ના કહી શકાય કેમ કે આજે પણ એને રામુ ના ખિલાફ એકપણ શબ્દ બોલ્યો નથી.અને કાના સાથે પણ એના ભાઈ જેવા સંબંધ છે.બીજા કોઈ વ્યક્તિ સામે એની નજર ક્યારેય ખરાબ નથી થઈ, એટલે એ એક ઉમદા,વફાદાર,ચાલક અને સારી સ્ત્રી કહી શકાય.
ગનીભાઈ ની આ દશા એના માણસો પણ સમજી ગયા હતા.અને એ પણ એમની સાથે મજાક કરી લેતા...

આ તરફ રામુ એ જેવો દરવાજો ખોલ્યો તો અંદર એકદમ અંધારું હતું,તે મૂંઝાઈ ગયો.તેને "સર સર હું અંદર આવું કે"એવું ધીમા અવાજે પૂછ્યું.ત્યાં તો ચારેકોર રામુ ની આંખ અંજાઈ જાય એવી લાલ લાઈટો થઈ અને રામુ એ પોતાની આંખ આડો હાથ રાખી દીધો.ધીમે રહી ને જેવો એને હાથ હટાવ્યો,કે સામે નું દ્રશ્ય જોઈ તેના હોશ ઉડી ગયા.

કૃપા કાના ને કહી ને નીકળી હતી કે તે રામુ ની પાછળ જાય છે.એટલે કાનો પણ તેની સાથે ફોન પર સતત વાત કરતો રહેતો.અને કૃપા એ જ્યાં નું એડ્રેસ આપ્યું તે જાણી ને કાનો સમજી ગયો કે નક્કી આ કોઈ ઠગ ટોળકી છે.જેને રામુ ને ફસાવ્યો છે.કેમ કે એ એડ્રેસ મુંબઇ ની કુખ્યાત ગલીઓ માનું એક હતું.એટલે તે પણ કૃપા એ બતાવેલી જગ્યા પર પહોંચી ગયો.

કાનો કૃપા જ્યાં છુપાઈ હતી,ત્યાં પહોંચ્યો.કૃપા એ તેને ઈશારા થી એ ઓફીસ બતાવી જ્યાં રામુ ગયો હતો.અને ખાસ્સી વાર થવા છતાં બહાર નહતો આવ્યો.કેમ કે કૃપા ને એટલી તો ખબર જ હતી કે રામુ એવો કોઈ કલાકાર નહતો,કે એને સીધી એડ માં કામ કરવા મળે.અને કાના એ પણ કહ્યું હતું કે અહીં મુંબઇ માં કામ મેળવવું એ એટલું સહેલું નથી.

લગભગ અર્ધી કલાક બહાર ઉભા રહ્યા પછી કૃપા થી ના રહેવાયું,કેમ કે એ ઓફીસ ની બહાર ની બધી જ લાઈટો બંધ થઇ ચુકી હતી.એટલે તેને કાના ને અંદર જાવા નું કહ્યું.કાના એ ના કહી,પણ કૃપા થી રહેવાતું નહતું.એટલે તે બહાર નીકળી અને તે ઓફીસ ની નજીક પહોંચી ગઈ.
રાત ના લગભગ નવ વાગ્યા હશે.એ ઓફીસ બહાર થી તો એકદમ આલીશાન હતી,પણ ખબર નહિ અંદર શુ ચાલતું હશે.જેવો કૃપા અને કાના એ તે ઓફીસ નો દરવાજો ખખડાવવાની કોશિશ કરી ત્યાં જ અચાનક ધડામ કરતું બારણું ખુલ્યું.અંદર થી રામુ નીકળ્યો.

રામુ આખો પરસેવે રેબઝેબ હતો.તેના ચેહરા પર એક જાત ની બીક હતી.કૃપા ને જોઈ ને તેના જીવ માં જીવ આવ્યો હોય એમ કૃપા ને વળગી પડ્યો અને પછી એનો હાથ પકડી ભાગવા લાગ્યો.તેને કાના ની હાજરી નું ધ્યાન પણ ના રહ્યું.તે કૃપા નો હાથ પકડી ને ભાગતો જ રહ્યો.એ અંધારી ગલીઓમાં કૂતરા ના ભસવાનો અવાજ વાતાવરણ ને વધુ ડરામણો બનાવતો હતો.થોડીવાર પછી દૂરથી એક રીક્ષા આવતી દેખાય અને બંને તેમાં બેસી ને ઘરે આવી ગયા.

કાનો એ બંને ને ભાગતા જોઈ પોતે પાછો છુપાઈ ગ્યો હતો.રામુ ની દશા જોઈ તેને સમજાય ગયું કે નક્કી અંદર કઈક તો ના થવાનું થયું છે.એટલે તે લપાતો છુપાતો એ ઓફીસ માં ગયો,તેને અંદર શુ ચાલી રહ્યું છે તે જોવાનો પ્રયત્ન કર્યો પ....ણ...

(રામુ સાથે એવું તે શું થયું કે તે કૃપા ને લઈ ને ત્યાંથી ભાગી ગયો.શુ કાના ને ખબર પડશે કે ત્યાં કઈ ઘટના ઘટી?શુ ગનીભાઈ કૃપા ને પોતાના મન ની વાત કહી શકશે!અને કૃપા નો જવાબ શુ હશે?જોઈશું આવતા અંક માં)

આરતી ગેરીયા..