પ્રતિશોધ એક આત્મા નો - 10 PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ એક આત્મા નો - 10

પ્રતિશોધ ભાગ ૧૦

વિકાસ સ્વસ્થ થઈ ઊભો થયો અને બહાર મુકેલા એક પાણીના માટલાં માંથી પાણી લઈ એણે મોં ધોયું " પંડિતજી તમારી વાત હવે સમજમાં આવી છે ચાર્મી ના શરીરમાં બે આત્મા ઑ છે એક ચાર્મીની અને એક ઓલી સ્ત્રીની. આપણી દુનીયા અને આત્મા ઓની દુનિયા વિષે તમે જે પણ જાણો છો અમને જણાવો અમે અમારો જીવ દાવ પર લગાડી દઈશું પણ ચાર્મી ને બચાવી લેશું "

"હા પંડિતજી ચાર્મી નું તમારી સાથે નું વર્તન અને વિકાસ સાથેનું વર્તન સાવ અલગ હતું એક શરીરમાં બે આત્મા કેવી રીતે શક્ય છે ?" રોમીલે પ્રશ્ન કર્યો.

" જુઓ છોકરાઓ હું તમને બને એટલું વિજ્ઞાનની ભાષામાં સમજાવાની કોશિશ કરીશ પણ આત્માઓની વાત આવે ત્યારે વિજ્ઞાન જે સબૂત માંગે છે એ મળતાં નથી. આ વાત તો તમે સાંભળી હશે કે શરીરનો નાશ થાય છે આત્મા નો નાશ થતો નથી આત્મા અમર છે . શરીરનું મૃત્યુ થાય છે આત્મા નું નહીં .મૃત્યુ પછી આત્મા કર્મોના હિસાબે બીજું શરીર ધારણ કરે છે .મૃત્યુ થયા પછી દરેક આત્માને તરત બીજું શરીર મળતું નથી. શરીર દ્વારા આત્મા જે સંસ્કારો મેળવે છે એના આધારે એની આગળની ગતિ થાય છે. આપણી દુનિયામાં વિતાવેલા જીવનમાં મનુષ્ય જે કર્મો કરે છે ,જે જ્ઞાન મેળવે છે , જે માન્યાતાઓ માને છે એના આધારે એ આત્મા ની દુનિયામાં વર્તન કરે છે .જે આત્માઓ સંસારની મોહ માયાથી મુક્ત હોય છે એમની આગળની યાત્રા જલ્દી શરુ થાય છે અને આ દુનિયામાં જીવતા લોકોને એ હેરાન નથી કરતી . ઘણા લોકોનું આકસ્મિક મૃત્યુ થાય છે એમની આત્મા થોડો સમય ભટકે છે એમના સ્નેહીજનો માટે એ દુઃખી હોય છે એ આત્મા પણ થોડા સમય પછી શાંત થાય છે અને પોતાની આગળ ની યાત્રા શરુ કરે છે આવી આત્મા પણ આ દુનીયા માં જીવતા લોકોને કોઈ નુકશાન પોહચાડતી નથી પરંતુ કોશીશ કરે છે કે એ એમના સ્નેહી જનોની મદદ કરી શકે . કોઈ આત્મા ની ઇચ્છા ઓ પુરી થઈ નથી હોતી તો એ પોતાની ઇચ્છાઓ પુરી કરવા પ્રયત્ન કરે છે પણ આવી આત્માઓ નો હેતુ કોઈને નુકશાન પોહચાડવાં નો હોતો નથી .ઈશ્વરે આપણી દુનિયામાં નીયમ બનાવ્યા છે જેમકે લો ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત એ દરેક વ્યક્તિ માટે સમાન છે .એવી રીતે આત્માની દુનિયામાં પણ કેટલાક સિદ્ધાંત છે જેની જાણકારી આપણી પાસે નથી . આપણી અંદર અસંખ્ય શક્તિઓ છે પણ આપણે એના વિશે વધુ જાણતા નથી અને વિકસાવતા નથી . એવી જ રીતે આત્માની દુનિયામાં પણ આત્મા પાસે અસંખ્ય શક્તિઓ હોય છે પણ બધી આત્માઓ એના વિશે જાણતી નથી હોતી ને એનો ઉપયોગ નથી કરતી . પણ જ્યારે કોઈ વ્યક્તિ જોડે દગો થાય કે એનું ખૂન થાય અને જો એ આત્માના વિચારો નેગેટિવ હોય તો એવી આત્માઓ બદલો લેવા પોતાની શક્તિ વધારે છે અને આવી આત્માઓ આપણી દુનિયા માં જીવતા લોકોને નુકસાન પહોંચાડે છે અથવા પોતાનો બદલો લેવા જીવતા લોકોના શરીર નો ઉપયોગ કરે છે " પંડિતજી ની વાત બધાએ ધ્યાનથી સાંભળી .

"પંડિતજી જો આત્માને બદલો લેવો હોય તો એ સીધી એ જ વ્યક્તિને નુકસાન કેમ ન પહોંચાડે જે વ્યક્તિ એ એનું ખરાબ કર્યું હોય. દુશ્મનના શરીરમાં જઈને એને નુકસાન પહોંચાડવાને બદલે નિર્દોષ લોકોનો ઉપયોગ કેમ કરે ?" નિષ્કા અકળાતા બોલી .

" જો બેટા મેં કહ્યું એમ આપણને આત્મા ની દુનિયા ના નિયમો વિશે કોઈ જાણકારી નથી આપણને તો ફક્ત એટલી ખબર છે કે કોઈ આત્મા ચાર્મી ના શરીર માં છે અને ચાર્મી પોતે એ વિશે કાંઈ જાણાતી નથી ચાર્મી ને આટલુ વાગ્યુ પણ એને જરા પણ દુખાવો થતો નહોતો . એટલે જે વ્યક્તિએ એનું ખરાબ કર્યું હોય એના શરીરમાં જઈને આત્મા એને કોઈ પણ નુકસાન પહોંચાડે એનો અહેસાસ એ વ્યક્તિને નહીં થાય અને એટલે જ કદાચ આત્મા નો બદલો પૂર્ણ નહીં થાય." પંડિતજીએ સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો.

"એનો અર્થ એ થયો કે આત્મા ચાર્મી ના શરીર નો ઉપયોગ એનો બદલો લેવા માટે કરશે ? " રોમીલે સવાલ પૂછ્યો .

" હા કદાચ બદલો લેવા અથવા પોતાની શક્તિ વધારવા એ ચાર્મી ના શરીર નો ઉપયોગ કરશે " પંડિતજીએ જવાબ આપ્યો.

"પંડિતજી ચાર્મી ભાનમાં હોય ત્યારે આપણે એને એના શરીરમાં આત્મા છે એવું જાણાવી દઇએ તો? " વિકાસે સવાલ કર્યો.

" ચાર્મીના શરીરમાં આત્મા છે એ વાત જ્યારે તમે સહન કરી શકતા નથી તો ચાર્મી કેવી રીતે સહન કરશે એ સાવ ભાંગી જશે ને એની શક્તી ઓછી થઈ જશે "

"તમે કહ્યું કે મંદિરમાં આત્માની શક્તિ ઘટી જશે તો આપણે અત્યારે જ ચાર્મી ને મંદિરમાં લઈ જઈએ તો ?" અનિલ એ સવાલ કર્યો.

" હા એવું કરી શકાય પણ પછી મંદિરમાં ચાર્મી જ હશે આત્મા ત્યાં બહાર નહીં આવે અને પછી જ્યારે ચાર્મી મંદિર થી બહાર આવશે ત્યારે એ ચાર્મી ને નુકસાન પહોંચાડશે અને આપણે આત્મા વિશે કાંઈ પણ જાણી શકશું નહીં અને એને ચાર્મી નું શરીર છોડવા મજબૂર નહીં કરી શકશું એટલે મેં પહેલાં જ કહ્યું હતું કે ચાર્મી એ પોતે મંદિર માં આવવું પડશે જેવી રીતે વિકાસ ની બૂમ સાંભળતા ચાર્મી ભાન માં આવી હતી ત્યારે આત્માની હાર થઈ હતી એવી જ રીતે ચાર્મી એ એને પાછી હરાવવી પડશે અને મંદિરમાં પોતાની ઇચ્છા શકતી થી આવવું પડશે. ત્યાર પછી જ આત્મા આપણી સાથે વાત કરશે અને આપણે ચાર્મી ને બચાવી શકશું "

" આનો અર્થ જો સાંજે આરતી સમયે વિકાસ એને મંદિરમાં બોલાવશે તો એ જરુર આવશે." નિષ્કાને આશા બંધાઈ.

" આપણે બધા અંબે માંને પ્રાર્થના કરશું કે આવું થાય " પંડીતજી ને આશા હતી કે આવું થશે .

"મને ખબર છે ચાર્મી ની ઇચ્છા શક્તી કેવી રીતે જાગશે અને એણે મંદિરમાં પોતાની મરજીથી આવવું જ પડશે" આ બોલતા અનીલ ના ચેહરા પર સ્માઈલ હતી.

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .