Hind mahasagarni gaheraioma - 24 books and stories free download online pdf in Gujarati

હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 24

દ્રશ્ય ૨૪ -
માહી ને સૂર્ભ પકડી ને શ્રુતિ, દેવ અને કેવિન ની જોડે પત્થર ની વચ્ચે પૂરે છે. અંજલિ સપનાની ગુફા માંથી બહાર ઊભી થયી જાય છે. એના ચેહરા પર નું તેજ અલગ દેખાતું હતું. તેને જોઈ ને બધા એક સાથે પકડવા આવે છે. અંજલિ આંખો મોટી કરી હસી ને એક હાથ આગળ કરે છે. સામે થી આવતા બધા એના એક ઇશારા સાથે ત્યાં ઊભા થયી જાય છે. સંજય આ જોઈ ને ચોંકી ને ગુસ્સા માં અંજલિ પર નીચે તૂટેલા પત્થર મારે છે. એ પત્થર ને અંજલિ એક હાથ ના ઇશારે વાળી સંજય સામે જાઇ ને વાગે છે. ગુસ્સા થી લાલ થયી ને સંજય દોડતો અંજલિ ને મારવા આવે છે અને અંજલિ હાથ ના ઇશારા થી સંજય ને બધા સાથે એક બાજુ લાઇન ના ઉભો કરે છે.
માહી પત્થર માં પુરાયેલી હતી ને ત્યાં એનું શરીર દ્રવ્ય સ્વરૂપ નું બની જાય છે અને તે પાણી ના જેમ પત્થર માંથી બહાર સરળતાથી આવી જાય છે. એ લીલા રંગ ના દ્રવ્ય ના કારણે શરીર પાણી ના જેમ લચક વાળુ બની ગયું હતું. એની શક્તિઓ નો ઉપયોગ તેને આવડતો ના હતો. એની સાથે કેવિન અને દેવ ની હાલત એવી હતી. અંજલિ માત્ર એક એવી વ્યક્તિ હતી જેને પોતાની શક્તિઓ નો ઉપયોગ કરતા આવડી ગયો હતો. અંજલિ ના ગળા પર સફેદ અને કાળા રંગ નું નિશાન હતું જે એની શક્તિ નું પ્રતીક હતું તેની જેમ માહી ના હાથ ના કાંડા પર લિલા અને વાદળી રંગ નું નિશાન હતું. દેવ ની આંખો ની પલકો પર આછા વાદળી રંગ ના નિશાન હતાં. કેવિન ની છાતી પર ડાભી બાજુ કાળા અને સોનેરી રંગ ની નિશાન હતું. અંજલિ ની શક્તિઓ કોય ને વશ માં કરી ને પોતાની મરજી થી વ્યક્તિ ને કાબૂ કરી શકે. અગ્નિ ની શક્તિ જેવી એની શક્તિઓ હતી.
" શ્રુતિ દેવ અને કેવિન તમને હું સંજય ના વડે મુક્ત કરાવું.."
અંજલિ સંજય પર કાબૂ કરી ને તેને બધાને મુક્ત કરવાનુ કહે છે. સંજય એની વાત માની ને શ્રુતિ, કેવિન અને દેવ ને મુક્ત કરે છે. શ્રુતિ, કેવિન અને દેવ સંજય અને બાકી ના મિત્રો સાથે લડી ને થાકી ગયા હતા.
" તમારી શક્તિઓ જાગૃત થયી પણ હજુ ઘણું શીખવાનું છે. અને શક્તિઓ ને કાબૂ કરવા માટે તમારે પણ આંતરિક શક્તિઓ વધારવા માટે ધ્યાન ધરવું પડશે એ પણ ગુફાઓ માં ની પવિત્ર ગુફા માં. નીલ ની ગુફાઓ માં સૌંથી વધુ પવિત્ર ગુફા સપનાની છે. નીલ ની સપનાની ગુફા મારા થી જોડાયેલી છે. મારી અધ્યાત્મિક ગુફા ના કારણે આપડે ત્યાં જઈ નઈ શકીએ"
" શ્રુતિ....બીજુ કોઈ એવું સ્થળ છે જ્યાં આપડે જઈ શકીએ."
" ના...ક્યાંય જવાની જરૂર નથી. હું નીલ ને છોડવા માટે શ્રુતિ ની ગુફા માં જવું છું. તમારે મદદ કરવા આવું હોય તો આવી શકો છો."
અંજલિ આટલું બોલી ને ત્યાંથી શ્રુતિ ની ગુફા તરફ જવા લાગી એની પાછળ સંજય અને એના પત્થર બનેલા મિત્રો હતા. અંજલિ ને રોકવા માટે એની પાછળ દોડતા દોડતા શ્રુતિ, માહી, કેવિન, દેવ આવે છે. એને રસ્તામાં રોકી ને સમજવાનો પ્રયત્ન કરે છે.
" અંજલિ તું જાણે છે ને અગ્નિ ની શક્તિઓ વિશે તું એને સામેથી હરાવી નઈ શકે....પોતાને એનાથી બહાદુર સમજવું મૂર્ખામી ગણાય."
" શ્રુતિ નીલ ને એકલી મૂકી નિર્બળ ની જેમ જોઈ રેવુ એનાથી સારું નીલ ના જેમ કેદ થયી જવું."
" અંજલિ....અંજલિ તારી શક્તિઓ વિશે તું જાણે છે. હુતો અજાણ છું મારી શક્તિઓ નો ઉપયોગ કેવી રીતે કરવો."
" માહી હા તું અજાણ છે અને આમ બેસી રહીશ તો અજાણ રહીશ એનાથી સારું છે કે શક્તિઓ ને ઓળખવા માટે મારી સાથે આવ."
" ઠીક છે તો હું પણ તારી સાથે આવું છું...."
" માહી જો તું જવા તૈયાર હોય તો હું પણ તારી સાથે આવીશ."
" દેવ મારા ભાઈ હું તારી સાથે આવીશ."
" તો હું તમને કોય કાયર લાગુ છું હું શું કરવા તમને એકલા જવા દઉં નીલ ને તમારી સુરક્ષા માટે મને કહ્યું છે મારે તો તમારી જોડે આવવું પડશે."
નીલ ની મદદ માટે એની ટુકડી નવી શક્તિઓ સાથે શ્રુતિ ની ગુફા માં આવે છે અને અગ્નિ આ જોઈ ને તાળીઓ થી એમનું સ્વાગત કરે છે. અગ્નિ ના ચેહરા પર કોય નવાય ની ભાવના કે કોય બીક ના હતી. કોય મોટું મહેમાન એના ઘરે આવ્યું હોય એમ તે પણ એમનું સ્વાગત કરે છે.
" તો બાળકો પાસે શક્તિઓ આવી ગઈ. માટે આટલી હિંમત થી મારી સામે ઊભા છે."
" તું કેવી રીતે જાણે છે કે અમારી પાસે શક્તિઓ છે."
" મારા ગુલામ જે જોવે છે તે હું જોવું છું. તે જે સાંભળે છે તે હું સાંભળું છું. હા હાલ મારા ગુલામ બીજા કોય ની વશમાં છે તમે અજાણ છો... તે મને દગો ક્યારે નઈ આપે."
અગ્નિ એક વાર એમની સામે જોવે છે બધા અગ્નિ ની પાછળ આવી ને ઉભા થયી જાય છે. અંજલિ એમની સામે હાથ કરી ને પોતાની શક્તિઓ થી એની વશ માં કરે છે ત્યારે તે અંજલિ ની પાછળ આવી ને ઉભા થયી જાય છે અગ્નિ હસી ને પોતાના જંગલી ગુલામ ને એમની સામે ઊભા કરે છે અંજલિ તેમની સામે હાથ કરી ને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરે છે એ માંથી કોય એની વશમાં આવતા નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED